ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ ઑગસ્ટ ૨૦૧૪

આ અંકમાં સપ્ટેમ્બર ૨૯થી ઑક્ટોબર ૨૬, ૨૦૧૪ માટેના લેખો છે.

શું તમને “વખતસર ખાવાનું” મળી રહ્યું છે?

શું એક વ્યક્તિએ શ્રદ્ધા અડગ રાખવા વિશ્વાસુ ચાકર દ્વારા અપાતી બધી જ માહિતી મેળવવી પડશે?

યહોવાના હેતુમાં સ્ત્રીઓની શી ભૂમિકા છે?

આપણે જાણીશું કે એદન બાગમાં ઈશ્વર વિરુદ્ધ થયેલા બળવાની પુરુષો અને સ્ત્રીઓ પર શી અસર પડી. બાઇબલ સમયમાં ઈશ્વરનો ડર રાખતી અમુક સ્ત્રીઓના દાખલા જોઈશું. તેમ જ, જોઈશું કે આજે સ્ત્રીઓ ઈશ્વરના હેતુમાં શી ભૂમિકા ભજવે છે.

ઈશ્વરના શબ્દનો ઉપયોગ કરો—એ જીવંત છે!

યહોવાના બધા શાક્ષીઓને સાક્ષીકાર્યમાં અસરકારક થવું છે. આપણે જોઈશું કે કઈ રીતે અમુક રજૂઆતોનો ઉપયોગ કરી લોકો સાથે વાતચીત કરતી વખતે બાઇબલ અને આપણી પત્રિકાઓનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય.

કઈ રીતે યહોવા આપણી પાસે આવે છે

આપણે યહોવા સાથે નજીકનો સંબંધ કેળવવાની જરૂર છે. આપણે શીખીએ કે કઈ રીતે ઈસુના બલિદાનની કિંમત દ્વારા અને બાઇબલ દ્વારા યહોવા આપણને તેમની પાસે લાવે છે.

તમે ગમે ત્યાં હો યહોવાની વાત સાંભળો

આપણે શીખીશું કે યહોવાની વાત સાંભળવી અને તેમની સાથે વાતચીતમાં રહેવું કેટલું મહત્ત્વનું છે. આ લેખ મદદ કરશે કે આપણે કઈ રીતે શેતાનની ચાલાકીઓ અને આપણા પાપી વલણને ટાળી શકીએ, જેથી યહોવાની વાત સંભળાય.

‘તારા ફર્યા પછી ભાઈઓને સ્થિર કરજે’

જો તમે વડીલ તરીકેની સેવા જતી કરી છે અથવા તમને એ ગુમાવવી પડી છે, તો શું તમે ફરી ‘અધ્યક્ષપદની ઇચ્છા રાખી’ શકો?

વાચકો તરફથી પ્રશ્નો

ઈસુએ સાદુકીઓને કહ્યું કે તેઓ “પરણતાં નથી અને પરણાવાતાં નથી,” ત્યારે શું તે પૃથ્વી પર સજીવન થયેલાં લોકોની વાત કરી રહ્યા હતા?

આપણો ઇતિહાસ

“યુરેકા ડ્રામા”થી ઘણાને સત્ય જડ્યું

વીજળી ન હોય એવા વિસ્તારોમાં પણ “ફોટો ડ્રામા ઑફ ક્રિએશન”ની ટૂંકી આવૃત્તિ ગેસથી ચાલતાં પ્રોજેક્ટરથી જોઈ શકાતી.