સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને યાદ છે?

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

શું આપણે ઈસુને પ્રાર્થના કરવી જોઈએ?

ના. ઈસુએ પોતે શીખવ્યું કે આપણે યહોવાને પ્રાર્થના કરવી જોઈએ. તેમણે પણ એમ જ કરીને આપણા માટે દાખલો બેસાડ્યો હતો. (માથ. ૬:૬-૯; યોહા. ૧૧:૪૧; ૧૬:૨૩) ઈસુના કહ્યા પ્રમાણે તેમના શિષ્યોએ પણ ઈશ્વરને પ્રાર્થના કરી, ઈસુને નહિ. (પ્રે.કૃ. ૪:૨૪, ૩૦; કોલો. ૧:૩)—૪/૧, પાન ૧૪.

દર વર્ષે સ્મરણપ્રસંગ માટે કઈ રીતોએ મન તૈયાર કરી શકીએ?

એ પ્રસંગને લગતાં બાઇબલ વાંચનની કલમો વાંચીને મનન કરીએ. આપણે સાક્ષીકાર્યમાં વધુ સમય આપીએ. ઈશ્વર દ્વારા આપણામાંના દરેકને જે આશા મળી છે એના પર પ્રાર્થનાપૂર્વક મનન કરીએ.—૧/૧૫, પાન ૧૪-૧૬.

વડીલો કઈ રીતે બીજાઓને તાલીમ આપી શકે?

નિખાલસ દિલના વડીલો, તાલીમ મેળવવા ઉત્સાહી ભાઈઓને, પોતાના હરીફ નહિ, પણ ‘સાથે કામ કરનારા’ ગણે છે. વડીલો તેઓને મંડળ માટે એક કીમતી ભેટ ગણે છે. (૨ કોરીં. ૧:૨૪) એક સફળ શિક્ષક બીજાઓને તાલીમ આપવા જરૂર ચાહશે. જોકે, તે શીખનારને ચાહે એ વધારે જરૂરી છે. (નીતિ. ૧૭:૧૭; યોહા. ૧૫:૧૫)—૪/૧૫, પાન ૬-૭.

જાપાની ભાઈ-બહેનોને કઈ અનોખી ભેટ મળી?

જાપાની ભાષામાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન બાઇબલમાંથી, માથ્થીની સુવાર્તાનું પુસ્તક બહાર પાડવામાં આવ્યું. ભાઈ-બહેનો એ પુસ્તકને સાક્ષીકાર્યમાં આપી રહ્યાં છે. બાઇબલ વિશે કંઈ જાણતા ન હોય એવા ઘણા લોકોએ એ પુસ્તકને સ્વીકાર્યું છે.—૨/૧૫, પાન ૩.

પ્રથમ સદીમાં કયા સંજોગોને લીધે શિષ્યોને સંદેશો ફેલાવવામાં મદદ મળી?

પાક્સ રોમાના વખતે રોમન સામ્રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં શાંતિ હતી. શિષ્યો સારા રસ્તાઓ પરથી સહેલાઈથી મુસાફરી કરી શકતા હતા. ગ્રીક ભાષા મોટા ભાગે વપરાતી હતી, જેના લીધે પ્રચારકાર્ય સહેલું બન્યું અને રોમના આખા સામ્રાજ્યમાં ફેલાયેલા યહુદીઓ પણ સંદેશો સાંભળી શક્યાં. તેમજ, ખ્રિસ્તીઓએ રોમન કાયદાનો લાભ ઉઠાવીને ખુશખબરનું રક્ષણ કર્યું.—૨/૧૫, પાન ૨૦-૨૩.

યહોવા કઈ રીતે આપણી સાથે વાતચીત કરે છે?

તમે નિયમિત રીતે બાઇબલ વાંચો તેમ, એમાંથી શું શીખવા મળે છે, અને એ શીખેલું તમારા જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકો, એના પર વિચાર કરો. એમ કરવાથી તમે યહોવાને પોતાની સાથે વાત કરવા દો છો. એનાથી યહોવા સાથેનો તમારો સંબંધ ગાઢ બને છે. (હિબ્રૂ ૪:૧૨; યાકૂ. ૧:૨૩-૨૫)—૪/૧૫, પાન ૨૦.

હવે આપણાં સાહિત્યમાં પ્રતિછાયા અને એની પરિપૂર્ણતા વિશે ઓછું જોવા મળે છે. એનું શું કારણ છે?

બાઇબલ અમુક પાત્રોને પ્રતિછાયા તરીકે દર્શાવે છે, જેઓ ભાવિમાં મોટા પાયે થનાર કોઈ બાબતને રજૂ કરે છે. ગલાતી ૪:૨૧-૩૧માં એનો એક દાખલો જોવા મળે છે. જોકે, બાઇબલના દરેક અહેવાલમાં પ્રતિછાયા અથવા એની ભાવિ પરિપૂર્ણતા શોધી કાઢવાનો પ્રયત્ન કરવો સારું નહિ કહેવાય. એના બદલે, હવે આપણું સાહિત્ય બાઇબલમાંથી મળતાં મહત્ત્વનાં શિક્ષણ પર વધુ ધ્યાન આપે છે. (રોમ. ૧૫:૪)—૩/૧૫, પાન ૧૭-૧૮.

શાના આધારે કહી શકાય કે પસ્તાવો ન બતાવનાર વ્યક્તિને બહિષ્કૃત કરવું એ એક પ્રેમાળ ગોઠવણ છે?

વ્યક્તિને બહિષ્કૃત કરવાનું પગલું લેવા પાછળ બાઇબલ આધારિત કારણો છે. એનાથી સારાં પરિણામો આવી શકે. (૧ કોરીં. ૫:૧૧-૧૩) એમ કરવાથી ઈશ્વરનું નામ બદનામ થતાં રોકાઈ શકે અને મંડળ શુદ્ધ રહી શકે. તેમજ, બહિષ્કૃત વ્યક્તિને પોતાની ભૂલનું ભાન થઈ શકે.—૪/૧૫, પાન ૨૯-૩૦.