સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું આપણે યહોવાહની પડખે છીએ?

શું આપણે યહોવાહની પડખે છીએ?

શું આપણે યહોવાહની પડખે છીએ?

“વિદેશીઓમાં કહો, કે યહોવાહ રાજ કરે છે.”—ગીતશાસ્ત્ર ૯૬:૧૦.

૧, ૨. (ક) લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં શું થયું? (ખ) બાપ્તિસ્મા લીધા પછી ઈસુ પર કઈ જવાબદારી હતી?

 લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાંનો બનાવ, ‘ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો; અને જુઓ, તેને સારૂ આકાશ ઉઘડાયું, ને ઈશ્વરના આત્માને કબૂતરની પેઠે ઊતરતો ને ઈસુ પર આવતો યોહાને જોયો. અને જુઓ, એવી આકાશવાણી થઈ, કે આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું.’ આ તો એવી ઘટના હતી કે જેના વિષે ફક્ત માત્થીએ જ નહીં, પણ માર્ક, લુક અને યોહાને પણ લખ્યું હતું!—માત્થી ૩:૧૬, ૧૭; માર્ક ૧:૯-૧૧; લુક ૩:૨૧, ૨૨; યોહાન ૧:૩૨-૩૪.

યહોવાહે ઈસુ પર પવિત્ર શક્તિ રેડીને જાણ કરી કે ‘મેં ઈસુને મોકલ્યો છે.’ (યોહાન ૧:૩૩) હવે ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી પણ પૂરી થવાની હતી કે, શેતાન ઈસુની એડી છૂંદે અને ઈસુ શેતાનનો સર્વનાશ કરે. (ઉત ૩:૧૫) ઈસુ બાપ્તિસ્મા પામ્યા ત્યારથી તેમણે યહોવાહના એકોએક વચન પૂરાં કરવાનાં હતાં. યહોવાહ એકલા જ સાચા ઈશ્વર છે એ સાબિત કરી દેવાનું હતું.

૩. યહોવાહના પવિત્ર કામ માટે ઈસુ પોતાનું મન અને હૃદય કઈ રીતે તૈયાર કરે છે?

યહોવાહના પવિત્ર કામ માટે ઈસુ પોતાનું મન અને હૃદય તૈયાર કરે છે. ‘ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યરદનથી પાછા ફર્યા, ને ચાળીસ દહાડા સુધી આત્માથી રાનમાં દોરવાયા.’ (લુક ૪:૧; માર્ક ૧:૧૨) ત્યાં ચાળીસ દહાડા સુધી ઈસુ વિચાર કરે છે. ઊંડા વિચાર કરે છે. શેતાને એ વાત ઊભી કરી હતી કે બધા સ્વર્ગદૂતો અને મનુષ્યોને યહોવાહની જરૂર નથી. પણ ઈસુ એ સાબિત કરવાના હતા કે બધાયને યહોવાહની જરૂર છે. પણ એ સાબિત કેવી રીતે કરે એનો વિચાર કરતા હતા. તો ચાલો આપણે ઈસુના ધરતી પરના જીવન પર એક નજર નાખીએ. અને જોઈએ કે આપણે પણ કેવી રીતે સાબિત કરી શકીએ કે આપણને યહોવાહની જરૂર છે.—અયૂબ ૧:૬-૧૨; ૨:૨-૬.

શેતાનનો અસલી રંગ

૪. શેતાન પોતાનો અસલી રંગ કઈ રીતે દેખાડે છે?

ઈસુએ બાપ્તિસ્મા લીધું ને તરત શેતાને આ મુખ્ય ‘સંતાનʼની કસોટી કરી. (ઉત્પત્તિ ૩:૧૫) ત્રણ વખત શેતાન ઈસુની કસોટી કરે છે. ત્રણેય વખત તે જોવા માંગતો હતો કે ઈસુ યહોવાહને છોડવા તૈયાર છે કે નહિ. અરે, તે ઈસુને ‘જગતના સઘળાં રાજ્ય તથા તેઓનો મહિમા દેખાડે છે.’ પછી તરત પોતાનો અસલી રંગ દેખાડે છે: “જો તું પગે પડીને મારૂં ભજન કરે, તો આ સઘળાં હું તને આપીશ.” ઈસુ જાણતા હતા કે આ જગતના સર્વ રાજ્યો તો શેતાનના હાથમાં જ છે. પણ ઈસુ તો યહોવાહને છોડવાના ન હતા. તેમણે શેતાનને ચોખ્ખેચોખ્ખું કહી દીધું, “અરે શેતાન, આઘો જા; કેમ કે લખેલું છે, કે પ્રભુ તારા દેવનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર.”—માત્થી ૪:૮-૧૦.

૫. જીવનની હર પળે ઈસુએ શું કર્યું?

જીવનની હર પળે ઈસુએ યહોવાહનો વિચાર કર્યો. યહોવાહનું કહ્યું કર્યું. ઈસુ માટે તો યહોવાહ જ પોતાનો માલિક. છેવટે શેતાને ઈસુને મોતની અણીએ છૂંદ્‌યા, તોપણ ઈસુ યહોવાહને વળગી રહ્યાં. (માત્થી ૧૬:૨૧; ૧૭:૧૨) ઈસુએ એ પણ પ્રચાર કર્યો કે ફક્ત યહોવાહના રાજ્યથી જ શેતાન હારશે અને આ ધરતી પર સુખ-શાંતિ આવશે. (માત્થી ૬:૯, ૧૦) તેમણે યહોવાહના રાજ્યનો પ્રચાર કેવી રીતે કર્યો?

“ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે”

૬. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે ઈશ્વરનું રાજ્ય ‘શેતાનનાં કામનો નાશ કરશે?’

સૌથી પહેલા તો “ઈસુ ગાલીલમાં આવ્યો, ને દેવની સુવાર્તા પ્રગટ કરતાં તેણે કહ્યું, કે સમય પૂરો થયો છે, ને દેવનું રાજ્ય પાસે આવ્યું છે.” (માર્ક ૧:૧૪, ૧૫) ઈસુએ કહ્યું કે, “દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ સારૂ મને મોકલવામાં આવ્યો છે.” (લુક ૪:૧૮-૨૧, ૪૩) દેશભરમાં ઈસુ “દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ફર્યો.” (લુક ૮:૧) તેમણે ઘણા ચમત્કારો પણ કર્યા. લોકોને ખોરાક આપ્યો, તોફાનો શાંત પાડ્યા. લોકોને સાજા કર્યા, મરી ગયેલાને પણ જીવતા કર્યા. આ ચમત્કારોથી ઈસુએ બતાવ્યું કે ઈશ્વર આ ધરતીના બધા દુઃખ દૂર કરી શકે છે અને “શેતાનનાં કામનો નાશ કરી” શકે છે.—૧ યોહાન ૩:૮.

૭. ઈસુએ તેમના શિષ્યોને શું કરવાનું કહ્યું? એનાં કેવાં પરિણામો આવ્યાં?

ઈશ્વરના રાજ્યનો સંદેશો ફેલાવવા માટે ઈસુએ શિષ્યોને ભેગા કર્યા અને પછી તેઓને તાલીમ આપી. સૌથી પહેલા તો ૧૨ શિષ્યોને જવાબદારી સોંપી અને તેઓને “દેવનું રાજ્ય પ્રગટ કરવા મોકલ્યા.” (લુક ૯:૧, ૨) પછી ઈસુએ બીજા ૭૦ સેવકોને પ્રચાર કરવા મોકલ્યા. તેઓ જાહેર કરતા કે “દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.” (લુક ૧૦:૧, ૮, ૯) પાછા આવીને તેઓએ ઈસુને જણાવ્યું કે રાજ્યના પ્રચાર કામથી તેઓને સરસ પરિણામો મળ્યાં છે. એ સાંભળીને ઈસુ પોકારી ઊઠ્યા કે “મેં શેતાનને વીજળીની પેઠે આકાશથી પડેલો જોયો.”—લુક ૧૦:૧૭, ૧૮.

૮. ઈસુએ પોતાના જીવનથી શું બતાવી આપ્યું?

ઈસુએ યહોવાહના રાજ્યનો પ્રચાર કર્યો. રાત-દિવસ પ્રચાર કર્યો. ખૂબ મહેનત કરી. તેમણે ખૂબ શ્રમ વેઠ્યો, એશ-આરામ પણ જતા કર્યા. તેમણે કહ્યું, ‘લોંકડાંને દર હોય છે, અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ મારે તો માથું મૂકવાનું ઠામઠેકાણું નથી.’ (લુક ૯:૫૮; માર્ક ૬:૩૧; યોહાન ૪:૩૧-૩૪) મોતની સજા મળી એ પહેલાં ઈસુએ ગર્વથી પિલાતને કહ્યું, “એ જ માટે હું જગતમાં આવ્યો છું, કે સત્ય વિષે હું સાક્ષી આપું.” (યોહાન ૧૮:૩૭) ઈસુ આ ધરતી પર ફક્ત ચમત્કારો કરવા માટે કે પોતાનું જીવન આપવા માટે જ આવ્યા ન હતા. ઈસુ તો એ બતાવવા આવ્યા હતા કે યહોવાહ પોતાનાં વચન પાળે છે. એ બતાવવા આ ધરતી પર આવ્યા કે યહોવાહ સાચું સુખ, સાચી શાંતિ તેમના રાજ્ય દ્વારા જ લાવશે.—યોહાન ૧૪:૬.

“સંપૂર્ણ થયું”

૯. આખરે શેતાને ‘સંતાનની’ એડી કઈ રીતે છૂંદી?

ઈસુએ ધરતી પર જે જે કર્યું એનાથી શેતાન ગુસ્સે ભરાયો. શેતાને અને એના સંતાને ઈસુને બોલતા બંધ કરવાની કોશિશ કરી. શેતાને ઈસુને તો જનમથી મરણની ઘડી સુધી હેરાન કર્યા. શેતાનને પગલે ચાલતા લોકોએ પણ ઈસુને સતાવ્યા. છેવટે ૩૩ની સાલમાં ઈસુ મોતને હવાલે થયા. શેતાનને હાથે આવ્યા. અને શેતાને જાણે કે ઈસુની એડી છૂંદી. (માત્થી ૨૦:૧૮, ૧૯; લુક ૧૮:૩૧-૩૩) બાઇબલ જણાવે છે કે કઈ કઈ રીતે યહુદા, મંદિરના ગુરુઓ, ફરોશીઓ ને રોમન લોકો શેતાનના હાથ નીચે આવ્યા અને બધાએ ભેગા મળીને ઈસુને ગુનેગાર ઠરાવ્યા. રિબાવી રિબાવીને મોતને હવાલે કર્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૨, ૨૩.

૧૦. ઈસુએ મરણનું દુઃખ સહન કરીને શું સાબિત કરી આપ્યું?

૧૦ ઈસુને શૂળી પર લટકાવ્યા ને રિબાવી રિબાવીને માર્યા એના વિષે તમને કેવા વિચારો આવે છે? તમને એમ લાગશે કે ઈસુનો પ્રેમ તો જુઓ, તેમણે આપણા માટે પોતાનું કેવું બલિદાન આપ્યું! (માત્થી ૨૦:૨૮; યોહાન ૧૫:૧૩) આમાં યહોવાહનો પણ પ્રેમ દેખાઈ આવે છે. એવો પ્રેમ તો કદીયે જોયો નથી. (યોહાન ૩:૧૬) રૂમી સામ્રાજ્યના સૈનિકે પણ કહ્યું કે “ખરેખર એ દેવનો દીકરો હતો.” (માત્થી ૨૭:૫૪) આ બધુંય ઠીક, પણ ઈસુના છેલ્લા શબ્દો યાદ કરો. તેમણે કહ્યું કે “સંપૂર્ણ થયું.” એટલે કે, ઈસુ પૃથ્વી પર જે કરવા આવ્યા હતા એ પૂરેપૂરી રીતે કર્યું. (યોહાન ૧૯:૩૦) ઈસુએ એમના જીવન દરમિયાન અને છેક એમના મોતથી ઘણું ઘણું સાબિત કર્યું. ઈસુ ધરતી પર એ બતાવવા માટે આવ્યા હતા કે યહોવાહ જ મહાન છે. તે જ એક સાચા ઈશ્વર છે. તે જ એકલા માલિક છે. ઈસુ વિષે અગાઉથી કહેવામાં આવ્યું હતું કે તે શેતાનને હાથે ઘણી કસોટીઓ સહન કરશે. શેતાનને હાથે કષ્ટ સહન કરીને, દુઃખ સહન કરીને ઈસુએ બતાવી આપ્યું કે યહોવાહ જ સાચા ઈશ્વર છે. (યશાયાહ ૫૩:૩-૭) આમ ઈસુએ પોતાની જવાબદારી પૂરેપૂરી રીતે નિભાવી.

૧૧. ઈસુ દ્વારા ઉત્પત્તિ ૩:૧૫ના એકેએક શબ્દો કઈ રીતે સાચા પડશે?

૧૧ ઈસુએ છેક મરણ સુધી શ્રદ્ધા અખંડ રાખી. યહોવાહને વળગી રહ્યા. પછી યહોવાહે ઈસુને જીવતા કર્યા. જીવતા તો કર્યા પણ માણસ તરીકે નહિ, “જીવન આપનાર” સ્વર્ગદૂત તરીકે. (૧ કોરીંથી ૧૫:૪૫; ૧ પીતર ૩:૧૮) યહોવાહે ઈસુને વચન આપ્યું “કે હું તારા શત્રુઓને તારૂં પાયાસન કરૂં ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.” (ગીતશાસ્ત્ર ૧૧૦:૧) શત્રુઓમાં શેતાન અને એના બધાય સંતાનો પણ હતા. ઈસુ એ બધાનો નાશ કરશે. (પ્રકટીકરણ ૧૨:૭-૯; ૧૯:૧૧-૧૬; ૨૦:૧-૩, ૧૦) પછી ઉત્પત્તિ ૩:૧૫ના એકેએક શબ્દો સાચા પડશે. ઈસુએ પ્રાર્થના કરી કે “તારૂં રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઇચ્છા પૂરી થાઓ.” એ પણ જરૂર થશે.—માત્થી ૬:૧૦; ફિલિપી ૨:૮-૧૧.

ઈસુને પગલે ચાલો

૧૨, ૧૩. (ક) ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવાથી કેવાં પરિણામો જોવા મળે છે? (ખ) ઈસુને પગલે ચાલવા માટે આપણે શાનો વિચાર કરવો જોઈએ?

૧૨ ઈસુએ કહ્યું હતું એમ, આજે ઈશ્વરના રાજ્યનો પ્રચાર ધરતીને ખૂણે ખૂણે થઈ રહ્યો છે. (માત્થી ૨૪:૧૪) હજારો લોકો યહોવાહની ભક્તિ કરતા શીખ્યા છે. યહોવાહ આ ધરતી પર જે જે આશીર્વાદો લાવવાના છે એ વિષે તેઓ બીજા લોકોને પણ જણાવે છે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧; ૨ પીતર ૩:૧૩) તમે પણ બીજા લોકોને યહોવાહ વિષે જણાવતા હો તો બહુ જ સરસ કહેવાય. પણ એ સિવાય આપણે બીજું કંઈક યાદ રાખવાની જરૂર છે.

૧૩ પીતરે લખ્યું કે, “ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમોને નમૂનો આપ્યો છે.” (૧ પીતર ૨:૨૧) આ કલમમાં પીતર ઈસુના પ્રચાર કામ વિષે વાત નથી કરતા. નથી કરતા ઈસુની શીખવવાની કળાની વાત. પણ ઈસુએ આપણા માટે જે દુઃખ સહન કર્યું એના વિષે પીતર વાત કરે છે. પીતરે તો ઈસુને નજરે જોયેલા. પીતરને ખ્યાલ હતો કે ઈસુ કઈ હદ સુધી યહોવાહને વળગી રહેવા તૈયાર હતા. તો આપણે કઈ કઈ રીતે ઈસુને પગલે ચાલી શકીએ? આપણે વિચાર કરવો જોઈએ કે, હું કઈ હદ સુધી યહોવાહને વળગી રહેવા તૈયાર છું? મારા જીવનની હરેક ઘડી, મારું પ્રચાર કામ શું એ બતાવે છે કે હું ઈસુને પગલે ચાલવા તૈયાર છું? એ જ મારું જીવન છે?—કોલોસી ૩:૧૭.

૧૪, ૧૫. (ક) કોઈ ઈસુને લલચાવતા ત્યારે તે શું યાદ રાખતા અને શા માટે? (ખ) આપણે હંમેશાં શું યાદ રાખવું જોઈએ? (“યહોવાહને પડખે રહો” ભાગમાંથી જવાબ આપો.)

૧૪ આપણે રોજ નાના-મોટા કંઈક નિર્ણયો લેવા પડે છે. કોઈ પણ નિર્ણય લેતી વખતે આપણે શું યાદ રાખવું જોઈએ? દાખલા તરીકે, આપણે એવું કંઈક કરવા માટે લલચાઈએ જે આપણને પાપમાં ફસાવી શકે તો આપણે શું કરીશું? પીતરે ઈસુને ખોટો નિર્ણય લેવાનું કહ્યું ત્યારે ઈસુએ જવાબ આપ્યો, “અરે શેતાન, મારી પછવાડે જા; તું મને ઠોકરરૂપ છે; કેમ કે દેવની વાતો પર નહિ, પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે.” (માત્થી ૧૬:૨૧-૨૩) કોઈ આપણને પૈસા બનાવવાની તક આપે અથવા નોકરી-ધંધામાં આગળ ધકેલે તો શું આપણે ઈસુની જેમ વિચારીશું? શું આપણે યહોવાહની ભક્તિ પહેલા મૂકીશું કે કામધંધો? ઈસુએ ચમત્કારો કર્યા ત્યારે ‘લોક આવીને તેમને રાજા કરવા સારૂ જબરદસ્તીથી પકડવા’ માંગતા હતા. ઈસુ એ પારખી ગયા અને તરત જ ત્યાંથી નાસી ગયા.—યોહાન ૬:૧૫.

૧૫ કોઈ પણ સંજોગમાં ઈસુ યહોવાહને વળગી રહ્યા. તેમને પોતાની કંઈ પડી ન હતી. ઈસુને તો બસ યહોવાહને વળગી રહેવું હતું. (માત્થી ૨૬:૫૦-૫૪) આપણે પણ બધી વાતમાં યહોવાહને માર્ગે ચાલવું જોઈએ. જો આપણે એ ભૂલી જઈશું તો, ખોટું કરી બેસીશું. લલચાઈ જઈશું. અને શેતાનની જાળમાં ફસાઈ જઈશું. શેતાન આપણને ખોટે માર્ગે દોરવામાં હોશિયાર છે. ખોટો માર્ગ આપણને સાચો માર્ગ લાગી શકે. હવાને પણ તેણે એવી જ રીતે છેતરી.—૨ કોરીંથી ૧૧:૧૪; ૧ તીમોથી ૨:૧૪.

૧૬. લોકોને મદદ કરવામાં આપણો ખાસ મકસદ શું હોવો જોઈએ?

૧૬ પ્રચાર કરીએ ત્યારે આપણે લોકોને બાઇબલમાંથી શીખવીએ છીએ. દુનિયામાં સર્વ દુઃખ-તકલીફો શા માટે ચાલે છે એનો જવાબ બાઇબલમાં છે એ બતાવીએ છીએ. અને સમજાવીએ છીએ કે ઈશ્વરનું રાજ્ય સર્વ દુઃખ-તકલીફો દૂર કરશે. પરંતુ આપણે એનાથી પણ વધારે મદદ કરવાની જરૂર છે. તેઓને ખાસ એ સમજાવવાની જરૂર છે કે શેતાને કયા કયા પ્રશ્નો ઊભા કર્યા છે અને શા માટે તેઓએ ફક્ત યહોવાહની જ ભક્તિ કરવી જોઈએ. શું તેઓ પોતાનો વધસ્તંભ, એટલે કે કોઈ પણ દુઃખ સહન કરીને યહોવાહની ભક્તિ કરશે? (માર્ક ૮:૩૪) શું તેઓ આપણી સાથે મળીને એ સાબિત કરશે કે શેતાન, શેતાન જ છે, જેણે યહોવાહની નિંદા કરી છે, જેની જીભમાં ઝેર છે? (નીતિવચનો ૨૭:૧૧) આપણે બધા લોકોને એ સત્ય શીખવવું જોઈએ.—૧ તીમોથી ૪:૧૬.

જ્યારે યહોવાહ સર્વના ઈશ્વર થશે

૧૭, ૧૮. યહોવાહ કેવા આશીર્વાદો લાવશે?

૧૭ આપણે વાણી-વર્તનથી અને પ્રચાર કરીને બતાવીએ છીએ કે આપણે યહોવાહને માર્ગે ચાલીએ છીએ. આપણે એ દિવસની રાહ જોઈ શકીએ જ્યારે ઈસુ “દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે.” એ દિવસ ક્યારે આવશે? પાઊલ સમજાવે છે: “જ્યારે તે સઘળી રાજ્યસત્તા તથા સઘળો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે ત્યારે અંત આવશે. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ તળે નહિ દાબે, ત્યાં સુધી તેણે રાજ કરવું જોઈએ. પણ જ્યારે સર્વેને તેને આધીન કરવામાં આવશે, ત્યારે જેણે સર્વેને તેને આધીન કર્યાં છે, એને દીકરો પોતે પણ આધીન થશે, જેથી દેવ સર્વમાં સર્વ થાય.”—૧ કોરીંથી ૧૫:૨૪, ૨૫, ૨૮.

૧૮ જ્યારે યહોવાહ સર્વના ઈશ્વર થશે, ત્યારે આશીર્વાદો રેલાશે. યહોવાહના રાજ્યનું કામ પૂરું થશે. યહોવાહના સર્વ દુશ્મનો નાશ પામ્યા હશે. પછી દુનિયાને ખૂણે ખૂણે સુખ હશે, શાંતિ હશે. એના સિવાય કંઈ નહિ હોય. બધા જ ગાઈ ઊઠશે: “યહોવાહના નામને શોભતું ગૌરવ તેને આપો; . . . વિદેશીઓમાં કહો, કે યહોવાહ રાજ કરે છે.”—ગીતશાસ્ત્ર ૯૬:૮, ૧૦. (w07 12/1)

તમે જવાબ આપશો?

• ઈસુએ હંમેશાં યહોવાહનો વિચાર કઈ રીતે કર્યો?

• ઈસુએ તેમના પ્રચારથી અને પોતાનો જીવ આપી દઈને શું સાબિત કર્યું?

• આપણે કઈ રીતે ઈસુને પગલે ચાલી શકીએ?

[Study Questions]

[Box/Picture on page 11]

યહોવાહને પડખે રહો

કોરિયામાં આપણા ભાઈઓ ને બીજા ભાઈઓ પણ જાણે છે કે જ્યારે દુઃખનો ડુંગર તૂટી પડે ત્યારે એક વાત યાદ રાખવી કે એ શા માટે આપણે માથે વીતે છે.

સોવિયતના રાજમાં યહોવાહના એક સાક્ષીને જેલમાં નાખ્યા હતા. તે કઈ રીતે એ સહન કરી શક્યા? એ ભાઈ કહે છે: “અમે એ યાદ રાખતા કે શેતાને શરૂઆતમાં શું કહ્યું હતું: ‘માણસ દુઃખની ઘડીએ ઈશ્વરનો સાથ છોડી દેશે.’ અમને ખબર હતી કે યહોવાહને છોડવા ન જ જોઈએ. હવે અમારો વારો હતો. અમારી કસોટી હતી. અમે યહોવાહને છોડવા તૈયાર ન હતા. એનાથી અમારી શ્રદ્ધા પાકી થઈ.”

બીજા યહોવાહના સેવકો લેબર કેમ્પમાં કઈ રીતે સહન કરી શક્યા? એક ભાઈ કહે છે: “યહોવાહે અમને સથવારો આપ્યો. ગમે એવી તકલીફમાં પણ અમે યહોવાહને વળગી રહ્યા. અમે એકબીજાને આશ્વાસન આપ્યું. હિંમત આપી કે આપણે યહોવાહની પડખે છીએ. અને પડખે રહેવાના છીએ.”

[Picture on page 8]

શેતાને ઈસુને લલચાવ્યા ત્યારે, ઈસુ કઈ રીતે યહોવાહને વળગી રહ્યા?

[Picture on page 10]

ઈસુએ પોતાનું જીવન આપ્યું એનાથી શું સાબિત થયું?