સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

નીતિવચનો ૮:૧૨, ૨૨-૩૧માં ઈસુને જ્ઞાન, બુદ્ધિ, કે ડહાપણ કહેવામાં આવે છે. એ ઈસુ પૃથ્વી પર આવ્યા એના પહેલાની વાત છે એમ કેવી રીતે કહી શકીએ?

નીતિવચનોના પુસ્તકમાં જ્ઞાન, બુદ્ધિ કે ડહાપણ વિષે આમ કહેવાય છે: ‘યહોવાહે સૃષ્ટિના આરંભમાં, તેનાં આદિકૃત્યો કે બીજું બધું બનાવતા પહેલાં મને ઉત્પન્‍ન કર્યું. પર્વતોના પાયા નંખાયા તે પહેલાં, ડુંગરો થયા અગાઉ, મારો જન્મ થયો હતો; જ્યારે તેણે આકાશો વ્યવસ્થિત કર્યાં કે બનાવ્યા, ત્યારે હું ત્યાં હતું; ત્યારે કુશળ કારીગર તરીકે હું તેની સાથે હતું; અને હું દરરોજ તેને સંતોષ આપતું હતું, સદા હું તેની આગળ હર્ષ કરતું હતું. અને મનુષ્યોમાં મને આનંદ થતો હતો.’

આ કલમો ફક્ત ઈશ્વરની બુદ્ધિ કે જ્ઞાન જેવા ગુણો વિષે વાત કરતી નથી. શા માટે? યહોવાહે બીજું બધું બનાવતા પહેલાં નીતિવચનોમાં જણાવેલી આ બુદ્ધિ કે જ્ઞાનને “ઉત્પન્‍ન કર્યું.” જ્યારે કે યહોવાહને કોઈ શરૂઆત નથી. (ગીતશાસ્ત્ર ૯૦:૧, ૨) યહોવાહની બુદ્ધિ કે જ્ઞાનને પણ શરૂઆત નથી અથવા એનો ‘જન્મ થયો નથી.’ અરે, એ કલમોમાં તો જ્ઞાન કે બુદ્ધિ વ્યક્તિની જેમ બોલે છે, કામ કરે છે.—નીતિવચનો ૮:૧.

નીતિવચનો જણાવે છે કે આ બુદ્ધિ કે જ્ઞાન યહોવાહ સાથે “કુશળ કારીગર” હતું. એ તો બીજું કોઈ નહિ, પણ ઈસુ હતા. ઈસુ પૃથ્વી આવ્યા એના પહેલાં સ્વર્ગમાં યહોવાહની સાથે ને સાથે જ હતા. બાઇબલ જણાવે છે કે ‘તે સર્વ કરતાં આદિ, પહેલા છે, તેનાથી બધાં ઉત્પન્‍ન થયાં.’—કોલોસી ૧:૧૬, ૧૭; પ્રકટીકરણ ૩:૧૪.

એ બરાબર જ છે કે ઈસુને બુદ્ધિ કે જ્ઞાન તરીકે ઓળખાવવામાં આવે છે. તેમણે જ યહોવાહની મરજી અને નિયમો જણાવ્યા. ઈસુ પૃથ્વી આવ્યા એ પહેલાં તે યહોવાહનો શબ્દ હતા, એટલે કે તે બધાને યહોવાહનો સંદેશો જણાવતા હતા. (યોહાન ૧:૧) બાઇબલ જણાવે છે કે ‘ખ્રિસ્ત એ જ દેવનું સામર્થ્ય કે શક્તિ અને દેવનું જ્ઞાન છે.’ (૧ કોરીંથી ૧:૨૪, ૩૦) અહીં ઈસુની કેટલી સરસ ઓળખ આપી છે. બધા મનુષ્યો પરના પ્રેમને લીધે ઈસુએ પોતાનું જીવન કુરબાન કરી દીધું!—યોહાન ૩:૧૬. (w 06 8/1)