જીવનમાં ઘણા ફેરફારો કરીને યહોવાહની સેવા કરવાથી મળતા આશીર્વાદો
‘યહોવાહ તરફથી મને સહાય મળે છે’
જીવનમાં ઘણા ફેરફારો કરીને યહોવાહની સેવા કરવાથી મળતા આશીર્વાદો
કેમેરુનના ગાઢ જંગલોમાં એક માણસ સાઇકલથી મુસાફરી કરે છે. તે પાણી અને કાદવ-કીચડવાળા જોખમભર્યા રસ્તામાંથી કલાકો સુધી સાઇકલ ચલાવીને બીજાઓને પરમેશ્વર વિષેનું સત્ય શીખવાં જાય છે. ઝીંબાબ્વેમાં બે ભાઈઓ પૂરથી ઊભરાતી નદીઓ પાર કરીને ૧૫ કિલોમીટર દૂર આવેલા એક ગ્રૂપના ભાઈ-બહેનોને ઈશ્વર વિષે શીખવવા જાય છે. તેઓ પોતાનાં કપડાં અને બૂટને માથા પર મૂકીને લઈ જાય છે જેથી એને સૂકા રાખી શકે. બીજી જગ્યાએ, એક સ્ત્રી સવારે ચાર વાગે ઊઠીને એક નર્સને પરમેશ્વર વિષે શીખવવા જાય છે. એનું કારણ કે તે નર્સ પાસે એ જ સમય છે.
આ ચાર વ્યક્તિઓ ઘણી મહેનત કરે છે. પરંતુ તેઓમાં એક સરખી બાબત કઈ છે? તેઓ યહોવાહના સાક્ષીઓના પૂરા સમયના પાયોનિયરો છે. તેઓ બીજાઓને બાઇબલમાંથી પરમેશ્વરનું સત્ય શીખવવા સમય આપે છે. આ પૂરા સમયના સેવકોમાં ખાસ પાયોનિયર, મિશનરિઓ, સરકીટ ઓવરસીયર તેમ જ યહોવાહના સાક્ષીઓની જુદી જુદી બ્રાંચમાં કામ કરતા હજારો વૉલન્ટિઅરનો પણ સમાવેશ થાય છે. આ બધા ખરેખર તેઓના જીવનમાં ભોગ આપીને સેવા કરે છે. *
સાચો ધ્યેય
પ્રેષિત પાઊલે તીમોથીને આપેલી સલાહને યહોવાહના સાક્ષીઓ ધ્યાનમાં રાખે છે: “શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને દેવને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર.” (૨ તીમોથી ૨:૧૫) પરંતુ શા માટે હજારોને હજારો યહોવાહના સાક્ષીઓ જુદી જુદી રીતોએ પૂરા સમયની સેવા આપે છે?
પૂરા સમયની સેવા આપતા ભાઈ-બહેનોને પૂછવામાં આવ્યું કે ‘તમે શા માટે યહોવાહની સેવામાં આટલી મહેનત કરો છો?’ તેઓએ કહ્યું કે ‘તેઓને યહોવાહ પરમેશ્વરની સેવા અને લોકો માટે પ્રેમ હોવાથી આ રીતે સેવા આપવા ઉત્તેજન મળે છે.’ (માત્થી ૨૨:૩૭-૩૯) યહોવાહ પરમેશ્વર અને લોકો માટે સાચો પ્રેમ ન હોય તો, ગમે તેટલા પ્રયત્નો કરવામાં આવે છતાં એ બધા નકામા છે.—૧ કોરીંથી ૧૩:૧-૩.
ભોગ આપીને યહોવાહની સેવા કરવી
યહોવાહના સાક્ષીઓ ઈસુએ કહ્યું એ પ્રમાણે કરે છે: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું.” (માત્થી ૧૬:૨૪) ‘પોતાનો નકાર કરવાનો’ અર્થ થાય કે યહોવાહ પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્તના કહેવા પ્રમાણે કરવા સ્વેચ્છાએ તૈયાર રહેવું. ઘણા લોકો એમ કરવા પોતાના જીવનમાં ફેરફાર કરે છે જેથી તેઓ પ્રચારમાં પૂરો સમય સેવા કરી શકે.
યહોવાહની સેવામાં વધારે ભાગ લેવા ઘણા સાક્ષીઓ અનેક પ્રયત્નો કરે છે. બ્રાઝિલના, સાઓ પાઊલો શહેરમાં નિયમિત પાયોનિયર તરીકે સેવા આપતી ૫૬ વર્ષની બહેન
જુલિયાનો વિચાર કરો. તે કહે છે, “એક ભાઈ જે ચીનમાંથી આવે છે તેમણે ફોન કરીને મને પૂછ્યું કે ‘તમને ચીની ભાષા શીખવી છે કે કેમ?’ મારી ઉંમરના લીધે, મેં નવી ભાષા શીખવાનું વિચાર્યું ન હતું. તેમ છતાં અમુક દિવસો પછી, મેં ચીની ભાષા શીખવાનું નક્કી કર્યું. આજે, હું ચીની ભાષામાં ટૂંકો સંદેશો આપી શકું છું.”પેરુ દેશની યહોવાહના સાક્ષીઓની બ્રાંચ અહેવાલ આપે છે: “તાજેતરના વર્ષોમાં, હજારો નિયમિત પાયોનિયર ભાઈ-બહેનોએ સુખ-સગવડ જતા કરીને પ્રચાર ન થયો હોય એવા વિસ્તારમાં પ્રચાર કરવા ગયા છે. તેઓ દૂરના એવા ગામડાંઓમાં ગયા છે કે જ્યાં આધુનિક સગવડો નથી. તેમ જ સહેલાયથી નોકરી મળતી નથી. આ ભાઈબહેનો પ્રચાર કાર્યમાં લાગુ રહે માટે ગમે તે નોકરી કરવા તૈયાર રહે છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેઓના પ્રચારથી કામથી તેઓને ઘણાં ફળ મળ્યાં. સરકીટ ઑવસિયર કહે છે કે ઘણા ભાઈબહેનોના નિયમિત પાયોનિયર કરવાથી ઘણાં નવાં ગ્રૂપો શરૂ થયાં છે.”
કેટલાક યહોવાહના સાક્ષીઓએ બીજા સાક્ષીઓને મદદ કરવા માટે પોતાના જીવ જોખમમાં નાખ્યા છે. (રૂમી ૧૬:૩, ૪) આફ્રિકાના એક દેશમાં લડાઈ ચાલી રહી છે. એ વિસ્તારના એક સરકીટ ઓવરસિયરે કહ્યું: “સરકાર અને સરકાર વિરોધીઓ વચ્ચેના વિસ્તારના છેલ્લા ચેકપોઈંટ પહેલાં, આ વિરોધીઓના ચાર કમાન્ડરો અને બોડીગાર્ડે મને અને મારી પત્નીને રોક્યા. તેઓએ અમને પૂછ્યું કે ‘તમે ક્યાંથી આવો છો?’ અમે તેઓને અમારા આઈ.ડી કાર્ડ બતાવ્યા. તેઓએ જોયું કે અમે સરકારી વિસ્તારમાંથી આવ્યા છીએ. એથી તેઓને અમારા પર શંકા ગઈ. તેઓ મને કહેવા લાગ્યા કે ‘તું જાસૂસ છે.’ એના લીધે તેઓએ મને ખાડામાં નાંખી દેવાનું નક્કી કર્યું. પરંતુ, મેં સમજાવ્યું કે અમે યહોવાહના સાક્ષી છીએ. છેવટે તેઓએ અમને જવા દીધા.” મંડળના ભાઈબહેનો તેઓને જોઈને ખુશ થઈ ગયા!
ભાઈબહેનો અનેક મુશ્કેલીઓ અનુભવે છે છતાં દિવસે દિવસે પાયોનિયરોની સંખ્યા વધી રહી છે. (યશાયાહ ૬:૮) આ રીતે યહોવાહની સેવા કરવાથી ભાઈબહેનો ખૂબ જ આનંદ માણે છે. આજે ઘણા ભાઈબહેનો પાયોનિયરીંગ કરતા હોવાથી હજારો લોકો યહોવાહ વિષે શીખી રહ્યા છે. એના લીધે, પરમેશ્વર તેઓને ભરપૂર આશીર્વાદ આપે છે. (નીતિવચનો ૧૦:૨૨) આ સખત મહેનત કરનારાઓને યહોવાહના આશિષ અને મદદની પૂરી ખાતરી છે. આથી તેઓ ગીતશાસ્ત્રના કવિની જેમ કહે છે: ‘યહોવાહ તરફથી મને સહાય મળે છે.’—ગીતશાસ્ત્ર ૧૨૧:૨.
[ફુટનોટ]
^ યહોવાહના સાક્ષીઓનું ૨૦૦૫નું કેલેન્ડર નવેમ્બર/ડિસેમ્બર જુઓ.
[પાન ૯ પર બ્લર્બ]
“તારી સત્તાના સમયમાં તારા લોક ખુશીથી અર્પણ થાય છે.” —ગીતશાસ્ત્ર ૧૧૦:૩
[પાન ૮ પર બોક્સ]
યહોવાહ પોતાના સેવકોની બહુ જ કદર કરે છે
“તમે સ્થિર તથા દૃઢ થાઓ, અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કેમકે તમારૂં કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.” —૧ કોરીંથી ૧૫:૫૮.
‘દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે તેને વિસરે એવો અન્યાયી નથી.’ —હેબ્રી ૬:૧૦.