સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ફૂલ નહિ તો ફૂલની પાંખડી’

‘ફૂલ નહિ તો ફૂલની પાંખડી’

‘ફૂલ નહિ તો ફૂલની પાંખડી’

યહોવાહના સાક્ષીઓની રશિયાની બ્રાંચ ઑફિસને એક પત્ર મળ્યો. એમાં ઉપર જણાવેલો સંદેશો હતો. પત્રની સાથે ગરમ પગમોજાંથી ભરેલું એક મોટું બૉક્સ પણ હતું.

એ ભેટ ૬૭ વર્ષના આલ્લામાસીએ મોકલી હતી. તે રશિયામાં રહે છે. દસ વર્ષથી તે યહોવાહના સાક્ષી તરીકે લોકોને ઉત્સાહથી બાઇબલનો સંદેશો જણાવે છે. અચાનક સ્ટ્રોક આવવાને લીધે તેમને લકવો થઈ ગયો. હવે તે પહેલાંની જેમ બહુ કરી શકતા નથી. પણ હિંમત હારે એ બીજા! આલ્લામાસી પહેલી સદીની ઈશ્વરભક્ત દરકાસ જેવા છે. દરકાસ ભાઈ-બહેનો માટે કપડાં સીવતી હતી. આલ્લાએ પણ ભાઈ-બહેનો માટે ગરમ મોજાં ગૂંથ્યાં. ખરેખર તેમને ભાઈ-બહેનો માટે કેટલો બધો પ્રેમ છે!—પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૬, ૩૯.

તેમણે પત્રમાં લખ્યું, “લકવાને લીધે મારા પગ કામ નથી કરતા. પણ મારા હાથ હજુ કામ કરી શકે છે. હું લેટર લખીને લોકોને બાઇબલનો સંદેશો આપું છું. મને થયું કે મારા હાથ તો હજુ ચાલે છે. લાવ, ભાઈ-બહેનો માટે ગરમ મોજાં ગૂંથું. આ મોજાં રશિયાની સાઇબીરિયા જેવી ઠંડી જગ્યાએ કિંગ્ડમ હૉલ બાંધતા ભાઈ-બહેનોને આપજો.”

ઈસુએ કહ્યું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) આલ્લામાસીએ આ શબ્દોને જીવનમાં ઉતાર્યા. તેમણે ભાઈ-બહેનો માટે કેટલો બધો પ્રેમ બતાવ્યો! એનાથી લોકો જાણી શકે કે આવો પ્રેમ ઈશ્વરભક્તોમાં હોવો જોઈએ. (w07 11/15)