સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ક્રિસમસ અને નવું વર્ષ શું તમારી આશાઓ પૂરી થશે?

ક્રિસમસ અને નવું વર્ષ શું તમારી આશાઓ પૂરી થશે?

ક્રિસમસ અને નવું વર્ષ શું તમારી આશાઓ પૂરી થશે?

‘મહાન પીટરે હુકમ કર્યો કે જાન્યુઆરી પહેલીએ બધા ચર્ચોમાં નવા વર્ષનો ખાસ પ્રોગ્રામ રાખવામાં આવે. ઘરને લીલાં લીલાં પાંદડાંથી સજાવવામાં આવે. મૉસ્કોના બધા જ લોકોને હુકમ થયો કે નવા વર્ષની ખુશાલીમાં તેઓ એકબીજાને “મોટેથી અભિનંદન આપે.”’—મહાન પીટર—તેનું જીવન અને તેની દુનિયા (અંગ્રેજી પુસ્તક).

ક્રિ સમસ અથવા નાતાલ અને નવા વર્ષની રજામાં તમે શું કરશો? દુનિયાના ઘણાય દેશોમાં લોકો માને છે કે ક્રિસમસનો સમય એટલે ઈસુનો જન્મ દિવસ. એમાં સાથે સાથે નવા વર્ષની ઉજવણી પણ હોય છે. એટલે એ સમયે વેકેશન હોય છે. માબાપ ને બાળકો બધાંય ઘરે હોય. કુટુંબ તરીકે સાથે મળી મજા કરવાનો આ સારો મોકો કહેવાય છે. અમુક માને છે કે એ સમય “ક્રિસમસ સીઝન” કહેવાય. એટલે એ વખતે તો ઈસુને માન આપવું જોઈએ. દુનિયામાં ઘણા લોકો આ વખતને ખાસ સમય માને છે.

આખી દુનિયામાં કરોડો પતિ, પત્ની અને બાળકો આ સમયની રાહ જોઈને બેઠા હોય છે. ભલે પછી એ ઈસુને માન આપવા માટે હોય કે કુટુંબ સાથે મજા કરવાનો હોય કે પછી એ બંનેય હોય. આ વર્ષ વિષે શું? એ તમારા કુટુંબ માટે ખુશીનો સમય હશે? એ શું પરમેશ્વરને ખાસ ભજવાનો સમય હશે? જો કુટુંબ સાથે મજા માણવાનો સમય હોય, તો શું તમને મજા આવશે કે પછી તમારે નિરાશ થવું પડશે?

જેઓ ધાર્મિક હોય, તેઓએ જોયું છે કે ક્રિસમસ હોય કે નવું વર્ષ, એમાં ઈસુ સિવાય બીજું બધું હોય છે. એ સમય જાણે ભેટ આપવા-લેવાનો હોય છે. કુટુંબ સાથે મળવાનો હોય છે. જલસા કરવાનો હોય છે. અરે, એવી પાર્ટીઓનો સમય હોય છે, જેમાં ઈસુનું નામ બદનામ થાય. મોટા ભાગે એવું કોઈક તો હોય જ છે, જે વધારે પડતું ખાઈ-પી પ્રસંગ બગાડે છે. ઝગડા કરે છે. ઘણી વાર મારામારી પર આવી જાય છે. કદાચ તમે એવું જોયું હોય. અરે, તમે પોતે એવો અનુભવ કર્યો હશે.

એમ હોય તો, શરૂઆતમાં રશિયાના રાજા મહાન પીટરના સમયથી આજ સુધી બહુ કંઈ બદલાયું નથી. એનાથી ઘણાનું દિલ દુભાયું છે. તેઓ ચાહે છે કે એ સમયે તો વધારે ધાર્મિક બાબતો કરવી જોઈએ. કુટુંબ સાથે હસી-ખુશીથી રહેવું જોઈએ. ઘણા તો એવા ફેરફારો કરવા ઘણુંય કરે છે. ‘આ સમયે ઈસુને યાદ કરો’ એવાં સૂત્રો વાપરે છે. પરંતુ, શું એનાથી કોઈ ફરક પડશે? શું એ ફેરફારથી ઈસુને માન મળશે? ક્રિસમસ અને નવા વર્ષ વિષે શું કોઈ જુદી જ માન્યતા હોય શકે?

એના જવાબ મેળવવા ચાલો એક દેશના લોકોના વિચાર જોઈએ, જેઓને આ સમય માટે ખાસ કદર હોવી જોઈએ.