સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

યહોવાના સારા કારભારીઓ તરીકે, આપણે કયા સિદ્ધાંતો યાદ રાખવા જોઈએ? (૧ પીત. ૪:૧૦)

આપણે બધા ઈશ્વરના છીએ અને આપણે તેમને હિસાબ આપવો પડશે. ઈશ્વરભક્તો તરીકે, આપણે બધા એકસરખાં ધોરણો પ્રમાણે જીવીએ છીએ. તેમ જ, આપણે વફાદાર અને ભરોસાપાત્ર હોવા જોઈએ.—૧૨/૧, પાન ૧૮-૨૦.

“જગત” જતું રહેશે, એનો અર્થ શું થાય?

અહીં “જગત” એવા મનુષ્યોને દર્શાવે છે, જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવતા નથી. (૧ યોહા. ૨:૧૭) જોકે, પૃથ્વી અને વિશ્વાસુ માણસો બચી જશે.—૧/૧, પાન ૫-૭.

મરણ પામ્યા છતાં, હાબેલ કઈ રીતે હજી બોલે છે? (હિબ્રૂ ૧૧:૪)

પોતાની શ્રદ્ધા દ્વારા તે એમ કરે છે. તેમની શ્રદ્ધામાંથી આપણે શીખીએ અને તેમને અનુસરીએ. તેમણે જોરદાર શ્રદ્ધા બતાવીને આપણા માટે જીવંત દાખલો બેસાડ્યો છે.—૧/૧, પાન ૧૨.

યહોવા અને આપણી વચ્ચે આવી શકે, એવાં કયાં પાસાં વિશે સાવચેત રહેવું જોઈએ?

એ પાસાં છે: નોકરી-ધંધો કે કારકિર્દી, મોજમજા અને મનોરંજન, બહિષ્કૃત થયેલા કુટુંબીજનો માટે લાગણી, આધુનિક ટૅક્નોલૉજીનો વધુ પડતો ઉપયોગ, તંદુરસ્તીની ચિંતા, પૈસા માટેનું ખોટું વલણ, પોતાના વિચારોને કે હોદ્દાને વધારે પડતું મહત્ત્વ આપવું.—૧/૧૫, પાન ૧૨-૨૧.

મુસાની નમ્રતામાંથી શું શીખવા મળે છે?

પોતાને મળેલી જવાબદારીથી તે ફૂલાઈ ન ગયા. તેમણે પોતા પર નહિ, પણ યહોવા પર ભરોસો રાખ્યો. આપણી પાસે સત્તા, અધિકાર કે આવડત હોય તોપણ અભિમાન ન કરવું જોઈએ. એના બદલે, આપણે યહોવા પર ભરોસો રાખવો જોઈએ. (નીતિ. ૩:૫, ૬)—૪/૧, પાન ૫.

ઈસ્રાએલીઓ “હૃદયમાં બેસુનત” હતા, એનો અર્થ શું થાય? (યિર્મે. ૯:૨૬)

તેઓનાં હૃદય હઠીલાં તથા બંડખોર હતાં. ઈશ્વરને જરાય ગમે નહિ એવા ખરાબ વિચારો, ઇચ્છાઓ કે ઇરાદાઓ તેઓએ પોતાના હૃદયમાંથી સાવ કાઢી નાખવાની જરૂર હતી. (યિર્મે. ૫:૨૩, ૨૪)—૩/૧૫, પાન ૯-૧૦.

યહોવાના સંગઠનના પૃથ્વી પરના ભાગમાં શાનો સમાવેશ થાય છે?

એમાં નિયામક જૂથ, શાખા સમિતિઓ, પ્રવાસી નિરીક્ષકો, વડીલોનું જૂથ, મંડળો અને પ્રકાશકોનો સમાવેશ થાય છે.—૪/૧૫, પાન ૨૯.

શું ઈસ્રાએલીઓ ગુનેગારોને સ્તંભ પર લટકાવીને મારી નાખતા?

ના. પ્રાચીન સમયનાં અમુક રાષ્ટ્રો એમ કરતાં, પણ ઈસ્રાએલીઓ નહિ. હિબ્રૂ શાસ્ત્રવચનો લખાયાં એ સમયગાળામાં તો, ગુનેગારને પહેલા પથ્થરે કે કોઈ બીજી રીતે મારી નાખવામાં આવતો. (લેવી. ૨૦:૨, ૨૭) પછી, સ્તંભ કે ઝાડ પર એ શબ લટકાવવામાં આવતું, જેથી ઈસ્રાએલીઓને ચેતવણી મળે.—૫/૧૫, પાન ૧૩.