સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સ્વર્ગ તથા પૃથ્વીના લોકોને ભેગા કરવા

સ્વર્ગ તથા પૃથ્વીના લોકોને ભેગા કરવા

સ્વર્ગ તથા પૃથ્વીના લોકોને ભેગા કરવા

‘ઈશ્વરની ઇચ્છા સ્વર્ગમાંનાં તથા પૃથ્વી પરનાં સઘળાં વાનાંનો ખ્રિસ્તમાં સમાવેશ કરવાનો છે.’—એફેસી ૧:૯, ૧૦.

૧. પૃથ્વી અને સ્વર્ગ માટે યહોવાહની “ઇચ્છા” શું છે?

 વિશ્વ શાંતિ! યહોવાહ પરમેશ્વરનો એ મહાન હેતુ છે. કેમ કે તે ‘શાંતિના ઈશ્વર’ છે. (હેબ્રી ૧૩:૨૦) તેમણે પ્રેષિત પાઊલને “પોતાની પ્રસન્‍નતા” વિષે લખવાનું કહ્યું. ઈશ્વરની ઇચ્છા છે કે તે ‘સ્વર્ગમાંનાં તથા પૃથ્વી પરનાં સઘળાં વાનાંનો ખ્રિસ્તમાં ફરીથી સમાવેશ કરે.’ (એફેસી ૧:૯, ૧૦) આ કલમમાં ‘ફરીથી સમાવેશ’ કરવાનો શું અર્થ થાય છે? બાઇબલ વિદ્વાન લાઈટફટ કહે છે: ‘આ શબ્દનો અર્થ એ છે કે એવું કશું જ નહિ હોય જે વિશ્વ શાંતિમાં ખલેલના બી રોપે. આખા વિશ્વમાં શાંતિ અને સંપ હંમેશ માટે હશે. કેમ કે, બધા જ લોકો ઈસુ સાથે એકતામાં બંધાયેલા રહેશે. પાપ, મૃત્યુ, દુઃખ અને તકલીફો કાયમ માટે જતા રહેશે.’

“સ્વર્ગમાંનાં વાનાં”

૨. ‘સ્વર્ગના વાનાંમાં’ કોનો સમાવેશ થાય છે, જેઓને ભેગા કરવાની જરૂર છે?

પ્રેષિત પીતરે થોડા શબ્દોમાં સાચા ખ્રિસ્તીઓની અદ્‍ભુત આશા વિષે લખ્યું: “આપણે તેના વચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.” (૨ પીતર ૩:૧૩) અહીં જણાવેલું ‘નવું આકાશ’ એક નવી સરકાર છે. એટલે કે મસીહી રાજ્ય. પાઊલે એફેસીઓને લખેલા પત્રમાં કહ્યું, ‘સ્વર્ગના વાનાંનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે’ છે. આ વાનાં શું છે? એવા લોકો જેઓને ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. (૧ પીતર ૧:૩, ૪) તેઓની સંખ્યા ૧,૪૪,૦૦૦ છે, અને તેઓને અભિષિક્ત ખ્રિસ્તીઓ કહેવામાં આવે છે. આ ૧,૪૪,૦૦૦ને “પૃથ્વી પરથી” અને “માણસોમાંથી ખરીદવામાં” આવ્યા છે. જેથી તેઓ ખ્રિસ્ત સાથે તેમના રાજ્યમાં રાજ કરશે.—પ્રકટીકરણ ૫:૯, ૧૦; ૧૪:૩, ૪; ૨ કોરીંથી ૧:૨૧; એફેસી ૧:૧૧; ૩:૬.

૩. કઈ રીતે કહી શકીએ કે ધરતી પર હોવા છતાં અભિષિક્તોને ‘સ્વર્ગમાં બેસાડ્યા’ છે?

અભિષિક્ત ખ્રિસ્તીઓ યહોવાહના પુત્રો બને એટલે કે તેમના રાજ્યમાં રાજ કરવા માટે તેઓને પવિત્ર શક્તિથી પસંદ કરવામાં આવ્યા છે. (યોહાન ૧:૧૨, ૧૩; ૩:૫-૭) યહોવાહે તેઓને તેમના “પુત્રો” તરીકે દત્તક લીધા હોવાથી તેઓ ઈસુના ભાઈઓ બને છે. (રૂમી ૮:૧૫; એફેસી ૧:૫) તેઓ પૃથ્વી પર છે છતાં, બાઇબલ કહે છે કે ‘ખ્રિસ્તમાં તેઓને ઉઠાડીને સ્વર્ગીય સ્થાનોમાં ઈસુની સાથે બેસાડ્યા.’ (એફેસી ૧:૩; ૨:૬) તેઓ સ્વર્ગમાં ઈસુ સાથે બેઠા છે. કેમ કે ઈશ્વરે તેઓને ‘આપેલા વચન પ્રમાણે પવિત્ર આત્મા કે શક્તિ આપીને પોતાની માલિકીના હકની મહોર મારી’ છે. જેથી તેઓ પૃથ્વી પર હોય તોપણ તેઓને અમુક રીતે વારસો મળે છે. (એફેસી ૧:૧૩, ૧૪, કોમન લેંગ્વેજ; કોલોસી ૧:૫) આથી ‘સ્વર્ગના વાનાં’ અભિષિક્ત લોકો છે. તેઓની સંખ્યા યહોવાહે પહેલેથી જ નક્કી કરેલી છે. તેથી તેઓને ભેગા કરવાની જરૂર પડી.

એકઠાં કરવાનું શરૂ થાય છે

૪. ‘સ્વર્ગના વાનાં’ ભેગા કરવાનું ક્યારે શરૂ કર્યું? અને કેવી રીતે?

યહોવાહની ગોઠવણ પ્રમાણે ‘ર્સ્વગના વાનાં’ ભેગા કરવાનો ‘યોગ્ય સમય’ શરૂ થવાનો હતો. (એફેસી ૧:૧૦, કોમન લેંગ્વેજ) તેથી, ભેગા કરવાની શરૂઆત પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં થઈ. પેન્તેકોસ્તના દિવસે પ્રેષિતો, શિષ્યો, માણસો અને સ્ત્રીઓ પર પરમેશ્વરની પવિત્ર શક્તિ કે આત્મા રેડવામાં આવ્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૧૩-૧૫; ૨:૧-૪) એ પરથી જોવા મળ્યું કે નવો કરાર શરૂ થયો. એનાથી ખ્રિસ્તી મંડળ અને આત્મિક ઈસ્રાએલ એટલે કે ‘દેવના ઈસ્રાએલની’ શરૂઆત થઈ.—ગલાતી ૬:૧૬; હેબ્રી ૯:૧૫; ૧૨:૨૩, ૨૪.

૫. શા માટે યહોવાહે મૂળ ઈસ્રાએલીઓને બદલે નવી પ્રજા સાથે કરાર કર્યો?

મૂળ ઈસ્રાએલીઓ સાથે પરમેશ્વરે નિયમ કરાર કર્યો હતો. પરંતુ એનાથી સ્વર્ગમાં હંમેશા સેવા આપે એવા ‘યાજકોનું રાજ્ય અને પવિત્ર જાતિ’ બની શકી નહિ. (નિર્ગમન ૧૯:૫, ૬) ઈસુએ યહુદી ધર્મગુરુઓને કહ્યું: “દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે, ને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને અપાશે.” (માત્થી ૨૧:૪૩) એ પ્રજા આત્મિક ઈસ્રાએલ છે. એમાં અભિષિક્ત ખ્રિસ્તીઓ છે. તેમની સાથે પરમેશ્વરે નવો કરાર કર્યો. આ અભિષિક્તોને પીતરે લખ્યું: “પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્‍ગુણો તમે પ્રગટ કરો. તમે પહેલાં પ્રજા જ ન હતા, પણ હાલ તમે દેવની પ્રજા છો.” (૧ પીતર ૨:૯, ૧૦) મૂળ ઈસ્રાએલીઓ હવે યહોવાહના કરારના લોકો રહ્યાં નહિ. (હેબ્રી ૮:૭-૧૩) શા માટે? ઈસુએ કહ્યું તેમ, યહુદીઓ પાસેથી ખ્રિસ્તના રાજ્યનો વારસો બનવાનો મોકો લઈ લેવામાં આવ્યો. અને આ અદ્‍ભુત લહાવો ૧,૪૪,૦૦૦ને આપવામાં આવ્યો. જેઓ દેવના ઈસ્રાએલનો ભાગ બને છે.—પ્રકટીકરણ ૭:૪-૮.

રાજ્યના કરારમાં લેવામાં આવ્યા

૬, ૭. ઈસુએ પોતાના ૧,૪૪,૦૦૦ ભાઈઓ સાથે કયો ખાસ કરાર કર્યો? અને તેમના માટે એનો શું અર્થ થાય?

ઈસુએ મરણની આગલી રાત્રે પોતાના વિશ્વાસુ પ્રેષિતોને કહ્યું: “મારાં પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે જ છો. જેમ મારા બાપે મને રાજ્ય ઠરાવી આપ્યું છે, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું, કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ; અને તમે ઈસ્રાએલનાં બારે કુળોનો ન્યાય ઠરાવતાં રાજ્યાસનો પર બેસશો.” (લુક ૨૨:૨૮-૩૦) ઈસુ ૧,૪૪,૦૦૦ તેમના ભાઈઓને એક ખાસ કરારની વાત કરતા હતા. તેમના આ ભાઈઓ પણ “મરણ પર્યંત વિશ્વાસુ” રહીને ‘જીત’ મેળવવાના હતા.—પ્રકટીકરણ ૨:૧૦; ૩:૨૧.

આ કરાર પ્રમાણે ઈસુના ભાઈઓ એટલે કે અભિષિક્તો હાડ-માંસના માણસોની જેમ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખતા નથી. તેઓ તો સ્વર્ગમાં ખ્રિસ્ત સાથે રાજ કરશે અને સિંહાસન પર બેસીને માણસજાતનો ન્યાય કરશે. (પ્રકટીકરણ ૨૦:૪,) ચાલો આપણે બાઇબલમાંથી અમુક કલમો જોઈએ જે ફક્ત અભિષિક્તોને લાગુ પડે છે. એનાથી આપણને જાણવા મળશે કે “બીજાં ઘેટાં” શા માટે દ્રાક્ષદારૂ પીતા નથી અને રોટલી ખાતા નથી?—યોહાન ૧૦:૧૬.

૮. રોટલી ખાવામાં ભાગ લઈને અભિષિક્તો શું બતાવે છે? (પાન ૧૩નું બૉક્સ જુઓ.)

જ્યારે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે ઘણી તકલીફો સહન કરી. તેથી, અભિષિક્ત ખ્રિસ્તીઓ પણ ઈસુની જેમ તકલીફો સહન કરશે. તેઓ ઈસુની જેમ મરવા પણ તૈયાર છે. પાઊલ પોતે એક અભિષિક્ત ખ્રિસ્તી હતા. તેમણે કહ્યું કે તે પોતે કોઈ પણ ભોગ આપવા તૈયાર છે. જેનાથી તે ‘ખ્રિસ્તને પ્રાપ્ત કરી શકે. ખ્રિસ્તને જાણે તેમના સજીવન થવાના સામર્થ્યનો અનુભવ કરે, અને તેમના દુઃખોમાં ભાગીદાર થાય.’ એટલું જ નહિ ઈસુની જેમ પાઊલ પણ ‘મરણ’ પામવા તૈયાર હતા. (ફિલિપી ૩:૮, ૧૦, પ્રેમસંદેશ) ઘણા અભિષિક્ત ખ્રિસ્તીઓએ ‘ઈસુની માફક પોતાના શરીરમાં સતત મોતનો સામનો’ કર્યો છે.—૨ કરિંથી ૪:૧૦, IBSI.

૯. બેખમીર રોટલી કેવા શરીરને રજૂ કરે છે?

ઈસુએ પોતાના મરણની છેલ્લી સાંજે કહ્યું: “આ મારું શરીર છે.” (માર્ક ૧૪:૨૨) ઈસુ ખરેખર પોતાના શરીર વિષે વાત કરતા હતા. એ શરીર પર તેમને ઘણો માર પડવાનો હતો તથા આખું શરીર લોહીથી લથપથ થવાનું હતું. બેખમીર રોટલી આવા શરીરની એકદમ યોગ્ય નિશાની હતી. શા માટે? બાઇબલમાં ખમીર પાપ અથવા દુષ્ટતાને રજૂ કરે છે. (માત્થી ૧૬:૪, ૧૧, ૧૨; ૧ કોરીંથી ૫:૬-૮) ઈસુ સંપૂર્ણ હતા. તેમના શરીરમાં બીમારી અને મોતની અસર ન હતી. તેમણે પોતાના શરીરને માણસજાત માટે બલિદાન આપ્યું. (હેબ્રી ૭:૨૬; ૧ યોહાન ૨:૨) તેમના બલિદાનથી બધા જ વિશ્વાસુ ખ્રિસ્તીઓને ફાયદો થવાનો હતો. પછી ભલેને તેઓની આશા સ્વર્ગમાં જવાની હોય કે બગીચા જેવી પૃથ્વી પર હંમેશ માટે જીવવાની હોય.—યોહાન ૬:૫૧.

૧૦. મેમોરિયલ વખતે દ્રાક્ષદારૂ પીવામાં ભાગ લેનારા કઈ રીતે “ખ્રિસ્તના રક્તના ભાગીદાર” છે?

૧૦ મેમોરિયલમાં દ્રાક્ષદારૂ પીવામાં ભાગ લેતા ખ્રિસ્તીઓ વિષે પાઊલે લખ્યું: ‘પ્રભુભોજનના પ્યાલા માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ ત્યારે શું આપણે ખ્રિસ્તના રક્તના ભાગીદાર નથી?’ (૧ કોરીંથી ૧૦:૧૬, પ્રેમસંદેશ) દ્રાક્ષદારૂ પીવામાં ભાગ લેનારાઓ કઈ રીતે “ખ્રિસ્તના રક્તના ભાગીદાર” છે? શું તેઓ પણ ઈસુ સાથે મળીને છુટકારાનું બલિદાન આપે છે? બિલકુલ નહિ! કેમ કે તેઓને પણ મુક્તિ બલિદાનની જરૂર છે. ઈસુના લોહીમાં વિશ્વાસ રાખવાથી તેઓની ભૂલો માફ થાય છે. અને તેઓ સ્વર્ગીય જીવન માટે યોગ્ય બને છે. (રૂમી ૫:૮, ૯; તીતસ ૩:૪-૭) ખ્રિસ્તે વહેવડાવેલા લોહીના કારણે ૧,૪૪,૦૦૦ને “પવિત્ર” ઠરાવવામાં આવે છે. ‘પવિત્ર પ્રજા’ થવા તેઓને પાપમાંથી શુદ્ધ કરવામાં આવે છે. (હેબ્રી ૧૦:૨૯; દાનીયેલ ૭:૧૮, ૨૭; એફેસી ૨:૧૯) ઈસુએ વહેવડાવેલા લોહીથી તેઓને ‘દેવને સારૂ સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને વેચાતા લીધા છે. અને દેવને સારૂ તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે; અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે.’—પ્રકટીકરણ ૫:૯, ૧૦.

૧૧. મેમોરિયલ વખતે અભિષિક્તો દ્રાક્ષદારૂ પીવામાં ભાગ લેવાથી શું બતાવે છે?

૧૧ ઈસુએ મેમોરિયલની શરૂઆત કરી ત્યારે, તેમણે દ્રાક્ષદારૂનો પ્યાલો વિશ્વાસુ પ્રેષિતોને આપ્યો અને કહ્યું: “તમે સહુ એમાંનું પીઓ. કેમકે નવા કરારનું એ મારૂં લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને સારૂ વહેવડાવવામાં આવે છે.” (માત્થી ૨૬:૨૭, ૨૮) બળદ અને બકરાઓનું લોહી પરમેશ્વર અને ઈસ્રાએલીઓ વચ્ચેનો કરાર પાકો કરતો હતો. એવી જ રીતે, ઈસુના લોહીથી યહોવાહે નવા કરારને પાકો કર્યો છે. યહોવાહે પેન્તેકોસ્ત ૩૩ના વર્ષમાં આત્મિક ઈસ્રાએલીઓ કે ૧,૪૪,૦૦૦ સાથે નવો કરાર કર્યો હતો. (નિર્ગમન ૨૪:૫-૮; લુક ૨૨:૨૦; હેબ્રી ૯:૧૪, ૧૫) તેથી દ્રાક્ષદારૂ ‘લોહીના કરારને’ રજૂ કરે છે. અને અભિષિક્તો દ્રાક્ષદારૂ પીવાથી બતાવે છે કે તેઓ પોતે નવા કરારમાં સામેલ છે. તેમ જ તેઓ એમાંથી લાભો મેળવી રહ્યાં છે.

૧૨. અભિષિક્તો ખ્રિસ્તના મૃત્યુમાં કઈ રીતે બાપ્તિસ્મા લે છે?

૧૨ એ દિવસે અભિષિક્ત ખ્રિસ્તીઓને બીજી એક બાબત યાદ કરાવવામાં આવે છે. એ શું છે? ઈસુએ પોતાના વફાદાર શિષ્યોને કહ્યું કે ‘જે પ્યાલો હું પીઉં છું તે તમે પીશો, ને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લેશો.’ (માર્ક ૧૦:૩૮, ૩૯) પછીથી પ્રેરિત પાઊલે કહ્યું કે અભિષિક્ત ખ્રિસ્તીઓ ‘ઈસુના મરણમાં બાપ્તિસ્મા’ લે છે. (રૂમી ૬:૩) કેવી રીતે? અભિષિક્ત ભોગ આપીને જીવે છે. તેઓનું મરણ એક ભોગ છે. કેમ કે તેઓ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા નથી રાખતા. તેઓ આખું જીવન વફાદાર રહી મરણ પામે છે ત્યારે, યહોવાહ તેઓને ફરીથી ઉઠાડે છે. જો કે તેઓને પૃથ્વીમાં નહિ પણ સ્વર્ગમાં ઉઠાડે છે જેથી તેઓ ઈસુ ખ્રિસ્ત સાથે ‘રાજ કરી શકે.’ આમ અભિષિક્તોનું ખ્રિસ્તના મૃત્યુમાં બાપ્તિસ્મા પૂરું થાય છે.—૨ તીમોથી ૨:૧૦-૧૨; રૂમી ૬:૫; ૧ કોરીંથી ૧૫:૪૨-૪૪, ૫૦.

રોટલી અને દ્રાક્ષદારૂમાં ભાગ લેવો

૧૩. પૃથ્વી પર જીવવાની આશા રાખનારા શા માટે મેમોરિયલમાં ખાવા કે પીવામાં ભાગ લેતા નથી? પરંતુ તેઓ મેમોરિયલમાં શા માટે આવે છે?

૧૩ આપણે જોયુ તેમ, મેમોરિયલ સમયે દ્રાક્ષદારૂ અને રોટલીમાં ભાગ લેવામાં આ બધી બાબતો છે. તેથી પૃથ્વી પરની આશા રાખનારા એમાંથી ખાય કે પીવે એ યોગ્ય નથી. તેઓને ખબર છે કે અભિષિક્તો ખ્રિસ્તના સભ્યો છે તેથી તેઓ જ પીવે છે. તેમ જ, ઈસુ જોડે રાજ કરનારા સાથે યહોવાહે કરેલા કરારમાં પણ તેઓ ભાગ લેતા નથી. જો કે “પ્યાલો” નવા કરારની નિશાની છે. તેથી, ફક્ત એ કરારના લોકો જ રોટલી ખાવામાં અને દ્રાક્ષદારૂ પીવામાં ભાગ લઈ શકે છે. પૃથ્વી પર પરમેશ્વરના રાજ્યને આધીન રહીને હંમેશનું જીવન મેળવવાની આશા રાખે છે તેઓ ઈસુના મરણનું બાપ્તિસ્મા લેતા નથી. તેમ જ, તેઓને સ્વર્ગમાં રાજ કરવા બોલાવવામાં આવશે નહિ. જો તેઓ રોટલી ખાવામાં કે દ્રાક્ષદારૂ પીવામાં ભાગ લે તો એ ખોટું થશે. કેમ કે તેઓની પાસે એ આશા નથી. આથી તેઓ ખાવા કે પીવામાં ભાગ લેતા નથી. પરંતુ, તેઓ મેમોરિયલમાં આવીને યહોવાહની ગોઠવણને માન આપે છે. યહોવાહે પોતાના દીકરા દ્વારા તેઓ માટે જે કંઈ કર્યું છે એની તેઓ કદર કરે છે. તેમ જ ખ્રિસ્તે વહેવડાવેલા લોહીના આધારે તેઓને માફી મળે છે એની કદર કરે છે.

૧૪. રોટલી ખાવાથી અને દ્રાક્ષદારૂ પીવાથી અભિષિક્તોનો પરમેશ્વર સાથે કેવો નાતો થાય છે?

૧૪ ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરવા જનારા બાકી રહેલા લોકોને છેલ્લી મહોર લગાવાની થોડી જ વાર છે. એટલે કે તેઓના જીવનભરની કસોટી પૂરી થવાની થોડી જ વાર છે. અભિષિક્તોનું જીવન આ ધરતી પર પૂરું ન થાય ત્યાં સુધી રોટલી ખાવા અને દ્રાક્ષદારૂમાં ભાગ લેવાથી તેઓનો પરમેશ્વર સાથે નાતો મજબૂત થાય છે. એનાથી તેઓ એવું અનુભવે છે કે તેઓ પોતાના બીજા અભિષિક્ત ભાઈ-બહેનો સાથે ખ્રિસ્તમાં એક છે. વળી, રોટલી અને દ્રાક્ષદારૂમાં ભાગ લેવું એ તેઓને યાદ અપાવે છે કે તેઓએ મરણ સુધી વફાદાર રહેવાનું છે.—૨ પીતર ૧:૧૦, ૧૧.

‘પૃથ્વીના વાનાં’

૧૫. કોની સંખ્યા વધતી જ જાય છે?

૧૫ ‘બીજા ઘેટાંની’ સંખ્યા લગભગ ૧૯૩૫થી વધતી જ જાય છે. તેઓ “નાની ટોળી”ના સભ્યો નથી. તેઓને પૃથ્વી પર હંમેશા જીવવાની આશા છે. તેમ જ તેઓ અભિષિક્તોને સાથ આપે છે. (યોહાન ૧૦:૧૬; લુક ૧૨:૩૨; ઝખાર્યાહ ૮:૨૩) તેઓ ખ્રિસ્તના ‘ભાઈઓને’ વફાદાર રહ્યા છે. તેઓ અભિષિક્તોની સાથે આખી દુનિયામાં “રાજ્યની સુવાર્તાનો પ્રચાર” કરે છે. (માત્થી ૨૪:૧૪; ૨૫:૪૦) આમ તેઓ ઈસુના “ઘેટાં” બને છે. ઈસુ આખી દુનિયાનો ન્યાય કરશે ત્યારે તેમના પોતાના ઘેટાં પર દયા બતાવીને પોતાની “જમણી બાજુ” બેસાડશે. (માત્થી ૨૫:૩૩-૩૬, ૪૬) ખ્રિસ્તના લોહીમાં વિશ્વાસ બતાવીને ‘મોટા ટોળાનો’ ભાગ બને છે તેઓ ‘મહાન વિપત્તિમાંથી’ બચી જશે.—પ્રકટીકરણ ૭:૯-૧૪.

૧૬. ‘પૃથ્વીના વાનાંમાં’ કોનો સમાવેશ થાય છે? તેઓને ‘ઈશ્વરના છોકરાં’ બનવાનો કઈ રીતે લહાવો મળશે?

૧૬ ૧,૪૪,૦૦૦ના બાકી રહેલાઓને છેલ્લી મહોર એટલે કે તેઓની જીવનભરની કસોટી પૂરી થશે ત્યારે, ધરતી પરથી શેતાનની દુનિયાનો નાશ કરવાનો “પવન” ફુંકાશે. (પ્રકટીકરણ ૭:૧-૪) ખ્રિસ્ત અને તેમના સાથી રાજા-યાજકો, હજાર વર્ષના શાસન દરમિયાન મોટું ટોળું જે મહાન વિપત્તિમાંથી બચી ગયું છે તેઓની સાથે અગણિત લોકોને સજીવન કરશે. (પ્રકટીકરણ ૨૦:૧૨, ૧૩) આ લોકોને મસીહી રાજ્યના રાજા ઈસુ ખ્રિસ્તની પ્રજા બનીને હંમેશ માટે પૃથ્વી પર જીવવાની તક આપવામાં આવશે. હજાર વર્ષના અંતે ‘પૃથ્વીના વાનાં’ પર આખરી પરીક્ષા કરવામાં આવશે. એ પરીક્ષામાં વફાદાર સાબિત થનારાઓને પૃથ્વી પર ‘ઈશ્વરના છોકરાંના’ નાતે દત્તક લેવામાં આવશે.—એફેસી ૧:૧૦; રૂમી ૮:૨૧; પ્રકટીકરણ ૨૦:૭, ૮.

૧૭. યહોવાહનો હેતુ કઈ રીતે પૂરો થશે?

૧૭ આમ યહોવાહ ગોઠવણ કરીને અથવા કામ કરવાની રીતથી ‘સ્વર્ગમાંનાં તથા પૃથ્વી પરનાં સઘળાં વાનાંનો ખ્રિસ્તમાં સમાવેશ કરવાનો’ પોતાનો હેતુ જરૂર પૂરો કરશે. એ સમયે સ્વર્ગ અને ધરતીના બધા જ માણસો એક થઈને શાંતિમાં રહેશે અને ખુશી-ખુશી મહાન પરમેશ્વરની ન્યાયી સરકારને આધીન રહેશે. અને એ બતાવશે કે યહોવાહ પોતાના હેતુઓને પૂરા કરે છે.

૧૮. અભિષિક્તો અને તેમના સાથીઓને મેમોરિયલ ઊજવવાથી શું લાભ મળશે?

૧૮ આ વર્ષે એપ્રિલ ૧૨, ૨૦૦૬માં અભિષિક્તોની નાની સંખ્યા અને તેમના લાખો સાથીદારો ભેગા મળશે ત્યારે, તેઓને કેટલી હિંમત મળશે! તેઓ ઈસુની આજ્ઞાને માનીને મેમોરિયલ દિવસ ઊજવશે. જેમ ઈસુએ આજ્ઞા આપી: “મારી યાદગીરીમાં આ કરો.” (લુક ૨૨:૧૯) આ પ્રસંગે આપણે ખરેખર યાદ રાખવું જોઈએ કે યહોવાહના વહાલા દીકરા ઈસુ-ખ્રિસ્ત દ્વારા આપણે કેટલા બધા આશીર્વાદો મેળવીએ છીએ. (w06 2/15)

આપણે શું શીખ્યા?

• સ્વર્ગ અને પૃથ્વી પરના વાનાં વિષે યહોવાહની ઇચ્છા શું છે?

• ‘સ્વર્ગના વાનાં’ કોણ છે? અને તેઓને કઈ રીતે ભેગા કરવામાં આવ્યા છે?

• ‘પૃથ્વીના વાનાં’ કોણ છે? અને તેઓની આશા શું છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૩ પર બોક્સ]

‘ખ્રિસ્તનું શરીર’

૧ કોરીંથી ૧૦:૧૬, ૧૭માં પાઊલ ચર્ચા કરતા હતા કે રોટલી, ઈસુના ભાઈઓ એટલે કે અભિષિક્તો માટે કેટલી મહત્ત્વની છે. એ વખતે તે ‘ખ્રિસ્તના શરીરની’ વાત કરતા હતા. તેમણે કહ્યું: “આપણે જે રોટલી ભાંગીએ છીએ, તે શું ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી? કેમકે એક જ રોટલી છે, માટે આપણે ઘણા છતાં એક શરીરરૂપ છીએ; કેમકે આપણે સર્વે એક જ રોટલીના ભાગીદાર છીએ.” અભિષિક્ત ખ્રિસ્તીઓ મેમોરિયલની રોટલી ખાઈને બતાવે છે કે તેઓ અભિષિક્તોના મંડળ સાથે સંપમાં બંધાએલા છે. આ મંડળ શરીર જેવું છે જેનું શિર ઈસુ ખ્રિસ્ત છે.

[પાન ૧૩ પર ચિત્ર]

શા માટે અભિષિક્તો જ રોટલી ખાવામાં કે દ્રાક્ષદારૂ પીવામાં ભાગ લે છે?

[પાન ૧૫ પર ચિત્ર]

યહોવાહની ગોઠવણથી સ્વર્ગ અને પૃથ્વીના લોકોને ભેગા કરવામાં આવશે