સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવનની મઝા માણતા દાદીમા

જીવનની મઝા માણતા દાદીમા

જીવનની મઝા માણતા દાદીમા

સ્વિડન દેશમાં એલીન નામે ૧૦૫ વર્ષના દાદીમા રહે છે. તેમનું નામ હાલમાં જ ૧૦૫ કે એનાથી મોટી ઉંમરના ૬૦ લોકોમાં ઉમેરાયું છે. તે ઘરડાઘરમાં રહે છે. બહાર આવ-જા કરી શકતા નથી. છેલ્લાં ૬૦ વર્ષથી તે યહોવાહના ભક્ત છે. આજે પણ તેમનામાં પહેલા જેવો જ ઉત્સાહ જોવા મળે છે.

એલીન ઈશ્વરભક્ત પાઊલને પગલે ચાલે છે. પાઊલને એક ઘરમાં કેદ કરવામાં આવ્યા ત્યારે, ત્યાં આવનાર લોકોને તે ઈશ્વરનો સંદેશો જણાવતા. (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૬, ૩૦, ૩૧) એલીન પણ ઘરડાઘરમાં આવતા લોકોને સંદેશો જણાવતા. જેમ કે સાફસફાઈ કરનાર, હજામ, ડૉક્ટર, નર્સ અને ઘરડાઘરના બીજા લોકો. એલીનના મંડળના ભાઈ-બહેનો ઘણી વાર પોતાની બાઇબલ સ્ટડીને તેમને મળવા લઈ આવતા. જેથી તેઓ પણ એલીનના અનુભવમાંથી શીખી શકે.

એલીનનો સ્વભાવ મજાકિયો છે. તેમને નવું નવું જાણવાનું પણ ગમે. મંડળના બધા ભાઈ-બહેનોને તે બહુ વહાલા. એક ભાઈ જણાવે છે કે ‘એલીન એટલે એલીન. તેમને બધી ખબર કે મંડળમાં શું ચાલે છે. બાળકોનાં નામ તેમને યાદ. મંડળમાં નવા ભાઈ-બહેનોનાં નામ તેમને યાદ.’ બધાને ખબર કે એલીન પાસેથી કોઈ ખાલી હાથે પાછું ન જાય, પોતે હસે ને બધાને હસાવે. જીવનમાં કદી હારે નહિ.

આ રીતે જીવનની મજા લેવા એ દાદીમાને શામાંથી મદદ મળે છે? તે યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલી પુસ્તિકા દરરોજ શાસ્ત્રવચનો તપાસવાંમાંથી રોજની કલમ અને કોમેન્ટ વાંચે છે. દરરોજ તે બિલોરી કાચની મદદથી બાઇબલની અમુક કલમો પણ વાંચે છે. તે યહોવાહના સાક્ષીઓની દરેક મિટિંગની તૈયારી કરે છે. જોકે તે મિટિંગમાં જઈ શકતા નથી, પણ એનું રેકોર્ડિંગ સાંભળે છે. આપણે આ પ્યારા દાદી પાસેથી શું શીખી શકીએ? એ જ કે આપણી ઉંમર ગમે તેટલી હોય, છતાં બાઇબલ અને એનું સાહિત્ય વાંચીએ. કોઈ મિટિંગ ચૂકી ન જઈએ. પછી, આપણું જીવન પણ સુખી બનશે.—ગીતશાસ્ત્ર ૧:૨; હેબ્રી ૧૦:૨૪, ૨૫. (w 07 1/15)