સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે સુખી છો?

શું તમે સુખી છો?

શું તમે સુખી છો?

‘શું તમે સાચે જ સુખી છો?’ સમાજનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકો એ જાણવા ખૂબ પ્રયત્ન કરે છે. દરેક જણ કેટલા સુખી છે, એ કેવી રીતે કહી શકાય? જો કુટુંબમાં કોઈ મરણ પામે, તો કઈ રીતે દુઃખ માપી શકાય? કઈ રીતે માપી શકાય કે કોઈ પતિ પોતાની પત્નીને કેટલી ચાહે છે? લાગણીઓ માપવાનું કોઈ સાધન આજ સુધી બન્યું નથી. તોય વૈજ્ઞાનિકો એક હકીકત જાણે છે: દરેક જણ સુખી થઈ શકે છે.

એ ખરું છે તોય ઇન્સાન પર પાર વગરની મુસીબતો આવી પડે છે. જીવનમાં દુઃખ, દુઃખ ને દુઃખ સિવાય બીજું કંઈ નથી. એક દાખલો લઈએ. અમુક શહેરોમાં એઇડ્‌સને કારણે લોકો ટપોટપ મરે છે. પણ એ બધાને દાટવા ક્યાં? એટલે આફ્રિકાનાં અમુક શહેરોના અધિકારીઓ આગળની કબરોમાં જ બીજાં શબ દટાવે છે. ત્યાં શબપેટી બનાવવાનો ધંધો રાતોરાત ફૂલ્યો-ફાલ્યો છે. આજે ઘણાના ચહેરા પર ઉદાસી છવાયેલી હોય છે. ક્યાં તો તેઓ પોતે કોઈ દુઃખમાં રિબાતા હશે. અથવા તો તેઓનું કોઈ સગું-વહાલું ગુજરી ગયું હોય શકે.

શું અમીર દેશોમાં લોકો સુખી છે? આજકાલ ઘણાનાં જીવન એક પલમાં ઊથલ-પાથલ થઈ જાય છે. જેમ કે, અમેરિકામાં ઘણા લોકોને પોતાના હક્કનું પેન્શન મળતું નથી. તેઓએ ફરી નોકરી કરવી પડે છે. તેઓની બચત તો ડૉક્ટરનાં બીલ ભરવામાં જ ગાયબ થઈ જાય છે. એક વકીલે કહ્યું: ‘જેઓ અમારી પાસે સલાહ લેવા આવે છે, તેઓને જોઈને અમને દુઃખ થાય છે. ઘણી વાર મન કઠણ કરીને કહેવું પડે છે કે “પૈસા માટે તમારે ઘર વેચવું પડશે.”’ પૈસે-ટકે સુખી છે તેઓ પર, શું કદી દુઃખ આવે છે?

અમુક લોકો રિચાર્ડ રોજર્સ જેવા છે. તે એક મહાન સંગીતકાર હતો. એમ કહેવામાં આવે છે કે ‘એવા બહુ થોડા લોકો છે, જેઓએ અનેક લોકોને આનંદ આપ્યો છે.’ ખરું કે તેના સંગીતથી લોકોને મજા આવતી, પણ તે પોતે ખૂબ જ ડિપ્રેસ રહેતો. તેની પાસે શું ન હતું? ધૂમ પૈસા હતા, મોટું નામ હતું. લોકો એ બધું મેળવવા તલપે છે. તોપણ શું તે એનાથી સુખી હતો? એક લેખકે કહ્યું કે “[રોજર્સ] ઝડપથી મહાન સંગીતકાર બની ગયો. અમીર લોકો સાથે તે હરવા-ફરવા લાગ્યો. તેણે પોતાના ભાગીદાર સાથે બે વાર પુલિત્ઝર ઍવોર્ડ મેળવ્યા. તોય તે મોટે ભાગે ડિપ્રેસ જ રહેતો.”

લોકો સુખી થવા પૈસા પાછળ પડે છે. પણ પૈસો ખરું સુખ આપતો નથી. પૈસાનું રોકાણ કરતા લોકો વિષે કૅનેડાનું એક છાપું કહે છે: ‘ઘણા અમીરોનું જીવન સૂનું સૂનું હોય છે.’ (ધ ગ્લોબ ઍન્ડ મેઇલ) એક પ્રાઇવેટ બૅંકના મૅનેજિંગ ડિરેક્ટર, કુટુંબોને પૈસાની બાબતે સલાહ આપે છે. તેમનું માનવું છે કે અમીર માબાપ બાળકોને છૂટથી પૈસા વાપરવા આપીને, ‘હમણાંથી જ બાળકોનાં જીવનમાં દુઃખનાં બી વાવે છે.’

સાચું સુખ ક્યાંથી મળે?

ખીલતા છોડને શાની જરૂર છે? સારી મોસમ, જમીન અને પાણી. આપણને સુખી થવા શાની જરૂર છે? વૈજ્ઞાનિકોનું માનવું છે કે આપણને આની જરૂર છે: સારી તંદુરસ્તી, મનગમતું કામ, પૂરતું ખાવા-પીવાનું, ઘર, કપડાં, નવું નવું શીખવાની હોંશ અને સારા મિત્રો.

મોટે ભાગે જેની પાસે એ બધું હોય તો તે સુખી કહેવાય. પણ શું એટલું જ પૂરતું છે? ના, સાચું સુખ મેળવવા આપણે ઈશ્વરને ઓળખવાની જરૂર છે. તેમનું નામ યહોવાહ છે. તે આપણા સર્જનહાર છે. તેમણે આપણને સુખી થવા બનાવ્યા છે. તે પોતાના ભક્તોને સાચા સુખનો રસ્તો બતાવે છે. ચાલો હવે પછીના લેખમાં એ જોઈએ. (w 06 6/15)

[પાન ૪ પર ચિત્ર]

ખીલતા છોડને સારી મોસમ, જમીન અને પાણી જોઈએ. આપણે સુખી થવા શું જોઈએ?

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

© Gideon Mendel/CORBIS