ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑક્ટોબર ૨૦૧૩
આ અંકમાં ઈશ્વરની શક્તિ અને ડહાપણને પુરવાર કરતી સાબિતીઓ તપાસીશું. તેમ જ, શીખીશું કે ઈસુની પ્રેમાળ પ્રાર્થનાની સુમેળમાં કઈ રીતે ચાલી શકીએ.
તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા ફિલિપાઈન્સમાં
જાણો કે અમુકને પોતાની નોકરી જતી કરીને, પોતાનું બધું વેચીને અને ફિલિપાઈન્સમાં દૂરના વિસ્તારોમાં જવાનું ઉત્તેજન શાનાથી મળ્યું?
સૃષ્ટિ ઈશ્વરને પ્રગટ કરે છે
જાણો કે આપણે સર્જનહાર વિશેનું સત્ય સમજવામાં બીજાઓને કઈ રીતે મદદ કરી શકીએ. તેમ જ, તેમનામાં આપણી શ્રદ્ધા કઈ રીતે અડગ રાખી શકીએ.
‘યહોવાની સેવા કરીએ’
શેતાનના ગુલામ ન બની બેસીએ, માટે આપણે શું કરી શકીએ? યહોવાના વફાદાર સેવક બની રહેવાથી કયા આશીર્વાદો મળે છે?
જીવન સફર
યહોવા પર ભરોસો રાખવાથી ઘણા આશીર્વાદો મળ્યા
મેલકમ અને ગ્રેસ એલને ૭૫થી વધુ વર્ષ યહોવાની સેવા કરી છે. વાંચો કે તેઓ કઈ રીતે શીખ્યા કે યહોવા પર ભરોસો રાખનારને તે ઘણા આશીર્વાદ આપે છે.
સારી રીતે તૈયાર કરેલી પ્રાર્થના પરથી શીખીએ
લેવીઓની પ્રાર્થના પરથી આપણે શું શીખી શકીએ? આપણી પ્રાર્થનાઓ કઈ રીતે વધુ સારી બનાવી શકીએ?
ઈસુની પ્રેમાળ પ્રાર્થનાની સુમેળમાં ચાલીએ
પ્રાર્થનામાં ઈસુએ પોતાની ઇચ્છાઓ વિશે માંગતા પહેલા ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થવા વિશે માંગ્યું. આપણે ઈસુની એ પ્રાર્થનાની સુમેળમાં કઈ રીતે ચાલી શકીએ?
લોકોને સાવચેત કરવા, થોડું વધારે કરી શકો?
જાણો કે દરરોજની પ્રવૃત્તિઓમાં અમુકે કઈ રીતે લોકોને ખુશખબર જણાવવાની દરેક તક ઝડપી લીધી.