ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ સપ્ટેમ્બર ૨૦૧૪

આ અંકમાં ઑક્ટોબર ૨૭થી લઈને નવેમ્બર ૩૦, ૨૦૧૪ માટેના અભ્યાસ લેખો છે.

શું તમને ખાતરી છે કે તમારી પાસે સત્ય છે?

આ લેખમાં આપણે અમુક કારણો જોઈશું કે શા માટે લોકો માને છે કે યહોવાના સાક્ષીઓ પાસે સત્ય છે. એ પણ જોઈશું કે શા માટે યહોવાના સાક્ષીઓ પોતે માને છે કે તેઓ પાસે સત્ય છે.

“ઘણાં સંકટ” છતાં ઈશ્વરને વળગી રહીએ

આ શેતાનની દુનિયા હોવાથી આપણામાંથી દરેકને સંકટોનો સામનો કરવો પડે છે. હુમલો કરવાની શેતાનની અમુક રીતો કઈ છે? આપણે કઈ રીતે એનો સામનો કરી શકીએ?

માબાપ—તમારાં બાળકોની સંભાળ રાખો

બાળકોને ‘પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં ઉછેરવાની’ જવાબદારી માબાપની છે. (એફેસી ૬:૪) આ લેખમાં ત્રણ રીતો જોઈએ જેનાથી તમે બાળકોની સારી સંભાળ લઈ શકશો અને યહોવા પ્રત્યે પ્રેમ કેળવવા મદદ કરી શકશો.

વાચકો તરફથી પ્રશ્નો

ગીતશાસ્ત્ર ૩૭:૨૫માંના દાઊદના શબ્દો અને માથ્થી ૬:૩૩માંના ઈસુના શબ્દોનો શું એવો અર્થ થાય કે, યહોવાના કોઈ પણ સાક્ષીને ક્યારેય ખોરાક-પાણીની અછત પડશે નહિ?

છેલ્લા દુશ્મન મરણનો નાશ કરાશે

મરણ અને એ તરફ લઈ જતી બીજી બાબતોને કારણે સખત દુઃખ પહોંચે છે. શા માટે લોકો મરે છે? કઈ રીતે ‘છેલ્લો શત્રુ મરણ, નાશ પામશે’? (૧ કોરીંથી ૧૫:૨૬) જાણો કે એનો જવાબ કઈ રીતે યહોવાનું અપાર જ્ઞાન, ન્યાય અને ખાસ કરીને પ્રેમના ગુણો પર ભાર મૂકે છે.

પૂરા સમયના સેવકોની કદર કરીએ

ઘણા ઈશ્વરભક્તો યહોવાની સેવામાં સખત મહેનત કરે છે. તેઓના ‘વિશ્વાસથી કરેલાં કામ’ અને ‘પ્રેમથી કરેલી મહેનતની’ કદર કરવા આપણે શું કરી શકીએ?—૧ થેસ્સાલોનીકી ૧:૩