બાઇબલ શીખવે છે એ પાળવા બીજાઓને મદદ કરો
બાઇબલ શીખવે છે એ પાળવા બીજાઓને મદદ કરો
‘સારી ભોંયમાં પડેલાં બી એ છે, કે જેઓ સાંભળીને ચોખ્ખા તથા સારાં દિલથી વચન પાળે છે, ને ધીરજથી ફળ આપે છે.’—લુક ૮:૧૫.
૧, ૨. (ક) પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક શા માટે તૈયાર કરવામાં આવ્યું છે? (ખ) છેલ્લાં બે વર્ષોમાં યહોવાહે આપણી મહેનતનાં કેવાં ફળ આપ્યાં છે?
એક રેગ્યુલર પાયોનિયર બહેને પવિત્ર બાઇબલ શું શીખવે છે? * પુસ્તક વિષે કહ્યું: “આ પુસ્તક બહુ જ સરસ છે. હું સ્ટડી કરાવું છું તેઓને પણ એમાંથી શીખવાનું બહુ ગમે છે. બારણે ઊભા રહીને પણ એમાંથી સહેલાઈથી બાઇબલ સ્ટડી શરૂ કરી શકાય છે.” આ જ પુસ્તક વિષે મોટી ઉંમરના એક ભાઈએ કહ્યું: ‘હું ૫૦ વર્ષથી પ્રચાર કરું છું. એ વર્ષોમાં ઘણા લોકોને યહોવાહ વિષે શીખવવાનો મને લહાવો મળ્યો છે. પણ બાઇબલ સ્ટડી કરાવવા માટે આ પુસ્તક બહુ જ સરસ છે. એમાં સુંદર શબ્દચિત્ર અને ઉદાહરણોની સાથે ચિત્રો પણ આપ્યાં છે.’ શું તમને પણ બાઇબલ શીખવે છે પુસ્તક માટે આવું જ લાગે છે? બાઇબલ સ્ટડી માટેના આ પુસ્તકનો હેતુ આપણને ઈસુની આ આજ્ઞા પૂરી કરવા મદદ કરે છે: ‘એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.’—માત્થી ૨૮:૧૯, ૨૦.
૨ ઈસુની આ આજ્ઞાને કંઈક ૬૬ લાખ યહોવાહના સાક્ષીઓ પાળે છે. એ જોઈને યહોવાહ પરમેશ્વરનું દિલ ખુશ થાય છે. (નીતિવચનો ૨૭:૧૧) યહોવાહ ચોક્કસ આપણી મહેનતનાં ફળ આપે છે. દાખલા તરીકે, ૨૦૦૫માં ૨૩૫ દેશોમાં પ્રચાર કરવામાં આવ્યો. લગભગ ૬૦,૬૧,૫૦૦ બાઇબલ સ્ટડી ચલાવવામાં આવી. ઘણા લોકોએ ‘ઈશ્વરનું વચન સાંભળીને સ્વીકાર્યું ત્યારે એને માણસોના વચન જેવું નહિ, પણ જેમ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ માનીને સ્વીકાર્યું.’ (૧ થેસ્સાલોનીકી ૨:૧૩) છેલ્લાં બે વર્ષોમાં પાંચ લાખથી વધારે નવા લોકોએ યહોવાહનાં ધોરણો પ્રમાણે જીવવા જીવનમાં ફેરફાર કર્યા છે. પોતાનું જીવન યહોવાહને સમર્પણ કર્યું છે.
૩. આપણે આ લેખમાં કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ શું તમે કોઈને બાઇબલમાંથી શીખવવાનો આનંદ માણ્યો છે? દુનિયામાં આજે પણ ઘણા લોકો ‘ચોખ્ખાં તથા સારાં દિલનાં’ છે. તેઓ ઈશ્વરનાં વચનો સાંભળીને “ધીરજથી ફળ આપે છે.” (લુક ૮:૧૧-૧૫) ચાલો આપણે જોઈએ કે શિષ્યો બનાવવા માટે બાઇબલ શીખવે છે પુસ્તક કઈ રીતે વાપરી શકાય. આ લેખમાં આપણે ત્રણ સવાલોની ચર્ચા કરીશું: (૧) કઈ રીતે બાઇબલ સ્ટડી શરૂ કરી શકાય? (૨) શીખવવાની સૌથી સારી રીતો કઈ છે? (૩) કઈ રીતે વ્યક્તિને બાઇબલમાંથી ફક્ત શીખનાર નહિ પણ શીખવનાર બનવા મદદ કરી શકાય?
કઈ રીતે બાઇબલ સ્ટડી શરૂ કરી શકાય?
૪. શા માટે અમુક લોકો બાઇબલ સ્ટડી કરતા અચકાય છે? આપણે કઈ રીતે તેઓને મદદ કરી શકીએ?
૪ માની લો કે કોઈ જગ્યાએ પાણી ભરાયું છે. કોઈ તમને એક જ કૂદકામાં સામે જવાનું કહે તો તમે શું કરશો? તમે થોડા અચકાશો અને કદાચ ના પાડશો. પણ જો વચ્ચે બે-ત્રણ મોટા પથ્થર મૂક્યા હોય અને પછી તમને સામેની બાજુ જવાનું કહે તો? કદાચ તમે એમ કરવા તૈયાર થશો. એવી જ રીતે, બીઝી વ્યક્તિ એકદમ બાઇબલ સ્ટડી શરૂ કરવા અચકાશે. તેને લાગશે કે સ્ટડી કરવા કોની પાસે સમય ને શક્તિ છે? આવી વ્યક્તિને આપણે કઈ રીતે મદદ કરી શકીએ? બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી તેની સાથે એવી ટૂંકી ચર્ચા કરી શકીએ જેનાથી તે કંઈક શીખી શકે. આમ કરવાથી તે નિયમિત સ્ટડી કરવા તૈયાર થઈ શકે. તેમને ફરી મળવા જઈએ ત્યારે, આપણે સારી તૈયારી કરીશું તો તે યહોવાહને વધારે સારી રીતે ઓળખવા કંઈક કરશે.
૫. આપણે બાઇબલ શીખવે છે પુસ્તક શા માટે વાંચવું જોઈએ?
૫ બીજાઓને બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી શીખવીએ એ પહેલાં, આપણે પોતે એનાથી સારી રીતે જાણકાર થવું જોઈએ. શું તમે આખું પુસ્તક વાંચ્યું છે? એક પતિ-પત્ની ફરવા ગયા ત્યારે, આ પુસ્તક સાથે લઈ ગયા. દરિયા કિનારે આરામ કરતા પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. એટલામાં એક સ્ત્રી વસ્તુઓ વેચતી વેચતી તેઓ પાસે આવી. તેણે પવિત્ર બાઇબલ શું શીખવે છે પુસ્તક જોયું. તેણે તેઓને કહ્યું કે ‘થોડી વાર પહેલાં જ હું પરમેશ્વરને પ્રાર્થના કરતી હતી કે બાઇબલ શું શીખવે છે એ જાણવા મને મદદ કરો.’ પેલા પતિ-પત્નીએ ખુશીથી એ પુસ્તક તેને આપ્યું. જો તમે આ પુસ્તક એક વાર વાંચી લીધું હોય, તો શું ફરી વાર વાંચવા સમય કાઢ્યો છે? અપૉઇન્ટમેન્ટની રાહ જોતા, સ્કૂલ કે કામ પરની રિસેસમાં તમે ફરી વાર એ વાંચી શકો. (એફેસી ૫:૧૫, ૧૬) આમ કરીને આ પુસ્તકથી સારી રીતે જાણકાર થઈશું અને બીજાઓને એમાંથી શીખવવાની તક શોધીશું.
૬, ૭. બાઇબલ સ્ટડી શરૂ કરવા આપણે બાઇબલ શીખવે છે પુસ્તક કઈ રીતે વાપરી શકીએ?
૬ આપણે પ્રચારમાં આ પુસ્તક આપીએ ત્યારે પાન ૪, ૫, અને ૬નાં ચિત્રો, કલમો અને સવાલોનો સારો ઉપયોગ કરીએ. આપણે આમ વાત શરૂ કરી શકીએ: “આજે લોકો ઘણી મુશ્કેલીઓ સહી રહ્યા છે. એ સહેવા તેઓ સારું માર્ગદર્શન ક્યાંથી મેળવી શકે?” વ્યક્તિનું ધ્યાનથી સાંભળો. પછી ૨ તીમોથી ૩:૧૬, ૧૭ વાંચો. સમજાવો કે બધી મુશ્કેલીઓમાં બાઇબલ માર્ગદર્શન આપે છે. પછી વ્યક્તિને પાન ૪ અને ૫ બતાવીને પૂછો: “અહીં અનેક દુઃખો વિષે જણાવ્યું છે. આમાંથી કઈ બાબત જોઈને તમને બહુ દુઃખ થાય છે?” વ્યક્તિને પુસ્તક આપો. તે જે બતાવે, એને લગતી કલમ બાઇબલમાંથી વાંચો. પછી, પાન ૬ બતાવીને પૂછો: “નીચે આપેલા છ સવાલમાંથી તમને કયા સવાલ વિષે વધારે જાણવું ગમશે?” વ્યક્તિ કોઈ સવાલ બતાવે તો, એનો જવાબ મળે એ પ્રકરણ બતાવો. પુસ્તક તેની સાથે રહેવા દો. એ સવાલની ચર્ચા કરવા ફરી મળવાની ગોઠવણ કરો.
૭ ઉપરની રજૂઆત કરતા માંડ પાંચેક મિનિટ લાગશે. એમાં આપણને જાણવા મળશે કે વ્યક્તિને શામાં રસ છે. આપણે બે કલમો વાંચીને સમજાવી હશે. ફરી મળવા માટેની ગોઠવણ પણ કરી હશે. આપણે જે થોડી વાત કરી એનાથી વ્યક્તિને ઉત્તેજન અને દિલાસો મળશે. કદાચ આવું તેમને પહેલી વાર સાંભળવા મળ્યું હશે. પછી ભલે કોઈ બીઝી હોય, તોપણ ચર્ચા કરવા તૈયાર થશે. આપણે તેમને ‘જીવનના માર્ગે ચાલવા’ મદદ કરી શકીશું. (માત્થી ૭:૧૪) વ્યક્તિ વધારે જાણવા માગે તેમ, સ્ટડીનો સમય વધારી શકાય. કોઈ ચોક્કસ સમયે શાંતિથી બેસીને સ્ટડી કરવાની ઑફર પણ કરી શકીએ.
શીખવવાની સૌથી સારી રીતો કઈ છે?
૮, ૯. (ક) બાઇબલ સ્ટડીને કેવી મદદ આપવાથી કસોટીઓ સારી રીતે સહન કરી શકશે? (ખ) અતૂટ શ્રદ્ધા કેળવવા અનમોલ જ્ઞાન ક્યાંથી મળી શકે?
૮ વ્યક્તિ બાઇબલમાંથી જે શીખે છે એ પાળે ત્યારે, મુશ્કેલી આવી શકે. જેમ કે વિરોધ કે સતાવણી. એનાથી તેની પ્રગતિ અટકી જઈ શકે. પ્રેરિત પાઊલે કહ્યું: “ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સઘળા પર સતાવણી થશે જ.” (૨ તીમોથી ૩:૧૨) પાઊલે આવી કસોટીની સરખામણી આગ સાથે કરી. જેમ કોઈ ઘરમાં આગ લાગે ત્યારે ઘરની ચીજ-વસ્તુઓ બળીને ખાખ થઈ જાય છે. પણ હીરા-મોતી કે સોના-ચાંદી જેવી કીમતી વસ્તુઓને કંઈ નુકસાન થતું નથી. (૧ કોરીંથી ૩:૧૦-૧૩; ૧ પીતર ૧:૬, ૭) એ જ રીતે બાઇબલમાંથી શીખી રહ્યા છે, તેઓને પણ આપણે હીરા-મોતી જેવા ગુણો કેળવવા મદદ કરવી જોઈએ. પછી તેઓ આગ જેવી કોઈ પણ મુશ્કેલીને હિંમતથી સહી શકશે.
૯ દાઊદ રાજા યહોવાહનાં વચનોની સરખામણી “માટીની ભઠ્ઠીમાં સાતવાર પરખાવેલી ચાંદી” સાથે કરે છે. (ગીતશાસ્ત્ર ૧૨:૬, કોમન લેંગ્વેજ) બાઇબલ બહુ જ કીમતી છે, એનું જ્ઞાન અનમોલ છે. એનાથી વ્યક્તિની શ્રદ્ધા પર્વત જેવી અડગ બની શકે. (ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧; નીતિવચનો ૨:૧-૬) બાઇબલ શીખવે છે પુસ્તક આપણને સારી રીતે બાઇબલ વાપરતા પણ શીખવે છે.
૧૦. આપણે વ્યક્તિનું ધ્યાન બાઇબલ તરફ કઈ રીતે દોરી શકીએ?
૧૦ સ્ટડી દરમિયાન વ્યક્તિનું ધ્યાન પ્રકરણમાં આપેલી કલમો પર દોરો. પછી એવા સવાલ પૂછો, જેથી તે મુખ્ય કલમો સારી રીતે સમજી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે. શું કરવું અને શું ન કરવું એ કહેવાને બદલે, તેમને જાતે નિર્ણય લેવા દો. એ માટે આપણે ઈસુને પગલે ચાલીએ. દાખલા તરીકે, નિયમશાસ્ત્રના એક પંડિતે સવાલ પૂછ્યો ત્યારે ઈસુએ કહ્યું: “નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું શું વાંચે છે?” એ પંડિતે શાસ્ત્રને આધારે જવાબ આપ્યો. ઈસુએ એ જ સિદ્ધાંતથી તે પંડિતને મદદ કરી. ઉદાહરણથી પંડિતને એ પણ સમજવા મદદ કરી કે શિક્ષણની તેના જીવનમાં કેવી અસર થવી જોઈએ. (લુક ૧૦:૨૫-૩૭) બાઇબલ શીખવે છે પુસ્તકમાં ઘણાં ઉદાહરણો સાદી રીતે સમજાવ્યાં છે. એનાથી આપણે વ્યક્તિને એ સમજવા મદદ કરી શકીએ કે બાઇબલના સિદ્ધાંતોને તેમના જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકે.
૧૧. દરેક સ્ટડી વખતે આપણે કેટલા ફકરાની ચર્ચા કરવી જોઈએ?
૧૧ ઈસુએ અઘરા વિચારોને સાદી ભાષામાં સમજાવ્યા. એવી જ રીતે બાઇબલ શીખવે છે પુસ્તક સાદી અને સરળ ભાષામાં ઈશ્વરનાં વચનો સમજાવે છે. (માત્થી ૭:૨૮, ૨૯) આપણે બીજાઓને શીખવીએ ત્યારે ઈસુની જેમ સાદી ને સરળ ભાષામાં શીખવીએ. ઈસુ જાણતા હતા કે શિષ્યો કેટલું સમજી શકશે. તેથી બધી જ માહિતી એક સાથે આપી નહિ. પણ તેઓ સમજી શકે, એટલી જ માહિતી આપી. (યોહાન ૧૬:૧૨) આપણે જે કંઈ શીખવીએ એ સાદું, અને સમજી શકાય એવું હોવું જોઈએ. પ્રકરણ પતાવવા ઉતાવળ ન કરીએ. એને બદલે, દરેક વ્યક્તિના સંજોગોને ધ્યાનમાં રાખીએ. પછી નક્કી કરીએ કે દર વખતે કેટલા ફકરાની ચર્ચા કરીશું.
૧૨. વધારે માહિતી કેવી રીતે વાપરવી જોઈએ?
૧૨ બાઇબલ શીખવે છે પુસ્તકમાં ૧૪ વિષય પર વધારે માહિતી છે. પણ બાઇબલ શીખનાર વ્યક્તિ પર આધાર છે કે વધારે માહિતી જોવી કે નહિ. દાખલા તરીકે, તેને કોઈ વિષય સમજવો અઘરો લાગે અથવા પહેલાની માન્યતાને લીધે તેને અમુક પ્રશ્નો હોય. એ કિસ્સામાં વધારે માહિતી જોઈએ અને એમાં આપેલા એ વિષય પર તેમનું ધ્યાન દોરી શકીએ. એનાથી વ્યક્તિ પોતે વાંચીને એ વિષે વધારે સમજણ મેળવશે. જરૂર લાગે તો આપણે એ માહિતીની તેની સાથે ચર્ચા કરવી પડે. વધારે માહિતી ભાગમાં બાઇબલના મહત્ત્વના વિષયો આપ્યા છે. જેમ કે, “શું આપણામાં આત્મા જેવું કંઈ છે?” “‘મહાન બાબેલોન’ શું છે?” શીખનાર વ્યક્તિ સાથે આવા વિષયોની ચર્ચા કરવાની જરૂર પડી શકે. જો કે એમાં કોઈ સવાલો આપ્યા નથી. તેથી આપણે માહિતીથી સારી રીતે જાણકાર થવું જોઈએ. વ્યક્તિ સમજી શકે એવા યોગ્ય સવાલ પૂછવા જોઈએ.
૧૩. પ્રાર્થનાથી કેવી રીતે વિશ્વાસ વધી શકે છે?
૧૩ ગીતશાસ્ત્ર ૧૨૭:૧ જણાવે છે: “જો યહોવાહ ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા [નકામો] છે.” તેથી આપણે બાઇબલ સ્ટડીની તૈયારી કરીએ ત્યારે મદદ માટે યહોવાહને પ્રાર્થના કરવી જોઈએ. દરેક સ્ટડીની શરૂઆત અને અંત પ્રાર્થનાથી કરીએ. એનાથી તે જોઈ શકશે કે યહોવાહ સાથે આપણો કેટલો સારો સંબંધ છે! શીખનાર વ્યક્તિને યહોવાહને પ્રાર્થના કરવા ઉત્તેજન આપો. જણાવો કે તે ઈશ્વરનાં વચનોને સમજવા ડહાપણ માંગે. બાઇબલમાંથી જે કંઈ શીખે છે એ જીવનમાં લાગુ પાડવા હિંમત માંગે. (યાકૂબ ૧:૫) આમ કરવાથી શીખનાર વ્યક્તિને કસોટીઓનો સામનો કરવા શક્તિ મળશે. તેનો વિશ્વાસ વધતો જશે.
બીજાને શીખવનાર બનવા મદદ કરો
૧૪. બાઇબલ સ્ટડીએ કેવી પ્રગતિ કરવાની જરૂર છે?
૧૪ શું બાઇબલ સ્ટડી કરનાર બધી જ બાબતો પાળે છે, જેમ ઈસુએ શિષ્યોને કહ્યું હતું? જો એમ હોય તો તેમણે હવે ઈશ્વરનાં વચનો શીખવનાર બનવાની જરૂર છે. (માત્થી ૨૮:૧૯, ૨૦; પ્રેરિતોનાં કૃત્યો ૧:૬-૮) આપણે કેવી રીતે તેમને મદદ કરી શકીએ?
૧૫. આપણે બાઇબલ સ્ટડીને મિટિંગમાં આવવા શા માટે ઉત્તેજન આપવું જોઈએ?
૧૫ આપણે સ્ટડી શરૂ કરીએ ત્યારથી વ્યક્તિને મિટિંગોમાં આવવા કહેવું જોઈએ. તેમને જણાવો કે મિટિંગો બાઇબલ વિષે બીજાને શીખવવા આપણને તૈયાર કરે છે. અમુક સમય સુધી દરેક સ્ટડીને અંતે વ્યક્તિને સમજાવો કે મિટિંગો અને સંમેલનોમાંથી કેવી માહિતી અને સૂચનો મળે છે. એમાંથી તમને જે લાભ થયા હોય એના વિષે દિલથી વાત કરો. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) બાઇબલ સ્ટડી નિયમિત મિટિંગમાં આવવાનું શરૂ કરશે તેમ તે પણ ઈશ્વરનાં વચનો બીજાઓને શીખવનાર બની શકશે.
૧૬, ૧૭. શીખનાર વ્યક્તિને કેવા ધ્યેયો રાખવા ઉત્તેજન આપી શકાય?
૧૬ બાઇબલ શીખનારને એવા ધ્યેય રાખવા મદદ કરો જેને તે પૂરા કરી શકે. દાખલા તરીકે, તે શીખ્યા છે એ પોતાના મિત્રો કે સગાંને જણાવે. આખું બાઇબલ વાંચવાનો ધ્યેય રાખે. એનું શેડ્યુલ બનાવીને નિયમિત બાઇબલ વાંચવા વ્યક્તિને મદદ કરવી જોઈએ. આવી સારી આદતથી વ્યક્તિને બાપ્તિસ્મા પછી પણ ફાયદો થશે. બાઇબલ શીખવે છે પુસ્તકમાં પ્રકરણની શરૂઆતમાં સવાલો આપ્યા છે. અંતમાં એના જવાબો સાથે કલમો આપી છે. એમાંથી એકાદ કલમ પણ યાદ રાખવાનો ધ્યેય બાંધવાનું ઉત્તેજન આપવું જોઈએ. આમ કરવાથી, વ્યક્તિ ‘સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવા પ્રયત્ન કરશે.’—૨ તીમોથી ૨:૧૫.
૧૭ બાઇબલ સ્ટડીને તેમનાં સગાં કે સાથે કામ કરનાર કોઈ માન્યતા વિષે પૂછે તો, તે કેવી રીતે સમજાવશે? તેમને ઉત્તેજન આપો કે ફક્ત બાઇબલની ગોખેલી કલમો કે એનો સાર ન કહે, પણ કલમો કેવી રીતે લાગુ પડે છે એ સમજાવે. એ માટે આપણે તેમની સાથે પ્રૅક્ટિસ કરી શકીએ. આપણે તેમના સગા કે મિત્ર બનીને પૂછીએ કે તે કેમ આમ માને છે. પછી તે આપણને “નમ્રતા અને આદરભાવથી” સમજાવે.—૧ પીતર ૩:૧૫, પ્રેમસંદેશ.
૧૮. બાઇબલ સ્ટડી પ્રકાશક બનવા તૈયાર હોય ત્યારે આપણે બીજી કઈ રીતે મદદ કરી શકીએ?
૧૮ સમય જતાં બાઇબલ શીખતી વ્યક્તિ પ્રચારમાં જવા તૈયાર હોઈ શકે. તેમને એ જોવા મદદ કરો કે પ્રચાર કરવો એ એક મોટો આશીર્વાદ છે. (૨ કોરીંથી ૪:૧, ૭) વડીલો નક્કી કરશે કે તે પ્રકાશક [અનબેપ્ટાઈઝ પબ્લિશર] બનવા તૈયાર છે કે કેમ. જો હોય તો તેમને સાદી રજૂઆત તૈયાર કરવા મદદ કરો. તેમની સાથે પ્રચારમાં જાઓ. જુદી જુદી રીતે પ્રચાર કરવા નિયમિત તેમની સાથે જાવ. એ પણ શીખવો કે ફરી મુલાકાત કરવા કેવી તૈયારી કરવી. તેમની સાથે ફરી મુલાકાતમાં પણ જાવ. તમે પોતે સારો દાખલો બેસાડો.—લુક ૬:૪૦.
‘પોતાને અને આપણું સાંભળનારને બચાવીએ’
૧૯, ૨૦. આપણો ધ્યેય શું હોવો જોઈએ અને શા માટે?
૧૯ વ્યક્તિને “સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય” એ માટે આપણે ઘણી મહેનત કરવી પડે છે. (૧ તીમોથી ૨:૪) જોકે કોઈને બાઇબલની આજ્ઞા પાળવાનું શીખવવામાં જે આનંદ મળે છે, એવો બીજા કશાથી મળતો નથી. (૧ થેસ્સાલોનીકી ૨:૧૯, ૨૦) દુનિયાભરમાં ચાલી રહેલા આ કાર્યમાં આપણને ‘ઈશ્વર સાથે કામ કરનારા’ હોવાનો કેવો મોટો લહાવો છે!—૧ કોરીંથી ૩:૯.
૨૦ ઈસુ ખ્રિસ્ત અને દૂતો દ્વારા યહોવાહ જલદી જ એવા લોકોનો નાશ કરશે, ‘જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી.’ (૨ થેસ્સાલોનીકી ૧:૬-૮) લોકોનાં જીવન જોખમમાં છે. તેથી પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાંથી આપણે ઓછામાં ઓછી એક વ્યક્તિ સાથે સ્ટડી કરવાનો ધ્યેય રાખીએ. આમ કરીને, આપણે ‘પોતાને અને આપણું સાંભળે છે તેઓને બચાવી શકીશું.’ (૧ તીમોથી ૪:૧૬, પ્રેમસંદેશ) આજે એ બહુ જ જરૂરી છે કે બાઇબલ જે શીખવે છે એ પાળવા, આપણે બીજાઓને મદદ કરીએ. (w 07 1/15)
[Footnote]
^ આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
આપણે શું શીખ્યા?
• બાઇબલ શીખવે છે પુસ્તક શા માટે તૈયાર કરવામાં આવ્યું છે?
• બાઇબલ શીખવે છે પુસ્તકથી કઈ રીતે બાઇબલ સ્ટડી શરૂ કરી શકીએ?
• શીખવવાની સૌથી સારી રીતો કઈ છે?
• કઈ રીતે વ્યક્તિને ફક્ત શીખનાર નહિ, પણ શીખવનાર બનવા મદદ કરી શકીએ?
[Study Questions]
[Picture on page 17]
શું તમે આ પુસ્તક વધારે ને વધારે વાપરો છો?
[Picture on page 18]
ટૂંકી ચર્ચાથી બાઇબલ વિષે જાણવાની વ્યક્તિની ઇંતેજારી વધશે
[Picture on page 20]
વ્યક્તિનું ધ્યાન બાઇબલ તરફ દોરવા આપણે શું કરી શકીએ?
[Picture on page 21]
વ્યક્તિને પ્રગતિ કરવા મદદ કરો