સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“ઈશ્વરે આપણને કેમ બનાવ્યા છે?”

“ઈશ્વરે આપણને કેમ બનાવ્યા છે?”

“ઈશ્વરે આપણને કેમ બનાવ્યા છે?”

જર્મનીમાં નાઝી સરકારે બીજા વિશ્વયુદ્ધમાં ઘણા લોકોની કતલ કરી હતી. એમાંથી એલી વીસેલ નામનો માણસ બચી ગયો. વર્ષો પછી તેને નોબેલ પ્રાઇઝ આપવામાં આવી. તેણે એક વાર પૂછ્યું હતું કે “ઈશ્વરે આપણને કેમ બનાવ્યા છે?” પછી તેણે કહ્યું કે ‘બીજા સવાલો કરતાં એનો જવાબ મેળવવો, માણસ માટે સૌથી મહત્ત્વનું છે.’

શું તમે કદી વિચાર્યું છે કે ઈશ્વરે આપણને શા માટે બનાવ્યા છે? ઘણા લોકોએ આના પર વિચાર કર્યો છે. વર્ષો વીતી ગયાં તોપણ એનો જવાબ મળ્યો નથી. બ્રિટિશ ઇતિહાસકાર આર્નોલ્ડ ટોઇન્બીએ આ સવાલ પર ઘણી સ્ટડી કરી. પછી તેમણે લખ્યું કે ‘માણસનો ખરો મકસદ ઈશ્વરની ભક્તિ કરવાનો હોવો જોઈએ. એમાં જ ખરું સુખ છે. માણસે ઈશ્વર સાથે પાકો નાતો બાંધવો જોઈએ.’

ત્રણ હજાર વર્ષ પહેલાં રાજા સુલેમાને પણ જિંદગી પર ખૂબ વિચાર કર્યો, સ્ટડી કરી. તેમનો જવાબ બાઇબલમાં મળી આવે છે. સુલેમાન કહે છે કે ‘ઈશ્વરનો ભય રાખ અને તેની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.’—સભાશિક્ષક ૧૨:૧૩.

ઈસુ ખ્રિસ્ત આ વિચાર પ્રમાણે જ જીવ્યા. તેમણે તન-મનથી ઈશ્વરની ભક્તિ કરી. તે ખરેખર સુખી થયા. તેમને જીવનનો મકસદ મળ્યો. એટલે જ તેમણે કહ્યું કે ‘ઈશ્વરે મને મોકલ્યો છે, તેની ઇચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારું અન્‍ન છે.’—યોહાન ૪:૩૪.

ઈસુ અને રાજા સુલેમાન જેવા અનેક ભક્તોએ ઈશ્વરભક્તિમાં જ સાચું સુખ મેળવ્યું હતું. તેઓને જીવનનો ખરો મકસદ મળ્યો હતો. જો આપણે તેઓને પગલે ચાલીશું, તો આપણું જીવન પણ સદાને માટે ખુશીઓથી ભરાઈ જશે. આપણે કેવી રીતે દિલથી ઈશ્વરની ભક્તિ કરી શકીએ? (યોહાન ૪:૨૪) એનો જવાબ મેળવવા યહોવાહના સાક્ષીઓને પૂછો. તેઓ રાજી-ખુશીથી તમને એ પ્રશ્નનો જવાબ મેળવવા મદદ કરશે. (w 06 10/15)