સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે “યાજકોનું રાજ્ય” બનશો

તમે “યાજકોનું રાજ્ય” બનશો

“મારે માટે તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશો.”નિર્ગ. ૧૯:૬.

૧, ૨. સ્ત્રીના સંતાનને શા માટે રક્ષણની જરૂર હતી?

ઈશ્વરનો હેતુ કઈ રીતે પૂરો થશે એ જાણવા, બાઇબલમાં નોંધાયેલી પહેલી ભવિષ્યવાણી સમજવી ખૂબ જરૂરી છે. ઈશ્વરે એદન બાગમાં વચન આપ્યું હતું: “તારી [શેતાનની] ને સ્ત્રીની વચ્ચે તથા તારાં સંતાનની ને તેનાં સંતાનની વચ્ચે હું વેર કરાવીશ.” એ દુશ્મની કેટલી કટ્ટર હશે? યહોવાએ જણાવ્યું, “તે [સ્ત્રીનું સંતાન] તારું [શેતાનનું] માથું છૂંદશે, ને તું તેની એડી છૂંદશે.” (ઉત. ૩:૧૫) શેતાન અને સ્ત્રી વચ્ચેની દુશ્મની એટલી કટ્ટર હશે કે સ્ત્રીના સંતાનનું નામોનિશાન હટાવવા, શેતાન પોતાનું પૂરું જોર લગાવી દેશે.

તેથી જ, કોઈ નવાઈ નથી કે ઈશ્વરના લોકો વિશે આમ પ્રાર્થના કરવામાં આવી: ‘તમારા શત્રુઓ હુલ્લડ કરે છે અને તમને ધિક્કારનારાઓએ માથું ઊંચું કર્યું છે. તેઓ તમારા લોક વિરુદ્ધ કપટ ભરેલી યોજના કરે છે, તમારા લોકોની વિરુદ્ધ તેઓ મસલત કરે છે. તેઓએ કહ્યું છે, “ચાલો, એ પ્રજા ન રહે એવી રીતે આપણે તેઓનો વિનાશ કરીએ.”’ (ગીત. ૮૩:૨-૪) શેતાનનો ધ્યેય હતો કે જે વંશમાંથી સંતાન આવવાનું હતું, એનો ગમે તેમ કરીને નાશ કરે. પરંતુ, યહોવા એ વંશને બચાવવા અને મસીહી રાજ્ય સફળ થશે એવી ખાતરી આપવા માંગતા હતા. તેથી, તેમણે બીજા અમુક કરાર કર્યા.

 સંતાનનું રક્ષણ કરતો કરાર

૩, ૪. (ક) નિયમ કરાર ક્યારે લાગુ થયો અને ઈસ્રાએલીઓએ શું કરવાનો સ્વીકાર કર્યો? (ખ) નિયમ કરારની રચના શાના રક્ષણ માટે થઈ?

ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબનો વંશ લાખોની સંખ્યામાં વધ્યો. એ પછી, યહોવાએ તેઓનું એક રાષ્ટ્ર બનાવ્યું, જે પ્રાચીન ઈસ્રાએલ તરીકે ઓળખાયું. ઈશ્વરે મુસા દ્વારા એ રાષ્ટ્ર સાથે એક ખાસ કરાર કર્યો. ઈશ્વરે તેઓને નિયમ કરાર આપ્યો, જેને આધીન રહેવાનો ઈસ્રાએલ પ્રજાએ સ્વીકાર કર્યો. બાઇબલ જણાવે છે કે મુસાએ “કરારનું પુસ્તક લઈને લોકોના સાંભળતાં વાંચ્યું; અને તેઓએ કહ્યું, યહોવાએ જે કહ્યું છે તે બધું અમે કરીશું ને પાળીશું. પછી મુસાએ રક્ત [અર્પણના બળદનું રક્ત] લીધું, ને લોકો પર છાંટીને કહ્યું, જુઓ, તમારી સાથે યહોવાએ આ સર્વ વચનો સંબંધી જે કરાર કર્યો છે, તેનું રક્ત આ છે.”—નિર્ગ. ૨૪:૩-૮.

નિયમ કરાર ઈ.સ. પૂર્વે ૧૫૧૩માં લાગુ થયો. એ કરાર દ્વારા યહોવાએ પ્રાચીન ઈસ્રાએલીઓને એક ખાસ હેતુ માટે પસંદ કર્યા. હવે, યહોવા તેઓના ન્યાયાધીશ, નિયમ આપનાર અને રાજા બનવાના હતા. (યશા. ૩૩:૨૨) ઇતિહાસ બતાવે છે કે, ઈસ્રાએલી પ્રજા ઈશ્વરનાં ન્યાયી ધોરણોને પાળતી ત્યારે અને ન પાળતી ત્યારે કેવાં પરિણામ આવતાં. ઈશ્વરે આપેલા નિયમ પ્રમાણે ઈસ્રાએલીઓએ બીજી જાતિના લોકો સાથે લગ્ન સંબંધ બાંધવાનો ન હતો. તેમ જ, તેઓએ અન્ય દેવોની ઉપાસનાથી દૂર રહેવાનું હતું. નિયમ કરાર એ રીતે રચવામાં આવ્યો, જેથી ઈબ્રાહીમના વંશને રક્ષણ મળે અને તેઓનો ઈશ્વર સાથેનો સંબંધ ન તૂટે.—નિર્ગ. ૨૦:૪-૬; ૩૪:૧૨-૧૬.

૫. (ક) નિયમ કરાર મુજબ ઈસ્રાએલ રાષ્ટ્રને કઈ તક મળી? (ખ) શા માટે યહોવાએ ઈસ્રાએલ રાષ્ટ્રનો ત્યાગ કર્યો?

નિયમ કરાર મુજબ યાજકોને ઈસ્રાએલમાં સેવા આપવા નીમવામાં આવ્યા હતા. યાજકોની એ ગોઠવણ, ભાવિમાં થનાર એક મોટી ગોઠવણને રજૂ કરતી હતી. (હિબ્રૂ ૭:૧૧; ૧૦:૧) અરે, નિયમ કરાર મુજબ તો ઈસ્રાએલ રાષ્ટ્રને “યાજકોનું રાજ્ય” બનવાની તક હતી. એનો લહાવો લેવા તેઓએ યહોવાના નિયમોને આધીન રહેવાનું હતું. (નિર્ગમન ૧૯:૫, ૬ વાંચો.) પરંતુ, અફસોસ કે તેઓ યહોવાની આજ્ઞા પાળવામાં નિષ્ફળ ગયા. તેઓએ મસીહનો નકાર કર્યો, જે ઈબ્રાહીમના સંતાનનો મુખ્ય ભાગ હતા. તેથી, યહોવાએ પણ ઈસ્રાએલી રાષ્ટ્રનો ત્યાગ કર્યો.

ઈસ્રાએલીઓએ આજ્ઞા ન પાળી એનો અર્થ એમ નથી કે નિયમ કરાર નિષ્ફળ ગયો (ફકરા ૩-૬ જુઓ)

૬. નિયમ કરારનો હેતુ શો હતો?

ઈસ્રાએલ રાષ્ટ્ર ઈશ્વરને વફાદાર ન રહ્યું હોવાથી “યાજકોનું રાજ્ય” ન બની શક્યું. પરંતુ, એનો અર્થ એવો નથી કે નિયમ કરાર નિષ્ફળ ગયો. નિયમ કરારનો હેતુ હતો કે સંતાનનું રક્ષણ થાય અને એની મદદથી લોકો મસીહને ઓળખી શકે. ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર આવ્યા અને લોકો તેમને મસીહ તરીકે પારખી શક્યા ત્યારે નિયમ  કરારનો હેતુ સફળ થયો. બાઇબલ જણાવે છે, ‘ખ્રિસ્ત તો નિયમ કરારની પૂર્ણતા છે.’ (રોમ. ૧૦:૪) ઈસ્રાએલી રાષ્ટ્ર યાજકોનું રાજ્ય ન બની શક્યું. તો હવે, એ તક કોને મળશે? એક નવું રાષ્ટ્ર બનાવવા, યહોવાએ બીજો એક કરાર કર્યો.

એક નવું રાષ્ટ્ર બનાવતો કરાર

૭. યહોવાએ યિર્મેયા દ્વારા અગાઉથી શું જણાવ્યું હતું?

નિયમ કરાર રદ થયો એનાં વર્ષો અગાઉ યહોવાએ પ્રબોધક યિર્મેયા દ્વારા જાહેર કર્યું કે તે બીજો એક કરાર કરશે. યહોવા ઈસ્રાએલ રાષ્ટ્ર સાથે એક “નવો કરાર” કરવાના હતા. (યિર્મેયા ૩૧:૩૧-૩૩ વાંચો.) એ કરાર નિયમ કરાર કરતા જુદો હશે. નવા કરાર મુજબ તેઓએ પાપોની માફી માટે હવે જાનવરોનાં બલિદાનો ચઢાવવાની જરૂર નહિ રહે. પરંતુ, બલિદાન વગર પાપોની માફી મેળવવી કઈ રીતે શક્ય થાત?

૮, ૯. (ક) ઈસુના લોહીથી શું શક્ય બન્યું? (ખ) નવા કરારનો જેઓ ભાગ બન્યા તેઓને કઈ તક મળી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

સદીઓ પછી, ઈસુએ સાલ ૩૩ નીસાન ૧૪મીએ એક નવી પ્રથા શરૂ કરી, જે પ્રભુનું સાંજનું ભોજન કહેવાય છે. દ્રાક્ષ દારૂના પ્યાલા વિશે તેમણે પોતાના ૧૧ વફાદાર શિષ્યોને કહ્યું, “આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.” (લુક ૨૨:૨૦) માથ્થીના અહેવાલ પ્રમાણે, ઈસુએ આમ કહ્યું હતું: “નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે.”—માથ. ૨૬:૨૭, ૨૮.

નવો કરાર અમલમાં આવે માટે ઈસુનું લોહી વહેવડાવવું જરૂરી હતું. એ લોહી એક જ વાર વહેવડાવવામાં આવ્યું. છતાં, એનાથી ઘણાઓ માટે પાપોની માફી મેળવવી શક્ય બની છે. ઈસુમાં પાપનો છાંટોય ન હતો માટે તેમને પાપોની માફીની જરૂર ન હતી. તેથી, ઈસુ નવા કરારનો ભાગ ન હતા. યહોવા દરેક મનુષ્યને ઈસુના બલિદાનનો લાભ આપી શકે છે. યહોવાએ પોતાની પવિત્ર શક્તિ દ્વારા કેટલાક ઈશ્વરભક્તોને “દીકરા” તરીકે દત્તક લીધા છે. (રોમનો ૮:૧૪-૧૭ વાંચો.) ઈસુની જેમ અભિષિક્તો પણ યહોવાની નજરે પાપ વગરના છે. તેઓ “ખ્રિસ્તની સંઘાતે વારસાના ભાગીદાર” બનશે. ઈસ્રાએલ રાષ્ટ્રએ ગુમાવેલા લહાવાને મેળવવાની તક હવે તેઓને મળશે. તેઓ “યાજકોનું રાજ્ય” બનશે. પ્રેરિત પીતરે અભિષિક્તો વિશે આમ જણાવ્યું: “તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે, તેના સદ્ગુણો તમે પ્રગટ કરો.” (૧ પીત. ૨:૯) નવા કરાર દ્વારા ઈસુના શિષ્યોને ઈબ્રાહીમના સંતાનનો બીજો ભાગ બનવાની તક મળી. સાચે જ, નવો કરાર કેટલો જરૂરી હતો!

નવો કરાર અમલમાં આવ્યો

૧૦. નવો કરાર ક્યારે અમલમાં આવ્યો? નવો કરાર અમલમાં આવે માટે શું જરૂરી હતું?

૧૦ નવો કરાર ઈસુના સાંજના ભોજન વખતે અમલમાં આવ્યો નહિ. એવું શાના આધારે કહી શકાય? એ કરાર અમલમાં આવે માટે જરૂરી હતું કે ઈસુ સ્વર્ગમાં જાય અને પોતાના બલિદાનથી ચૂકવેલી કિંમત યહોવા આગળ રજૂ કરે. ઉપરાંત, જેઓ “ખ્રિસ્તની સંઘાતે વારસાના ભાગીદાર” થવાના હતા, તેઓને પવિત્ર શક્તિ દ્વારા અભિષિક્ત કરવાની જરૂર હતી. ઈસુના શિષ્યો પર સાલ ૩૩ પેન્તેકોસ્તના દિવસે ઈશ્વરની પવિત્ર શક્તિ આવી. આમ, એ દિવસથી નવો કરાર અમલમાં આવ્યો.

૧૧. નવા કરાર દ્વારા કઈ રીતે દરેક જાતિને “ઈશ્વરના ઈસ્રાએલ”નો ભાગ બનવાની તક મળી? નવા કરારમાં કેટલાં અભિષિક્તોનો સમાવેશ થયો છે?

૧૧ યહોવાએ યિર્મેયા દ્વારા નવા કરાર વિશે જણાવ્યું, ત્યારે જ જાહેર થઈ ગયું કે સમય જતાં નિયમ કરારની જરૂર રહેશે નહિ. આમ,  નવો કરાર અમલમાં આવતાની સાથે જ નિયમ કરાર રદ થયો. (હિબ્રૂ ૮:૧૩) નવા કરાર દ્વારા યહુદીઓ અને બીજી જાતિના લોકોને ઈશ્વરના રાજ્યમાં વારસો મેળવવાની તક મળી છે. એ કરાર પ્રમાણે ‘લેખિત નિયમ દ્વારા નહિ પણ પવિત્ર શક્તિ દ્વારા તેઓના હૃદયની સુન્નત’ થાય છે. (રોમ. ૨:૨૯) ઈશ્વર પોતાના નિયમો તેઓનાં મન અને હૃદય પર લખે છે. (હિબ્રૂ ૮:૧૦) નવા કરારમાં ૧,૪૪,૦૦૦ અભિષિક્તોનો સમાવેશ થયો છે. તેઓને ઈશ્વરે એક નવી પ્રજા બનાવી છે, જેને ‘ઈશ્વરનું ઈસ્રાએલ’ કે સ્વર્ગમાંનું ઈસ્રાએલ કહેવાય છે.—ગલા. ૬:૧૬; પ્રકટી. ૧૪:૧, ૪.

૧૨. નિયમ કરારમાં અને નવા કરારમાં કઈ સમાનતાઓ છે?

૧૨ નિયમ કરારમાં અને નવા કરારમાં કઈ સમાનતાઓ છે? નિયમ કરાર યહોવા અને ઈસ્રાએલ રાષ્ટ્ર વચ્ચે કરવામાં આવ્યો હતો. એવી જ રીતે, નવો કરાર યહોવા અને સ્વર્ગીય ઈસ્રાએલ વચ્ચે થયો. નિયમ કરારમાં, યહોવા અને ઈસ્રાએલીઓ વચ્ચે મુસા મધ્યસ્થ બન્યા હતા. નવા કરારમાં યહોવા અને સ્વર્ગમાંના ઈસ્રાએલ વચ્ચે ઈસુ મધ્યસ્થ બન્યા. નિયમ કરારને અમલમાં લાવવા પ્રાણીનું રક્ત વહેવડાવવામાં આવ્યું હતું. એ જ પ્રમાણે, નવા કરારના અમલ માટે ઈસુનું રક્ત વહેવડાવવામાં આવ્યું. જેમ નિયમ કરારમાં ઈસ્રાએલીઓના આગેવાન મુસા બન્યા હતા, તેમ નવા કરારમાંના લોકો માટે ઈસુ મંડળના શિર તરીકે આગેવાન બન્યા.—એફે. ૧:૨૨.

૧૩, ૧૪. (ક) નવો કરાર રાજ્ય સાથે કઈ રીતે જોડાયેલો છે? (ખ) ‘ઈશ્વરનું ઈસ્રાએલ’ ઈસુ સાથે રાજ કરી શકે માટે શું જરૂરી હતું?

૧૩ નવો કરાર રાજ્ય સાથે કઈ રીતે જોડાયેલો છે? એ કરાર દ્વારા એક પવિત્ર પ્રજા બનાવવામાં આવી, જેને રાજાઓ અને યાજકો તરીકે સ્વર્ગમાં રાજ કરવાનો લહાવો મળશે. એ પ્રજા ઈબ્રાહીમના સંતાનનો બીજો ભાગ પણ બની. (ગલા. ૩:૨૯) એ રીતે, નવા કરારથી ખાતરી મળે છે કે ઈબ્રાહીમ સાથેના કરાર પ્રમાણે થશે.

૧૪ નવા કરાર દ્વારા ‘ઈશ્વરનું ઈસ્રાએલ’ બનાવવામાં આવ્યું. તેમ જ, અભિષિક્તોને “ખ્રિસ્તની સંઘાતે વારસાના ભાગીદાર” બનવાનો હક મળ્યો. પરંતુ, અભિષિક્તો રાજાઓ અને યાજકો તરીકે ઈસુ સાથે રાજ કરી શકે માટે તેઓ અને ખ્રિસ્ત વચ્ચે પણ એક કરારની જરૂર હતી. શા માટે? ચાલો જોઈએ.

ખ્રિસ્ત સાથે રાજ કરવાનો કરાર

૧૫. ઈસુએ પોતાના શિષ્યો સાથે કયો કરાર કર્યો?

૧૫ પ્રભુના સાંજના ભોજનને પ્રથમ વાર ઊજવતી વખતે ઈસુએ પોતાના વફાદાર શિષ્યો સાથે રાજ્યનો કરાર કર્યો. (લુક ૨૨:૨૮-૩૦ વાંચો.) એ એક જ એવો કરાર છે જે ઈસુએ કર્યો છે. એ કરાર, ઈસુ અને અભિષિક્તો વચ્ચે થયો. એ સમયે ઈસુએ કહ્યું: ‘મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું છે.’ એ શબ્દોથી ઈસુ કદાચ ‘મેલ્ખીસેદેક જેવા યાજક’ માટેના કરારનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે યહોવાએ ઈસુની સાથે કર્યો હતો.—હિબ્રૂ ૫:૫, ૬.

૧૬. રાજ્યના કરાર દ્વારા અભિષિક્તો માટે શું શક્ય બન્યું?

૧૬ ઈસુએ તેમના ૧૧ વફાદાર શિષ્યોને કહ્યું હતું, “મારાં પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે જ છો.” એ પછી, રાજ્ય માટે કરેલા કરારથી શિષ્યોને ખાતરી મળી કે તેઓ ઈસુ સાથે રાજાઓ તરીકે રાજ કરશે અને યાજકો તરીકે સેવા આપશે. જોકે, એ લહાવો ફક્ત ૧૧ શિષ્યો પૂરતો સીમિત ન હતો. પ્રેરિત યોહાનને દર્શનમાં ઈસુએ આમ જણાવ્યું: ‘જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલો છું.’ (પ્રકટી. ૩:૨૧) આમ, રાજ્યનો કરાર ૧,૪૪,૦૦૦ અભિષિક્તો સાથે કરવામાં આવ્યો. (પ્રકટી. ૫:૯, ૧૦;  ૭:૪) એ કરાર અભિષિક્તોને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવાનો હક આપે છે. એને સમજવા, એક કન્યાનો વિચાર કરો જે રાજા સાથે લગ્ન કરવા પસંદ કરાયેલી છે. લગ્ન પછી, એ કન્યા પણ રાજા સાથે રાજ કરવાની હકદાર બને છે. એવી જ રીતે, અભિષિક્તોને ખ્રિસ્તની “કન્યા” અને “પવિત્ર કુમારિકા” તરીકે લગ્ન માટે પસંદ કરવામાં આવ્યા છે.—પ્રકટી. ૧૯:૭, ૮; ૨૧:૯; ૨ કોરીં. ૧૧:૨.

ઈશ્વરના રાજ્યમાં અડગ ભરોસો રાખીએ

૧૭, ૧૮. (ક) રાજ્ય સાથે જોડાયેલા ૬ કરારો વિશે જણાવો. (ખ) આપણે શા માટે ઈશ્વરના રાજ્યમાં અડગ ભરોસો રાખીએ છીએ?

૧૭ આપણે આ બે લેખોમાં જે બધા કરારો વિશે ચર્ચા કરી, એ ઈસુના રાજ્યના કોઈકને કોઈક મહત્ત્વનાં પાસાં સાથે જોડાયેલા છે. (અગાઉના લેખમાં આ માહિતી જુઓ: “યહોવા પોતાનો હેતુ કઈ રીતે પૂરો કરશે”) એ કરારો દ્વારા એક વાત સ્પષ્ટ થાય છે કે ઈશ્વરના રાજ્યનો હેતુ ચોક્કસ સફળ થશે. મસીહી રાજ્ય દ્વારા મનુષ્યો અને પૃથ્વી માટેનો પોતાનો હેતુ ઈશ્વર અચૂક પૂરો કરશે.—પ્રકટી. ૧૧:૧૫.

મસીહી રાજ્ય દ્વારા, યહોવા પૃથ્વી માટેનો પોતાનો હેતુ પૂરો કરશે (ફકરા ૧૫-૧૮ જુઓ)

૧૮ એમાં કોઈ શંકા નથી કે ઈશ્વરનું રાજ્ય જ મનુષ્યોની દરેક મુશ્કેલીઓનો ઉકેલ લાવશે. આપણને અડગ ભરોસો છે કે રાજ્ય દ્વારા મનુષ્યોને હંમેશ માટેના આશીર્વાદો મળશે. તેથી, ચાલો આપણે પૂરા ઉમંગથી બધાને રાજ્ય વિશે જણાવીએ!—માથ. ૨૪:૧૪.