સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રાજીખુશીથી આપનારને યહોવા આશીર્વાદ આપે છે

રાજીખુશીથી આપનારને યહોવા આશીર્વાદ આપે છે

આપણા સરજનહારે આપણને પસંદગી કરવાની છૂટ આપી છે. એ અમૂલ્ય ભેટ આપીને તેમણે મનુષ્યોને માન આપ્યું છે. ઘણા એ ભેટનો ઉપયોગ નિઃસ્વાર્થ રીતે યહોવાની ભક્તિ કરવામાં, તેમના પવિત્ર નામને મહિમા આપવામાં અને તેમના મહાન હેતુને ટેકો આપવામાં કરે છે. એવા લોકોને યહોવા અઢળક આશીર્વાદ આપે છે. યહોવા નથી ઇચ્છતા કે આપણે ફરજ પડવાથી અથવા ડરને લીધે તેમની આજ્ઞાઓ પાળીએ. અરે, તેમને મન તો સાચા પ્રેમને લીધે અને ઊંડી કદરને લીધે થતી ભક્તિ ઘણી કીમતી છે.

ચાલો, ઈસ્રાએલીઓનો દાખલો લઈએ. તેઓ સિનાયના વેરાન વિસ્તારોમાં હતા ત્યારે યહોવાએ તેમને ઉપાસના માટે એક સ્થળ તૈયાર કરવા માર્ગદર્શન આપ્યું. તેમણે મુસા દ્વારા જણાવ્યું: “યહોવાને માટે તમારામાંથી અર્પણ લો; જે કોઈના મનમાં આપવાની ઇચ્છા હોય તે યહોવાને માટે અર્પણ લાવે.” (નિર્ગ. ૩૫:૫) દરેક ઈસ્રાએલી પોતાની ક્ષમતા મુજબ આપી શકતો. તેઓ ચાહે એ દાનમાં આપી શકતા. તેમ જ, ગમે તેટલા પ્રમાણમાં આપી શકતા, જેથી યહોવાનો હેતુ પૂરો કરવામાં એ બધાં દાનનો ઉપયોગ થઈ શકે. યહોવાની આજ્ઞા પ્રત્યે ઈસ્રાએલીઓએ કેવું વલણ બતાવ્યું?

‘જેઓને હોંશ હતી અને જેઓના દિલમાં આપવાની ઇચ્છા હતી તેઓ રાજીખુશીથી યહોવાને માટે અર્પણ લાવ્યા.’ યહોવાના કામને માટે પુરુષો અને સ્ત્રીઓ ખુશીથી આવી ભેટ લાવ્યા: નથનીઓ, કાનના કુંડળો, બંગડીઓ, સોનું, રૂપું, પિત્તળ, ભૂરા ને જાંબુડા ને કિરમજી રંગનાં ઊન, ઝીણા કાંતેલાં શણના કાપડ અને બકરાંના વાળનાં કાપડ, લાલ રંગ કરેલાં ઘેટાનાં ચામડાં, સીલ માછલાંનાં ચામડાં, બાવળનું લાકડું, કીમતી રત્નો, તેલ અને સુગંધીઓ. દાનમાં ‘જે સામાન આવ્યો તે સઘળું કામ કરવાને વાસ્તે બસ હતો, જરૂર કરતાં વધારે હતો.’—નિર્ગ. ૩૫:૨૧-૨૪, ૨૭-૨૯; ૩૬:૭.

એ જોઈને યહોવાને ખૂબ ખુશી થઈ. જોકે, તેમની ખુશીનું કારણ વસ્તુઓ નહિ પણ રાજીખુશીથી આપનાર લોકો હતા. યહોવાની ભક્તિને ટેકો આપવા તે લોકો પોતાનાં સમય અને શક્તિ વાપરવા તૈયાર હતા. બાઇબલ જણાવે છે કે, ‘દરેક કુશળ સ્ત્રીઓએ પોતાને હાથે કાંતવાનું કામ કર્યું. અને જે સ્ત્રીઓના મનમાં પ્રેરણા થઈ, તેઓએ બકરાંના વાળ કાંત્યાં.’ ઉપરાંત, યહોવાએ બસાલએલને ‘બુદ્ધિ, સમજણ, જ્ઞાન અને સર્વ પ્રકારની કળા ને કુશળતા’ આપ્યાં. ઈશ્વરે બસાલએલ અને આહોલીઆબને સોંપેલું કામ પૂરું કરવા કુશળ કારીગર બનાવ્યા.—નિર્ગ. ૩૫:૨૫, ૨૬, ૩૦-૩૫.

યહોવાએ ઈસ્રાએલીઓને દાન આપવાનો લહાવો આપ્યો. યહોવાને પૂરી ખાતરી હતી કે સાચી ભક્તિને ટેકો આપવા તેઓ ‘મનની ઇચ્છા પ્રમાણે’ રાજીખુશીથી આપશે. તેઓની ઉદારતા જોઈને યહોવાએ તેઓને માર્ગદર્શન આપ્યું અને તેઓનો આનંદ વધાર્યો. યહોવાએ બતાવી આપ્યું કે રાજીખુશીથી આપનારને તે આશીર્વાદો આપે છે. તેમ જ, તેમની ઇચ્છા પ્રમાણે કરનારને યહોવા કુશળતા આપે છે અને કશાની ખોટ પડવા દેતા નથી. (ગીત. ૩૪:૯) જો આપણે પણ નિઃસ્વાર્થ રીતે અને રાજીખુશીથી યહોવાની ભક્તિ કરીશું, તો તે આપણને ચોક્કસ આશીર્વાદ આપશે.

^ ફકરો. 9 ભારત માટે “Jehovah’s Witnesses of India”ના નામે મોકલી શકો.

^ ફકરો. 11 ભારતનો પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિઓ આ વેબસાઇટનો ઉપયોગ કરી શકે છે: jwindiagift.org

^ ફકરો. 16 નિર્ણય લેતા પહેલાં કૃપા કરીને તમારા વિસ્તાર માટેની શાખા કચેરીને પૂછપરછ કરો.

^ ફકરો. 24 ભારતમાં આ પુસ્તિકા “કીમતી વસ્તુઓથી યહોવાનું સન્માન કરો” અંગ્રેજી, કન્નડા, મલયાલમ, હિંદી, તામિલ અને તેલુગુમાં પ્રાપ્ય છે.