સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એક મુલાકાતે વિચારો બદલી નાખ્યા

એક મુલાકાતે વિચારો બદલી નાખ્યા

એક મુલાકાતે વિચારો બદલી નાખ્યા

એક વ્યક્તિએ યહોવાહના સાક્ષીઓના મંડળને લખ્યું: ‘પરમેશ્વરે મારે ત્યાં બે ‘ફરિસ્તા’ મોકલ્યા હતા. એ વાત મારા કુટુંબને કહેવા હું જાણે અધીરો બની ગયો હતો.’ આ ‘ફરિસ્તા’ બે યુવાન સ્ત્રીઓ હતી, જેઓએ આ માણસની મુલાકાત લીધી હતી. એ સ્ત્રીઓ યહોવાહની સાક્ષી હતી. તેઓએ મુલાકાત લીધી એના થોડાક અઠવાડિયાં પહેલાં જ એ માણસની ૪૫ વર્ષની પત્ની ગુજરી ગઈ હતી. એનાથી તે ભાંગી પડ્યો હતો. તેનાં મોટાં બાળકોએ તેને દિલાસો આપ્યો હતો, પણ તેઓ ઘણા દૂર રહેતા હતા. બીજું કે આ માણસના દુઃખમાં સાથ આપવા કોઈ મિત્રો કે પડોશીઓ આવ્યા ન હતા.

આ સ્ત્રીઓ તે માણસને પહેલી વાર મળી ત્યારે, તેણે સ્પષ્ટ કહી દીધું હતું કે, ‘ઈશ્વરને મારી કંઈ પડી નથી. મેં પણ તેને પ્રાર્થના કરવાનું છોડી દીધું છે.’ સ્ત્રીઓએ ધ્યાનથી સાંભળીને તેને હમદર્દી બતાવી. પછી તેને બાઇબલ વિષય પર એક પત્રિકા આપી, મરણ પામેલા સ્નેહીજનો માટે કઈ આશા? તેણે એ સાંજે જ પત્રિકા વાંચી કાઢી. એનાથી તેને ખૂબ દિલાસો મળ્યો.

થોડા સમય પછી એ સ્ત્રીઓ તે માણસને ફરી મળવા ગઈ. તેને યાદ કરાવ્યું કે ગઈ વખતે તે કેટલા દુઃખી હતા. પછી તેના ખબર અંતર પૂછ્યા. તે માણસે એ વિષે લખીને જણાવ્યું, “મને તો ખૂબ નવાઈ લાગી. સાવ અજાણ્યા લોકો મારી આટલી કાળજી રાખે એ માનવામાં આવતું ન હતું.” તેઓએ બાઇબલમાંથી જે સારા વિચારો કહ્યાં એનાથી તેને ઘણું ઉત્તેજન મળ્યું. બહેનોએ કહ્યું કે તેઓ ફરી આવશે. આ માણસ એટલો તો પ્રભાવિત થયો કે તેણે ઉપરનો અનુભવ ત્યાંના યહોવાહના સાક્ષીઓના કિંગ્ડમ હોલને લખીને મોકલ્યો.

થોડા સમય પછી આ માણસ પોતાના એક દીકરા નજીક બીજે રહેવા ગયો. એ પહેલાં તે યહોવાહના સાક્ષીઓના મંડળમાં ગયો અને પોતાની મુલાકાતે આવેલી બે બહેનોમાંથી એકના કુટુંબ સાથે ભોજન પણ લીધું. તેણે લખ્યું: ‘હું હવે બીજે રહેવા જાઉં છું, પણ તમારી બે બહેનો અને તમારું ચર્ચ હંમેશાં મારા દિલમાં રહેશે. હું હંમેશા તમારે માટે પ્રાર્થના કરતો રહીશ. હવે હું ઈશ્વરને ઘણી વાર પ્રાર્થના કરું છું. મેં મારા વિચારોમાં ઘણા બધા ફેરફારો કર્યા છે. એ માટે તમારી બહેનોનો ઘણો ફાળો છે. હું કાયમ તેઓનો ઉપકાર માનીશ.’ (w 06 7/1)