સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે આપેલી “બહુ કીમતી ભેટ”

તમે આપેલી “બહુ કીમતી ભેટ”

તમે આપેલી “બહુ કીમતી ભેટ”

બેલ્જિયમના અગાઉના વડાપ્રધાનને તેમના એક પડોશીએ કદી પણ થયા હોય એવા સૌથી મહાન માણસ પુસ્તક આપ્યું. * તેમણે એ રાજીખુશીથી લઈ લીધું. પછી તેમણે એનો આભાર વ્યક્ત કરતા પત્ર લખ્યો: “તમે મળવા આવ્યા એ મને બહુ જ ગમ્યું. ખાસ તો, તમે આપેલું પુસ્તક બહુ જ કીમતી ભેટ છે.”

એ વડાપ્રધાને આખું પુસ્તક વાંચી લીધા પછી કહ્યું: “બધાએ બાઇબલના માત્થી, માર્ક, લુક, યોહાનના પુસ્તકો વાંચવાં જોઈએ. એમાં ઈસુ ખ્રિસ્તે આપેલા સિદ્ધાંતો છે. જો લોકો એ સિદ્ધાંતો જીવનમાં લાગુ પાડે તો, આજે દુનિયાની હાલત એકદમ જુદી જ હોત. અરે યુએનમાં સિક્યુરીટી કાઉન્સિલ જેવું કંઈ જ ન હોત. આતંકવાદ ન હોત. કોઈ પણ જાતની મારા-મારી ન હોત.” જોકે તે માનતા હતા કે આ દુનિયામાં એવી આશા રાખવી નકામી છે, એ તો સપનાની દુનિયા કહેવાય. તોપણ, તેમણે પોતાના પાડોશીની મુલાકાતની કદર કરી.

પત્રમાં આગળ લખ્યું: ‘તમે બહુ સારાં લોકો છો. તમે કોઈનું બૂરું નથી વિચારતા. બધાનું ભલું ચાહો છો.’

યહોવાહના સાક્ષીઓ માને છે કે ઇન્સાન નહિ પણ ઈશ્વર સુખચેન ભરી દુનિયા લાવશે. તેઓ ઈસુ ખ્રિસ્તને પગલે ચાલે છે. શું તમે કદી યહોવાહના સાક્ષીઓને મળ્યા છો? તમને કદાચ તેઓ સાથે ઈસુ વિષે વાત કરવાની મઝા આવશે. આ પુસ્તક તેઓ તમને પણ રાજીખુશીથી આપશે. (w07 12/15)

[Footnote]

^ યહોવાહના સાક્ષીઓએ આ પુસ્તક બહાર પાડ્યું છે.