સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘આ યુદ્ધ છેલ્લું યુદ્ધ’

‘આ યુદ્ધ છેલ્લું યુદ્ધ’

‘આ યુદ્ધ છેલ્લું યુદ્ધ’

‘હું વચન આપું છું કે આ યુદ્ધ વિશ્વનું છેલ્લું યુદ્ધ હશે. હવે કદી પણ યુદ્ધ જોવા નહિ મળે.’—વુડ્રૉ વિલ્સન (જે ૧૯૧૩-૨૧માં અમેરિકાના પ્રેસિડન્ટ હતા).

લગભગ ૯૦ વર્ષ પહેલાં વિશ્વયુદ્ધ-૧માં અમેરિકાના પ્રેસિડન્ટે એવી જ આશા રાખી હતી. એ યુદ્ધના સૈનિકો માનતા હતા કે પોતાનો જીવ આપી દેવાથી કદાચ પૃથ્વી પર શાંતિ આવશે. હકીકત એ છે કે યુદ્ધો હજુ પણ ચાલુ જ છે. એનાથી પૃથ્વી પર સુખ-શાંતિ આવી નથી.

અમેરિકાના પ્રેસિડન્ટે જે વચન આપ્યું હતું એના લગભગ ૨૦ વર્ષ પછી જ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. આ યુદ્ધમાં નવી ટેકનૉલૉજીને લીધે તેઓ પાસે વધારે ઘાતક હથિયારો હતાં. એટલે પહેલાં વિશ્વયુદ્ધ કરતાં આ યુદ્ધમાં વધારે લોકો માર્યા ગયા. આ યુદ્ધ પછી દુનિયાના મોટા મોટા નેતાઓને ખબર હતી કે બીજા ભયંકર યુદ્ધો થવાના હજુ બાકી છે.

અમેરિકાના જનરલ મકાર્થરે ૧૯૪૫માં કહ્યું: ‘શાંતિ ફક્ત યુદ્ધોથી જ નહિ આવશે. એ માટે આપણે કંઈક પગલાં ભરવાં પડશે. નહિ તો યુદ્ધો આપણને અને પૃથ્વીને ખતમ કરી દેશે.’

જનરલ મકાર્થરને ખબર હતી કે બે અણુ બૉમ્બથી જાપાનના કેવા હાલ થયા હતા. જાપાનની તબાહી જોઈને તેમને લાગ્યું કે ન્યુક્લિયર વૉર થશે તો પૃથ્વી પર જીવન ખતમ થઈ જશે.

૧૯૬૦થી મહાસત્તાઓ સહમત થઈ કે તેઓ સાથે મળીને દુશ્મન દેશોનો ઘણો ‘વિનાશ કરી શકે છે.’ એ માટે તેઓએ મિસાઇલો બનાવી છે. એનાથી દુશ્મન દેશોના ૨૫ ટકા લોકો અને ૫૦ ટકા ફૅક્ટરી નાશ કરી શકે. આ હકીકત જોતા બહુ થોડા લોકોને લાગ્યું કે આ રીતે શાંતિ લાવી શકાય. ન્યુક્લિયર વૉરનો ભય આજે પણ લોકો પર તોળાઈ રહ્યો છે.

ન્યુક્લિયર શસ્ત્રોમાં વધારોને વધારો થતો જાય છે. દેશો-દેશો વચ્ચેની લડાઈમાં લાખો લોકો મરી રહ્યા છે. ન્યુક્લિયર વૉર ગમે ત્યારે ફાટી નીકળે એમ છે. એની બીકમાં લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. પણ થોડા જ લોકો માને છે કે યુદ્ધોથી શાંતિ આવી શકે. જોકે બધા લોકો ચાહે છે કે શાંતિ આવે અને યુદ્ધોનો અંત આવે.

એક છેલ્લું યુદ્ધ છે, જે બધાં યુદ્ધોનો અંત લાવશે. એ શાંતિ અને સલામતી પણ લાવશે. બાઇબલ એ યુદ્ધને આર્માગેદનનું યુદ્ધ કહે છે. આર્માગેદન શું છે? એ કેવી રીતે શાંતિ અને સલામતી લાવશે? એ વિષે આપણે હવે પછીના લેખમાં જોઈશું. (wp08 4/1)

[પાન ૩ પર ચિત્ર]

DTRA Photo