સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જરૂરિયાતમાં હોય તેઓને કઈ રીતે મદદ કરશો

જરૂરિયાતમાં હોય તેઓને કઈ રીતે મદદ કરશો

ભાઈ ફ્રાન્સવા એક દેશમાં વડીલ છે. તે જણાવે છે: “ચૂંટણીમાં હારેલા પક્ષે પરિણામનો વિરોધ કર્યો. એના લીધે દેશમાં હિંસા ફાટી નીકળી. અરે, હજારો યહોવાના સાક્ષીઓએ પોતાનું ઘર છોડીને નાસી જવું પડ્યું. ખોરાક અને દવાઓની અછત ઊભી થઈ, બીજી જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા. બધી બૅન્કો બંધ થઈ ગઈ. બધાં એ.ટી.એમ. મશીનો પણ બંધ થયાં અથવા એમાં પૈસા ખલાસ થઈ ગયા.”

આખા દેશમાંથી બેઘર થયેલા સાક્ષીઓને રાજ્યગૃહમાં ભેગા કરવામાં આવ્યા. શાખામાંથી ભાઈઓએ તરત પૈસા અને જરૂરી સામાન મોકલ્યો. બંને રાજકીય પક્ષોએ રસ્તા રોકી રાખ્યા હતા. પરંતુ, તેઓ જાણતા હતા કે સાક્ષીઓ રાજકારણમાં કોઈ પણ રીતે ભાગ લેતા નથી. તેથી, શાખાનાં વાહનોને તેઓએ પસાર થવાં દીધાં.

ભાઈ ફ્રાન્સવા આગળ જણાવે છે: “એક રાજ્યગૃહમાં જતી વખતે, રસ્તામાં સંતાઈ રહેલા સૈનિકોએ અમારાં વાહન પર ગોળી ચલાવી. જોકે, ગોળી અમારી બાજુમાંથી નીકળી ગઈ. પછી અમે જોયું કે એક સૈનિક બંદૂક સાથે અમારી તરફ દોડી રહ્યો છે. તેને જોઈને અમે તરત જ વાહન પાછું વાળ્યું અને પાછા શાખા કચેરીએ જતા રહ્યા. જીવ બચાવવા માટે અમે યહોવાનો આભાર માન્યો. બીજા દિવસે, રાજ્યગૃહમાં રોકાયેલાં ૧૩૦ ભાઈ-બહેનો બીજા સલામત સ્થળે પહોંચી ગયાં. તેમ જ, અમુક શાખામાં આવ્યા. દેશમાં પરિસ્થિતિ સુધરી નહીં ત્યાં સુધી શાખાએ તેઓની ભક્તિ અને જીવનની જરૂરિયાતો પૂરી કરી.”

ફ્રાન્સવા કહે છે: “આખા દેશમાંથી ઊંડો આભાર વ્યક્ત કરતા ભાઈ-બહેનોના ઘણા પત્રો શાખાને મળ્યા. એમાં તેઓએ જણાવ્યું કે ‘બીજાં ભાઈ-બહેનોએ અમને જે મદદ કરી એનાથી યહોવામાં અમારી શ્રદ્ધા વધુ મજબૂત થઈ છે.’”

આફતોમાં સપડાયેલાં ભાઈ-બહેનોને આપણે ફક્ત “તાપો, અને તૃપ્ત થાઓ” કહેતા નથી. (યાકૂ. ૨:૧૫, ૧૬) પરંતુ, તેઓનાં જીવનની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરીએ છીએ. પ્રથમ સદીમાં એવું જ બન્યું હતું. આવનાર વિપત્તિ વિશે ચેતવણી મળી ‘ત્યારે શિષ્યોએ નક્કી કર્યું કે, દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહુદામાં રહેનાર ભાઈઓને કંઈક મદદ મોકલવી.’—પ્રે.કૃ. ૧૧:૨૮-૩૦.

મદદની જરૂર હોય તેઓને આપણે જીવનની જરૂરિયાતો પૂરી કરવામાં રાજીખુશીથી સહાય કરીએ છીએ. જોકે, લોકોને ભક્તિની ભૂખ પણ હોય છે. (માથ. ૫:૩) લોકો એ ભૂખ વિશે જાણીને એને પૂરી કરી શકે માટે ઈસુએ અનુયાયીઓને આજ્ઞા કરી કે શિષ્યો બનાવે. (માથ. ૨૮:૧૯, ૨૦) એ કાર્ય કરવા માટે આપણે પોતાનાં સમય, શક્તિ અને પૈસાનો ઉપયોગ કરીએ છીએ. આપણી સંસ્થાને જે દાન મળે છે, એનો અમુક ભાગ લોકોની જરૂરિયાતો પૂરી કરવામાં વપરાય છે. પરંતુ, મોટા ભાગનાં દાનોનો ઉપયોગ સંગઠન ચલાવવા અને રાજ્ય સંદેશો ફેલાવવા માટે થાય છે. આમ, આપણે ઈશ્વર અને પડોશી પ્રત્યે પ્રેમ બતાવીએ છીએ.—માથ. ૨૨:૩૭-૩૯.

યહોવાના સાક્ષીઓના દુનિયાભરમાં થતાં કામ માટે ઘણા લોકો દાન આપે છે. તેઓ ખાતરી રાખી શકે કે એ દાનનો સારો ઉપયોગ કરવામાં આવશે. મદદની જરૂર હોય એવાં ભાઈ-બહેનોને, શું તમે મદદ આપી શકો? શું તમે શિષ્યો બનાવવાનાં કામને ટેકો આપવા ઇચ્છો છો? એમ હોય તો, ‘ભલુ કરવાની શક્તિ તમારા હાથમાં હોય તો, જેને જરૂર છે તેનાથી એ પાછું ન રાખો.’—નીતિ. ૩:૨૭.