સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

શું શબને બાળવું ખ્રિસ્તીઓ માટે યોગ્ય ગણાય?

મરણ પામેલી વ્યક્તિના શરીરને બાળવામાં આવે કે દાટવામાં આવે, એ નિર્ણય વ્યક્તિ પોતે અગાઉથી જણાવી રાખી શકે અથવા તેનું કુટુંબ નિર્ણય લઈ શકે. ખરું કે, બાઇબલ એ વિષય પર સીધેસીધી માહિતી આપતું નથી. જોકે, ધ્યાનમાં લેવા જેવું છે કે રાજા શાઊલ અને તેમના દીકરા યોનાથાનના શબને બાળ્યાં પછી દાટવામાં આવ્યાં હતાં. (૧ શમૂ. ૩૧:૨, ૮-૧૩)—૬/૧૫, પાન ૭.

ધુમ્રપાન કેટલું જીવલેણ સાબિત થયું છે?

ગઈ સદીમાં એણે દસ કરોડ લોકોને મારી નાખ્યા. દર વર્ષે આશરે સાઠ લાખ લોકોનું જીવન છીનવી લે છે.—૭/૧, પાન ૩.

પોર્નોગ્રાફીની લાલચનો નકાર કરવા આપણે શું કરવું જોઈએ?

આ ત્રણ પગલાં મદદરૂપ બનશે: (૧) જાતીય લાગણી ઉશ્કેરતાં ચિત્રો કે દૃશ્યોથી નજર ફેરવી લેવી જોઈએ. (૨) ખોટા વિચારો મનમાં આવે ત્યારે, વિચારવાનું તરત જ બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. (૩) આપણે એવી ફિલ્મો અને વેબ સાઇથી દૂર રહીએ જેમાં પોર્નોગ્રાફી હોય.—૭/૧, પાન ૯-૧૧.

જરૂર વધુ છે એવા દેશોમાં જઈને સેવા આપતાં ભાઈ-બહેનોને કેવા પડકારોનો સામનો કરવો પડે છે?

આ ત્રણ પડકારોનો સામનો કરવો પડે છે: (૧) તેઓએ અલગ જીવન ઢબ અપનાવવી પડે છે, (૨) તેઓને ઘરની યાદ સતાવી શકે અને (૩) ત્યાંના ભાઈ-બહેનોનાં રીતરિવાજો પ્રમાણે જીવનને ઢાળવું પડે છે. એ પડકારો પર જીત મેળવનાર ઘણાં ભાઈ-બહેનોને પુષ્કળ આશીર્વાદ મળ્યા છે.—૭/૧૫, પાન ૪-૫.

શા માટે નવી પત્રિકાઓ અસરકારક અને વાપરવામાં સહેલી છે?

નવી પત્રિકાઓમાં માહિતીને એક સરખી રીતે રજૂ કરવામાં આવી છે. દરેક પત્રિકા આપણને બાઇબલની એક કલમ વાંચવા અને ઘરમાલિકને એક સવાલ પૂછવા પ્રેરે છે. વ્યક્તિ ગમે તે જવાબ આપે, આપણે પત્રિકાની અંદર આપેલા બાઇબલના વિચારો બતાવી શકીએ છીએ. આપણે ફરી મુલાકાત માટે પણ બીજા એક સવાલ પર ધ્યાન દોરી શકીએ છીએ.—૮/૧૫, પાન ૧૩-૧૪.

બાળકોની સંભાળ રાખવા માબાપ શું કરી શકે?

બાળકોને સારી રીતે જાણવા તેઓનું ધ્યાનથી સાંભળવું જરૂરી છે. બાળકોની ભક્તિની ભૂખ સંતોષો. તેઓને પ્રેમાળ રીતે દોરવણી આપો. દાખલ તરીકે, બાળકના મનમાં શંકાઓ ઊઠે તો પ્રેમથી માર્ગદર્શન આપો.—૯/૧૫, પાન ૧૮-૨૧.

આપણે કેમ ખાતરી રાખી શકીએ કે ઈશ્વર આપણા પર આફતો લાવતા નથી?

ઈશ્વર પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે. તે ન્યાયી, વિશ્વાસુ અને ભરોસાપાત્ર છે. તે ઘણા દયાળુ અને કૃપાળુ પણ છે. (પુન. ૩૨:૪; ગીત. ૧૪૫:૧૭; યાકૂ. ૫:૧૧)—૧૦/૧, પાન ૪.

બાઇબલ પ્રમાણે ક્યા કરારના લીધે બીજાઓને ઈસુ જોડે રાજ કરવાનો હક મળ્યો છે?

પ્રભુના સાંજના ભોજનને પ્રથમ વાર ઊજવતી વખતે ઈસુએ પોતાના વફાદાર શિષ્યો સાથે રાજ્યનો કરાર કર્યો. (લુક ૨૨:૨૮-૩૦) એ કરાર અભિષિક્તોને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવાનો હક આપે છે.—૧૦/૧૫, પાન ૧૬-૧૭.

પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૪માં યાકૂબના આ શબ્દો જોવા મળે છે: “પોતાના નામની ખાતર એક પ્રજા.” એ કોને રજૂ કરે છે?

યહોવાએ યહુદી અને બિનયહુદી લોકોને એ પ્રજા બનવા પસંદ કર્યા હતા, જેથી તેઓ ‘યહોવાના સદ્ગુણો પ્રગટ કરે.’ (૧ પીત. ૨:૯, ૧૦)—૧૧/૧૫, પાન ૨૪-૨૫.