ભક્તિને લગતી વાતો પર મનન કરો
“એ વાતોની ખંત રાખજે; તેઓમાં તલ્લીન રહેજે, કે તારી પ્રગતિ સર્વના જાણવામાં આવે.”—૧ તીમો. ૪:૧૫.
૧, ૨. કઈ રીતોએ મનુષ્યોનું મગજ અજોડ છે?
મનુષ્યનું મગજ એકદમ અજોડ છે. દાખલા તરીકે, આપણામાં ભાષા શીખવાની ક્ષમતા છે. એને લીધે, આપણે વાંચી, લખી અને બોલી શકીએ છીએ તેમજ સાંભળેલું સમજી શકીએ છીએ. ભાષાને લીધે યહોવાને આપણે પ્રાર્થના કરી શકીએ છીએ અને તેમની સ્તુતિના ગીતો ગાઈ શકીએ છીએ. આ ક્ષમતાને લીધે આપણે મનુષ્યો, બધાં જાનવરોથી સાવ અલગ તરી આવીએ છીએ. અરે, વૈજ્ઞાનિકો આજ સુધી પૂરી રીતે સમજી નથી શક્યા કે આપણું મગજ કઈ રીતે આવાં અદ્ભુત કામો કરી શકે છે!
૨ ભાષા વાપરવાની ક્ષમતા ઈશ્વર તરફથી એક અજોડ ભેટ છે! (ગીત. ૧૩૯:૧૪; પ્રકટી. ૪:૧૧) તેમણે આપણને બીજી પણ એક ભેટ આપી છે. એના લીધે મનુષ્ય બધાં જાનવરોથી અલગ તરી આવે છે. ઈશ્વરે પોતાના “સ્વરૂપ”માં મનુષ્યોને બનાવ્યા છે. તેથી, આપણે પણ તેમની જેમ જાતે પસંદગી કરી શકીએ છીએ. જેમ કે, આપણને પસંદ પડે એ ભાષામાં યહોવાના ગુણગાન ગાઈ શકીએ અને તેમની સેવા કરી શકીએ છીએ.—ઉત. ૧:૨૭.
૩. આપણને સમજદાર બનાવવા યહોવાએ શું આપ્યું છે?
૩ બાઇબલ આપીને યહોવાએ આપણને જણાવ્યું છે કે કઈ રીતે તેમની ભક્તિ કરવી જોઈએ અને મહિમા આપવો જોઈએ. આખું બાઇબલ કે એના અમુક ભાગો ૨,૮૦૦થી વધુ ભાષામાં મળી રહે છે. બાઇબલમાંથી જે ગીત. ૪૦:૫; ૯૨:૫; ૧૩૯:૧૭) આમ, બાઇબલમાંથી યહોવાના વિચારો જાણીને આપણે સમજદાર બની શકીએ અને અનંતજીવન મેળવી શકીએ.—૨ તીમોથી ૩:૧૪-૧૭ વાંચો.
શીખીએ એના પર મનન કરવાથી આપણું મન ઈશ્વરના વિચારોથી ભરી શકીએ છીએ. (૪. મનન કરવાનો શો અર્થ થાય? આપણે કયા પ્રશ્નોની ચર્ચા કરીશું?
૪ મનન કરવાનો અર્થ થાય કે ખૂબ ધ્યાન આપીને કોઈ વિષય પર ઊંડાણપૂર્વક અને કાળજીપૂર્વક વિચારવું. (ગીત. ૭૭:૧૨; નીતિ. ૨૪:૧, ૨) બાઇબલમાંથી યહોવા અને ઈસુ વિશે આપણે જે શીખીએ છીએ, એના પર મનન કરવાથી આપણને સૌથી વધુ ફાયદો થાય છે. (યોહા. ૧૭:૩) આ લેખમાં આપણે આ પ્રશ્નોની ચર્ચા કરીશું: આપણે કઈ રીતે વાંચવું જોઈએ, જેથી મનન કરવું સહેલું બને? આપણે શાના પર મનન કરવું જોઈએ? નિયમિત રીતે મનન કરવા અને એની મજા માણવા શું મદદ કરશે?
વ્યક્તિગત અભ્યાસનો પૂરેપૂરો ફાયદો મેળવો
૫, ૬. તમે જે વાંચો છો એને વધુ સારી રીતે સમજવા અને યાદ રાખવા શું મદદ કરી શકે?
૫ તમે કદાચ નોંધ્યું હશે કે ઘણા કામ એવા છે, જે કરતી વખતે આપણે વિચારવું પડતું નથી. જેમ કે, શ્વાસ લેવો, ચાલવું અથવા સાઇકલ ચલાવવી. એ યાદીમાં અમુક વાર આપણું વાંચન પણ આવી જાય છે. આપણે વાંચીએ છીએ તો ખરા પણ વિચારતા નથી કે શું વાંચીએ છીએ. અરે, અમુક વાર આપણી આંખો લખાણ પર હોય છે, પણ મન બીજે ક્યાંક હોય છે! એમ ન થાય માટે શું કરી શકીએ? સૌથી પહેલાં તો, પૂરું ધ્યાન આપીને વાંચીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે એ માહિતી શું કહેવા માંગે છે. લેખનો કોઈ ફકરો કે મથાળાં નીચેના ફકરા વાંચ્યા પછી જરા અટકીએ. જે વાંચ્યું હોય એના પર મનન કરીએ. એમાંથી જે શીખવા મળે એના પર વિચાર કરીએ. એટલું જ નહિ, એ માહિતીને બરાબર સમજ્યા છીએ કે નહિ એની ખાતરી કરીએ.
૬ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે કોઈ પણ લખાણ મનમાં વાંચવાને બદલે, આપણને સંભળાય એટલા અવાજે વાંચવાથી જલદી યાદ રહી જાય છે. આપણા સર્જનહાર યહોવા એ જાણે છે અને એટલે જ તેમણે યહોશુઆના પુસ્તકમાં લખાવ્યું કે નિયમશાસ્ત્રનું ‘મનન કર.’ હિબ્રૂ ભાષામાં એ શબ્દોનો અર્થ આવો પણ થઈ શકે: ‘ધીમા અવાજે વાંચ.’ (યહોશુઆ ૧:૮ વાંચો.) પોતાને સંભળાય એટલા અવાજે બાઇબલ વાંચીશું તો, આપણું ધ્યાન ફંટાશે નહિ અને માહિતીને વધુ સારી રીતે યાદ રાખવા મદદ મળશે.
૭. બાઇબલ પર મનન કરવા કયો સમય પસંદ કરવો જોઈએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૭ વાંચવામાં બહુ મહેનત કરવી પડતી નથી, પરંતુ મનન કરવા માટે ઘણું ધ્યાન આપવું પડે છે. એટલે, એ જરૂરી છે કે આપણે મનન કરવા માટે એવો સમય પસંદ કરીએ, જ્યારે આપણે થાકેલા ન હોઈએ. ઉપરાંત, મનન કરવા શાંત જગ્યા પસંદ કરીએ, જેથી આપણું મન ભટકી ન જાય. ઈશ્વરભક્ત દાઊદનો વિચાર કરો. તે રાતના સમયે પોતાની પથારીમાં મનન કરતા. (ગીત. ૬૩:૫) ઈસુ સંપૂર્ણ વ્યક્તિ હતા તોપણ, મનન અને પ્રાર્થના કરવા તેમણે શાંત જગ્યા પસંદ કરી.—લુક ૬:૧૨.
બીજા શાના પર મનન કરી શકાય?
૮. (ક) આપણે બીજી કઈ બાબતો પર મનન કરી શકીએ? (ખ) બીજાઓ સાથે યહોવા વિશે વાત કરીએ ત્યારે, યહોવાને કેવું લાગે છે?
૮ બાઇબલ પર મનન કરવું સૌથી મહત્ત્વનું છે. જોકે, મનન કરવા માટે બીજી અમુક બાબતો પણ છે. દાખલા તરીકે, યહોવાએ રચેલી અજાયબ સૃષ્ટિ. એમાંની કોઈ બાબત જુઓ ત્યારે બે ઘડી થોભીને આ સવાલ પર વિચાર કરી શકો: “એમાંથી મને યહોવા વિશે શું શીખવા મળે છે?” એમ ગીત. ૧૦૪:૨૪; પ્રે.કૃ. ૧૪:૧૭) આપણે જ્યારે પણ પ્રાર્થના અને મનન કરીએ છીએ અથવા યહોવા વિશે લોકોને જણાવીએ છીએ, ત્યારે તે એને ધ્યાનમાં લે છે. અરે, તે એનાથી ઘણા ખુશ પણ થાય છે! બાઇબલ આપણને વચન આપે છે: ‘યહોવાનું ભય રાખનારાઓ માટે અને તેમના નામનું મનન કરનારાઓ માટે યાદીનું પુસ્તક તેમની હજૂરમાં લખવામાં આવ્યું.’—માલા. ૩:૧૬.
કરવાથી આપણું દિલ યહોવાનો આભાર માનવા પ્રેરાશે. એટલું જ નહિ, યહોવા માટેની એ લાગણીઓ બીજાઓ આગળ વ્યક્ત કરવાની ઇચ્છા જાગશે. (૯. (ક) પાઊલે તીમોથીને શાના પર મનન કરવા જણાવ્યું? (ખ) સાક્ષીકાર્યમાં જતાં પહેલાં આપણે શાના પર મનન કરી શકીએ?
૯ પ્રેરિત પાઊલે તીમોથીને પોતાનાં વાણી-વર્તન અને ઉપદેશની અસર બીજાઓ પર કેવી થાય છે એના પર મનન કરવા જણાવ્યું. (૧ તીમોથી ૪:૧૨-૧૬ વાંચો.) એ સલાહ તમે પણ લાગુ પાડી શકો. દાખલા તરીકે, બાઇબલ અભ્યાસમાં જતા પહેલાં તૈયારી કરીએ ત્યારે, મનન માટે પણ સમય કાઢીએ. તમારો બાઇબલ વિદ્યાર્થી પ્રગતિ કરે માટે તમે કેવા સવાલો કે ઉદાહરણો વાપરશો એનો વિચાર કરો. આ રીતે તૈયારી કરવાથી તમારી પણ શ્રદ્ધા મજબૂત થશે. તમે એક સારા અને ઉત્સાહી શિક્ષક બની શકશો. એવી જ રીતે, સાક્ષીકાર્યમાં જતા પહેલાં મનન કરીને પોતાનું મન તૈયાર કરવાથી ફાયદો થાય છે. (એઝરા ૭:૧૦ વાંચો.) સાક્ષીકાર્યમાં તમારો ઉત્સાહ વધારવા કદાચ તમે પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાંથી કોઈ અધ્યાય વાંચી શકો. અથવા એ દિવસે તમે જે બાઇબલ કલમોનો ઉપયોગ કરવા ચાહો છો અને જે સાહિત્ય આપવાના છો એના પર મનન કરી શકો. (૨ તીમો. ૧:૬) ઉપરાંત, વિચારો કે તમારા પ્રચારવિસ્તારના લોકોનો રસ સત્યમાં વધારવા તમે શું કરી શકો. આમ, બીજાઓને શીખવવા તમે બાઇબલનો અસરકારક રીતે ઉપયોગ કરી શકશો.—૧ કોરીં. ૨:૪.
૧૦. મનન કરવા માટેની બીજી અમુક બાબતો જણાવો.
ચોકીબુરજ અને સજાગ બનો! કે પછી, સંમેલનમાં બહાર પડતાં નવાં પ્રકાશનો વાંચો અને એના પર મનન કરો. યરબુકમાંથી કોઈ અનુભવ વાંચો ત્યારે પણ બે ઘડી રોકાઈને એનો વિચાર કરો. આમ, એ અનુભવ આપણા દિલને સ્પર્શી જશે! આપણાં સાહિત્યમાંથી વાંચતી વખતે, મુખ્ય મુદ્દાઓ નીચે લીટી દોરો અને પાનની બાજુમાં આપેલી જગ્યા પર નોંધ લખો. એમ કરવાથી ફરી મુલાકાત અને પ્રવચનની તૈયારી કરવામાં મદદ મળશે. ઉપરાંત, વડીલોને કુટુંબોની ઉત્તેજન આપતી મુલાકાત લેવામાં મદદ મળશે. સૌથી મહત્ત્વનું તો, માહિતી વાંચ્યા પછી જરા થોભીને મનન કરવાથી, એ માહિતીને દિલમાં ઉતારવાની તક મળે છે. એટલું જ નહિ, જે સારી બાબતો શીખ્યા, એ માટે યહોવાનો આભાર માનવાનું મન થશે.
૧૦ બીજા શાના પર મનન કરી શકાય? જો તમે સભા અને સંમેલનોમાં પ્રવચનોની લેખિત નોંધ લેતા હો, તો એ નોંધ પર મનન કરવા સમય કાઢો. મનન કરવા આ સવાલ પર વિચાર કરો: “બાઇબલમાંથી અને યહોવાના સંગઠન પાસેથી મને શું શીખવા મળે છે?” નિયમિત રીતે આપણને મળી રહેતાંદરરોજ બાઇબલ પર મનન કરો
૧૧. મનન કરવા માટે સૌથી મહત્ત્વનું સાહિત્ય કયું છે? એના પર મનન કરવાથી કેવો ફાયદો થશે?
૧૧ મનન કરવા માટે બાઇબલ સૌથી મહત્ત્વનું સાહિત્ય છે. પરંતુ, જો આપણને બાઇબલ વાપરવાની મનાઈ કરી દેવામાં આવે તો શું? ભૂલશો નહિ કે અગાઉ શીખેલી બાબતો પર મનન કરવાથી આપણને કોઈ રોકી શકતું નથી. એવા સમયે, મોઢે યાદ હોય એવી મનપસંદ કલમો કે રાજ્યગીતો પર આપણે મનન કરી શકીએ. (પ્રે.કૃ. ૧૬:૨૫) ત્યારે, યહોવાની શક્તિ આપણને અગાઉ શીખેલી વાતો યાદ અપાવશે. આમ, આપણે પોતાની વફાદારી જાળવી શકીશું.—યોહા. ૧૪:૨૬.
૧૨. દર અઠવાડિયે બાઇબલમાંથી શું વાંચીશું એની યોજના કઈ રીતે બનાવી શકાય?
૧૨ દર અઠવાડિયે બાઇબલમાંથી શું વાંચીશું એની યોજના કઈ રીતે બનાવી શકાય? અઠવાડિયાના અમુક દિવસો દરમિયાન દેવશાહી સેવા શાળાના બાઇબલ વાંચનનો ભાગ વાંચી શકાય. બાકીના દિવસોમાં સુવાર્તાનાં પુસ્તકોમાંથી વાંચી શકાય અને ઈસુનાં શિક્ષણ તેમજ કાર્યો પર મનન કરી શકાય. (રોમ. ૧૦:૧૭; હિબ્રૂ ૧૨:૨; ૧ પીત. ૨:૨૧) આપણી પાસે સૌથી મહાન માણસ નામનું પુસ્તક પણ છે, જેમાં ઈસુના જીવનમાં બનેલા બનાવો ક્રમ પ્રમાણે જણાવ્યા છે. એ પુસ્તક વાંચવાથી આપણને સુવાર્તાનાં પુસ્તકોમાં આપેલી માહિતી સમજવા વધુ મદદ મળશે.—યોહા. ૧૪:૬.
મનન કરવું શા માટે મહત્ત્વનું છે?
૧૩, ૧૪. યહોવા અને ઈસુ વિશે મનન કરતા રહેવું શા માટે બહુ મહત્ત્વનું છે? અને એનાથી શાનું ઉત્તેજન મળે છે?
૧૩ યહોવા અને ઈસુ વિશે મનન કરવાથી, આપણને પરિપક્વ બનવા અને શ્રદ્ધામાં અડગ રહેવા મદદ મળશે. (હિબ્રૂ ૫:૧૪; ૬:૧) જે વ્યક્તિ ઈશ્વર વિશે મનન કરવામાં ઓછો સમય આપે છે, તે વ્યક્તિનો યહોવા સાથેનો નાતો ધીમે ધીમે નબળો પડતો જાય છે. અરે, એક સમય એવો આવી શકે કે યહોવા સાથે તેનો સંબંધ સાવ તૂટી જાય! (હિબ્રૂ ૨:૧; ૩:૧૨) ઈસુએ ચેતવણી આપી હતી કે ઈશ્વરનાં વચનો ‘ચોખ્ખા તથા ભલા દિલથી’ સાંભળીને એનો સ્વીકાર નહિ કરીએ તો, એને “ગ્રહણ” નહિ કરી શકીએ. અરે, એના બદલે આપણે આ ‘સંસારની ચિંતા, ધનદોલત અને એશોઆરામમાં’ તણાઈ જઈ શકીએ!—લુક ૮:૧૪, ૧૫.
૧૪ તેથી, ચાલો આપણે બાઇબલ પર મનન કરતા રહીએ અને યહોવાને વધુ સારી રીતે ઓળખીએ. એમ કરવાથી આપણને યહોવાના ગુણો અને તેમના સ્વભાવનું પૂરી રીતે અનુકરણ કરવા ૨ કોરીં. ૩:૧૮) પ્રેમાળ પિતા યહોવાના જ્ઞાનમાં આપણે કાયમ વધતા જઈએ અને તેમનું અનુકરણ કરતા રહીએ. એમ કરતા રહેવું તો આપણા માટે એક મોટું સન્માન છે!—સભા. ૩:૧૧.
ઉત્તેજન મળશે. (૧૫, ૧૬. (ક) યહોવા અને ઈસુ વિશે મનન કરવાથી તમને કઈ રીતે ફાયદો થયો છે? (ખ) અમુક વાર મનન કરવું શા માટે અઘરું બની શકે? પરંતુ, આપણે કેમ પ્રયત્નો કરતા રહેવું જોઈએ?
૧૫ યહોવા અને ઈસુ વિશે મનન કરતા રહેવાથી સત્ય માટેનો આપણો જોશ ક્યારેય ઠંડો પડશે નહિ. આપણા જોશને લીધે મંડળનાં ભાઈ-બહેનોને અને પ્રચાર વિસ્તારમાં લોકોને ઉત્તેજન મળે છે. બીજું કે, યહોવાએ આપણા માટે ઈસુના બલિદાનની કીમતી ભેટ આપી છે. એના પર મનન કરવાથી આપણું દિલ યહોવા સાથેના આપણા ગાઢ સંબંધની કદરથી ઊભરાઈ જશે! (રોમ. ૩:૨૪; યાકૂ. ૪:૮) દક્ષિણ આફ્રિકામાં રહેતા ભાઈ માર્કનો વિચાર કરો. તેમને પોતાની શ્રદ્ધાને લીધે ત્રણ વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું. તે જણાવે છે: ‘મનન કરવાને આપણે એક રોમાંચક સફર સાથે સરખાવી શકીએ. ભક્તિની બાબતમાં આપણે જેટલું વધારે મનન કરીશું, એટલું વધારે યહોવાના સ્વભાવ વિશે નવું નવું જાણી શકીશું. મને જ્યારે અમુક વાર નિરાશા અથવા ભાવિની ચિંતા સતાવે, ત્યારે હું બાઇબલના કોઈ અધ્યાય પર મનન કરવા લાગુ છું. અને જોતજોતામાં મારી ચિંતાનું તોફાન શમી જાય છે.’
૧૬ આ દુનિયામાં એવી ઘણી બાબતો છે, જે આપણું ધ્યાન ભક્તિમાંથી ફંટાવી શકે છે. તેથી, બાઇબલ પર મનન કરવા સમય ફાળવવો અઘરું બની શકે. આફ્રિકામાં રહેતા ભાઈ પૅટ્રિક કહે છે: ‘એક મેઈલબૉક્સની જેમ મારા મગજમાં જાત જાતની માહિતી હોય છે. મારે દરરોજ તપાસવું પડે કે એમાંની કઈ ઉપયોગી અને કઈ નકામી છે. મારા બધા વિચારો તપાસું ત્યારે, મને ઘણી વાર “ચિંતા”માં મૂકનારા વિચારો જડી આવે છે. એવા સમયે, હું મનન કરતાં પહેલાં યહોવાને એવા વિચારો દૂર કરવા પ્રાર્થના કરું છું. એમ કરવામાં થોડોક સમય ભલે જાય, પણ એનાથી હું મનન કરવા તૈયાર થાઉં છું અને પોતાને યહોવાની નજીક અનુભવું છું. ઉપરાંત, મારું મન સત્યને વધારે સારી રીતે સમજવા ઊઘડે છે.’ (ગીત. ૯૪:૧૯) એમાં કોઈ શંકા નથી કે દરરોજ બાઇબલ વાંચવાથી અને એના પર મનન કરવાથી આપણને ઘણી રીતે ફાયદા થાય છે.—પ્રે.કૃ. ૧૭:૧૧.
કઈ રીતે સમય કાઢશો?
૧૭. મનન કરવા તમે કઈ રીતે સમય કાઢો છો?
૧૭ અમુક લોકો બાઇબલ વાંચવા, મનન અને પ્રાર્થના કરવા વહેલી સવારે ઊઠે છે. જ્યારે કે, બીજા અમુક બપોરની રીસેસમાં એ માટે સમય કાઢે છે. તમારા માટે કદાચ બાઇબલ વાંચવાનો સૌથી સારો સમય, સાંજે અથવા સૂતા પહેલાં હોય શકે. કેટલાક લોકોને સવારે ઊઠીને અને રાતે સૂતા પહેલાં, એમ બે વાર બાઇબલ વાંચવું ગમે છે. (યહો. ૧:૮) જોકે, સૌથી મહત્ત્વનું એ છે કે “સમયનો સદુપયોગ” કરીએ. એટલે કે બિનજરૂરી કામ ટાળીને ઈશ્વરનાં વચનો પર મનન કરવા દરરોજ સમય કાઢીએ.—એફે. ૫:૧૫, ૧૬.
૧૮. બાઇબલની વાતો પર મનન કરીને લાગુ પાડનારા લોકોને યહોવાએ કયું વચન આપ્યું છે?
૧૮ યહોવાએ બાઇબલમાં વચન આપ્યું છે કે જે કોઈ એને વાંચશે અને લાગુ પાડવાનો પૂરો પ્રયત્ન કરશે, તેને યહોવા આશીર્વાદો આપશે. (ગીતશાસ્ત્ર ૧:૧-૩ વાંચો.) ઈસુએ કહ્યું હતું કે “જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે!” (લુક ૧૧:૨૮) જોકે, સૌથી મહત્ત્વનું તો આ છે: આપણે બાઇબલ પર દરરોજ મનન કરીએ છીએ ત્યારે, યહોવાને મહિમા મળે એ રીતે જીવવા મદદ મળે છે. યહોવાના નામને મહિમા આપવાથી, તે આપણને હાલમાં ખુશી અને ભાવિમાં નવી દુનિયાનું કાયમી જીવન આપશે.—યાકૂ. ૧:૨૫; પ્રકટી. ૧:૩.