સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વના માલિક યહોવાહનું રાજ્ય

વિશ્વના માલિક યહોવાહનું રાજ્ય

વિશ્વના માલિક યહોવાહનું રાજ્ય

“હે યહોવાહ, મોટાઈ, પરાક્રમ, ગૌરવ, જય તથા પ્રતાપ તારાં છે. હે યહોવાહ, રાજ્ય તારૂં છે.”—૧ કાળવૃત્તાંત ૨૯:૧૧.

૧. શા માટે યહોવાહ વિશ્વના માલિક છે?

 યહોવાહ વિશ્વના સરજનહાર છે. તેમણે જ બધું બનાવ્યું છે. તે એકલા જ વિશ્વના માલિક, સાચા ઈશ્વર છે. એ વિષે રાજા દાઊદે લખ્યું: “યહોવાહે પોતાની ગાદી આકાશમાં સ્થાપી છે; અને તેના રાજ્યની સત્તા સર્વ ઉપર છે.”—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૯.

૨. દાનીયેલે સ્વર્ગનું કેવું ચિત્ર જોયું?

યહોવાહે સૌથી પહેલા એક સ્વર્ગદૂતને ઉત્પન્‍ન કર્યો. એ સ્વર્ગદૂતના માલિક, યહોવાહ. પછી બીજા અનેક સ્વર્ગદૂતોને ઉત્પન્‍ન કર્યા, તેઓના પણ માલિક યહોવાહ. તેઓ બધા યહોવાહની ભક્તિ કરે. તેમના માર્ગદર્શન હેઠળ ચાલે. (કોલોસી ૧:૧૫-૧૭) ઈશ્વરભક્ત દાનીયેલ આપણને જણાવે છે કે, સ્વર્ગમાં “રાજ્યાસનો ગોઠવવામાં આવ્યાં, ને એક વયોવૃદ્ધ પુરુષ બિરાજમાન થયો. હજારોહજાર તેની સેવા કરતા હતા, અને લાખો ને લાખો તેની સંમુખ ઊભા રહેલા હતા.” (દાનીયેલ ૭:૯, ૧૦) યુગ-યુગથી યહોવાહ પોતાના હજારોહજાર સ્વર્ગદૂતોને માર્ગદર્શન આપે છે. યુગ-યુગથી લાખોલાખ સ્વર્ગદૂતો સંપીને યહોવાહની સેવા કરે છે, તેઓના માલિક યહોવાહની, હા, એ ‘વયોવૃદ્ધની’ ભક્તિ કરે છે.—ગીતશાસ્ત્ર ૧૦૩:૨૦, ૨૧.

૩. યહોવાહ બીજા શાનાં માલિક છે?

હજારોહજાર સ્વર્ગદૂતો બનાવ્યા પછી છેવટે યહોવાહે વિશ્વનું સર્જન કર્યું. આ સુંદર પૃથ્વી પણ રચી. (અયૂબ ૩૮:૪,) આમ જોતા તો એવું લાગે કે, જાણે સૂર્ય, ચંદ્ર અને તારાઓ આપોઆપ જ ચાલે છે. પણ દાઊદ જણાવે છે કે: “યહોવાહની આજ્ઞાથી તેઓ ઉત્પન્‍ન થયાં. વળી તેણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યાં છે; જેનું ઉલ્લંઘન તેઓ કરી શકે નહિ, એવો નિયમ તેણે કર્યો છે.” (ગીતશાસ્ત્ર ૧૪૮:૫, ૬) ખરેખર, યહોવાહ જ સૂર્ય, તારા, ચંદ્ર અને આ વિશ્વને ચાલુ રાખે છે. જીવતું રાખે છે. ધબકતું રાખે છે. એ જ સર્વના સાચા માલિક છે.—નહેમ્યાહ ૯:૬.

૪. યહોવાહે માણસને કેવી રીતે પ્રેમ બતાવ્યો? એ યહોવાહ વિષે શું બતાવે છે?

સ્વર્ગદૂતોને બનાવ્યા પછી, યહોવાહે વિશ્વ રચ્યું. આપણી પૃથ્વી ઘડી. છેવટે યહોવાહે આ ધરતી પર આદમ-હવાને બનાવ્યા. યહોવાહે તેઓને બધુંય આપ્યું. ધરતી પર યહોવાહે મનગમતા હજારોહજાર પશુ-પંખી બનાવ્યા. પ્રેમથી માણસને સોંપી દીધા. ઈશ્વરે માણસમાં ભરોસો મૂકીને તેને પશુ-પંખીનો માલિક બનાવ્યો. (ઉત્પત્તિ ૧:૨૬-૨૮; ૨:૮, ૯) આ સુંદર જવાબદારી સોંપીને યહોવાહે માણસને પ્રેમ બતાવ્યો. આવા પ્રેમાળ માલિક છે આપણા યહોવાહ! જો આદમ-હવાએ યહોવાહનું માન્યું હોત, તેમને માર્ગે ચાલ્યા હોત, તો તેઓ સુંદર દુનિયામાં, યહોવાહના પ્રેમની છાયામાં હંમેશ માટે જીવી શક્યા હોત.—ઉત્પત્તિ ૨:૧૫-૧૭.

૫. યહોવાહ કેવા માલિક છે?

આ ચારેય ફકરામાંથી આપણે શું શીખ્યા? સૌથી પહેલા તો આપણે શીખ્યા કે યહોવાહ જ સર્વના માલિક છે. તે જ આ વિશ્વના માલિક છે. માલિક હોવા છતાં તે પ્રેમથી માર્ગદર્શન આપે છે. આપણમાં ભરોસો મૂકે છે. આપણને જવાબદારી સોંપે છે. યહોવાહને માર્ગે ચાલવાથી, તેમની છાયામાં રહેવાથી આપણને આશીર્વાદ મળે છે. રાજા દાઊદે લખ્યું: “હે યહોવાહ, મોટાઈ, પરાક્રમ, ગૌરવ, જય તથા પ્રતાપ તારાં છે; કેમ કે આકાશમાં તથા પૃથ્વીમાં જે કંઈ છે તે સર્વ તારૂં છે; હે યહોવાહ, રાજ્ય તારૂં છે, ને સર્વોપરી અધિકાર પણ તારો છે.”—૧ કાળવૃત્તાંત ૨૯:૧૧.

યહોવાહના રાજની કેમ જરૂર પડી?

૬. શા માટે કહી શકીએ કે યહોવાહે જ રાજ્યની ગોઠવણ કરી છે?

યહોવાહ સર્વના માલિક છે. તેમણે જ એક રાજ્યની ગોઠવણ કરી છે. જેમ એક રાજા પોતાની પ્રજાને માર્ગદર્શન આપે, તેમ યહોવાહ એ રાજ્ય દ્વારા પોતાના લોકોને માર્ગદર્શન આપે છે.

૭. યહોવાહે શા માટે એક રાજ્યની ગોઠવણ કરી?

યહોવાહે શા માટે રાજ્યની ગોઠવણ કરી? કેમ કે આદમ અને હવાને શેતાન ખોટે માર્ગે દોરી ગયો હતો. આદમ અને હવાએ પાપ કર્યું, યહોવાહનો સાથ છોડ્યો. યહોવાહની છાયામાંથી બહાર નીકળી ગયા. શેતાન તો એવું કહેવા માંગતો હતો કે યહોવાહ, હા ખુદ યહોવાહ ખોટું બોલે છે. તે ખોટું માર્ગદર્શન આપે છે. તેમનું માનવાથી કંઈ ફાયદો નહિ થાય. એટલે શેતાને હવાને કહ્યું: ‘તું આ ફળ ખાઈશ તો, તું નહીં જ મરે.’ શેતાને એમ પણ કહ્યું કે, ‘યહોવાહ જાણે છે કે જે દિવસે તું આ ફળ ખાશે, તે દિવસે તારી આંખો ઉઘડશે, તું પોતે ઈશ્વર જેવી બની જઈશ. તને સાચું શું છે, ખોટું શું છે એ બધી ખબર પડી જશે.’ (ઉત્પત્તિ ૩:૧-૬) શેતાન એવું કહેવા માંગતો હતો કે જો તેઓ એક વખત આ ફળ ખાઈ લે તો પછી યહોવાહની જરૂર નહિ પડે. તેઓ ઈશ્વર જેવા બની જશે. તે એવું કહેવા માંગતો હતો કે યહોવાહ ખોટું માર્ગદર્શન આપે છે. તે આપણને સાચો પ્રેમ કરતા નથી. કેવું હડહડતું જૂઠ! યહોવાહ તો વિશ્વના માલિક છે. સાચા ઈશ્વર છે. તેમણે આ બધું જોઈને શું કર્યું?

૮, ૯. (ક) પ્રજામાંથી કોઈનો વાંક-ગુનો હોય તો રાજા શું કરશે? (ખ) આદમ, હવા અને શેતાને પાપ કર્યું ત્યારે યહોવાહે શું કર્યું?

પ્રજામાંથી કોઈનો વાંક-ગુનો હોય તો રાજા શું કરશે? બેસી રહેશે? ના, પણ જે કોઈનો વાંક હોય, જે કોઈએ ગુનો કર્યો હોય એને સજા કરશે. રાજા પોતાની પ્રજા માટે આવી બધી ગોઠવણો કરે છે, જેથી બધા સુખ-શાંતિથી રહી શકે. હવે ચાલો આપણે આદમ અને હવાનો વિચાર કરીએ. આદમ અને હવાનો વાંક હતો, તેઓ ગુનેગાર હતા. કેમ કે તેઓએ પાપ કર્યું હતું. એક રાજાની જેમ જ યહોવાહે તેઓને સજા કરી. મોતની સજા કરી.—ઉત્પત્તિ ૩:૧૬-૧૯, ૨૨-૨૪.

યહોવાહે શેતાનને પણ સજા ફટકારી. શેતાનનો કઈ રીતે નાશ થશે એ યહોવાહે જણાવ્યું. યહોવાહે એ પણ જણાવ્યું કે તે કઈ રીતે આ ધરતી પર સુખ-શાંતિ લાવશે. તેમણે શેતાનને કહ્યું: “તારી ને સ્ત્રીની વચ્ચે, તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ; તે તારૂં માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” (ઉત્પત્તિ ૩:૧૫) આ કલમમાં યહોવાહે એક “સંતાન”નું વચન આપ્યું જે છેવટે શેતાનનો નાશ કરશે. એ જ સંતાન સાબિત કરશે કે ફક્ત યહોવાહ જ સાચા છે, ફક્ત યહોવાહને માર્ગે ચાલવાથી જ આશીર્વાદ મળે છે.—ગીતશાસ્ત્ર ૨:૭-૯; ૧૧૦:૧, ૨.

૧૦. (ક) સમય જતા “સંતાન” કોણ બન્યું? (ખ) ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી પૂરી થવા વિષે પાઊલે શું કહ્યું?

૧૦ એ ‘સંતાન’ કોણ હતું? ઈસુ અને એમની સાથે સ્વર્ગમાં રાજ કરનારા. એ રાજ્યને ઈશ્વરનું રાજ્ય કહેવામાં આવે છે. એ જ ધરતી પર સુખ-શાંતિ લાવશે. છેવટે ઈસુ શેતાનનો નાશ કરશે. (દાનીયેલ ૭:૧૩, ૧૪, ૨૭; માત્થી ૧૯:૨૮; લુક ૧૨:૩૨; ૨૨:૨૮-૩૦) આ બધી વિગતો યહોવાહે તરત જણાવી નહીં. પણ બાઇબલની સૌથી પહેલી ભવિષ્યવાણી કેવી રીતે પૂરી થશે, એ વિગતો “સનાતન કાળથી ગુપ્ત રાખવામાં” આવી. (રૂમી ૧૬:૨૫) “ગુપ્ત” વચનો ક્યારે ખૂલશે અને ક્યારે પૂરાં થશે એની રાહ યહોવાહના ભક્તોએ જોઈ.—રૂમી ૮:૧૯-૨૧.

“મર્મ”નો ધીરે ધીરે ખુલાસો કરવામાં આવે છે

૧૧. યહોવાહે ઈબ્રાહીમને શું જણાવ્યું?

૧૧ ચાલો હવે આપણે જોઈએ કે યહોવાહે કઈ રીતે પોતાના ‘રાજ્યની’ ગોઠવણનો ખુલાસો કર્યો. (માર્ક ૪:૧૧) ઈબ્રાહીમ તો યહોવાહને ખૂબ જ ચાહતા હતા. યહોવાહે ઈબ્રાહીમને જરા ખુલાસો આપ્યો. (યાકૂબ ૨:૨૩) યહોવાહે ઈબ્રાહીમને વચન આપ્યું કે તેમના દ્વારા ‘મોટી દેશજાતિ’ પેદા થશે. ઈબ્રાહીમના વંશમાંથી “રાજાઓ ઉત્પન્‍ન થશે” અને “પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે.”—ઉત્પત્તિ ૧૨:૨, ૩; ૧૭:૬; ૨૨:૧૭, ૧૮.

૧૨. શેતાનનાં સંતાનો કોણ બન્યા?

૧૨ આદમ અને હવાએ ઈશ્વરનો સાથ છોડ્યો, પછી એવા ઘણા લોકો હતા જેઓ મન ફાવે એ રીતે રાજ કરતા હતા અને શેતાનને ટેકો આપતા હતા. એટલે તેઓ શેતાનનાં સંતાનો કહેવાયા. દાખલા તરીકે, નિમ્રોદ ‘બળવાન શિકારી થયો. એ માટે કહેવાય છે, કે યહોવાહની વિરુદ્ધ નિમ્રોદ બળવાન શિકારી’ બન્યો. (ઉત્પત્તિ ૧૦:૮, ૯) નિમ્રોદ જેવા બીજા રાજાઓ શેતાનને માનવા લાગ્યા. શેતાનને માર્ગે ચાલવા લાગ્યા. આમ તેઓ શેતાનના સંતાનો બન્યા.—૧ યોહાન ૫:૧૯.

૧૩. યાકૂબ દ્વારા યહોવાહ શું જણાવે છે?

૧૩ યહોવાહનાં વચનોને રોકવાની શેતાન પૂરેપૂરી કોશિશ કરે છે. એ પૂરા ન થાય એ માટે બનતું બધું જ કરે છે. પણ આ તો યહોવાહનાં વચનો છે. એને સાચા પડતા કોણ રોકી શકે! ચાલો જોઈએ કે કઈ રીતે યહોવાહનું વચન આગળ વધે છે. ઈબ્રાહીમના દીકરાના દીકરા, યાકૂબ દ્વારા યહોવાહ જણાવે છે: “શીલોહ નહિ આવે ત્યાં સુધી યહુદાહમાંથી રાજદંડ ખસશે નહિ, ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.” (ઉત્પત્તિ ૪૯:૧૦) અહીં “શીલોહ” શબ્દનો અર્થ “હક ધરાવનાર; માલિક” થાય છે. શીલોહને “રાજદંડ” મળવાનો છે. તેને ‘સર્વ માણસો’ પર રાજ કરવાની જવાબદારી આપવામાં આવશે. શીલોહ કોણ હોઈ શકે એ યહોવાહ જણાવે છે.

“શીલોહ નહિ આવે ત્યાં સુધી”

૧૪. યહોવાહે દાઊદને શું વચન આપ્યું?

૧૪ હવે યહોવાહ વધારે ખુલાસો આપે છે. યાકૂબનાં વંશમાંથી યહોવાહે દાઊદને રાજા બનાવ્યા. * (૧ શમૂએલ ૧૬:૧-૧૩) દાઊદે ભૂલો કરી, પાપમાં પડ્યા. તેમ છતાં તેમણે યહોવાહની નજરમાં કૃપા મેળવી. તે યહોવાહને વિશ્વાસુ રહ્યા. ઉત્પત્તિ ૩:૧૫ વિષે યહોવાહે વધારે માહિતી આપી. યહોવાહે દાઊદને વચન આપ્યું: ‘હું તારા પછી તારા સંતાનને ઊભો કરીશ, અને તેનું રાજ્ય હું સ્થાપીશ.’ આ સંતાન ફક્ત સુલેમાન ન હોઈ શકે કેમ કે યહોવાહે કહ્યું કે આ સંતાનનું “રાજ્યાસન હું સદાને માટે સ્થાપિત કરીશ.” આ કલમમાં યહોવાહે દાઊદને વચન આપ્યું કે ઉત્પતિ ૩:૧૫માં જે જણાવ્યું હતું એ “સંતાન” દાઊદના વંશમાંથી આવશે.—૨ શમૂએલ ૭:૧૨, ૧૩.

૧૫. શા માટે એમ કહી શકાય કે યહુદાહના રાજાઓ યહોવાહ માટે રાજ કરતા?

૧૫ દાઊદ રાજા તો બન્યા પણ તેમણે પોતાને માટે નહિ, યહોવાહને માટે રાજ કર્યું. યહોવાહનું માર્ગદર્શન તેમની પ્રજાને આપ્યું. દાઊદ પછી જે કોઈ રાજા યહુદાહમાં થઈ ગયા એ બધાને યહોવાહ પસંદ કરતા. તેઓને પવિત્ર તેલથી અભિષિક્ત કરવામાં આવ્યા હતા. (૧ શમૂએલ ૧૬:૧૩; ૨ શમૂએલ ૨:૪; ૫:૩; ૧ રાજાઓ ૧:૩૯) આમ, યહુદાહનાં દરેક રાજા, યહોવાહ માટે રાજ કરતા. (૨ કાળવૃત્તાંત ૯:૮) આ રાજાઓ દ્વારા યહોવાહે માર્ગદર્શન આપવાનું ચાલુ જ રાખ્યું. રાજાઓ ભલે રાજ કરતા, પણ તેઓના ખરા માલિક તો ખુદ યહોવાહ જ હતા.

૧૬. યહુદાહનાં રાજાઓ કેવા હતા અને આપણે શું શીખી શકીએ?

૧૬ યહોવાહે પોતે ઈસ્રાએલનાં રાજાઓને પસંદ કર્યા હતા. યહોવાહને માર્ગે ચાલનાર રાજાઓને આશીર્વાદો મળ્યા. દાખલા તરીકે, સુલેમાનનાં રાજમાં સુખ-શાંતિ હતી અને યહોવાહના આશીર્વાદ હતા. (૧ રાજાઓ ૪:૨૦, ૨૫) સુલેમાનના રાજથી એ ઝલક મળી કે યહોવાહનું રાજ્ય આ ધરતી પર કેવું સુખ અને કેવી શાંતિ લાવશે. અરે, એવો વખત આવશે કે શેતાનનું નામ-નિશાન પણ નહિ હોય. પરંતુ દુઃખની વાત છે કે દાઊદના વંશમાંથી આવેલા મોટા ભાગના રાજાઓ યહોવાહને માર્ગે ચાલ્યા ન હતા. તેઓ મૂર્તિપૂજા કરવા લાગ્યા. પાપ કરવા લાગ્યા. છેવટે ઈ.સ. પૂર્વે ૬૦૭માં યહોવાહે રાજાઓને પસંદ કરવાનું છોડી દીધું અને બાબેલોનને હાથે યરૂશાલેમનો નાશ થવા દીધો.

૧૭. ભલે યહુદાહના રાજ્યનો નાશ થયો, પણ શું બતાવે છે કે યહોવાહનું વચન સાચું પડશે?

૧૭ આપણે જોયું કે યહોવાહે રાજાઓને પસંદ કર્યા હતા અને તેઓ યહોવાહ માટે રાજ કરતા હતા. પણ એ રાજ્યનો નાશ થયો. શા માટે? ઈસ્રાએલના ઘણા રાજાઓએ યહોવાહને માર્ગે ચાલવાને બદલે, પોતાની રીતે ચાલવાનું, શેતાનને માર્ગે ચાલવાનું પસંદ કર્યું. (નીતિવચનો ૧૬:૨૫; યિર્મેયાહ ૧૦:૨૩) શું હવે ઉત્પત્તિ ૩:૧૫માં જે સંતાનનું વચન આપ્યું હતું એ નહિ આવે? શું હવે બધુંય યહોવાહના કાબૂ બહાર જતું રહ્યું? જરાય નહિ. યહોવાહે હઝકીએલને જણાવ્યું કે, “પ્રભુ યહોવાહ કહે છે, કે પાઘડી કાઢી નાખ ને મુગટ ઉતાર; આ સ્થિતિ એવી ને એવી રહેવાની નથી. . . . હું ઊલટાવી, ઊલટાવી, ઊલટાવી નાખીશ; જે હકદાર છે તે આવશે ત્યાં સુધી એ સ્થિતિ પણ રહેવાની નથી; અને હું તે તેને આપીશ.” (હઝકીએલ ૨૧:૨૬, ૨૭) ઈસ્રાએલ રાજ્યનો નાશ થયો પછી આ વચનમાં યહોવાહે જણાવ્યું કે જે “હકદાર” છે, એટલે કે ઉત્પત્તિ ૩:૧૫માં જે સંતાનનું વચન આપ્યું છે તે આવશે, આવશે ને આવશે જ.

૧૮. ગાબ્રીએલ દૂતે મરિયમને શું કહ્યું?

૧૮ યહોવાહે હઝકીએલને હકદારનું વચન આપ્યું એના ૬૦૦ વર્ષ પછીની વાત કરીએ. સમય છે ઈ.સ. પૂર્વે, બીજું વર્ષ. મરિયમ કુંવારી હતી અને નાઝરેથમાં રહેતી હતી. ગાબ્રીએલ દૂતે તેને જણાવ્યું કે “જો, તને ગર્ભ રહેશે, ને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે, ને પરાત્પરનો દીકરો કહેવાશે; અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઊદનું રાજ્યાસન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે, ને તેના રાજ્યનો અંત આવશે નહિ.”—લુક ૧:૩૧-૩૩.

૧૯. શું જાહેર કરવાનો વખત આવી ગયો અને ઈસુ શું કરશે?

૧૯ ઉત્પત્તિ ૩:૧૫માં વચન આપેલ “સંતાન” કોણ છે, એ જાહેર કરવાનો વખત આખરે આવી ગયો. (ગલાતી ૪:૪; ૧ તીમોથી ૩:૧૬) ઉત્પત્તિ ૩:૧૫માં જણાવ્યું હતું કે શેતાન ઈસુની એડી છૂંદશે. ઈસુ શેતાનનું માથું છૂંદશે એટલે કે શેતાનનો અને તેને માર્ગે ચાલનારાઓનો સર્વનાશ કરશે. અને ઈસુ એ પણ સાબિત કરશે કે શેતાન જે જે દુઃખ આ ધરતી પર લાવ્યો છે, એ દુઃખને, એ દર્દને ફક્ત ઈશ્વરના રાજ્યથી જ દૂર કરી શકાય. (હેબ્રી ૨:૧૪; ૧ યોહાન ૩:૮) ઈસુ આ કઈ રીતે કરશે? ઈસુએ આપણા માટે કેવો દાખલો બેસાડ્યો છે? હવે પછીના લેખમાં આપણે એની ચર્ચા કરીશું. (w07 12/1)

[Footnote]

^ ઈસ્રાએલમાં રાજ કરવા સૌથી પહેલાં યહોવાહે શાઊલને પસંદ કર્યા. તે બિન્યામીનના કુળમાંથી હતા.—૧ શમૂએલ ૯:૧૫, ૧૬; ૧૦:૧.

તમે સમજાવી શકો?

• શા માટે યહોવાહ એકલા જ વિશ્વના માલિક છે?

• યહોવાહનું રાજ્ય શું સાબિત કરશે?

• યહોવાહ કેવી રીતે ઉત્પત્તિ ૩:૧૫નું વચન ધીમે ધીમે જણાવે છે?

• યહુદાહનાં રાજ્યોનો નાશ થયો છતાંય, યહોવાહે શું કર્યું?

[Study Questions]

[Picture on page 5]

યહોવાહે ઈબ્રાહીમને શું વચન આપ્યું?

[Picture on page 7]

શા માટે યહોવાહે ઈસ્રાએલમાં રાજાઓ પસંદ કરવાનું છોડી દીધું?