શું તમને યાદ છે?
શું તમને યાદ છે?
છેલ્લા થોડા મહિનાના ચોકીબુરજ અંકો તમને કેવા લાગ્યા? એમાંથી શું તમને આ મુદ્દા યાદ છે?
• શા માટે આદમને લીધે બધાને વારસામાં પાપ મળ્યું છે?
આદમના પાપને કારણે આપણે પણ કરુણ પરિસ્થિતિમાં જન્મ્યા. તેના લીધે આખી માણસજાત પાપના પંજામાં આવી ગઈ. જેમ બાળકોને માબાપ તરફથી વારસામાં રોગ લાગે છે તેમ આપણને આદમ પાસેથી વારસામાંથી પાપ મળ્યું છે.—૮/૧૫, પાન ૫.
• આજે ખૂનખરાબી શા માટે વધી ગઈ?
શેતાન આપણા દિલમાં ક્રોધ અને હિંસા ભડકાવવાની કોશિશ કરે છે જેથી, આપણે યહોવાહની ભક્તિમાંથી પાછા પડીએ. તે ફિલ્મો અને સંગીતમાં એવી હિંસક લાગણી ભડકાવે છે જે આપણને યહોવાહથી દૂર લઈ જઈ શકે. કૉમ્પ્યુટરની અમુક રમતો પણ હિંસક હોય છે. એમાં ખેલાડીને ઉશ્કેરવામાં આવે છે કે તે અતિશય હિંસક અને ખૂની બની જાય! ટીવી અને છાપાઓમાં વધુને વધુ હિંસા બતાવવામાં આવે છે જેની બહુ જ ખરાબ અસર પડે છે.—૯/૧, પાન ૨૯.
• પોંતિયસ પિલાત કોણ હતો?
તે એવો અધિકારી હતો જે ઘોડેસવારોની ક્લબના નીચલા વર્ગનો હતો. તે ફોજમાં જોડાયો હોય શકે. રૂમી સમ્રાટ તિબેરિયસે ઈસવીસન ૨૬માં પિલાતને યહુદાહનો ગવર્નર બનાવ્યો. યહુદી અધિકારીઓ ઈસુ પર આરોપ મૂકતા હતા ત્યારે તે બધું સાંભળતો હતો. લોકોને રાજી રાખવા માટે તેણે રજા આપી કે ઈસુને મારી નાખવામાં આવે.—૯/૧૫, પાન ૧૦-૧૨.
• માત્થી ૨૪:૩માં ‘જગતના અંતની નિશાની’ શું છે?
એ નિશાનીમાં ઘણા બનાવો છે. દાખલા તરીકે, યુદ્ધ, દુકાળ, રોગો અને ધરતીકંપ ફાટી નીકળશે. એ સર્વ બનાવો પરથી ઈશ્વરભક્તોને ખબર પડી શકે કે ઈસુને સ્વર્ગમાં રાજ મળી ગયું છે. તેઓ એ પણ જાણી શકે કે ‘જગતનો અંત’ ક્યારે શરૂ થયો.—૧૦/૧, પાન ૪-૫.
• પહેલી સદીમાં અમુક યહુદીઓ યરૂશાલેમ સિવાય બીજે ક્યાં રહેતા હતા?
પહેલી સદીમાં યહુદીઓ મોટે ભાગે સીરિયા, એશિયા માઈનોર, બાબેલોન, ઇજિપ્ત અને યુરોપના અમુક ભાગોમાં રહેતા હતા.—૧૦/૧૫, પાન ૧૨.
• બંદૂક જેવાં હથિયાર રાખવાં પડે એવી નોકરી કરીને, શું આપણે શુદ્ધ અંતઃકરણ રાખી શકીએ?
જો નોકરીએ બંદૂક જેવાં હથિયાર રાખવાં જરૂરી હોય, તો એ રાખવાં કે નહિ, એ વ્યક્તિનો પોતાનો નિર્ણય છે. તેણે વિચારવું જોઈએ કે હથિયાર હશે તો જરૂર પડ્યે એનો ઉપયોગ પણ કરવો પડે. એનાથી કોઈનું લોહી વહે કે કોઈનો જાન જાય તો, આપણે યહોવાહને જવાબ આપવો પડશે. આવા ભાઈ કે બહેનને મંડળમાં કોઈ ખાસ જવાબદારી આપવામાં નહિ આવે. (૧ તીમોથી ૩:૩, ૧૦)—૧૧/૧, પાન ૩૧.
• આર્માગેદન નામ “મગિદ્દો પર્વત” પરથી આવે છે. તો શું આર્માગેદનનું યુદ્ધ મધ્ય પૂર્વના આ પર્વત પર થશે?
ના. આજે એ નામનો કોઈ પર્વત જ નથી. પહેલાં જ્યાં મગિદ્દો પર્વત હતો ત્યાં આજે એક ખીણ છે. એની સામે ખીણથી ૭૦ ફૂટ ઊંચો ટેકરો છે. એ ટેકરા પર ‘પૃથ્વીના રાજાઓ તથા તેઓનું સૈન્ય’ સમાઈ જ ન શકે. એ યહોવાહની લડાઈ છે, જે આખી દુનિયામાં લડાશે. (પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬; ૧૯:૧૯; ગીતશાસ્ત્ર ૪૬:૮, ૯)—૧૨/૧, પાન ૪-૭.