સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નિયામક જૂથમાં એક નવા સભ્ય

નિયામક જૂથમાં એક નવા સભ્ય

સપ્ટેમ્બર ૫, ૨૦૧૨, બુધવારની સવારે અમેરિકા અને કૅનેડાનાં બેથેલમાં એક જાહેરાત થઈ. સપ્ટેમ્બર ૧, ૨૦૧૨થી માર્ક સેન્ડરસન નામના ભાઈ નિયામક જૂથના સભ્ય તરીકે સેવા આપવા લાગ્યા છે.

ભાઈ સેન્ડરસનનો ઉછેર અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં આવેલા સૅન ડિએગો શહેરમાં થયો હતો. તેમનાં માતા-પિતા યહોવાનાં સાક્ષી હતાં. ફેબ્રુઆરી ૯, ૧૯૭૫માં ભાઈ સેન્ડરસને બાપ્તિસ્મા લીધું. સપ્ટેમ્બર ૧, ૧૯૮૩માં તેમણે કૅનેડાના સૅસ્કેચિવન નામના વિસ્તારમાં પાયોનિયરીંગ શરૂ કર્યું. ડિસેમ્બર ૧૯૯૦માં, તેમણે સેવકાઈ ચાકર માટેની શાળાના (હાલમાં જેને ભાઈઓ માટે બાઇબલ શાળા કહેવાય છે) સાતમા ક્લાસમાં તાલીમ લીધી અને સ્નાતક થયા. એ તાલીમ તેમણે અમેરિકામાં લીધી. એપ્રિલ ૧૯૯૧માં તેમને કૅનેડાના ન્યૂફાઉન્ડલૅન્ડ ટાપુ પર ખાસ પાયોનિયર તરીકે નીમવામાં આવ્યા. જરૂર પડે ત્યારે પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા આપતા હતા. એ પછી તેમને, ફેબ્રુઆરી ૧૯૯૭માં કૅનેડાના બેથેલમાં બોલાવવામાં આવ્યા. નવેમ્બર ૨૦૦૦માં તેમને અમેરિકાની બ્રાંચમાં મોકલવામાં આવ્યા. શરૂઆતમાં તે એ બ્રાંચના હૉસ્પિટલ ઇન્ફૉર્મેશન સર્વિસીસ વિભાગમાં સેવા આપતા હતા. પછી, સર્વિસ વિભાગમાં સેવા આપવા લાગ્યા.

સપ્ટેમ્બર ૨૦૦૮માં, ભાઈ સેન્ડરસને ખાસ શાળામાં તાલીમ લીધી, જે શાખા સમિતિના ભાઈઓ માટે હોય છે. એ પછી તે ફિલિપાઇન્સ શાખા સમિતિના સભ્ય બન્યા. સપ્ટેમ્બર ૨૦૧૦માં તેમને ફરીથી અમેરિકા બોલાવવામાં આવ્યા. ત્યાં નિયામક જૂથની સેવા સમિતિમાં મદદનીશ તરીકે સેવા આપતા હતા.