‘નબળા પાત્રનું’ મૂલ્ય
‘નબળા પાત્રનું’ મૂલ્ય
‘પતિઓ, સ્ત્રી નબળાં પાત્ર જેવી છે, તેની સાથે સમજણપૂર્વક રહો, અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને, તેને માન આપો.’ પહેલી સદીનાં ઈશ્વરભક્ત પ્રેરિત પાઊલે લખ્યું. (૧ પીતર ૩:૭) અહીંયા સ્ત્રીઓને ‘નબળું પાત્ર’ જેવા કહેવામાં આવ્યી છે. શું એનાથી સ્ત્રીઓનું મહત્ત્વ ઓછું થઈ જાય છે? ચાલો આપણે જોઈએ કે હકીકતમાં લેખક શું કહેવા માગતા હતા.
અહીંયા ‘માન આપવું’ જે ગ્રીક શબ્દમાંથી ભાષાંતર થયું છે, એનો મૂળ અર્થ ‘કિંમત, મૂલ્ય કે સન્માન’ થાય છે. એથી, પતિએ નબળા પાત્રની જેમ પોતાની પત્નીની સંભાળ રાખવાની જરૂર છે. અને એને ખુબજ અમુલ્ય ગણવાની જરૂર છે. એમ કરવાથી કંઈ પતિનું મહત્તવ ઘટી જતું નથી. દાખલા તરીકે, ટિફની લોટસ લેમ્પનો વિચાર કરો, જેને આ પાન પર બતાવ્યો છે. આ સુંદર લેમ્પને ઘણો નાજુક કે નબળો ગણવામાં આવે છે. શું લેમ્પની નાજુકતાને લીધે એનું મૂલ્ય ઘટી જાય છે? ના. ૧૯૯૭માં જ્યારે આ ‘ટિફની લોટસ લેમ્પʼની હરાજી થઈ ત્યારે એ ૨૮ લાખ ડૉલરમાં વેચાયો હતો! આ લેમ્પની નાજુકતાને લીધે જ એનું મૂલ્ય ઘટ્યું નહિ, પણ વધ્યું.
એવી જ રીતે, સ્ત્રીઓ પણ નબળા પાત્ર જેવી છે. એમ હોવાથી કંઈ તેઓનું માન કે મૂલ્ય ઘટી જતું નથી. પતિએ પત્ની સાથે “સમજણપૂર્વક” રહેવાનો અર્થ શું થાય? એમાં પતિએ પત્નીની ક્ષમતા, મર્યાદા, પસંદ-નાપસંદ, વિચારો અને લાગણીઓને ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. પ્રેમાળ પતિ તેની પત્નીના વિચારો અને સ્વભાવને સમજીને એને માન આપે છે, પછી ભલે એ તેના સ્વભાવ સાથે મળતા ન હોય. પતિએ પત્નીની સાંભળ રાખવાની છે, “જેથી [તેની] પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે.” (૧ પીતર ૩:૭) જે પતિ પત્નીના સદ્ગુણોની કદર કરતો નથી, તે પરમેશ્વરને દુઃખ પહોંચાડે છે. બાઇબલ સ્ત્રીઓને પુરુષોથી નીચી ગણતું નથી. પણ સ્ત્રીઓને માન ને આદર આપે છે. (w06 5/15)
[પાન ૩૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
© Christie’s Images Limited 1997