સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પહેલા કાળવૃત્તાંતના મુખ્ય વિચારો

પહેલા કાળવૃત્તાંતના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે

પહેલા કાળવૃત્તાંતના મુખ્ય વિચારો

યહુદીઓ યહોવાહ પરમેશ્વરના માર્ગમાં ચાલતા ન હતા. એટલે યહોવાહે તેઓને સિત્તેર વર્ષ બાબેલોનની ગુલામીમાં જવા દીધા. એ સમયના અંતે યહોવાહ તેઓને યરૂશાલેમ પાછા લાવ્યા. જેથી તેઓ ફરીથી મંદિર બનાવે અને યહોવાહ પરમેશ્વરની ભક્તિ શરૂ કરે. ઝરૂબ્બાબેલની દોરવણી હેઠળ તેઓએ મંદિર બનાવ્યું. એને બાવીસ વર્ષ લાગ્યાં. એના ૫૫ વર્ષ પછી શું હાલત થઈ? તેઓ યહોવાહની ભક્તિમાં પાછા ઠંડા પડી ગયા. તેઓના દિલમાં યહોવાહની ભક્તિ માટે પ્રેમ જગાડવાની જરૂર હતી. તેઓને ઉત્તેજનની ખૂબ જ જરૂર હતી. એ માટે એઝરાએ પહેલા કાળવૃત્તાંતનું પુસ્તક લખ્યું.

વંશાવળી પ્રમાણે એમાં ફક્ત નામની યાદી જ લખવામાં નથી આવી. શાઊલ રાજાના મરણથી લઈને દાઊદ રાજાના મરણ સુધીનો એટલે ચાળીસેક વર્ષનો એમાં ઇતિહાસ છે. એઝરા યહોવાહના યાજક હતા. તેમણે ઈસવીસન પૂર્વે ૪૬૦માં આ પુસ્તક લખ્યું. પહેલા કાળવૃત્તાંતમાંથી આપણને ઘણું શીખવા મળે છે. જેમ કે તેઓ કઈ રીતે એ મંદિરમાં યહોવાહને ભજતા, કઈ વંશાવળીમાંથી ઈસુ આવવાના હતા. એઝરાએ પહેલા કાળવૃત્તાંતમાં લખેલો સંદેશો યહોવાહ પાસેથી આવ્યો હતો. એ વાંચવાથી આપણી શ્રદ્ધા વધે છે. તેમ જ બાઇબલ વિષેનું આપણું જ્ઞાન વધે છે.—હેબ્રી ૪:૧૨.

મહત્ત્વનાં નામો

(૧ કાળવૃત્તાંત ૧:૧–૯:૪૪)

એઝરાએ વંશાવળીની જે યાદી આપી એની પાછળ ઓછામાં ઓછાં ત્રણ મહત્ત્વનાં કારણો હતાં: એક, જેઓ યાજક બનવા માટે લાયક હોય તેઓ મંદિરમાં સેવા આપી શકે. બીજું, કોણ કયા કુળનો છે એ પારખવામાં આવે, જેથી તેઓના હક્ક પ્રમાણે બદલો મળે. ત્રીજું, મસીહા કે ઈસુ જે વંશાવળીમાંથી આવવાના હતા એના રેકૉર્ડને સલામત રાખવા માટે. એઝરા યહુદીઓને આદમથી લઈને તેઓના સમય સુધીનો ઇતિહાસ એ યાદીમાં આપે છે. આદમથી નુહ સુધી દશ પેઢીની યાદી. નુહ પછીની દશ પેઢીઓ ગણીએ તો એ ઈબ્રાહીમ સુધી લઈ જાય છે. પછી ઈશ્માએલના દીકરાની યાદી. ઈબ્રાહીમની ઉપપત્ની કટૂરાહના દીકરાઓની યાદી. એસાવના દીકરાઓની યાદી. છેવટે યાકૂબના ૧૨ દીકરાઓની યાદી.—૧ કાળવૃત્તાંત ૨:૧.

પછી એઝરાએ યહુદાહની વંશાવળી વિષે વધારે માહિતી આપી. કેમ કે એમાંથી દાઊદ રાજા આવ્યા હતા. ઈબ્રાહીમથી દાઊદ રાજા સુધીની ચૌદ પેઢી. દાઊદની પેઢી પછી, યહુદીઓને બાબેલોનમાં ગુલામ તરીકે લઈ જવામાં આવ્યા ત્યાં સુધી ચૌદ પેઢી થઈ. (૧ કાળવૃત્તાંત ૧:૨૭, ૩૪; ૨:૧-૧૫; ૩:૧-૧૭; માત્થી ૧:૧૭) પછી એઝરાએ યરદનની પૂર્વ તરફ રહેતા યહુદીઓની યાદી બનાવી. એના પછી એઝરાએ લેવીની વંશાવળીની યાદી બનાવી. (૧ કાળવૃત્તાંત ૫:૧-૨૪; ૬:૧) એ પછી તેમણે યરદનની પશ્ચિમ તરફ રહેતા અમુક કુળો અને બિન્યામીનની વંશાવળીની યાદી બનાવી. (૧ કાળવૃત્તાંત ૮:૧) છેવટે બાબેલોનની ગુલામીમાંથી છૂટીને યરૂશાલેમમાં આવ્યા તેઓની પણ યાદી બનાવી.—૧ કાળવૃત્તાંત ૯:૧-૧૬.

સવાલ-જવાબઃ

૧:૧૮શેલાહનો પિતા કાઈનાન હતો કે આર્પાકશાદ [આર્ફાકસાદ]? (લુક ૩:૩૫, ૩૬) આર્પાકશાદ શેલાહનો પિતા હતો. (ઉત્પત્તિ ૧૦:૨૪; ૧૧:૧૨) લુકે પોતાના નામનું પુસ્તક લખ્યું ત્યારે તેમણે લખ્યું હોય શકે કે શેલાહ ‘ખાલદીઅન આર્પાકશાદનો પુત્ર હતો.’ પણ વર્ષો પછી લુકના પુસ્તકની નકલ કરતી વખતે કોઈ શાસ્ત્રીએ ભૂલથી ‘ખાલદીઅનને’ બદલે ‘કાઈનાન’ લખ્યું હોય શકે. એવું પણ બની શકે કે આર્પાકશાદનું બીજું નામ કાઈનાન હોય. એ પણ નોંધ કરવી જોઈએ કે અમુક બાઇબલ હસ્તપ્રતોમાં “કાઈનાનનો પુત્ર,” આ શબ્દો જોવા મળતા નથી.

૨:૧૫શું દાઊદ યિશાઈનો સાતમો દીકરો હતો? ના. યિશાઈના આઠ દીકરા હતા. અને દાઊદ સૌથી નાનો. (૧ શમૂએલ ૧૬:૧૦, ૧૧; ૧૭:૧૨) એવું લાગે છે કે યિશાઈનો એક દીકરો નાની ઉંમરે ગુજરી ગયો હતો. તેથી તેનું પોતાનું કુટુંબ ન હોવાથી એઝરાએ નામની યાદીમાં તેનું નામ લખ્યું નથી.

૩:૧૭લુક ૩:૨૭માં કેમ એવું કહે છે કે યકોન્યાહનો દીકરો શઆલ્તીએલ નેરીનો દીકરો હતો? ખરું કહીએ તો યકોન્યાહ શઆલ્તીએલનો પિતા હતો. અને નેરીએ પોતાની દીકરીનું લગ્‍ન શઆલ્તીએલ સાથે કર્યું હતું. લુકે નેરીના જમાઈનો ઉલ્લેખ દીકરા તરીકે કર્યો, જેમ તેમણે યુસફ વિષે લખ્યું. યુસફે હેલીની દીકરી મેરી સાથે લગ્‍ન કર્યાં હતા. તોપણ તેણે લખ્યું કે યુસફ હેલીનો દીકરો હતો.—લુક ૩:૨૩.

૩:૧૭-૧૯ઝરૂબ્બાબેલ, પદાયાહ અને શઆલ્તીએલ કેવી રીતે સગાં હતા? પદાયાહ અને શઆલ્તીએલ બંન્‍ને ભાઈઓ હતા. પદાયાહનો દીકરો ઝરૂબ્બાબેલ હતો. તેમ છતાં બાઇબલ અમુક વાર કહે છે કે ઝરૂબ્બાબેલ શઆલ્તીએલનો દીકરો હતો. (માત્થી ૧:૧૨; લુક ૩:૨૭) એવું લાગે છે કે પદાયાહના ગુજરી ગયા પછી શઆલ્તીએલે ઝરૂબ્બાબેલને ઉછેર્યો હશે. અથવા શઆલ્તીએલ ગુજરી ગયા પછી પદાયાહે નિયમ પ્રમાણે શઆલ્તીએલની પત્ની સાથે લગ્‍ન કર્યાં હોય શકે. આ રીતે ઝરૂબ્બાબેલ તેઓનો સૌથી મોટો દીકરો ગણાતો હોય શકે.—પુનર્નિયમ ૨૫:૫-૧૦.

૫:૧, ૨—યુસફ તેના ભાઈઓમાંથી સૌથી નાનો હતો, તોપણ તેને મોટા ભાઈનો હક્ક મળ્યો. એમાં યુસફ માટે શું સમાયેલું હતું? યુસફના મોટા ભાઈઓને પિતા પાસેથી જે વારસો મળવો જોઈએ એના કરતાં યુસફને બમણો મળ્યો. (પુનર્નિયમ ૨૧:૧૭) તેથી યુસફ બે પ્રજાનો પિતા બન્યો. એફ્રાઈમ અને મનાશ્શેહનો. એ બન્‍ને કુળોને વચનના દેશમાં વારસા તરીકે પોતાના માટે જમીન મળી હતી. યાકૂબના બીજા દીકરાઓ ફક્ત એક જ પ્રજાના પિતા બન્યા હતા.

આપણે શું શીખી શકીએ?

૧:૧–૯:૪૪. બાઇબલમાં યહુદીઓની વંશાવળી આપવામાં આવી છે. એ બનાવટી નામો ન હતાં. એ બતાવે છે કે બાઇબલમાં કાલ્પનિક વાર્તાઓ નથી, પણ એમાં સાચા બનાવો લખવામાં આવ્યા છે.

૪:૯, ૧૦. યાબેસે યહોવાહને સાચા દિલથી પ્રાર્થના કરી કે કોઈ લડાઈ-ઝગડા વિના શાંતિથી મને વિસ્તાર વધારવા મદદ કરો. જેથી એમાં વધારે ઈશ્વરભક્તો રહી શકે. યહોવાહે તેમની એ વિનંતી સાંભળી. આપણે પણ પૂરા દિલથી પ્રાર્થના કરવી જોઈએ કે આપણા વિસ્તારમાં વધારે લોકો સત્યમાં આવે. તેથી, ચાલો આપણે પૂરા જોશથી પ્રચાર કરતા રહીએ.

૫:૧૦, ૧૮-૨૨. શાઊલ રાજાના દિવસોમાં યરદનની પૂર્વે રહેતા કુળોએ હાગ્રીઓ સાથે લડાઈ કરી. હાગ્રીઓનું લશ્કર ઈસ્રાએલીઓ કરતાં બમણું હતું તોપણ ઈસ્રાએલીઓએ જીત મેળવી. કારણ કે ઈસ્રાએલના શૂરવીર યોદ્ધાઓને યહોવાહમાં પૂરો ભરોસો હતો. તેઓએ પ્રાર્થનામાં યહોવાહ પાસેથી મદદ માગી હતી. આજે શેતાન આપણને લાલચ આપે છે, આપણા પર મુશ્કેલીઓ અને સતાવણી લાવે છે. તેની સામે ટકી રહેવા ચાલો આપણે પણ યહોવાહ પાસે પ્રાર્થનામાં મદદ માગીએ.—એફેસી ૬:૧૦-૧૭.

૯:૨૬, ૨૭. લેવી કુળના દ્વારપાળો કે દરવાજા પાસેના ચોકીદારોને મોટી જવાબદારી આપવામાં આવી હતી. તેઓને જ મંદિરના પવિત્ર ભાગોમાં જતા દરવાજાની ચાવી આપવામાં આવી હતી જેથી તેઓ આ જગ્યાઓના દરવાજા ખોલી શકે. તેઓએ એ જવાબદારી સારી રીતે ઉપાડી. એ જ રીતે આજે આપણને પણ ભારે જવાબદારી આપવામાં આવી છે. આપણા વિસ્તારમાં રહેતા લોકોને યહોવાહનું સત્ય શીખવવા આપણે બનતું બધું જ કરવું જોઈએ. આપણે પણ લેવી ચોકીદારોની જેમ સારી રીતે આ જવાબદારી ઉપાડવી જોઈએ.

દાઊદનું રાજ

(૧ કાળવૃત્તાંત ૧૦:૧–૨૯:૩૦)

દસમો અધ્યાય શરૂઆતમાં જણાવે છે કે ગિલ્બોઆ પર્વત પર પલિસ્તીઓ સામેની લડાઈમાં શાઊલ અને તેમના ત્રણ દીકરાઓ માર્યા જાય છે. પછી યિશાઈનો દીકરો દાઊદ યહુદાના કુળ પર રાજ કરવા લાગે છે. અમુક સમય પછી બારે કુળના વડીલો હેબ્રોનમાં આવીને દાઊદને ઈસ્રાએલના રાજા બનાવે છે. (૧ કાળવૃત્તાંત ૧૧:૧-૩) એના અમુક સમય પછી દાઊદ યરૂશાલેમને કબજે કરે છે. અમુક વર્ષો પછી “ઈસ્રાએલીઓ યહોવાહના કરારકોશને હર્ષનાદ કરતા શરણાઈ, રણશિંગડાં, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડતા મોટી ગર્જના કરતા” એને યરૂશાલેમ લઈ આવે છે.—૧ કાળવૃત્તાંત ૧૫:૨૮.

દાઊદને યહોવાહની ભક્તિ માટે મંદિર બાંધવાની બહુ ઇચ્છા હતી. પરંતુ યહોવાહે જણાવ્યું કે તું નહિ, પણ તારો દીકરો સુલેમાન મંદિર બાંધશે. યહોવાહે દાઊદને વરદાન આપ્યું કે તેમના રાજ પછી તેમની વંશાવળીમાંથી બીજા રાજાઓ આવશે. દાઊદ પછી ઈસ્રાએલના દુશ્મનો સામે લડાઈ ચાલુ રાખે છે ને યહોવાહ તેમને એક પછી એક જીત અપાવે છે. પછી દાઊદે ગેરકાયદેસર ઈસ્રાએલની ગણતરી કરાવી. તેથી ૭૦,૦૦૦ લોકો માર્યા ગયા. યહોવાહે તેમના દૂત દ્વારા દાઊદને જણાવ્યું કે યબૂસી ઓર્નાન પાસેથી જમીન લઈને તેમના માટે વેદી બાંધ. એ જગ્યાએ ‘યહોવાહનું ભવ્ય મંદિર’ બાંધવા માટે દાઊદે અજોડ રીતે તૈયારી કરી. (૧ કાળવૃત્તાંત ૨૨:૫) યહોવાહના મંદિરમાં લેવીઓએ કેવી રીતે સેવા આપવી એના વિષેની નાની-નાની વિગતો પહેલા કાળવૃત્તાંતના પુસ્તકમાં આપવામાં આવી છે. આવી વિગતો બાઇબલમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. દાઊદ રાજા અને પ્રજાએ મંદિર માટે પુષ્કળ દાન આપ્યું હતું. દાઊદ રાજાએ ઈસ્રાએલમાં ૪૦ વર્ષ રાજ કર્યું. તે સંપત્તિ ને સન્માન પામ્યા અને પાકી ઉંમરે ગુજરી ગયા. તેમના પછી તેમનો પુત્ર સુલેમાન રાજ કરવા લાગ્યો.—૧ કાળવૃત્તાંત ૨૯:૨૮.

સવાલ-જવાબ:

૧૧:૧૧—આ કલમ કહે છે કે દાઊદના શૂરવીરોએ ૩૦૦ માણસોને માર્યા હતા. જ્યારે કે ૨ શમૂએલ ૨૩:૮ કહે છે તેઓએ ૮૦૦ને માર્યા હતા. આ ફરક શા માટે? દાઊદના ત્રણ સરદારો હતા. તેઓમાં યાશોબઆમ મુખ્ય હતો. બીજા બે સરદાર એલઆઝાર ને શામ્માહ હતા. (૨ શમૂએલ ૨૩:૮-૧૧) એવું લાગે છે કે આ બંને અહેવાલો એક જ વ્યક્તિના જુદા જુદા બનાવો વિષે વાત કરે છે. એ કારણથી એકમાં ૩૦૦ અને બીજામાં ૮૦૦નો આંકડો જોવા મળે છે.

૧૧:૨૦, ૨૧—દાઊદના ત્રણ મુખ્ય સરદારો હતા. તેઓની સરખામણીમાં અબીશાયનો હોદ્દો શું હતો? અબીશાય દાઊદના ત્રણ મુખ્ય સરદારોમાંનો એક ન હતો. તેમ છતાં કોમન લેંગ્વેજ બાઇબલમાં ૨ શમૂએલ ૨૩:૧૮, ૧૯ કહે છે કે “અબિશાય ત્રીસ શૂરવીરોના જૂથનો આગેવાન હતો. તે ત્રીસમાં સૌથી વધારે પ્રખ્યાત હતો.” એક વાર તેણે યાશોબઆમ જેવું જ બહાદુરીનું કામ કર્યું હતું. તેથી, અબિશાય ત્રણ સરદારો જેટલો જ મહત્ત્વનો હતો.

૧૨:૮—કઈ રીતે ગાદીઓના શૂરવીરો “સિંહના જેવા વિકરાળ” દેખાતા હતા? દાઊદ અને ગાદીઓના શૂરવીરો અરણ્યમાં લાંબો સમય રહ્યા હોવાથી તેઓનાં માથાના વાળ વધી ગયાં હતાં. એટલે તેઓનાં વાળ સિંહના જટાર જેવાં દેખાતાં હતાં.

૧૩:૫—મિસરની શિહોર શું છે? હિબ્રુ ભાષામાં ‘શિહોરનો’ અર્થ ફક્ત નદી થાય છે. તેથી અમુક લોકોનું માનવું છે કે એ નાઇલ નદીમાંથી નીકળેલી એક નાની નહેર છે. પરંતુ ‘નદી’ માટેનો મૂળ હેબ્રી શબ્દનું ચોક્કસ ભાષાંતર ‘પાણી વહેતી ઊંડી ખીણ’ થઈ શકે. આમ, બાઇબલમાં મિસરની શિહોરનો અર્થ ‘ઊંડી ખીણ’ થાય છે. એ વચનના દેશની દક્ષિણ-પશ્ચિમ દિશાની સરહદ હતી.—ગણના ૩૪:૨; ઉત્પત્તિ ૧૫:૧૮.

૧૬:૧, ૩૭-૪૦; ૨૧:૨૯, ૩૦; ૨૨:૧૯—યરૂશાલેમમાં મંદિર બાંધીને એમાં કરારકોશ લાવવામાં આવ્યો ત્યાં સુધી ઈસ્રાએલીઓ યહોવાહને કઈ રીતે ભજતા? દાઊદ તંબૂ બાંધીને કરારકોશ યરૂશાલેમમાં લાવ્યા અને એ તંબૂમાં રાખ્યો. એ કરારકોશ ઘણા વર્ષો સુધી મંડપમાં ન હતો. એનું કારણ કે મંડપ ગિબઓનમાં હતો. ત્યાં પ્રમુખ યાજક સાદોક અને તેમના ભાઈઓ યહોવાહે મુસાને આપેલા નિયમો પ્રમાણે બલિદાનો ચઢાવતા. યરૂશાલેમમાં મંદિર તૈયાર થયું નહિ ત્યાં સુધી ગિબઓનમાં બલિદાનો ચઢાવવાની ગોઠવણ ચાલું રહી. મંદિર બંધાયા પછી કરારકોશને પરમપવિત્ર જગ્યાએ રાખવામાં આવ્યો હતો. એ વખતે મંડપ જે ગિબઓનમાં હતો એ યરૂશાલેમમાં લાવવામાં આવ્યો હતો.

આપણે શું શીખી શકીએ?

૧૩:૧૧. આપણે નિષ્ફળ જઈએ ત્યારે ગુસ્સે થઈને યહોવાહનો દોષ કાઢવો ન જોઈએ. એના બદલે વિચારવું જોઈએ કે શા કારણે એમ થયું. દાઊદ યરૂશાલેમમાં કરારકોશ લાવતી વખતે નિષ્ફળ ગયા. તેમણે એ માટે યહોવાહને દોષ આપ્યો હતો. પણ દાઊદ પોતાની ભૂલમાંથી પાઠ શીખ્યા. પછી જે રીતે કરારકોશ ઊંચકવો જોઈએ એ રીતે એને યરૂશાલેમમાં લાવવામાં આવ્યો. *

૧૪:૧૦, ૧૩-૧૬; ૨૨:૧૭-૧૯. આપણે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં યહોવાહને મદદ માટે પ્રાર્થના કરવી જોઈએ. એમ નહિ કરીએ તો આપણી શ્રદ્ધાનો દીવો હોલવાઈ જશે.

૧૬:૨૩-૨૯. આપણા જીવનમાં યહોવાહની ભક્તિ પ્રથમ હોવી જોઈએ.

૧૮:૩. યહોવાહ પોતાનાં વચનો જરૂર પૂરા કરશે. યહોવાહે ઈબ્રાહીમને વચન આપ્યું હતું કે તારા વંશને ‘મિસરની નદીથી ફ્રાત નદી’ વચ્ચેનો આખો કનાન દેશ આપીશ. દાઊદ દ્વારા યહોવાહે આ વચન પૂરું કર્યું.—ઉત્પત્તિ ૧૫:૧૮; ૧ કાળવૃત્તાંત ૧૩:૫.

૨૧:૧૩-૧૫. યહોવાહે સ્વર્ગદૂતને હુકમ કર્યો કે હવે લોકોનો નાશ કરવાનું બંધ કર. કેમ કે પોતાના લોકોને તડપતા જોઈને યહોવાહને ખૂબ દુઃખ થયું. ખરેખર “તેની કૃપા અત્યંત છે.” *

૨૨:૫, ૯; ૨૯:૩-૫, ૧૪-૧૬. દાઊદને ખબર પડી કે યહોવાહનું મંદિર બાંધવાનો લહાવો તેમને નહિ મળે. તોપણ તેમણે ખૂબ જ ઉદાર દિલથી દાન આપ્યું હતું. શા માટે? કેમ કે તે જાણતા હતા કે તેમની માલ-મિલકત એ યહોવાહના ભલાઈથી હતી. આપણે પણ યહોવાહની ભલાઈની કદર કરીશું તો ઉદાર બનીશું.

૨૪:૭-૧૮. લેવીના કુળમાંથી યહોવાહના મંદિરમાં કોણ ક્યારે સેવા આપશે? એ વિષે દાઊદે લેવી કુળના ૨૪ વર્ગ પાડ્યા હતા. એ ગોઠવણ પ્રમાણે યોહાન બાપ્તિસ્મકના પિતા ઝખાર્યાહ મંદિરમાં સેવા આપતા હતા ત્યારે, યહોવાહના સ્વર્ગદૂતે તેમને જણાવ્યું કે તેમને દીકરો જન્મશે. તેનું નામ યોહાન પાડવામાં આવશે. એ પુરાવો આપે છે કે ઝખાર્યાહ ‘અબિયાહના વર્ગમાંના’ હતા. (લુક ૧:૫, ૮, ૯) આ લોકો યહોવાહના પાકા ભક્તો હતા. તેઓ બનાવટી નથી. આજે ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરની’ દોરવણી પ્રમાણે આપણે ચાલીશું તો યહોવાહ આપણને આશીર્વાદ આપશે.—માત્થી ૨૪:૪૫.

રાજીખુશીથી યહોવાહની સેવા કરીએ

પહેલા કાળવૃત્તાંતના પુસ્તકમાં ફક્ત વંશાવળીના નામોની યાદી આપવામાં આવી નથી. એમાં એ પણ જણાવ્યું છે કે દાઊદ કઈ રીતે યરૂશાલેમમાં યહોવાહનો કરારકોશ લાવ્યા, દુશ્મનો પર એક પછી એક કઈ રીતે જીત મેળવી, મંદિર બાંધવા કેવી તૈયાર કરવામાં આવી અને લેવીના કુળમાંથી યહોવાહના મંદિરમાં સેવા આપવા કઈ રીતે ૨૪ વર્ગ પાડવામાં આવ્યા. એઝરાએ આ બધું પહેલા કાળવૃત્તાંતના પુસ્તકમાં લખ્યું હતું. ખરેખર, એનાથી ઈસ્રાએલીઓના દિલમાં યહોવાહની ભક્તિ માટે ફરીથી પ્રેમ જાગ્યો હશે. આ માહિતીથી તેઓને ચોક્કસ ઉત્તેજન મળ્યું હશે.

દાઊદે યહોવાહની ભક્તિ પોતાના જીવનમાં પ્રથમ મૂકી હતી. આપણા માટે તેમણે સુંદર દાખલો બેસાડ્યો છે! મહાન બનવામાં તેમને રસ ન હતો. તેમને યહોવાહની ઇચ્છા પૂરી કરવામાં રસ હતો. આપણને પણ દાઊદની સલાહ માનવાનું ઉત્તેજન આપવામાં આવે છે, જે કહે છે: “શુદ્ધ હૃદયથી અને પૂરા મનથી તેમનું જ [યહોવાહનું જ] ભજન કર.”—૧ કાળવૃત્તાંત ૨૮:૯.

[ફુટનોટ્‌સ]

^ યરૂશાલેમમાં કરારકોશ લાવતી વખતે દાઊદ શું શીખ્યા એ જાણવા મે ૧૫, ૨૦૦૫નું ચોકીબુરજ પાન ૧૬-૧૯, જુઓ.

^ દાઊદે ગેરકાયદેસર વસ્તી ગણતરી કરી એમાંથી તે શું પાઠ શીખ્યા? એ જાણવા મે ૧૫, ૨૦૦૫, ચોકીબુરજ, પાન ૧૬-૧૯ જુઓ.

[પાન ૮-૧૧ પર ચાર્ટ/ચિત્રો]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

ઈ.સ. પૂર્વે ૪૦૨૬ આદમ આદમથી નુહ સુધીની

પેઢીઓ (૧,૦૫૬ વર્ષ)

૧૩૦ વર્ષ

 

શેથ

 

૧૦૫

 

અનોશ

 

૯૦

 

કેનાન

 

૭૦

 

મહાલાલએલ

 

૬૫

 

યારેદ

 

૧૬૨

 

હનોખ

 

૬૫

 

મથૂશેલાહ

 

૧૮૭

 

લામેખ

 

૧૮૨

 

ઈ.સ. પૂર્વે ૨૯૭૦ નુહ ઈ.સ. પૂર્વે ૨૯૭૦માં નુહનો જન્મ

નુહથી ઈબ્રાહીમ સુધીની પેઢીઓ (૯૫૨)

પ૦૨ વર્ષ

 

શેમ

ઈ.સ. પૂર્વે ૨૩૭૦માં જળપ્રલય

૧૦૦

 

આર્ફાકસાદ

 

૩૫

 

શેલાહ

 

૩૦

 

એબેર

 

૩૪

 

પેલેગ

 

૩૦

 

રેઉ

 

૩૨

 

સરૂગ

 

૩૦

 

નાહોર

 

૨૯

 

તેરાહ

 

૧૩૦

 

ઈ.સ. પૂર્વે ૨૦૧૮ ઈબ્રાહીમ ઈ.સ. પૂર્વે ૨૦૧૮માં ઈબ્રાહીમનો જન્મ

ઈબ્રાહીમથી દાઊદ સુધી:

૧૦૦ વર્ષ ૧૪ પેઢીઓ (૯૧૧ વર્ષ)

 

ઈસ્હાક

 

૬૦

યાકૂબ

 

૮૮ની આસપાસ

 

યહુદાહ

 

 

પેરેસ

 

 

હેઝરોન

 

 

રામ

 

 

અમીનાદાબ

 

 

નાસોન

 

 

સાલ્મોન

 

 

બોઆઝ

 

 

ઓબેદ

 

 

યિશાઈ

 

 

ઈ.સ. પૂર્વે ૧૧૦૭માં દાઊદનો જન્મ