સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પાયોનિયર બનો, ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરો

પાયોનિયર બનો, ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરો

‘આપણા ઈશ્વરનાં સ્તોત્ર ગાવાં એ સારું છે.’—ગીત. ૧૪૭:૧.

૧, ૨. (ક) જેને ચાહતા હોઈએ તેના વિશે વિચારવા અને વાત કરવાથી શું થશે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) આપણે કયા સવાલો પર વિચાર કરવાના છીએ?

 જેને ચાહતા હોઈએ તેના વિશે વિચારવાથી અને વાતો કરવાથી, તેની સાથેનો સંબંધ મજબૂત થાય છે. યહોવા ઈશ્વર સાથેના આપણા સંબંધ વિશે પણ એવું જ છે. દાઊદ ઘેટાંપાળક હતા, ત્યારે તે ઘણી રાતો તારાથી ભરેલા આકાશને નિહાળતા અને તેમના સર્જનહાર યહોવા વિશે મનન કરતા. તેમણે લખ્યું: “આકાશો, જે તારા હાથનાં કૃત્યો છે, અને ચંદ્ર તથા તારાઓ, જેઓને તેં ઠરાવ્યા છે, તેઓ વિશે હું વિચાર કરું છું; ત્યારે હું કહું છું, કે માણસ તે કોણ છે, કે તું તેનું સ્મરણ કરે છે? અને મનુષ્યપુત્ર કોણ, કે તું તેની મુલાકાત લે છે?” (ગીત. ૮:૩, ૪) ‘ઈશ્વરના ઈસ્રાએલ’ વિશે યહોવાનો હેતુ કેટલી અદ્‍ભુત રીતે પૂરો થઈ રહ્યો હતો, એ વિશે જણાવ્યા પછી પ્રેરિત પાઊલે લખ્યું: “આહા! ઈશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે!”—રોમ. ૧૧:૧૭-૨૬, ૩૩.

પ્રચારમાં હોઈએ છીએ ત્યારે, આપણે યહોવા વિશે વિચારીએ અને જણાવીએ છીએ. એમ કરવાથી આપણા પર સારી અસર પડે છે. જેઓ પૂરા સમયનું પ્રચારકાર્ય કરે છે તેઓએ અનુભવ્યું છે કે યહોવાની વધારે સેવા કરવાથી તેમના માટેનો પ્રેમ વધ્યો છે. તમે હમણાં પૂરા સમયનું પ્રચારકાર્ય કરતા હો અથવા તમે એમ કરવાનો ધ્યેય રાખ્યો હોય તો વિચાર કરો: પૂરા સમયનું પ્રચારકાર્ય કઈ રીતે યહોવા સાથે તમારો સંબંધ મજબૂત કરી શકે? જો તમે પાયોનિયર હો તો પોતાને પૂછો, ‘આશીર્વાદ આપનાર આ કાર્યમાં લાગુ રહેવા મને શામાંથી મદદ મળી શકે?’ જો તમે હજુ પાયોનિયરીંગ ન કરતા હો તો આનો વિચાર કરો, ‘પાયોનિયરીંગ કરવા મારે કેવા ફેરફાર કરવાની જરૂર છે?’ ચાલો આપણે અમુક રીતો જોઈએ, જેનાથી પૂરા સમયની સેવા દ્વારા ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત થાય છે.

પૂરા સમયની સેવા અને ઈશ્વર સાથેનો આપણો સંબંધ

૩. ઈશ્વરના રાજ્યમાં આવનાર આશીર્વાદો વિશે બીજાઓને જણાવવાથી આપણા પર શું અસર પડે છે?

ઈશ્વરના રાજ્યમાં આવનાર આશીર્વાદો વિશે બીજાઓને જણાવવાથી આપણે યહોવાની નજીક જઈએ છીએ. ઘર-ઘરના પ્રચારકાર્યમાં તમને કયું શાસ્ત્રવચન વાપરવું ગમે છે? તમારાં મનગમતાં શાસ્ત્રવચનો કદાચ આ હશે: ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧; દાનીયેલ ૨:૪૪; યોહાન ૫:૨૮, ૨૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪. આવાં વચનો વિશે બીજાઓને જણાવીએ છીએ ત્યારે, આપણને યાદ કરવાનો મોકો મળે છે કે, “દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન” આપણા ઉદાર ઈશ્વર પાસેથી આવે છે. એનાથી આપણે ઈશ્વરની નજીક જવા દોરાઈએ છીએ.—યાકૂ. ૧:૧૭.

૪. દુઃખી અને લાચાર લોકોને જોઈને ઈશ્વરની ભલાઈ વિશે આપણી કદર કેમ વધે છે?

દુઃખી અને લાચાર લોકોને જોઈને આપણા દિલમાં સત્ય માટે કદર વધે છે. આજે લોકો પાસે ભરોસાપાત્ર માર્ગદર્શન નથી, જેનાથી તેઓ સફળ થઈ શકે અને ખુશી મેળવી શકે. મોટા ભાગના લોકોને ભવિષ્યની ચિંતા છે, પણ એ વિશે કોઈ આશા નથી. તેઓ જીવનનો હેતુ જાણવા માંગે છે. જેઓ ધાર્મિક છે, તેઓમાંના મોટા ભાગના બાઇબલ વિશે બહુ ઓછું જાણે છે. તેઓ નીનવેહના લોકો જેવા છે. (યૂના ૪:૧૧ વાંચો.) જ્યારે આપણે વધારે પ્રચાર કરીએ છીએ, ત્યારે દુનિયાના લોકો અને યહોવાના લોકોની શ્રદ્ધામાં મોટો ફરક જોઈ શકીએ છીએ. (યશા. ૬૫:૧૩) યહોવા બધાને તાજગી અને ખરી આશા મળે એવી તક આપે છે, એમાં તેમની ભલાઈનો ગુણ જોવા મળે છે, એ કદી ભૂલીએ નહિ.—પ્રકટી. ૨૨:૧૭.

૫. બીજાઓને સત્ય શીખવવાથી પોતાની મુશ્કેલીઓ વિશે કેવું અનુભવીશું?

બીજાઓને સત્ય વિશે શીખવવાથી પોતાની મુશ્કેલીઓ નીચે દબાઈ જતા નથી. ટ્રિસા નામની નિયમિત પાયોનિયર બહેનનાં માબાપે છૂટાછેડા લીધા ત્યારે એ બહેનને આ વાત ખરી લાગી. તેમણે કહ્યું: “એ મારા જીવનનો સૌથી દુઃખદ સમય હતો.” એક દિવસ તે ઘણાં દુઃખી હતાં, તેમને ક્યાંય જવાનું મન ન હતું. તોપણ, તે ત્રણ બાળકોનો બાઇબલ અભ્યાસ કરવાં ગયાં. આ બાળકોના ઘરમાં બધું બરાબર ન હતું. તેઓના પિતાએ તેમને છોડી દીધા હતા. તેઓનો મોટો ભાઈ તેઓ પર જુલમ ગુજારતો હતો. ટ્રિસા કહે છે: “તેઓની પરિસ્થિતિ સામે તો મારાં દુઃખ-તકલીફ કંઈ જ ન હતાં. અમે અભ્યાસ કરતા જતા તેમ, બાળકોની આંખો ચમકી ઊઠતી અને તેઓ આનંદ-ઉમંગથી ખિલખિલાટ હસતાં. ખાસ કરીને, એ દિવસે બાળકો મારા માટે યહોવા તરફથી ભેટ સમાન હતાં.”

૬, ૭. (ક) બાઇબલનું સત્ય શીખવીએ છીએ ત્યારે એનાથી કઈ રીતે આપણી શ્રદ્ધા મજબૂત થાય છે? (ખ) બાઇબલનાં ધોરણો લાગુ પાડતા વિદ્યાર્થીઓને જોઈને, ઈશ્વરના ડહાપણ વિશે આપણને કેવું લાગે છે?

બાઇબલનું સત્ય શીખવવાથી આપણી શ્રદ્ધા વધે છે. કેટલાક યહુદીઓ જેનો પ્રચાર કરતા એને પોતે પાળતા ન હતા, તેઓને પ્રેરિત પાઊલે લખ્યું: “હે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી?” (રોમ. ૨:૨૧) આજના પાયોનિયરો તેઓ કરતાં કેટલા અલગ છે! પાયોનિયરોને બીજાઓને સત્ય વિશે જણાવવાની અને બાઇબલ અભ્યાસ ચલાવવાની ઘણી તક મળે છે. એ અસરકારક રીતે કરવા, તેઓએ દરેક અભ્યાસની તૈયારી કરવાની અને સવાલોના જવાબ આપવા સંશોધન કરવાની જરૂર છે. એક પાયોનિયર બહેન જેનિન જણાવે છે: “દર વખતે જ્યારે મને બીજાઓને સત્ય જણાવવાની તક મળે છે, ત્યારે સત્ય મારા મન અને દિલ પર ઊંડી છાપ પાડે છે. પરિણામે, મારી શ્રદ્ધા હતી એવી ને એવી જ નથી રહી, પણ વધતી જાય છે.”

વિદ્યાર્થી જીવનમાં બાઇબલના ધોરણો લાગુ પાડે છે, એ જોઈને ઈશ્વરના ડહાપણ માટે આપણી કદર વધે છે. (યશા. ૪૮:૧૭, ૧૮) એ ધોરણો પોતાના જીવનમાં લાગુ પાડવા આપણને વધારે ખંતીલા બનાવે છે. પાયોનિયરીંગ કરતી ઍડ્રીયાના જણાવે છે: “લોકો જ્યારે પોતાની બુદ્ધિ પર ભરોસો રાખે છે, ત્યારે તેઓના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. પણ જ્યારે તેઓ યહોવા પર ભરોસો રાખે છે, ત્યારે એના ફાયદા તરત જ જોવા મળે છે.” ફિલ નામના ભાઈ પણ એવું જ કહે છે: “તમે જોઈ શકો છો કે જેઓ પોતાના પ્રયત્નોથી જીવન બદલી નથી શક્યા, તેઓના જીવન યહોવા બદલી શકે છે.”

૮. સત્યમાં મજબૂત ભાઈ-બહેનો સાથે પ્રચાર કરવાથી આપણા પર કેવી અસર પડે છે?

સત્યમાં મજબૂત ભાઈ-બહેનો સાથે પ્રચાર કરવાથી શ્રદ્ધા વધે છે. (નીતિ. ૧૩:૨૦) મોટા ભાગના પાયોનિયરો પ્રચારમાં સારો એવો સમય સાથી ભાઈ-બહેનો સાથે કાઢે છે. એનાથી તેઓને “અરસપરસ એકબીજાને” ઉત્તેજન આપવાની તક મળે છે. (રોમ. ૧:૧૨; નીતિવચનો ૨૭:૧૭ વાંચો.) પાયોનિયરીંગ કરતી લિસા જણાવે છે: “કામ પર તો, મોટા ભાગે હરીફાઈ અને ઈર્ષા જોવા મળે છે. રોજ તમારે ગાળો સાંભળવી પડે અને તમારા વિશે ચુગલી થતી હોય છે. બધાને બસ કોઈ પણ કિંમતે આગળ વધવું છે. તમે ખ્રિસ્તી તરીકે વર્તતા હોવાથી ઘણી વાર તમારી હાંસી ઉડાવવામાં આવે છે. પણ, પ્રચારમાં ભાઈ-બહેનો સાથે કામ કરવાથી ઉત્સાહ વધે છે. દિવસના અંતે જ્યારે ઘરે આવું ત્યારે ભલેને ગમે તેટલી થાકેલી હોઉં, મારા મનમાં તાજગી હોય છે.”

૯. લગ્‍નસાથી સાથે પાયોનિયરીંગ કરવાથી ત્રેવડી વણેલી દોરીનું શું થાય છે?

લગ્‍નસાથી સાથે પાયોનિયરીંગ કરવાથી લગ્‍નની ત્રેવડી વણેલી દોરી મજબૂત થાય છે. (સભા. ૪:૧૨) મેડેલિન અને તેમના પતિ સાથે પાયોનિયરીંગ કરે છે. મેડેલિન જણાવે છે: “પ્રચારમાં દિવસ કેવો રહ્યો અથવા બાઇબલ વાંચનમાંથી શીખવા મળેલો મુદ્દો જે પ્રચારમાં વાપરી શકાય, એ વિશે હું અને મારા પતિ વાત કરીએ છીએ. સાથે મળીને પાયોનિયરીંગ કરેલું દરેક વર્ષ અમને એકબીજાની નજીક લાવે છે.” ટ્રિસા પણ એવું જ કહે છે: “અમે બંને દેવામાં ન આવી પડીએ એનું ધ્યાન રાખીએ છીએ, એટલે અમે પૈસા વિશે ઝઘડતા નથી. અમારું ટાઇમ-ટેબલ સરખું જ હોવાથી, અમે એકબીજાની ફરી મુલાકાતો અને બાઇબલ અભ્યાસમાં ભાગ લઈ શકીએ છીએ. એનાથી અમે એકબીજાને વધુ સારી રીતે સમજી શક્યા છીએ અને અમારી શ્રદ્ધા સાથે વધતી જાય છે.”

પૂરા સમયની સેવા કરતા રહેવાથી, જીવનમાં સંતોષ રહે છે (ફકરો ૯ જુઓ)

૧૦. રાજ્યને જીવનમાં પ્રથમ મૂકીએ અને યહોવાનો ટેકો અનુભવીએ ત્યારે આપણા ભરોસાનું શું થાય છે?

૧૦ ઈશ્વરના રાજ્યને જીવનમાં પ્રથમ મૂકવાથી, યહોવાના સાથનો અનુભવ કરવાથી અને પ્રાર્થનાઓનો જવાબ મેળવવાથી યહોવામાં આપણો ભરોસો વધે છે. અમુક રીતે, બધા વફાદાર ભક્તો યહોવામાં ભરોસો મૂકે છે. પણ જેઓ પૂરા સમયની સેવા કરે છે તેઓએ અનુભવ્યું છે કે યહોવામાં ભરોસો મૂકવાથી, તેઓને પાયોનિયરીંગ કરતા રહેવા મદદ મળે છે. (માથ્થી ૬:૩૦-૩૪ વાંચો.) કર્ટ અને તેમના પત્ની પાયોનિયરીંગ કરે છે. જરૂર પડે ત્યારે કર્ટને સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપવાની તક મળે છે. એક વાર, તે ઘરથી અઢી કલાક દૂર આવેલા મંડળની મુલાકાત લેવા તૈયાર થયા. તેઓ પાસે કારમાં એટલું જ પેટ્રોલ હતું કે તેઓ મંડળ સુધી જઈ શકે, પાછા આવવા માટે જરાય ન હતું. વળી, તેમને અઠવાડિયા પછી પગાર મળવાનો હતો. કર્ટ જણાવે છે: “મેં ખરો નિર્ણય લીધો છે કે નહિ એ વિશે હું વિચારવા લાગ્યો.” પ્રાર્થના કર્યા પછી તેઓએ નક્કી કર્યું કે સોંપેલું કામ પૂરું કરશે. તેઓને ભરોસો હતો કે યહોવા જીવનની જરૂરિયાતો પૂરી પાડશે. તેઓ જવાની તૈયારીમાં હતા ત્યારે, એક બહેન આવ્યાં અને કહ્યું કે તેઓ માટે ભેટ લાવ્યાં છે. એ ભેટમાં પૈસા હતા, જે તેઓના જવા-આવવાના ખર્ચ માટે પૂરતા હતા. કર્ટ કહે છે, “આવા અનુભવો, જીવનમાં અવારનવાર થવાથી તમે જોઈ શકો છો કે યહોવા તમારી સાથે છે.”

૧૧. પાયોનિયરો અનુભવે છે એવા અમુક આશીર્વાદો જણાવો.

૧૧ હા, મોટા ભાગે પાયોનિયરોએ અનુભવ કર્યો છે કે યહોવાની સેવામાં વધારે કરવાથી અને તેમની સાથે ગાઢ સંબંધ કેળવવાથી અઢળક ‘આશીર્વાદો મળે’ છે. (પુન. ૨૮:૨) તોપણ, પાયોનિયરીંગ કરવું સહેલું નથી. આદમના બંડને લીધે ઊભી થયેલી તકલીફોની અસર ઈશ્વરના બધા ભક્તોને થાય છે. કેટલાક પાયોનિયરોએ અનુભવથી જોયું છે કે મુશ્કેલીને લીધે તેઓએ થોડા સમય માટે પાયોનિયરીંગ બંધ કરી દીધું છે, પણ તેઓ એમ કર્યા વગર મુશ્કેલીઓ સહી શકતા હતા અથવા એ ટાળી શકતા હતા. પાયોનિયરો આનંદથી સેવા કરી શકે એ માટે તેઓને શું મદદ કરી શકે?

પૂરા સમયની સેવામાં ચાલુ રહો

૧૨, ૧૩. (ક) જો કલાકો પૂરાં કરવામાં તકલીફ પડતી હોય તો પાયોનિયરે શું કરવું જોઈએ? (ખ) નિયમિત બાઇબલ વાંચન, વ્યક્તિગત અભ્યાસ અને મનન માટે સમય કાઢવો કેમ મહત્ત્વનું છે?

૧૨ મોટા ભાગના પાયોનિયરો ઘણા વ્યસ્ત હોય છે. બધી બાબતોને પહોંચી વળવું સહેલું નથી, એટલે જાતે સમય ગોઠવવો મહત્ત્વનું છે. (૧ કોરીં. ૧૪:૩૩, ૪૦) જો પાયોનિયરને કલાકો પૂરા કરવામાં તકલીફ પડતી હોય, તો તેણે તપાસવું જોઈએ કે તેનો સમય ક્યાં જાય છે. (એફે. ૫:૧૫, ૧૬) તે પોતાને પૂછી શકે: ‘મનોરંજન પાછળ હું કેટલો સમય કાઢું છું? શું મારે સમય પર કાબૂ રાખવાની જરૂર છે? શું હું મારા કામના સમયમાં ફેરફાર કરી શકું?’ બધા સાક્ષીઓ જાણે છે કે ટાઇમ-ટેબલમાં એકાદ વસ્તુ સહેલાઈથી ઉમેરી શકાય છે. પણ જેઓ પૂરા સમયની સેવામાં છે, તેઓએ સમય વિશે નિયમિત તપાસ કરતા રહેવાની જરૂર છે. જો જરૂર જણાય તો ફેરગોઠવણ કરવી જોઈએ.

૧૩ દરરોજ બાઇબલ વાંચન, વ્યક્તિગત અભ્યાસ અને મનન, એ પાયોનિયરની દિનચર્યાનો ભાગ છે. એ પ્રમાણે કરવા, પાયોનિયરે સમય પર કાબૂ રાખવાની જરૂર છે, જેથી એકદમ અગત્યની બાબતો માટે ફાળવેલો સમય ઓછી મહત્ત્વની બાબતો પાછળ વેડફાઈ ન જાય. (ફિલિ. ૧:૧૦) કલ્પના કરો, પાયોનિયર આખો દિવસ પ્રચાર કરીને ઘરે પાછો આવે છે. તેણે વિચાર્યું હતું કે આવનાર મિટિંગની તૈયારી તે આજે સાંજે કરશે. પણ પહેલા તે પોતાની ટપાલો વાંચે છે. પછી તે કૉમ્પ્યુટર ચાલુ કરે છે અને ઈમેઈલ વાંચવા અને એના જવાબ આપવા બેસી જાય છે. ઘણા સમયથી ખરીદવા ઇચ્છે છે, એ વસ્તુનો ભાવ ઓછો થયો કે નહિ એ જોવા તે વેબ સાઇટ પર જાય છે. એને ખબર પણ નથી પડતી ને બે કલાક પસાર થઈ જાય છે અને હજુ તેણે નક્કી કર્યું હતું એમ અભ્યાસ શરૂ કર્યો નથી. આ કેમ એક સમસ્યા બની શકે? જો ઘણાં વર્ષો સુધી રમવું હોય, તો સારા રમતવીરે પોતાના શરીરનું ધ્યાન રાખવું જ પડે છે. એ જ રીતે, જો પાયોનિયરે પૂરા સમયની સેવા ચાલુ રાખવી હોય, તો વ્યક્તિગત અભ્યાસ કરવાની ટેવ પાડવી જોઈએ.—૧ તીમો. ૪:૧૬.

૧૪, ૧૫. (ક) પાયોનિયરોએ શા માટે પોતાનું જીવન સાદું રાખવું જોઈએ? (ખ) જ્યારે પાયોનિયર મુશ્કેલીઓ સહન કરી રહ્યો હોય ત્યારે તેણે શું કરવું જોઈએ?

૧૪ સફળ પાયોનિયર જીવન સાદું રાખવા પ્રયત્ન કરે છે. ઈસુએ પોતાના શિષ્યોને આંખ નિર્મળ રાખવા કહ્યું. (માથ. ૬:૨૨) તેમણે પોતે એમ કર્યું, જેથી તેમનું ધ્યાન ભટકે નહિ અને તે પ્રચાર કરી શકે. તેમણે કહ્યું: “લોંકડાંને દર હોય છે, ને આકાશનાં પક્ષીઓને માળા હોય છે; પણ માણસના દીકરાને માથું ટેકવવાનું ઠામ નથી.” (માથ. ૮:૨૦) ઈસુના ઉદાહરણમાંથી શીખીને પાયોનિયરે યાદ રાખવું જોઈએ કે જેટલી વધારે વસ્તુ હશે એટલો વધારે સમય એને સાચવવા, રિપેર કરવા કે બદલવા કાઢવો પડશે.

૧૫ પાયોનિયરો જાણે છે કે આ સેવા કરવાનો લહાવો એટલે નથી મળ્યો કે તેઓ ખાસ છે. પણ એટલે મળ્યો છે કે ઈશ્વર અપાર કૃપા બતાવે છે. તોપણ, પાયોનિયર તરીકે મંડ્યા રહેવા, દરેકે યહોવા પર આધાર રાખવો જ જોઈએ. (ફિલિ. ૪:૧૩) તકલીફ અને મુશ્કેલીઓ આવશે. (ગીત. ૩૪:૧૯) જ્યારે એમ થાય ત્યારે તરત જ પૂરા સમયની સેવા છોડી દેવાને બદલે, પાયોનિયરોએ માર્ગદર્શન માટે યહોવા તરફ મીટ માંડવી જોઈએ અને મદદ કરવા તેમને તક આપવી જોઈએ. (ગીતશાસ્ત્ર ૩૭:૫ વાંચો.) જેમ જેમ તેઓ ઈશ્વરનો પ્રેમાળ સાથ અનુભવશે, તેમ તેમ તેઓ સંભાળ રાખનાર સ્વર્ગમાંના પિતાની સમીપ જશે.—યશા. ૪૧:૧૦.

શું તમે પાયોનિયર બની શકો?

૧૬. જો તમે પાયોનિયર બનવા ઇચ્છતા હો, તો તમે શું કરશો?

૧૬ જો તમે પણ જેઓ પૂરા સમયની સેવામાં છે, તેઓ જેવા આશીર્વાદોનો આનંદ માણવા ચાહતા હો, તો તમારી ઇચ્છા યહોવાને જણાવો. (૧ યોહા. ૫:૧૪, ૧૫) જેઓ પાયોનિયરીંગ કરી રહ્યા છે, તેઓ સાથે વાત કરો. પાયોનિયર બનવા માટે મદદ કરે એવા ધ્યેય નક્કી કરો. કિથ અને એરિકાએ પણ એવું જ કર્યું. તેઓ કામ પાછળ પૂરો સમય કાઢતા અને બીજાં યુગલોની જેમ લગ્‍ન પછી તરત જ તેઓએ પણ ઘર અને કાર ખરીદ્યા હતા. તેઓ કહે છે: “અમને લાગ્યું કે એ વસ્તુઓથી સંતોષ મળશે પણ એવું થયું નહિ.” જ્યારે કિથની નોકરી જતી રહી ત્યારે તે સહાયક પાયોનિયરીંગ કરવા લાગ્યા. તે કહે છે: “પાયોનિયરીંગ કરવાથી મને ખ્યાલ આવ્યો કે, પ્રચાર કરવાથી કેટલો આનંદ આવે છે.” તેઓએ એક પાયોનિયર યુગલ સાથે દોસ્તી બાંધી, જેઓએ તેઓને સાદું જીવન રાખવા અને પાયોનિયર કરવાથી જીવનમાં આવતી ખુશીઓ જોવા મદદ કરી. કિથ અને એરિકાએ શું કર્યું? “અમે અમારા ધ્યેયોની યાદી બનાવીને ફ્રિજ પર લગાવી અને જેમ જેમ ધ્યેય પૂરો કરતા ગયા, તેમ તેમ એના પર ખરું કરતા ગયા.” સમય જતાં, તેઓ પાયોનિયર બની શક્યા.

૧૭. પાયોનિયરીંગ કરવા માટે તમારા ટાઇમ-ટેબલ કે જીવનમાં ફેરફાર કરવું કેમ ડહાપણભર્યું કહેવાશે?

૧૭ શું તમે પાયોનિયર બની શકો? જો તમે હમણાં બની શકો એમ ન હોય, તો પ્રચારમાં વધારે સમય કાઢો. તેમ જ, તમે યહોવા સાથે કઈ રીતે સંબંધ ગાઢ બનાવી શકો એ વિશે વિચારો. પ્રાર્થના કર્યા પછી, તમે જોઈ શકશો કે ટાઇમ-ટેબલ અથવા જીવનમાં ફેરફાર કરવાથી તમે પાયોનિયર બની શકશો. જો તમે, પાયોનિયરીંગ કરી શકો તો એ માટે જે કંઈ જતું કરો છો, એના કરતાં અનેક ગણા આશીર્વાદો મળશે. જીવનમાં રાજ્યને પ્રથમ મૂકવાથી તમને સંતોષ મળશે. (માથ. ૬:૩૩) બીજાઓને મદદ કરવાથી તમારી ખુશીમાં વધારો થશે. વધુમાં, તમારી પાસે યહોવા વિશે વિચારવા અને કહેવા ઘણી બધી તકો હશે, જેનાથી તેમના માટેનો પ્રેમ વધશે અને તેમને ખુશ કરી શકશો.