સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે ગમે એવી મુશ્કેલીને સહી શકો

તમે ગમે એવી મુશ્કેલીને સહી શકો

તમે ગમે એવી મુશ્કેલીને સહી શકો

આ દુનિયા કપરા સમયમાંથી ગુજરી રહી છે. લોકો પર એક પછી એક આફતો આવતી જાય છે. કોઈ પર નાની, તો કોઈ પર પહાડ જેવી મોટી. એને કેવી રીતે સહી શકાય? પરમેશ્વર અને તેમના સિદ્ધાંતોને વળગી રહીને. સાચા ખ્રિસ્તીઓ એ પ્રમાણે કરીને ગમે એવી મુશ્કેલી સહી શક્યા છે. એને સારી રીતે સમજવા ઈસુએ જણાવેલા દૃષ્ટાંતનો વિચાર કરો. એમાં ઈસુએ તેમના શિષ્યોની સરખામણી ‘એક ડાહ્યા’ કે સમજુ માણસ સાથે કરી, ‘જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.’ ઈસુ આગળ જણાવે છે: “અને વરસાદ વરસ્યો, ને રેલ આવી, ને વાવાઝોડાં થયાં, ને તે ઘર પર સપાટા લાગ્યા; પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો, માટે તે પડ્યું નહિ.”—માત્થી ૭:૨૪, ૨૫.

નોંધ લો કે દૃષ્ટાંતમાં જણાવેલો માણસ સમજુ છે. તોપણ તેના પર આફતો આવી પડે છે. જેમ કે ભારે વરસાદ, પૂર અને વિનાશક વાવાઝોડા જેવી આફતો. બીજા અર્થમાં, ઈસુ કહેતા હતા કે તેમના શિષ્યો પર પણ અનેક પ્રકારની મુશ્કેલીઓ આવશે. તેઓએ દુઃખનો અનુભવ કરવો પડશે. (ગીતશાસ્ત્ર ૩૪:૧૯; યાકૂબ ૪:૧૩-૧૫) તેમણે એમ પણ કહ્યું કે તેમના શિષ્યો અગાઉથી તૈયાર રહીને ગમે એવા દુઃખો કે આફતોને સહી શકશે. એને સારી રીતે હાથ ધરી શકશે.

ઈસુએ દૃષ્ટાંતની શરૂઆત આ રીતે કરી: “એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે, ને પાળે છે, તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે, કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું.” અહીં ઈસુ ખરેખર ઘર બાંધવા વિષે વાત કરતા ન હતા. પણ કઈ રીતે જીવન જીવવું એ વિષે જણાવી રહ્યા હતા. ઈસુનું શિક્ષણ ખડકને અને આપણું જીવન ઘરને બતાવે છે. ઈસુના શિષ્યો એ શિક્ષણ લઈને, એ મુજબ ચાલીને એના પર તેઓનું જીવન ઘડે છે. એનાથી તેઓ સારા નિર્ણયો લઈ શકે છે. ધ્યાન આપો કે, ઈસુના દૃષ્ટાંતમાં ખડક આસાનીથી મળી જતો નથી. પણ માણસે એ ખડક સુધી પહોંચવા ‘ઊંડું ખોદવું’ પડે છે. (લુક ૬:૪૮) એ જ રીતે, ખડક જેવું ઈસુનું શિક્ષણ લેવા, એ મુજબ ચાલવા તેમના શિષ્યો ખૂબ મહેનત કરે છે. એનાથી તેઓ એવા ગુણો કેળવે છે જે ગમે એવી મુશ્કેલીમાં અડગ રહેવા અને ઈશ્વર સાથે પાકો નાતો બાંધવા મદદ કરે છે.—માત્થી ૫:૫-૭; ૬:૩૩.

ઈસુના શિષ્યો પર ભારે તોફાન જેવી મુશ્કેલીઓ આવી પડે ત્યારે શું થાય છે? તેઓએ ખડક પર જે પાયો નાખ્યો હતો એની, એટલે કે તેઓના જીવનની કસોટી થાય છે. પરંતુ તેઓ જીવનમાં ખુશી ખુશી ઈસુના શિક્ષણને વળગી રહ્યા છે અને તેમના જેવા ગુણો કેળવ્યા છે. એનાથી તેઓને ગમે એવી મોટી મુશ્કેલીને સહેવા સતત શક્તિ મળે છે. ખાસ કરીને એ શક્તિ નજીકમાં આવનાર આર્માગેદનના તોફાનમાં પણ ટકી રહેવા મદદ કરશે. (માત્થી ૫:૧૦-૧૨; પ્રકટીકરણ ૧૬:૧૫, ૧૬) ખરેખર, ખ્રિસ્તનાં શિક્ષણ મુજબ ચાલીને ઘણા લોકો મોટા મોટા તોફાન જેવી મુશ્કેલીઓ પાર કરી શક્યા છે. તમે પણ એમ જ કરી શકો.—૧ પીતર ૨:૨૧-૨૩. (w 07 1/1)