શું તમને સારા મિત્રોની જરૂર છે?
શું તમને સારા મિત્રોની જરૂર છે?
ઘણા લોકો સારા મિત્રો ચાહે છે. જીવનની સુખ-દુઃખની વાતો આપણા વહાલા મિત્રને કહેવાથી જીવન રંગીન બની જાય છે. પણ પ્રશ્ન એ થાય કે, સાચો મિત્ર મેળવવો કઈ રીતે? આશરે ૨૦૦૦ વર્ષ પહેલા, ઈસુએ કહ્યું કે મનુષ્યના સંબંધો જાળવવા માટેની ચાવી, નિસ્વાર્થ પ્રેમ છે. તેમણે જણાવ્યું: “જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમ જ તમે પણ તેઓ પ્રત્યે વર્તો.” (લુક ૬:૩૧) આ સોનેરી નિયમ તરીકે જાણીતો છે. જે બતાવે છે કે સારા મિત્રો મેળવવા માટે તમારે નિસ્વાર્થ અને પ્રમાણિક બનવું પડશે. એટલે કે, સારો મિત્ર મેળવવા માટે સારા મિત્ર બનવું પડશે. પણ કઈ રીતે?
એક દિલોજાન મિત્ર રાતોરાત નથી બની જતો. ધ્યાન રાખો કે મિત્ર બનાવવામાં વ્યક્તિને ઓળખવું જ પૂરતું નથી. તેઓ સાથે આપણે લાગણીઓથી જોડાયેલા છીએ. આવા અતૂટ સંબંધને બાંધવા અને ટકાવી રાખવા માટે ઘણી મહેનત માગી લે છે. મિત્રતાને ટકાવી રાખવા માટે પોતાના કરતાં મિત્રની સુખસગવડોને પહેલા ધ્યાનમાં રાખવી જોઈએ. એ ખૂબ જ જરૂરી છે. મિત્રો ખાલી સુખમાં જ નહિ, દુઃખમાં પણ સાથ આપે છે.
તમે પણ તમારા મિત્રને જરૂર હોય ત્યારે, લાગણી બતાવીને અને સાથ આપીને સાચી મિત્રતા ટકાવી શકો. નીતિવચનો કહે છે: “મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.” (નીતિવચનો ૧૭:૧૭) જો કે, ઘણી વાર લોહીના સંબંધ કરતાં પણ વધારે મિત્રની મિત્રતા ગાઢ હોય છે. એવું જ નીતિવચનોમાં પણ કહ્યું છે: “ઘણા ખરા મિત્રોની મિત્રતા તૂટી જાય છે, પણ સાચો મિત્ર ભાઈ કરતાં વધુ નિકટનો સંબંધ જાળવે છે.” (નીતિવચનો ૧૮:૨૪, કોમન લેંગ્વેજ) હવે, શું તમને એ જાણવું ગમશે કે કઈ રીતે એક સાચી મિત્રતા કેળવી શકાય? શું તમને એવા લોકો સાથે ભેગા મળવું ગમશે, જેઓ પ્રેમ બતાવવા માટે જાણીતા છે? (યોહાન ૧૩:૩૫) જો એવું હોય તો, તમારા વિસ્તારના યહોવાહના સાક્ષીઓ ખુશીથી તમારી પાસે આવીને બતાવશે કે તમે કઈ રીતે સાચા મિત્રો મેળવી શકો. (w06 3/1)