શું તમને યાદ છે?
છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?
ઈસુએ ક્યારે “બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો”? (૧ પીત. ૩:૧૯)
દેખીતું છે કે, સજીવન થયાના થોડા જ સમય પછી ઈસુએ જાહેર કર્યું કે, ખરાબ દૂતો પર કઈ રીતે ન્યાય ચુકાદો આવશે.—૬/૧૫, પાન ૨૩.
ઈસુ ક્યારે ઘેટાં અને બકરાં જેવા લોકોનો ન્યાય કરશે? (માથ. ૨૫:૩૨)
જૂઠા ધર્મોના વિનાશ પછી મોટી વિપત્તિના સમયગાળામાં ઈસુ આવશે ત્યારે, સર્વ દેશના લોકોનો ન્યાય કરશે.—૭/૧૫, પાન ૬.
ઘઉં અને કડવા દાણાના દૃષ્ટાંતમાં જણાવેલી ભૂંડું કરનાર વ્યક્તિઓ ક્યારે રડશે અને દાંત પીસશે? (માથ. ૧૩:૩૬, ૪૧, ૪૨)
તેઓ એવું મોટી વિપત્તિ વખતે કરશે, જ્યારે તેઓને ભાન થશે કે, હવે વિનાશમાંથી બચવાનો કોઈ રસ્તો નથી.—૭/૧૫, પાન ૧૩.
વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર વિશે ઈસુના શબ્દો ક્યારે પૂરા થયા? (માથ. ૨૪:૪૫-૪૭)
એ શબ્દો સાલ ૩૩ના પેન્તેકોસ્તમાં પૂરા થયા ન હતા. પણ, ૧૯૧૪ પછી પૂરા થવાનું શરૂ થયું. સાલ ૧૯૧૯માં ચાકરને ઈસુએ પોતાના ‘ઘરના’ પર ઠરાવ્યો. ‘ઘરનાʼઓમાં દરેક ભાઈ-બહેનોનો સમાવેશ થાય છે જેઓને ઈશ્વરનું શિક્ષણ મળે છે.—૭/૧૫, પાન ૨૧-૨૩.
ઈસુ ક્યારે પોતાની બધી સંપત્તિ પર વિશ્વાસુ ચાકરને ઠરાવશે?
એ ભાવિમાં થનાર મોટી વિપત્તિ વખતે બનશે જ્યારે વિશ્વાસુ ચાકરને સ્વર્ગમાં ઈનામ મળશે.—૭/૧૫, પાન ૨૫.
સક્સેનહુસેન છાવણીમાં, લાંબી કૂચમાં ટકી રહેવા ૨૩૦ સાક્ષીઓને યહોવાની મદદ ઉપરાંત બીજા શામાંથી મદદ મળી?
ભૂખમરો અને બીમારીને કારણે બધા જ લોકો કમજોર થઈ ગયા હતા. છતાં, ભાઈ-બહેનો એકબીજાને હિંમત ન હારવાનું ઉત્તેજન આપતાં રહ્યાં.—૮/૧૫, પાન ૧૮.
ઈસ્રાએલીઓ યરદન નદી પાર કરીને વચનના દેશમાં પહોંચ્યા એ અહેવાલથી આપણને શા માટે ઉત્તેજન મળે છે?
નદી છલોછલ વહેતી હોવા છતાં યહોવાએ પાણી ઠરાવી નાખ્યું, જેથી લોકો નદીને પાર કરી શકે. આમ, યહોવા પર ઈસ્રાએલીઓની શ્રદ્ધા અને ભરોસો મજબૂત બન્યાં હશે. એ અહેવાલથી આપણને પણ ઉત્તેજન મળે છે.—૯/૧૫, પાન ૧૬.
મીખાહ ૫:૫માં આપેલી સાત પાળકો તથા આઠ સરદારોની ભવિષ્યવાણી આપણા સમયમાં કઈ રીતે પૂરી થઈ રહી છે?
આપણને સમજણ મળી કે મીખાહ ૫:૫માં દર્શાવેલા “સાત પાળકો તથા આઠ સરદારો” મંડળના નિયુક્ત વડીલોને રજૂ કરે છે. વડીલો ભાવિમાં થનાર હુમલા સામે ટકી રહેવા ઈશ્વરના લોકોને મજબૂત કરે છે.—૧૧/૧૫, પાન ૨૦.