સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

પ્રાચીન ઈસ્રાએલના મુલાકાત મંડપ અને મંદિરના પરમપવિત્ર સ્થાનમાં ચમત્કારિક રીતે પ્રકાશ આવતો હતો. એને સેક્કીનાથી પણ ઓળખવામાં આવતો. એ શું દર્શાવતો હતો?

પ્રેમાળ પિતા યહોવાહ તેમના ભક્તોનું રક્ષણ કરે છે. તેમણે એવી ગોઠવણ કરી હતી જેનાથી ઈસ્રાએલીઓ તેમની હાજરી અનુભવી શકે. તેમણે કઈ રીતે આ કર્યું? તેમણે પ્રકાશવાળા વાદળની ગોઠવણ કરી જે હંમેશા મંદિર અથવા મંડપમાં રહેતું હતું.

આ પ્રકાશ યહોવાહની અદૃશ્ય હાજરી બતાવતો હતો. એ પ્રકાશ સુલેમાને બાંધેલા મંદિરના અને મુલાકાત મંડપના પરમપવિત્ર સ્થાનમાં આવતો હતો. આ પ્રકાશનો અર્થ એમ ન હતો કે યહોવાહ ત્યાં શારીરિક રીતે હાજર હતા. કેમ કે, માણસોએ એ ઇમારત બનાવી છે. એમાં યહોવાહ પોતાને સમાવી શકતા નથી. (૨ કાળવૃત્તાંત ૬:૧૮; પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૪) આ પ્રકાશથી પ્રમુખયાજક અને ઈસ્રાએલીઓને ખાતરી થતી હતી કે યહોવાહ તેઓનું રક્ષણ કરે છે. તેમ જ, તેઓની જરૂરિયાતો ચોક્કસ પૂરી પાડશે.

બાઇબલનું લખાણ પૂરું થયું પછી, અરામિક ભાષામાં આ પ્રકાશ સેક્કીના નામથી ઓળખાતો હતો. એનો અર્થ ‘રહેવું’ અથવા ‘ત્યાં છે’ થાય છે. જોકે, આ શબ્દ બાઇબલમાં નથી. પરંતુ, હેબ્રી શાસ્ત્રવચનોના અરામિક ભાષાંતરમાં છે. હેબ્રી શાસ્ત્રવચનોને તારગુમ્સ પણ કહેવાય છે.

મંડપ બાંધવા વિષેનું માર્ગદર્શન આપતી વખતે યહોવાહે મુસાને કહ્યું: “કોશ ઉપર તું દયાસન મૂક; અને હું તને જે સાક્ષ્યલેખ આપીશ, તે તું કોશની અંદર મૂકજે અને ત્યાં હું તને મળીશ, ને ઈસ્રાએલપુત્રોને સારૂ જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, સાક્ષ્યલેખના કોશ પરના દયાસન ઉપરથી, બે કરૂબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.” (નિર્ગમન ૨૫:૨૧, ૨૨) આ કોશ સોનાની સંદૂક હતો. એને પરમપવિત્ર સ્થાનમાં રાખવામાં આવતો. સંદૂકના ઢાંકણ પર સોનાના બે કરૂબ પણ હતા.

તો પછી, યહોવાહ ક્યાંથી બોલતા હતા? તેમણે મુસાને જે કહ્યું એમાં આનો જવાબ મળે છે: “હું દયાસન પર મેઘમાં દર્શન દઈશ.” (લેવીય ૧૬:૨) આ મેઘ કે વાદળ કોશની ઉપરના સોનાના બે કરૂબોની વચ્ચે હતું. જોકે બાઇબલમાં કંઈ જણાવ્યું નથી કે કરૂબોથી વાદળ કેટલું ઊંચું હતું.

આ વાદળમાંથી પરમપવિત્ર સ્થાનમાં પ્રકાશ આવતો હતો. એને લીધે જ ત્યાં અજવાળું રહેતું હતું. તેથી, પ્રાયશ્ચિતના દિવસે પ્રમુખયાજક પરમપવિત્ર સ્થાનમાં આવતા ત્યારે તે એ પ્રકાશને લીધે જોઈ શકતા હતા. આમ તે યહોવાહની હાજરીમાં ઊભા હતા.

આ ચમત્કારિક પ્રકાશ આપણને કઈ રીતે લાગુ પડે છે? પ્રેરિત યોહાને દર્શનમાં જોયું કે એક નગરમાં ‘રાત જ ન હતી.’ આ નગર નવું યરૂશાલેમ છે. એમાં અભિષિક્ત ખ્રિસ્તીઓ રહે છે જેઓને ઈસુ સાથે રાજ કરવા સજીવન કરવામાં આવ્યા છે. આ નગર કે સંસ્થામાં પ્રકાશ કંઈ ચંદ્ર કે સૂર્યમાંથી નથી આવતો. જેમ પરમપવિત્ર સ્થાનમાં યહોવાહના શેક્કીના વાદળથી પ્રકાશ આવતો હતો તેમ, યહોવાહના મહિમાથી જ આ સંસ્થાને પ્રકાશ મળે છે. હલવાન, ઈસુ ખ્રિસ્ત “દીવો” છે અને એનાથી નગર પ્રકાશે છે. પછી આ નગર સર્વ દેશ અને જાતિના લોકોને ખરો માર્ગ બતાવવા ઈશ્વરના જ્ઞાનનો પ્રકાશ પૃથ્વી પર ફેંકે છે, જેથી તેઓ આશીર્વાદ મેળવી શકે.—પ્રકટીકરણ ૨૧:૨૨-૨૫.

ખરેખર, યહોવાહ આપણને પુષ્કળ આશીર્વાદ આપે છે. યહોવાહના ભક્તો તરીકે આપણે જોઈ શકીએ છીએ કે આપણા પિતા, ઘેટાંપાળક તરીકે આપણું રક્ષણ કરે છે.