સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“સાવધ રહો”

“સાવધ રહો”

“સાવધ રહો”

“મૂર્ખ માણસ વાત માની લે છે, પણ બુદ્ધિમાન માણસ જોઈ વિચારીને આગળ વધે છે.”—નીતિવચનો ૧૪:૧૫, IBSI.

૧, ૨. (ક) સદોમમાં લોટે જે સહન કર્યું એમાંથી આપણને શું શીખવા મળે છે? (ખ) ‘સાવધ રહો’ શબ્દનો શું અર્થ થાય?

 ઈબ્રાહીમે જગ્યા પસંદ કરવાની પહેલી તક લોટને આપી. લોટનું ધ્યાન ‘યહોવાની વાડીના જેવી’ દેખાતી એક જગ્યા પર ગયું. એ જોઈને લોટે વિચાર્યું કે તેના કુટુંબ માટે આ સરસ જગ્યા છે. તેથી તેણે “પોતાને સારૂ યરદનનો આખો પ્રદેશ પસંદ કર્યો” અને સદોમની નજીક તંબુ તાણ્યા. જો કે આ જગ્યા દેખાવમાં સુંદર હતી, એટલી રહેવા માટે સારી ન હતી. કેમ કે નજીકમાં રહેનારાં “સદોમના માણસો યહોવાહની વિરૂદ્ધ અતિ દુષ્ટ તથા પાપી હતા.” (ઉત્પત્તિ ૧૩:૭-૧૩) સમય જતા લોટ અને તેના કુટુંબે ઘણું જ સહન કરવું પડ્યું. આખરે તેને તેની બે દીકરીઓ સાથે ગુફામાં રહેવું પડ્યું. (ઉત્પત્તિ ૧૯:૧૭, ૨૩-૨૬, ૩૦) શરૂઆતમાં તેને જે જગ્યા સારી લાગી, તે ધાર્યા કરતાં એકદમ ઊલટી નીકળી.

લોટના આ કિસ્સામાંથી આજના પરમેશ્વરના સેવકો કંઈક શીખી શકે છે. જીવનમાં કોઈ નિર્ણય કરતાં પહેલાં આવનાર જોખમો વિષે વિચારવું જોઈએ. પહેલી નજરમાં જે સારૂ લાગે એ જ સાચું છે એમ માનવાના જોખમથી બચવું જોઈએ. એટલા માટે બાઇબલની આ સલાહ એકદમ યોગ્ય છે, કે આપણે દરેક રીતે ‘સાવધ રહીએ.’ (૧ પીતર ૧:૧૩) જે ગ્રીક શબ્દનું ભાષાંતર ‘સાવધ રહો’ કરવામાં આવ્યું છે, એનો લીટરલ અર્થ, “ગંભીર થવું” થાય છે. બાઇબલ વિદ્વાન આર.સી.એચ. લેનસ્કીના મતે, ગંભીરતાનો અર્થ છે, “માનસિક રીતે શાંત અને ચોક્કસ રહેવું જેથી દરેક બાબતોને યોગ્ય રીતે પારખી શકીએ. અને એનાથી આપણે ખરો નિર્ણય લઈ શકીએ.” ચાલો આપણે કેટલાક સંજોગો જોઈએ જેના પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

ધંધાની શક્યતા, વિચારીને પગલા લો

૩. નવો ધંધો શરૂ કરવાની ઑફરથી આપણે કેમ સાવધ રહેવાની જરૂર છે?

ધારો કે યહોવાહના ભક્તોમાંથી કોઈ જવાબદાર ભાઈ નવો ધંધો શરૂ કરવાની ઑફર તમને કરે છે. તે તમને ધંધામાં કેવી ઉજ્વળ તકો રહેલી છે એ જણાવીને તકને ઝડપી લેવાનું ઉત્તેજન આપે. એ સાંભળીને તમે તમારું કુટુંબ સુખી થશે એવા સપના જોવા લાગી શકો. તમને લાગે કે એનાથી તમે મિટિંગમાં જઈ શકશો અને પ્રચારમાં વધારે સમય આપી શકશો. પરંતુ બાઇબલ ચેતવણી આપે છે: “મૂર્ખ માણસ વાત માની લે છે, પણ બુદ્ધિમાન માણસ જોઈ વિચારીને આગળ વધે છે.” (નીતિવચનો ૧૪:૧૫, IBSI) નવો ધંધો શરૂ કરવાની ખુશીમાં વ્યક્તિ વિચારતી નથી કે એમાં પણ જોખમ રહેલા છે. કેવી તકલીફો ઊભી થઈ શકે અથવા ધંધો ચાલશે કે નહીં. (યાકૂબ ૪:૧૩, ૧૪) આવા સંજોગોમાં સાવધ રહેવું કેટલું જરૂરી છે!

૪. ધંધાની ઑફર વિષે તપાસ કરવામાં આપણે કઈ બાબત ‘વિચારવી જોઈએ?’

સમજુ વ્યક્તિ ધંધાની ઑફર સ્વીકારતા પહેલાં એની પૂરેપૂરી તપાસ કરે છે. (નીતિવચનો ૨૧:૫) ઘણી વાર તપાસ કરવાથી એમાં રહેલા જોખમો સ્પષ્ટ જોવા મળે છે. એક બનાવનો વિચાર કરો: એક વ્યક્તિ ધંધા માટે તમારી પાસે ઉધાર પૈસા માગે છે અને બદલામાં તમને નફાની મોટી રકમ આપવાનો પ્રસ્તાવ મૂકે છે. એનાથી લલચાઈ તમે પૈસા આપવા તરત રાજી થઈ જાવ. પરંતુ એમાં કેવા કેવા જોખમ રહેલા છે એનો વિચાર કરો. ઉધાર લેનાર વ્યક્તિનો ધંધો ચાલે કે ના ચાલે, શું તે તમારા પૈસા પાછા આપશે? કે પછી તે સફળ થશે તો જ પૈસા આપશે? બીજા શબ્દોમાં કહીએ તો, શું તમે તમારા પૈસા ડૂબી જાય એ માટે પણ તૈયાર છો? તમે એ પણ પૂછી શકો: “તે બૅંકના બદલે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી કેમ ઉધાર લે છે? બૅંકવાળાને એ જોખમ લાગે છે એટલે શું તેને પૈસા આપવાની ના પાડે છે?” સમય કાઢીને તપાસ કરવાથી તમે ધંધાની ખરી હકીકત જાણી શકશો.—નીતિવચનો ૧૩:૧૬; ૨૨:૩.

૫. (ક) યિર્મેયાહે ખેતર ખરીદતી વખતે શું કર્યું? (ખ) ધંધામાં લેખિત કરાર કરવાથી શું લાભ થાય છે?

પ્રબોધક યિર્મેયાહે પોતાના પિતરાઈ ભાઈ પાસેથી ખેતર ખરીદ્યું ત્યારે, તેનો ભાઈ યહોવાહનો ભક્ત હતો. તેમ છતાં યિર્મેયાહે સાક્ષીઓની સામે આ લેવડ-દેવડનો એક લેખિત દસ્તાવેજ બનાવ્યો. (યિર્મેયાહ ૩૨:૯-૧૨) એવી જ રીતે આજે સમજુ વ્યક્તિ ધ્યાનમાં રાખશે કે કોઈ પણ ધંધો કરતા પહેલાં લેખિત કરાર (એગ્રીમેન્ટ) કરે. પછી ભલે તે સગાં-વહાલાં કે મંડળના ભાઈ-બહેન સાથે ધંધો કરવાના હોય. * બધી જ શરતોનો સ્પષ્ટ અને લેખિતમાં કરાર કરવામાં આવે તો, ગેરસમજ નહિ થાય અને સંબંધોમાં તીરાડ પણ નહિ પડે. ઘણી વાર, લેખિત કરાર નહિ કરવાથી યહોવાહના સેવકોની વચ્ચે ધંધાને કારણે મુશ્કેલીઓ ઊભી થાય છે. એ કારણે ઘણાનું દિલ તૂટી જાય છે. સંબંધોમાં કડવાશ આવે છે. અને એટલે સુધી કે તેઓ પરમેશ્વરની સેવા કરવામાં ઠંડા પડે છે.

૬. આપણે લોભથી કેમ દૂર રહેવું જોઈએ?

આપણે લોભથી પણ દૂર રહેવું જોઈએ. (લુક ૧૨:૧૫) ઘણા પૈસા મેળવવાની લાલચે આપણે કદાચ નવા ધંધામાં રહેલા જોખમોને પારખી ન શકીએ. યહોવાહની સેવામાં સારું કરે છે તેઓમાંથી પણ અમુક આ ફાંદામાં ફસાયા છે. બાઇબલ આપણને ચેતવણી આપે છે: “તમારો સ્વભાવ નિર્લોભી થાય; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો.” (હેબ્રી ૧૩:૫) ધંધો કરવાનું વિચારતી વખતે આપણે પોતાને પૂછી શકીએ, ‘શું મારે આ ધંધો કરવો જોઈએ?’ જો આપણે સાદુ જીવન જીવીને યહોવાહની ભક્તિને વધારે મહત્ત્વ આપીશું તો તે આપણને “સઘળા પ્રકારનાં પાપ”થી બચાવશે.—૧ તીમોથી ૬:૬-૧૦.

કુંવારા ભાઈ-બહેનોની મુશ્કેલીઓ

૭. (ક) ઘણા બધા કુંવારા ભાઈ-બહેનો કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે? (ખ) જીવન-સાથીની પસંદગી અને, યહોવાહને વફાદાર રહેવા સાથે શું સંબંધ છે?

યહોવાહના ઘણા સેવકો લગ્‍ન કરવા ચાહે છે. પણ હજુ સુધી તેમને યોગ્ય જીવન-સાથી મળ્યા નથી. ઘણી જગ્યાઓએ સમાજ તરફથી લગ્‍ન કરવાનું દબાણ કરવામાં આવે છે. વળી આપણા ધર્મમાં જીવન-સાથી મળવાની તક બહુ જ ઓછી હોય શકે. (નીતિવચનો ૧૩:૧૨) તેમ છતાં આપણે જાણીએ છીએ કે “કેવળ પ્રભુમાં” લગ્‍ન કરવાની બાઇબલની સલાહ પાળવાથી, આપણે યહોવાહને વફાદારી બતાવીએ છીએ. (૧ કોરીંથી ૭:૩૯) આવા સંજોગોમાં કુંવારા ખ્રિસ્તીઓએ દબાણનો હિંમતપૂર્વક સામનો કરવા પૂરેપૂરી રીતે સાવધ રહેવાની જરૂર છે.

૮. શૂલ્લામીએ કયા દબાણનો સામનો કર્યો, અને આજે ખ્રિસ્તી બહેનો એવા દબાણનો સામનો કેવી રીતે કરી શકે?

ગીતોનું ગીત પુસ્તક, ગામડાંની એક સામાન્ય છોકરી શૂલ્લામી વિષે જણાવે છે. શૂલ્લામી પ્રત્યે રાજા આકર્ષાયા હતા. પરંતુ તે બીજા કોઈ યુવાનને ચાહતી હતી. તે જાણવા છતાં રાજાએ તેનું દિલ જીતવા માટે પોતાની મિલકત, મોભો અને ભવ્યતા દેખાડી. (ગીતોનું ગીત ૧:૯-૧૧; ૩:૭-૧૦; ૬:૮-૧૦, ૧૩) તમે ખ્રિસ્તી બહેન હોય અને કદાચ ન ગમતું હોય છતાં કોઈ તમારામાં વધારે રસ બતાવે છે. જેમ કે, નોકરીના સ્થળે ઊંચા હોદ્દા પર કામ કરનાર તમારા વખાણ કરે, તમારા પર મહેરબાન હોય અને તમારી સાથે સમય પસાર કરવાની તકો શોધે. ખોટાં વખાણ અને મહેરબાનીથી સાવધાન રહો! મોટે ભાગે આવી વ્યક્તિઓનો ઇરાદો રોમાંસ કરવાનો અથવા જાતીય સંબંધ બાંધવાનો હોય છે. એટલા માટે શૂલ્લામીની જેમ “કોટ” બનીને ઊભા રહો. (ગીતોનું ગીત ૮:૪, ૧૦) તેને સ્પષ્ટ ના પાડો. શરૂઆતથી જ સાથી કર્મચારીઓને જણાવો કે તમે યહોવાહના એક સાક્ષી છો. અને દરેક તકનો ઉપયોગ કરીને તેમને યહોવાહ વિષે જણાવો. એનાથી તમારું જ રક્ષણ થશે.

૯. ઇંટરનેટ દ્વારા કોઈ અજાણ્યા સાથે સંબંધ રાખવાના કેટલાંક જોખમો કયા છે? (નીચેનું બૉક્સ પણ જુઓ.)

હાલમાં ઇંટરનેટ પર જીવન-સાથી પસંદ કરવાની વૅબ સાઈટ બહુ જ જાણીતી છે. કેટલાકને લાગે છે કે એના દ્વારા આપણે એવા લોકોને ઓળખી શકીશું જેઓને ક્યારેય મળવાની તક નહિ મળે. પરંતુ આંખ મીંચીને અજાણ્યા સાથે સંબંધ રાખવો, એ સામે ચાલીને આફત આવકાર્યા બરાબર છે. ઇંટરનેટ પર ખરૂં-ખોટું પારખવું બહુ જ અઘરું છે. (ગીતશાસ્ત્ર ૨૬:૪) યહોવાહના ભક્ત હોવાનો દાવો કરનાર દરેક વ્યક્તિ ખરી હોતી નથી. એ ઉપરાંત ઇંટરનેટ દ્વારા કોઈની સાથે ડેટિંગ કરવાથી તમે ભાવુક બની શકો. અને એ કારણે તમે ખરો નિર્ણય લઈ શકતા નથી. (નીતિવચનો ૨૮:૨૬) ઇંટરનેટ કે બીજી કોઈ પણ રીતે, અજાણી વ્યક્તિની નજીક જવું નરી મૂર્ખતા છે!—૧ કોરીંથી ૧૫:૩૩.

૧૦. મંડળના ભાઈ-બહેનો, કુંવારા ખ્રિસ્તીઓને કેવી રીતે ઉત્તેજન આપી શકે?

૧૦ યહોવાહ પોતાના સેવકો પ્રત્યે “ઘણો કૃપાળુ” છે. (યાકૂબ ૫:૧૧) યહોવાહ જાણે છે કે અમુક સંજોગોને લીધે કુંવારા છે. તેઓ દબાણનો સામનો કરતા કરતા નિરાશ થઈ શકે છે. આવા ભાઈ-બહેનોની વફાદારી યહોવાહની નજરમાં મૂલ્યવાન છે. મંડળના બીજા ભાઈ-બહેનો તેઓને કેવી રીતે ઉત્તેજન આપી શકે? તેઓ પરમેશ્વરને આધીન રહીને જતુ કરવાનું વલણ બતાવે છે એની આપણે નિયમિત રીતે પ્રશંસા કરવી જોઈએ. આપણે નાનું ગેટ-ટુ-ગેધર કર્યું હોય તો તેઓને પણ બોલાવી શકીએ. શું તમે હાલમાં એવી કોઈ ગોઠવણ કરી છે? આપણે તેઓ માટે પ્રાર્થના કરી શકીએ. અને યહોવાહને વિનંતી કરી શકીએ કે તેઓને ખુશી ખુશી તમારી સેવા કરવા મદદ કરો. આ રીતે આપણે બતાવીએ છીએ કે યહોવાહની જેમ આપણે પણ તેઓની વફાદારીની કદર કરીએ છીએ.—ગીતશાસ્ત્ર ૩૭:૨૮.

બીમારી સામે લડવું

૧૧. ગંભીર બીમારીઓને લીધે કેવી કેવી તકલીફોનો સામનો કરવો પડે?

૧૧ આપણી અથવા આપણા સગાં-વહાલાંની ગંભીર બીમારીથી જીવન દુઃખી દુઃખી થઈ શકે. (યશાયાહ ૩૮:૧-૩) આપણે સારી સારવાર મેળવવાની કોશિશ કરીએ છીએ ત્યારે, બાઇબલના સિદ્ધાંતોને વળગી રહેવું જોઈએ. દાખલા તરીકે, યહોવાહના ભક્તો તરીકે આપણે લોહીથી દૂર રહેવાની બાઇબલની આજ્ઞા પાળવા માટે કાળજી રાખવી જોઈએ. તેમ જ, પિશાચવાદ સાથે સંકળાયેલી કોઈ પણ સારવારથી દૂર રહેવું જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯; ગલાતી ૫:૧૯-૨૧) પરંતુ મેડિકલને લગતું ખાસ કંઈ જાણતા ન હોય તેઓ માટે સારવારની અલગ અલગ રીતો ચકાસીને યોગ્ય પસંદગી કરવી ઘણું જ અઘરું અને મૂંઝવણભર્યું હોય શકે. એવામાં પૂરે પૂરી રીતે સાવધ રહેવા માટે આપણે શું કરી શકીએ?

૧૨. સારવારની પસંદગી કરતી વખતે આપણે કેવી રીતે સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ?

૧૨ બાઇબલ અને પ્રકાશનોમાંથી સંશોધન કરીને “બુદ્ધિમાન માણસ જોઈ વિચારીને આગળ વધે છે.” (નીતિવચનો ૧૪:૧૫, IBSI) દુનિયાના અમુક ભાગોમાં ડૉક્ટર અને હૉસ્પિટલ બહુ જ ઓછા છે. ત્યાં કદાચ સારવાર માટે વારસાગત ચાલી આવતી દેશી દવાઓ જ મળી શકે. આપણે પણ એવી સારવાર કરવાનું વિચારી રહ્યાં હોય તો, એપ્રિલ ૧૫, ૧૯૮૭નું વૉચટાવરના પાન ૨૬-૯ની માહિતી આપણને મદદ કરી શકે. આ લેખ આપણને સારવારમાં રહેલા જોખમો વિષે ચેતવણી આપે છે. દાખલા તરીકે, આપણે આ બાબતોની તપાસ કરવી પડે: શું આ સારવાર પિશાચવાદ સાથે પણ સંકળાએલી છે? આ સારવાર કેમ કરવામાં આવે છે. શું એ એવા વિશ્વાસથી કરવામાં આવે છે કે બીમારી દેવતાઓ (અથવા બાપ-દાદાઓના આત્માઓ)ને નારાજ કરવાથી થઈ હશે. કે પછી બીમારી અને મરણ કોઈ દુશ્મનના મંત્ર ફૂંકવાથી થઈ છે? શું દવાઓ બનાવતી વખતે અથવા વાપરતી વખતે બલિદાનો આપવામાં આવે છે? મંત્ર બોલવામાં આવે છે? અથવા પિશાચવાદના બીજા રિવાજો કરવામાં આવે છે? (પુનર્નિયમ ૧૮:૧૦-૧૨) આ રીતે તપાસ કરવાથી આપણને આ સલાહ પાળવામાં મદદ મળશે: “સઘળાંની પારખ કરો; જે સારૂં છે તે ગ્રહણ કર.” * (૧ થેસ્સાલોનિકી ૫:૨૧) આ રીતે આપણે કોઈ પણ જાતની સારવારનો વિરોધ કે ભલામણ કરીશું નહિ.

૧૩, ૧૪. (ક) તંદુરસ્તીની કાળજી રાખવામાં આપણે કેવી રીતે વાજબી બની શકીએ? (ખ) તંદુરસ્તી અને સારવાર વિષે બીજાઓ સાથે ચર્ચા કરતી વખતે આપણે કેમ વાજબી બનવું જોઈએ?

૧૩ જીવનની દરેક બાબતમાં ત્યાં સુધી કે આપણી તંદુરસ્તીની બાબતમાં પણ વાજબી હોવું જરૂરી છે. પોતાની તંદુરસ્તીની કાળજી રાખવાથી આપણે જીવનની અમૂલ્ય ભેટ માટે કદર બતાવીશું. આપણી તબિયત ખરાબ થાય, તો ચોક્કસ આપણે એના પર ધ્યાન આપવું જોઈએ. તેમ જ યાદ રાખવું જોઈએ કે “સર્વ પ્રજાઓને નિરોગી” કરવાનો પરમેશ્વરનો સમય નહિ આવે ત્યાં સુધી આપણે પૂરી રીતે સાજા થઈ શકવાના નથી. (પ્રકટીકરણ ૨૨:૧, ૨) તો પછી આપણે ધ્યાન રાખવું જોઈએ કે તંદુરસ્તીની બાબતમાં એટલા ના ડૂબી જઈએ કે પરમેશ્વરની સેવા કરવાનો સમય જ ન મળે.—માત્થી ૫:૩; ફિલિપી ૧:૧૦.

૧૪ બીજાઓ સાથે તંદુરસ્તી અને સારવારની ચર્ચા કરતી વખતે આપણે વાજબી બનવાની જરૂર છે. મિટિંગ અને સંમેલનોમાં ભાઈ-બહેનો સાથે સંગતિ કરતી વખતે આવા જ વિષયો પર વાતચીત ન કરવી જોઈએ. એ ઉપરાંત સારવારનો કોઈ નિર્ણય લેતી વખતે ધ્યાનમાં રાખવું કે તે બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે હોય. જેથી આપણા દિલને ઠેસ ન લાગે, અને યહોવાહની સાથેના આપણા સંબંધ પર કોઈ માઠી અસર ન થાય. તેથી આપણે ભાઈ-બહેનો પર મારી મચકોડીને પોતાની મરજી થોપી બેસાડવી જોઈએ નહિ. તેમ જ દબાણ ન કરવું કે તેઓ પોતાના વિવેક પ્રમાણે ન ચાલે. જો કે મંડળના અનુભવી ભાઈ-બહેનો સાથે ચર્ચા કરી શકાય. પરંતુ યાદ રાખો કે દરેકે “પોતાનો બોજો ઊંચકવો પડશે” એટલે કે પોતાના નિર્ણયો માટે “આપણ દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે.”—ગલાતી ૬:૫; રૂમી ૧૪:૧૨, ૨૨, ૨૩.

આપણા પર દબાણો આવે ત્યારે

૧૫. યહોવાહના સેવકો તણાવ હેઠળ હોય ત્યારે કેવી અસર થઈ શકે?

૧૫ યહોવાહના વફાદાર સેવકો તણાવમાં હોય ત્યારે તેઓ વગર વિચાર્યું બોલે શકે કે કરી શકે. (સભાશિક્ષક ૭:૭) ઈશ્વર ભક્ત અયૂબનો વિચાર કરો. તે આકરી કસોટીમાંથી પસાર થયા ત્યારે અમુક હદ સુધી તે ભાન ગુમાવી બેઠા. અને તેમના વિચારોને ઠેકાણે લાવવાની જરૂર પડી. (અયૂબ ૩૫:૨, ૩; ૪૦:૬-૮) મુસાનો દાખલો લો. ‘મુસા પૃથ્વી પરના સર્વ લોક કરતાં નમ્ર હતા.’ તોપણ એક પ્રસંગે તે ઉશ્કેરાઈને વગર વિચાર્યું બોલે છે. (ગણના ૧૨:૩; ૨૦:૭-૧૨; ગીતશાસ્ત્ર ૧૦૬:૩૨, ૩૩) વળી, દાઊદે એકવાર મોકો મળવા છતાં શાઊલ રાજાને મારી ન નાખ્યા. આમ દાઊદ સંયમથી વર્ત્યા. પરંતુ નાબાલે તેમનું અપમાન કર્યું અને તેમના માણસોને અપશબ્દો કહ્યાં ત્યારે, દાઊદ ગુસ્સાથી બેકાબૂ થઈ ગયા. આ વાતની નાબાલની પત્ની અબીગાઈલને ખબર પડે છે. તેણે દાઊદને રોક્યા ત્યારે તે ભાનમાં આવ્યા. અને દાઊદ મોટી ભૂલ કરવાથી બચી ગયા.—૧ શમૂએલ ૨૪:૨-૭; ૨૫:૯-૧૩, ૩૨, ૩૩.

૧૬. વગર વિચાર્યું કોઈ કામ ન કરવા કઈ બાબત આપણને મદદ કરશે?

૧૬ આપણે પણ તણાવ હેઠળ હોઈએ ત્યારે કદાચ ભાન ગુમાવી શકીએ છીએ. એવા સંજોગોમાં આપણે દાઊદની જેમ, બીજાઓનું ધ્યાનથી સાંભળીશું અને કરીશું તો, વગર વિચાર્યું કોઈ કામ કરવાથી અને પાપમાં પડવાથી બચી શકીશું. (નીતિવચનો ૧૯:૨) વધુમાં બાઇબલ સલાહ આપે છે: “તેનાથી ભયભીત થાઓ, અને પાપ ન કરો; બિછાના પર પોતાના હૃદયમાં વિચાર કરો, ને છાના રહો.” (ગીતશાસ્ત્ર ૪:૪) સમજદારી એમાં જ છે કે આપણે પહેલા શાંત થઈએ, પછી કોઈ પગલું ભરીએ અથવા નિર્ણય કરીએ. (નીતિવચનો ૧૪:૧૭, ૨૯) આપણે પરમેશ્વરને પ્રાર્થના કરી શકીએ છીએ, “અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.” (ફિલિપી ૪:૬, ૭) પરમેશ્વરની શાંતિ આપણને મજબૂત કરશે અને પૂરી રીતે સાવધ રહેવા મદદ કરશે.

૧૭. સાવધ રહેવા માટે આપણે યહોવાહ પર કેમ ભરોસો રાખવો જોઈએ?

૧૭ જોખમો ટાળવા અને સમજદારીથી વર્તવાની ઘણી કોશિશ કરવા છતાં, આપણે સર્વ ભૂલો કરીએ છીએ. (યાકૂબ ૩:૨) બની શકે કે આપણે અજાણે કોઈ ખોટું કામ કરી બેસીએ. (ગીતશાસ્ત્ર ૧૯:૧૨, ૧૩) એ ઉપરાંત આપણે યહોવાહથી અલગ થઈને સાચા માર્ગે ચાલી શકતા નથી, અને આપણને એનો અધિકાર પણ નથી. (યિર્મેયાહ ૧૦:૨૩) આપણે યહોવાહના કેટલા આભારી છીએ કેમ કે તે ખાતરી આપે છે. “કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.” (ગીતશાસ્ત્ર ૩૨:૮) ચોક્કસ યહોવાહની મદદથી આપણે સંપૂર્ણ રીતે સાવધ રહી શકીએ છીએ. (w06 3/1)

[ફુટનોટ્‌સ]

^ ધંધાના લેખિત કરાર વિષે વધારે જાણકારી માટે ચોકીબુરજના આ અંકો જુઓ: ઑગસ્ટ ૧, ૧૯૯૭ પાન ૩૦-૧; નવેમ્બર ૧૫, ૧૯૮૬ (અંગ્રેજી), પાન ૧૬-૧૭; અને અવેક! ફેબ્રુઆરી ૮, ૧૯૮૩, પાન ૧૩-૧૫ પણ જુઓ. આ મૅગેઝિનો યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યા છે.

^ જો આપણે સારવાર કરાવવી હોય તો, જેમાં ઘણી શંકા હોય એવી સારવાર નહિ શોધીએ.

તમારો જવાબ શું હશે?

આ બાબતોમાં આપણે કેવી રીતે સાવધ રહી શકીએ:

• ધંધાની ઑફર કરવામાં આવે?

• જીવન-સાથી શોધતા હોઈએ?

• બીમાર થઈએ?

• તણાવ હેઠળ હોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૯ પર બોક્સ]

શું આ ભરોસાપાત્ર છે?

કુંવારા છોકરા-છોકરીઓ માટે બનાવેલી વૅબ સાઈટમાં આ વારંવાર જોવા મળે છે:

“ઘણી બધી કાળજી રાખવા છતાં, વ્યક્તિની સાચી ઓળખ વિષે કોઈ ખાતરી ન આપી શકાય.”

“અમે માહિતીની ખાતરી આપી શકતા નથી કે એ પૂરેપૂરી સાચી અને ફાયદાકારક છે.”

‘આ સેવા દ્વારા આપેલ અભિપ્રાય, સલાહ, અહેવાલ, રજૂઆત અથવા બીજી જાણકારી અલગ-અલગ લેખકોની છે. અને જરૂરી નથી કે આ વાતો સોએ સો ટકા સાચી હોય.’

[પાન ૨૮ પર ચિત્ર]

ખ્રિસ્તી સ્ત્રીઓ, શૂલ્લામીને કેવી રીતે અનુસરી શકે?

[પાન ૩૦ પર ચિત્ર]

“સઘળાંની પારખ કરો; જે સારૂં છે તે ગ્રહણ કરો”