સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘એવા ભાઈઓને માનયોગ્ય ગણીએ’

‘એવા ભાઈઓને માનયોગ્ય ગણીએ’

યહોવાના સાક્ષીઓના નિયામક જૂથની કેટલીક સમિતિઓ છે. વર્ષ ૧૯૯૨થી, નિયામક જૂથે એ સમિતિઓનું અમુક કામ હાથ ધરવા અનુભવી અને પરિપક્વ વડીલોને મદદનીશ તરીકે નીમ્યા છે. * એ મદદનીશો “બીજાં ઘેટાં”ના સભ્યો છે અને તેઓ નિયામક જૂથને મહત્ત્વનો ટેકો પૂરો પાડે છે. (યોહા. ૧૦:૧૬) દર અઠવાડિયે થતી એ સમિતિઓની સભામાં એના મદદનીશો હાજર રહે છે. એ સભામાં તેઓ જરૂરી માહિતી અને સલાહ-સૂચનો પૂરાં પાડે છે. જોકે, દરેક મુદ્દા પર છેલ્લો નિર્ણય નિયામક જૂથ લે છે. પછી, મદદનીશ ભાઈઓ સમિતિનું માર્ગદર્શન લાગુ પાડે છે અને જે પણ સોંપણી આપવામાં આવે એ પૂરી કરે છે. ખાસ સંમેલનો અને આંતરરાષ્ટ્રીય સંમેલનો વખતે, નિયામક જૂથના સભ્યો સાથે મદદનીશ ભાઈઓ પણ જાય છે. કેટલીક વાર મદદનીશ ભાઈઓને મુખ્યમથકના પ્રતિનિધિ તરીકે શાખા કચેરીઓની મુલાકાત લેવાની સોંપણી મળે છે.

વર્ષ ૧૯૯૨થી મદદનીશ તરીકે સેવા આપતા એક ભાઈ જણાવે છે: ‘હું મારી સોંપણી સારી રીતે હાથ ધરતો હોવાથી, નિયામક જૂથ માટે ભક્તિને લગતી બાબતો પર પૂરેપૂરું ધ્યાન આપવું શક્ય બને છે.’ બીજા એક ભાઈ ૨૦થી વધુ વર્ષોથી મદદનીશ તરીકે સેવા આપી રહ્યા છે. તેમનું કહેવું છે: ‘મને આવી સોંપણીનો લહાવો મળશે, એવી મેં કદી કલ્પના પણ કરી ન હતી.’

નિયામક જૂથ આ મદદનીશ ભાઈઓને ઘણી સોંપણીઓ આપે છે. આ વફાદાર અને મહેનતુ ભાઈઓની ઉત્તમ સેવાની નિયામક જૂથ ખૂબ કદર કરે છે. ચાલો, આપણે પણ એ ભાઈઓને વહાલા અને ‘માનયોગ્ય ગણીએ.’—ફિલિ. ૨:૨૯.

^ ફકરો. 2 નિયામક જૂથની ૬ સમિતિઓ જે જવાબદારીઓ હાથ ધરે છે, એની માહિતી માટે ગૉડ્સ કિંગ્ડમ રુલ્સ! (અંગ્રેજી) પુસ્તકમાં પ્રકરણ ૧૨ ઉપર આપેલું “હાઉ ધ ગવર્નિંગ બોડી કેર્સ ફોર કિંગ્ડમ ઇન્ટરેસટ્સ” બૉક્સ જુઓ.