સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

બંદૂક જેવા હથિયાર રાખવા પડે એવી નોકરી કરીને શું આપણે શુદ્ધ અંતઃકરણ રાખી શકીએ?

આખી દુનિયામાં યહોવાહના સાક્ષીઓ પરિવારનું ભરણ પોષણ કરવાની પરમેશ્વરે આપેલી જવાબદારીને ખૂબ મહત્ત્વની ગણે છે. (૧ તીમોથી ૫:૮) પરંતુ, અમુક નોકરીથી બાઇબલના સિદ્ધાંતોનો ભંગ થતો હોય છે. એવી નોકરી ના કરવી જોઈએ. જેમ કે, જુગાર સાથે જોડાયેલી, લોહીનો દૂરુપયોગ થતો હોય અને તમાકુની કોઈ વસ્તુ ઉપયોગ કરવા ઉત્તેજન આપતી હોય એવી કોઈ નોકરી. (યશાયાહ ૬૫:૧૧; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૯; ૨ કોરીંથી ૭:૧; કોલોસી ૩:૫) બીજા પ્રકારની નોકરી કરવા વિષે બાઇબલ સીધેસીધું મના કરતું નથી. પરંતુ, એનાથી વ્યક્તિના પોતાના અને બીજાઓના અંતઃકરણ પર અસર પડી શકે.

જો નોકરીએ બંદૂક જેવા હથિયાર રાખવા જરૂરી હોય તો, એ રાખવા કે નહિ, એ વ્યક્તિનો પોતાનો નિર્ણય છે. પરંતુ, તેણે એ વિચાર કરવો જોઈએ કે હથિયાર રાખીશ તો જરૂર પડ્યે એનો ઉપયોગ પણ કરવો પડે. એનાથી કોઈનું લોહી વહે અને વ્યક્તિનો જાન જતો રહે તો, આપણે યહોવાહને જવાબ આપવો પડી શકે. તેથી, યહોવાહના સેવકે પ્રાર્થનાપૂર્વક વિચારવું જોઈએ કે તે એવી નોકરી પસંદ કરશે કે કેમ, જેમાં એક પલમાં હથિયાર ચલાવવાનો નિર્ણય લેવાનો હોય. અને સામેની વ્યક્તિનો જીવ પણ જોખમમાં હોય. હથિયાર રાખવાથી વ્યક્તિને પોતાને પણ નુકસાન થઈ શકે. કઈ રીતે? તે બીજા પર એ હથિયાર ચલાવે ત્યારે, સામેવાળી વ્યક્તિ તેને વધારે નુકસાન કરી શકે અથવા મારી નાખી શકે.

આપણે હથિયાર સાથે કામ કરીએ તો, બીજાઓને કેવું લાગશે? દાખલા તરીકે, યહોવાહના સેવક તરીકે આપણી મુખ્ય જવાબદારી ઈશ્વરના રાજ્યનો સંદેશો જણાવવાની છે. (માત્થી ૨૪:૧૪) આપણે એવી નોકરી કરીએ કે જ્યાં દરેક સમયે હથિયાર રાખવું પડે તો, શું આપણે બીજાઓને ‘સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલવાનું’ શીખવી શકીએ? (રૂમી ૧૨:૧૮) તમારી પાસે ઘરમાં બંદૂક હોય તો, બાળકો અને સગાં-વહાલાઓનું જીવન પણ જોખમમાં આવી શકે. આપણે હથિયાર સાથે કામ કરીએ તો, બીજાઓ એનાથી ઠોકર ખાઈ શકે.—ફિલિપી ૧:૧૦.

આપણે ‘મુશ્કેલીના દિવસોમાં’ જીવી રહ્યા હોવાથી લોકો “ઘાતકી અને સત્યનો નકાર કરનારા” થઈ ગયા છે. (૨ તિમોથી ૩:૧,, કોમન લેંગ્વજ) તેથી જો તમે હથિયાર રાખવું પડે એવી નોકરી કરતા હોવ તો, એવા લોકો સાથે જરૂર પડ્યે લડાઈ પણ કરવી પડશે. તો પછી, એવી નોકરી કરનારને શું પૂરી રીતે “નિર્દોષ” કહેવાય? (૧ તીમોથી ૩:૧૦) ચોક્કસ નહિ! તેથી, જો વ્યક્તિને બાઇબલમાંથી પ્રેમથી સલાહ આપ્યા પછી પણ તે હથિયાર રાખવું પડે એવી નોકરી ચાલુ રાખે તો, મંડળ એવી વ્યક્તિને “નિર્દોષ” જોશે નહિ. (૧ તીમોથી ૩:૨; તીતસ ૧:૫, ૬) આવા ભાઈ કે બહેનને મંડળમાં કોઈ ખાસ લહાવો આપવામાં નહિ આવે.

ઈસુએ તેમના શિષ્યોને ખાતરી આપી કે તેઓ રાજ્યને જીવનમાં પહેલું રાખશે તો, તેઓએ જીવન જરૂરિયાત વિષે વધારે પડતી ચિંતા કરવી નહીં પડે. (માત્થી ૬:૨૫, ૩૩) ખરેખર, આપણે યહોવાહ પર પૂરો ભરોસો રાખીશું તો, “તે [આપણને] નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.”—ગીતશાસ્ત્ર ૫૫:૨૨.