સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે તક શોધો છો?

શું તમે તક શોધો છો?

શું તમે તક શોધો છો?

‘સત્ય જેવું કંઈ છે?’ પોલૅન્ડની એક સ્કૂલમાં આ વિષય પર નિબંધ લખવાની સ્પર્ધા હતી. સાથે એક નોંધ પણ હતી: ‘સો ટકા સત્યના પુરાવાની કોઈને જરૂર નથી. એવા કોઈ પુરાવા જ નથી.’ પંદર વર્ષની અગાથા એ સ્કૂલમાં ભણતી હતી. તે યહોવાહની સાક્ષી છે. તેણે વિચાર્યું કે ‘સત્ય વિષેની માન્યતા જણાવવાનો મને આ સારો મોકો છે. હું જણાવીશ.’

પહેલા તેણે પ્રાર્થનામાં યહોવાહ ઈશ્વરની મદદ માગી. પછી નિબંધ માટે માહિતી ભેગી કરવા લાગી. તેના હાથમાં જુલાઈ ૧, ૧૯૯૫નું ચોકીબુરજ આવ્યું. પોંતિયસ પીલાતે ઈસુ ખ્રિસ્તને પૂછ્યું હતું: “સત્ય શું છે?” (યોહાન ૧૮:૩૮) અગાથાએ નિબંધમાં એ સવાલ ટાંક્યો. પોંતિયસ પીલાત જાણે કે પૂછતો હતો: ‘સત્ય? સત્ય જેવું કંઈ નથી!’ એનાથી ‘અગાથાને નિબંધની પેલી નોંધ યાદ આવી ગઈ.’

પછી નિબંધમાં અગાથાએ ચર્ચા કરી કે આજે ઘણા એવું માને છે કે ‘અમુકને મન જે સત્ય હોય, એ બીજા માટે સત્ય ન પણ હોય. કદાચ બંને “સાચા” હોઈ શકે.’ ત્યાર પછી અગાથાએ આવા પ્રશ્નો પૂછ્યા: ‘હવા કે વાયુના નિયમો વિષે શું? જો વિમાન એ નિયમો પ્રમાણે જ ન ઊડે તો શું તમે એમાં મુસાફરી કરશો?’ તેણે પવિત્ર બાઇબલ વિષે આમ લખ્યું: “બાઇબલ ઈશ્વર પાસેથી આવે છે. એમાં આપેલા સત્યને સાબિત કરી શકાય છે.” પછી તેણે પોતાની તમન્‍ના વ્યક્ત કરતા જણાવ્યું કે જેઓ દિલથી સત્ય જાણવા ચાહે છે, તેઓ ધીરજ રાખીને શોધશે.

અગાથા નિબંધની સ્પર્ધા જીતી ગઈ. તેને ડિપ્લોમા મળ્યું. પોતાની માન્યતા વિષે આખા ક્લાસને જણાવવાનો મોકો મળ્યો. ક્લાસમાંથી અમુક તેની સાથે બાઇબલ સ્ટડી કરવા લાગ્યા. આ રીતે બીજાને જણાવવાનો મોકો મળ્યો એ માટે અગાથા બહુ જ ખુશ છે. તમે પણ અગાથાની જેમ બીજાને યહોવાહ વિષે જણાવવાની તક શોધતા રહેજો. એનાથી ઘણા આશીર્વાદ મળી શકે છે. (w07 11/1)