સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમને યાદ છે

શું તમને યાદ છે

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

હઝકીએલમાં જણાવેલ માગોગનો ગોગ કોણ છે?

એ નામ શેતાનને દર્શાવતું નથી. એના બદલે, એ નામ રાષ્ટ્રોના સમૂહને રજૂ કરે છે, જે મોટી વિપત્તિ શરૂ થયા પછી ઈશ્વરના લોકોને મિટાવી દેવાનો પ્રયત્ન કરશે.—૫/૧૫, પાન ૨૯-૩૦.

ઈસુએ કરેલા ચમત્કારો કઈ રીતે તેમની ઉદારતા બતાવે છે?

કાના ગામમાં એક લગ્ન પ્રસંગે, ઈસુએ ચમત્કાર કરીને આશરે ૩૮૦ લિટર પાણીને દ્રાક્ષદારૂમાં બદલી દીધું. બીજા એક સમયે, ઈસુએ ચમત્કાર કરીને ૫,૦૦૦થી વધુ લોકોને જમાડ્‌યા. (યોહા. ૨: ૬-૧૧; માથ. ૧૪:૧૪-૨૧) બંને વખતે ઈસુ પોતાના પિતા યહોવાની ઉદારતાને અનુસરી રહ્યા હતા.—૬/૧૫, પાન ૪-૫.

જગતનો અંત આવશે ત્યારે, કઈ અમુક બાબતોનો અંત આવશે?

જગતનો અંત આવશે ત્યારે, જે અમુક બાબતોનો અંત આવશે તે આ છે: નિષ્ફળ ગયેલી માનવીય સરકારો; લડાઈ, હિંસા અને અન્યાય; ઈશ્વરની અને માણસોની નજરે નિષ્ફળ ગયેલા ધર્મો; અને ઈશ્વરનો વિરોધ કરનારા લોકો.—૭/૧, પાન ૩-૫.

મહાન બાબેલોનનો નાશ કરવામાં આવશે, ત્યારે શું જૂઠા ધર્મના બધા જ સભ્યોને મારી નાખવામાં આવશે?

કદાચ નહિ. ઝખાર્યા ૧૩:૪-૬ સૂચવે છે કે, ચર્ચના અમુક ધર્મગુરુઓ પણ તેઓના ધર્મનો ત્યાગ કરશે. પોતે જૂઠા ધર્મોનો ભાગ હતા, એવું સ્વીકારશે પણ નહિ.—૭/૧૫, પાન ૧૫-૧૬.

ઈશ્વરના સેવકો કઈ અમુક બાબતો પર મનન કરી શકે?

આપણે આવી બાબતો પર મનન કરી શકીએ: ઈશ્વરે બનાવેલી સૃષ્ટિ, બાઇબલની કીમતી ભેટ, પ્રાર્થનાનો અજોડ લહાવો અને ઈશ્વરે કરેલી ઈસુના બલિદાનની પ્રેમાળ ગોઠવણ.—૮/૧૫, પાન ૧૦-૧૩.

ખરાબ સંગત ટાળવાનો સિદ્ધાંત કઈ રીતે ડેટિંગ બાબતે અસર કરે છે?

ખરું કે, આપણે બધા લોકો સાથે પ્રેમથી વર્તવાનું છે. પરંતુ, ઈશ્વરની આજ્ઞા ન પાળતી અને તેમનાં ઉચ્ચ ધોરણોને ન ગણકારતી વ્યક્તિ સાથે ડેટિંગ કરવી, એટલે કે લગ્નના ઇરાદાથી હળવું-મળવું તો ઈશ્વરના માર્ગદર્શનની વિરુદ્ધનું પગલું ગણાશે. (૧ કોરીં. ૧૫:૩૩)—૮/૧૫, પાન ૨૫.

પીતર શા માટે વિશ્વાસમાં ડગી ગયા, પણ કઈ રીતે પાછા મક્કમ થયા?

વિશ્વાસ હોવાથી પીતર પાણી પર ચાલીને ઈસુ તરફ જવા લાગ્યા. (માથ. ૧૪:૨૪-૩૨) પણ પછી તેમનું ધ્યાન તોફાન પર ગયું એટલે તે ડરી ગયા. એ પછી તેમણે ફરી એક વાર ઈસુ તરફ ધ્યાન આપ્યું અને તેમની મદદ લીધી.—૯/૧૫, પાન ૧૬-૧૭.

શા માટે ખાતરી રાખી શકીએ કે અપૂર્ણ હોવા છતાં આપણે યહોવાને ખુશ કરી શકીએ છીએ?

અયૂબ, લોત અને દાઊદ જેવા ઈશ્વરભક્તોથી ભૂલો થઈ હતી. પણ તેઓ યહોવાની સેવા કરવા ઇચ્છતા હતા અને પોતાની ભૂલો માટે દિલગીર હતા. તેઓએ પોતાના જીવનમાં સુધારો કર્યો. આમ, તેઓ યહોવાને ખુશ કરી શક્યા. આપણે પણ એમ કરી શકીએ છીએ.—૧૦/૧, પાન ૧૦-૧૨.

માર્થાનું ધ્યાન બીજા કામોને લીધે ફંટાઈ ગયું હતું. એ બનાવ પરથી આપણે શું શીખી શકીએ?

ઈસુ માટે ખાસ ભોજન બનાવવામાં પરોવાયેલી હોવાથી માર્થાનું ધ્યાન ફંટાઈ ગયું. પણ, તેની બહેન મરિયમે ઈસુ પાસેથી શીખવાનું પસંદ કર્યું. એટલે ઈસુએ માર્થાને કહ્યું કે મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે. એ પરથી શીખવા મળે છે કે બિનજરૂરી બાબતોને લીધે આપણું ધ્યાન ભક્તિમાંથી ફંટાઈ ન જાય એની કાળજી રાખવી જોઈએ.—૧૦/૧૫, પાન ૧૮-૨૦.