સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુ પરમેશ્વર હતા કે માણસ?

ઈસુ પરમેશ્વર હતા કે માણસ?

ઈસુ પરમેશ્વર હતા કે માણસ?

“જગતનું અજવાળું હું છું; જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.” (યોહાન ૮:૧૨) આ ઈસુના શબ્દો હતા. પ્રથમ સદીના એક વિદ્વાને ઈસુ વિષે કહ્યું: “તેનામાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે.” (કોલોસી ૨:૩) અને બાઇબલ પણ કહે છે: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) હા, આપણી શ્રદ્ધા દૃઢ રાખવા માટે આપણે ઈસુ વિષે જાણવું જ જોઈએ.

દુનિયાના ખૂણે ખૂણે રહેતા લોકોએ ઈસુ વિષે સાંભળ્યું છે. એમાં કોઈ શંકા નથી કે ઈસુ માનવ ઇતિહાસમાં એક ઊંડી છાપ છોડી ગયા છે. જે વર્ષે ઈસુનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે, એ જ વર્ષથી આજના મોટા ભાગના કેલેન્ડરોની ગણતરી થાય છે. ધ વર્લ્ડ બુક એન્સાયક્લોપેડિયા સમજાવે છે: “લોકો ઈસુનો જન્મ થયો એ પહેલાંની તારીખને ઈસવીસન પૂર્વે તરીકે ઓળખે છે. ઈસુના જન્મ પછી, ઈસવીસન અથવા એન્‍નો ડોમીની (આપણા પ્રભુના વર્ષમાં) તરીકે ઓળખે છે.”

તેમ છતાં ઈસુ વિષે અનેક જુદી જુદી માન્યતાઓ છે. અમુક લોકો માને છે કે, તે ઇતિહાસની એક જાણીતી વ્યક્તિ હતા, જે લોકોના માનસપટ પર સારી છાપ છોડી ગયા. તો અમુક લોકો તેમને પરમેશ્વર માનીને ભજે છે. હિંદુ ધર્મના અમુક લોકો કહે છે કે ‘ઈસુ ખ્રિસ્ત, કૃષ્ણ ભગવાનની જેમ જ ઈશ્વરનો એક અવતાર છે.’ તો ઈસુ ખરેખર કોણ હતા? તે ફક્ત એક માણસ જ હતા? શું તેમની ભક્તિ કરવી જોઈએ? તે ક્યાંથી આવ્યા હતા? તેમનો સ્વભાવ કેવો હતો? આજે તે ક્યાં છે? હવે પછીના લેખમાં આપણે આ બધા પ્રશ્નોના જવાબ જોઈશું. એ જવાબો આપણને ઈસુ વિષે ઘણી જાણકારી આપે છે એ પવિત્ર શાસ્ત્રવચનમાંથી જોઈશું.