સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરને ઓળખવાની તરસ

ઈશ્વરને ઓળખવાની તરસ

ઈશ્વરને ઓળખવાની તરસ

ઈસુએ એક પ્રવચનમાં કહ્યું: “જેઓ ઈશ્વર સાથે નાતો બાંધવા તરસે છે, તેઓને ધન્ય છે.” (માત્થી ૫:૩, NW) કદાચ તમે પણ એવું માનતા હશો. આજે બધા જ માને છે કે ઈશ્વરને ઓળખવાથી આપણે ધાર્મિક બનીએ છીએ. મનની શાંતિ મળે છે. તો સવાલ થાય કે ધાર્મિક હોવાનો શું અર્થ થાય છે?

એક શબ્દકોશ પ્રમાણે ધાર્મિક હોવાનો અર્થ આમ છે: ‘ઈશ્વરને ઓળખવાની ભૂખ કે તેની આજ્ઞા પ્રમાણે જીવવાની ઇચ્છા.’ એવી વ્યક્તિને લોકો ધાર્મિક કહેશે. એક દાખલો લઈએ: જો કોઈક સારી રીતે પૈસાની લેવડ-દેવડ કરતું હોય તો, લોકો તેને વેપારી કહેશે. એ જ રીતે જો કોઈના વિચારો ધાર્મિક હોય તો લોકો તેને ભગત, ભગવાનનો માણસ કે ધાર્મિક કહેશે.

વ્યક્તિ કઈ રીતે સાચા ઈશ્વરને ઓળખી શકે? આજે બધા ધર્મોનું માનવું છે કે તેઓ પાસે એનો જવાબ છે. આજે જેટલા ધર્મો એટલા માર્ગો. જેમ કે પ્રોટેસ્ટન્ટનું કહેવું છે કે અમારા સત્સંગમાં આવશો તો તમારી આંખો ખુલશે. કૅથલિકો માસ કે પ્રભુ ભોજન દ્વારા ઈશ્વર સાથે નાતો બાંધવાનો પ્રયત્ન કરે છે. બુદ્ધો ધ્યાન ધરીને ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. હિંદુઓ પુનર્જન્મના ચક્રમાંથી મોક્ષ પામવા આકરા તપ કરે છે. શું આ બધા માર્ગો સાચા ઈશ્વરની ઓળખ આપે છે? જો ન આપતા હોય, તો કોણ આપે છે?

ઘણા માને છે કે તમે કોઈ પણ દેવ-દેવી કે વસ્તુમાં ‘શ્રદ્ધા મૂકી શકો.’ તમારે કોઈ ધર્મમાં જોડાવાની જરૂર નથી. બીજાઓનું માનવું છે કે ધર્મને નામે તમને કોઈ પરચો થયો હોય તો, તમે બહુ ધાર્મિક છો એવું નથી. પણ તમારી પાસે મનની શાંતિ હોય તો જ તમે ધાર્મિક કહેવાઓ. તેઓ કહે છે કે કોઈ ધર્મમાં માનવાથી ધાર્મિક ન બનાય. પણ પોતાના અંતરને ઓળખવાથી ધાર્મિક બનાય. એક લેખકે કહ્યું: ‘પોતાના અંતરને ઓળખો. પોતાની રીતે જગતને પ્રેમ બતાવો. તેઓ સાથે લેવડદેવડ કરો. એ જ સાચો ધર્મ છે. કોઈ ચર્ચમાં જોડાવાથી કે કોઈ ધર્મની માન્યતા સ્વીકારવાથી વ્યક્તિ ધાર્મિક બનતી નથી.’

આનાથી જોવા મળે છે કે ધાર્મિક બનવા વિષે બધા અલગ અલગ માને છે. હજારો પુસ્તકો દાવો કરે છે કે એને વાંચવાથી તમે ઈશ્વરને ઓળખશો. પણ વાંચ્યા પછી લોકો મૂંઝાઈ જાય છે. તેઓને જીવન ખાલી ખાલી લાગે છે. તેમ છતાં એવું એક પુસ્તક છે જે ઈશ્વર વિષે સત્ય શીખવે છે. ખુદ ઈશ્વરે એ પુસ્તક આપણને આપ્યું છે. એ બાઇબલ છે. (૨ તીમોથી ૩:૧૬) ચાલો હવે આપણે જોઈએ કે ઈશ્વરની નજરે ધાર્મિક બનવા વિષે બાઇબલ શું શીખવે છે. (w 07 8/1)

[Picture Credit Line on page 2]

COVER: Background: © Mark Hamblin/age fotostock