સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું પરમેશ્વર હજી વિશ્વના રાજા છે?

શું પરમેશ્વર હજી વિશ્વના રાજા છે?

તમે જરૂર આવજો . . .

શું પરમેશ્વર હજી વિશ્વના રાજા છે?

કુદરતી આફતો, જીવલેણ રોગો, રાજકરણમાં ભ્રષ્ટાચાર, આતંકવાદીઓના હુમલાઓ, યુદ્ધો અને ગુનાઓ. આવા સમાચારો સંભળ્યા વગર એક દિવસ પણ પસાર થતો નથી. તમે આ બનાવોના ભોગ બન્યા હોવ કે નહિ, પણ તમારા મનમાં સવાલ થતો હશે કે ‘આ દુનિયા ક્યાં જઈ રહી છે? શું દુનિયામાં કદી સુખનો સૂરજ ઊગશે?’

યહોવાહના સાક્ષીઓ આ સવાલોના જવાબો આપવા ૨૦૦થી વધારે દેશોમાં પ્રવચન આપશે: “શું પરમેશ્વર હજી વિશ્વના રાજા છે?” એમાં જણાવવામાં આવશે કે ઈશ્વરે બાઇબલમાં શું કહ્યું છે અને કેવાં વચનો આપ્યાં છે. એમા આ મહત્ત્વના પ્રશ્નોના જવાબ પણ મળશે:

શું ઈશ્વરને દુનિયાની કંઈ પડી છે?

શું ઈશ્વરને ઇન્સાનની કંઈ પડી છે?

શું ઈશ્વર આપણા દુઃખનાં આંસુ લૂછશે?

ઘણી જગ્યાઓએ યહોવાહના સાક્ષીઓના કિંગ્ડમ હૉલમાં, એપ્રિલ ૩૦, ૨૦૦૬ના રવિવારે આ પ્રવચન આપવામાં આવશે. એ ક્યાં અને કેટલા વાગે રાખવામાં આવશે? એ વિષે તમારા વિસ્તારમાં રહેતા યહોવાહના સાક્ષીઓને પૂછો. તેઓ તમને એ વિષે ખુશીથી જણાવશે.

તમે પણ અમારી સાથે આ પ્રવચન સાંભળો એવી અમારી ઇચ્છા છે. દિલને ઠંડક મળે એવા સવાલનો જવાબ બાઇબલમાંથી મળશે: શું પરમેશ્વર હજી વિશ્વના રાજા છે? (w06 4/1)