સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આપણે શાનાથી નાસવું જોઈએ?

આપણે શાનાથી નાસવું જોઈએ?

આપણે શાનાથી નાસવું જોઈએ?

“ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતાવ્યા?”—માથ. ૩:૭.

૧. નાસી છૂટવાના અમુક બનાવ બાઇબલમાંથી જણાવો.

 બાઇબલમાં નાસી છૂટવાના અમુક બનાવો આપેલા છે. કદાચ તમને યુસફ યાદ આવશે. પોટીફારની પત્ની તેની સાથે વ્યભિચાર કરવા માગતી હતી, પણ તે નાસી છૂટ્યો. (ઉત. ૩૯:૭-૧૨) કદાચ ઈસુના આ શબ્દો પણ યાદ આવશે: ‘યરૂશાલેમને ફોજોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જેઓ યહુદાહમાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું.’ (લુક ૨૧:૨૦, ૨૧) એ પ્રમાણે છાસઠની સાલમાં ખ્રિસ્તીઓ નાસી છૂટ્યા.

૨, ૩. (ક) યોહાન ગુરુઓને ખરેખર શું કહેતા હતા? (ખ) ઈસુએ પણ ગુરુઓને શું કહ્યું?

એ બતાવે છે કે વ્યક્તિએ બચી જવા ‘નાસવાની’ જરૂર હતી. આજે યહોવાહના ભક્તોએ દરેક પ્રકારની બૂરાઈથી નાસવાની જરૂર છે. યોહાન બાપ્તિસ્મકે એવી રીતે ‘નાસવા’ વિષે વાત કરી. યહુદી ગુરુઓ માનતા કે તેઓને પસ્તાવો કરવાની કોઈ જરૂર નથી. પસ્તાવો કરીને બાપ્તિસ્મા પામનારને તેઓ નફરત કરતા. એટલે યોહાને ઢોંગી ગુરુઓને કહ્યું: “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતાવ્યા? તો પસ્તાવો કરનારાને શોભે એવાં ફળ આપો.”—માથ. ૩:૭, ૮.

યહોવાહના કોપમાંથી બચવા ધર્મગુરુઓએ ક્યાંય નાસવાનું ન હતું. પણ યોહાન ચેતવણી આપતા હતા. પસ્તાવો કરીને સારાં કામો કરવાનું કહેતા હતા. પણ તેઓ શેતાન જેવા જ રહ્યા. (યોહા. ૮:૪૪) એટલે ઈસુએ પણ તેઓને દોષિત ઠરાવતા કહ્યું, “સાપોના વંશ, નરકના [ગેહેન્‍નાના] દંડથી તમે કેવી રીતે બચશો?” (માથ. ૨૩:૩૩) * આ ગેહેન્‍ના શું છે?

૪. ગેહેન્‍નાનો દાખલો વાપરીને ઈસુ શું કહેતા હતા?

યરૂશાલેમ શહેરની બહાર કચરો અને જાનવરોનાં શબ બાળવા માટે ફેંકી દેવાતાં. એમાં કશું જ બચતું નહિ. એ જગ્યા ગેહેન્‍ના કહેવાતી. હંમેશ માટેના વિનાશ વિષે જણાવવા, ઈસુએ ગેહેન્‍નાનો દાખલો વાપર્યો. ઈસુ કહેતા હતા કે એ ધર્મગુરુઓ કાયમ માટે નાશ પામશે.—માથ. ૫:૨૨, ૨૯.

૫. યોહાન અને ઈસુની ચેતવણી પ્રમાણે શું બન્યું?

તોપણ ધર્મગુરુઓ સુધર્યા નહિ. તેઓએ ઈસુ અને તેમના શિષ્યોને પણ સતાવ્યા. એટલે યોહાન અને ઈસુએ કહ્યું તેમ યહોવાહનો ‘કોપ’ યરૂશાલેમ અને યહુદાહ પર આવ્યો. એ પહેલાં ખ્રિસ્તીઓ ત્યાંથી નાસી છૂટ્યા. સિત્તેરની સાલમાં રૂમી લશ્કરે આવીને યરૂશાલેમ અને મંદિરનો નાશ કર્યો. એવી “વિપત્તિ” યરૂશાલેમ પર કદી આવી ન હતી. ઘણા માર્યા ગયા. ઘણાને ગુલામીમાં લઈ જવાયા. એમાંથી કોઈ છટકી શક્યું નહિ. એનાથી મોટો વિનાશ ચર્ચો અને બીજા ધર્મો પર જલદી જ આવી પડશે.—માથ. ૨૪:૨૧.

ઈશ્વરનો આવનાર કોપ

૬. પહેલી સદીથી ખ્રિસ્તીઓમાં શું બનવા માંડ્યું?

પહેલી સદીમાં અમુક ખ્રિસ્તીઓ ઈસુને છોડીને, તેમના કટ્ટર દુશ્મન બન્યા. (પ્રે.કૃ. ૨૦:૨૯, ૩૦) ઈસુના શિષ્યો સત્યના દુશ્મનોને “અટકાવનાર” હતા. પણ તેઓના મરણ પછી ઘણા પંથો ઊભા થયા. આજે પણ ઈસુના નામે ઘણા પંથો છે, જેઓ અંદરોઅંદર ઝઘડે છે. બાઇબલ કહે છે કે પાદરીઓ એટલે કે ‘પાપનો માણસ અને વિનાશનો પુત્ર’ ઊભો થશે. ‘પ્રભુ ઈસુ પોતાના આગમન’ એટલે કે પોતાના રાજમાં તેઓનો ‘નાશ કરશે.’—૨ થેસ્સા. ૨:૩, ૬-૮.

૭. પાદરીઓને “પાપનો માણસ” કેમ કહેવામાં આવે છે?

પાદરીઓને કેમ “પાપનો માણસ” કહેવામાં આવે છે? તેઓ બાઇબલથી વિરુદ્ધ શિક્ષણ આપી લાખોને ભમાવે છે. જૂઠા તહેવારો ચલાવી લે છે. મન ફાવે એમ જીવવા લોકોને ઉશ્કેરે છે. એટલે જ તેઓ પહેલાના યહુદી ધર્મગુરુઓ જેવા જ છે. તેઓ “વિનાશના પુત્ર” છે, કેમ કે તેઓ કાયમ માટે નાશ પામશે. (૨ થેસ્સા. ૧:૬-૯) પણ એવા પાદરીઓ અને ગુરુઓનાં શિક્ષણમાં ફસાયેલા લોકોનું શું થશે? ચાલો આપણે જોઈએ કે ઈસવીસન પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો વિનાશ થયો પછી શું બન્યું.

“બાબેલમાંથી નાસો”

૮, ૯. (ક) બાબેલોનમાંના ગુલામોને યિર્મેયાહે શું જણાવ્યું? (ખ) માદી-ઈરાને બાબેલોન જીતી લીધા પછી યહુદીઓ શું કરી શક્યા?

યિર્મેયાહે જણાવ્યું હતું કે યરૂશાલેમનો નાશ થશે. ઈશ્વરભક્તો “સિત્તેર વર્ષ” ગુલામીમાં જશે, પછી પોતાના વતન પાછા ફરશે. (યિર્મે. ૨૯:૪, ૧૦) ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો નાશ થયો. ગુલામ બનેલાઓને બાબેલોનનાં શિક્ષણથી દૂર રહેવા યિર્મેયાહે જણાવ્યું. એમ કરવાથી યહોવાહના પસંદ કરેલા સમયે તેઓ યરૂશાલેમ જઈને, ત્યાં તેમની ભક્તિ ફરીથી શરૂ કરી શકે. ઈ.સ. પૂર્વે ૫૩૯માં બાબેલોન પર માદી-ઈરાને જીત મેળવી. ઈરાનના રાજા કોરેશ બીજાએ યહુદીઓને યરૂશાલેમ પાછા જવા દીધા, જેથી યહોવાહનું મંદિર ફરીથી બંધાય.—એઝ. ૧:૧-૪.

હજારો યહુદીઓ બાબેલોન છોડીને યરૂશાલેમ પાછા ગયા. (એઝ. ૨:૬૪-૬૭) આમ યિર્મેયાહની ભવિષ્યવાણી પૂરી થઈ. (યિર્મેયાહ ૫૧:૬, ૪૫, ૫૦ વાંચો.) બધા જ મુસાફરી કરીને યરૂશાલેમ અને યહુદાહ જઈ ન શક્યા. પ્રબોધક દાનીયેલ જેવા અમુક લોકો બાબેલોનમાં જ રહ્યા. યહોવાહના આશીર્વાદો પામવા તેઓએ બાબેલોનના શિક્ષણથી દૂર તો રહેવાનું જ હતું. સાથે સાથે યરૂશાલેમમાં થતી યહોવાહની ભક્તિને પૂરા દિલથી સાથ આપવાનો હતો.

૧૦. “મહાન બાબેલોન” કેવાં “ધિક્કારપાત્ર કૃત્યો” માટે જવાબદાર છે?

૧૦ પહેલાંના બાબેલોનનું શિક્ષણ આજે ઘણા ધર્મોમાં ઊતરી આવે છે. એમાં કરોડો લોકો માને છે. (ઉત. ૧૧:૬-૯) બાઇબલ એવા બધા ધર્મોને “મહાન બાબેલોન, વેશ્યાની તથા પૃથ્વીનાં ધિક્કારપાત્ર કૃત્યોની માતા” કહે છે. (પ્રકટી. ૧૭:૫) એ ‘ધિક્કારપાત્ર કામો’ શું છે? સદીઓથી ધર્મો રાજકારણમાં ડૂબેલા હોવાથી, લડાઈઓમાં ભાગ લે છે. લાખો ને લાખો એમાં “મારી નાખવામાં આવ્યા છે.” (પ્રકટી. ૧૮:૨૪) બીજું કે પાદરીઓ બેશરમ બનીને બાળકો સાથે સેક્સ માણે છે. એવાં તો કંઈ કેટલાંયે કાળાં કામો કરે છે! એના વિષે ચર્ચના અધિકારીઓ આંખ આડા કાન કરે છે. ઈશ્વર એ ધર્મોનો જલદી જ નાશ કરે, એમાં કંઈ નવાઈ નથી.—પ્રકટી. ૧૮:૮.

૧૧. મહાન બાબેલોનનો નાશ થાય એ પહેલાં આપણી કઈ ફરજ છે?

૧૧ મહાન બાબેલોનનો નાશ થાય એ પહેલાં આપણી કઈ ફરજ છે? આપણે બાઇબલ અને એની સમજણ આપતાં પુસ્તકો બને એટલા લોકોને આપતા રહીએ. એ પુસ્તકો “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” પૂરાં પાડે છે. ઈસુએ તેઓને ‘વખતસર ખાવાનું આપવા’ પસંદ કર્યા છે. (માથ. ૨૪:૪૫) જેઓને વધારે જાણવું હોય તેઓ સાથે આપણે બાઇબલ સ્ટડી કરીએ. આપણી આશા છે કે તેઓ મોડું કર્યા વગર ‘બાબેલોનમાંથી નીકળી જાય.’—પ્રકટી. ૧૮:૪.

મૂર્તિપૂજા છોડી દઈએ

૧૨. યહોવાહને મૂર્તિપૂજા વિષે કેવું લાગે છે?

૧૨ મહાન બાબેલોનના ધર્મો મૂર્તિપૂજામાં ડૂબેલા છે. યહોવાહને એવાં ‘અમંગળ કર્મો’ અને ‘મૂર્તિઓથી’ સખત નફરત છે. (પુન. ૨૯:૧૭) ઈશ્વરની કૃપા ચાહનારે એ બધું છોડી દેવું જોઈએ. ઈશ્વર કહે છે: “હું યહોવાહ છું; એ જ મારૂં નામ છે; હું મારૂ ગૌરવ બીજાને, તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ.”—યશા. ૪૨:૮.

૧૩. આપણે શાનાથી દૂર રહેવું જોઈએ?

૧૩ બાઇબલ લોભને પણ “મૂર્તિપૂજા” ગણે છે. (કોલો. ૩:૫) લોભ એટલે કે પારકાની વસ્તુ પોતાની કરી લેવાની લાલચ. (નિર્ગ. ૨૦:૧૭) એક સ્વર્ગદૂતે પણ એવું જ કર્યું હતું. ઈશ્વરની ભક્તિ પચાવી પાડવાની લાલચ તેણે રાખી. તે યહોવાહની વિરુદ્ધ થયો અને શેતાન કહેવાયો. (લુક ૪:૫-૭) એટલું જ નહિ, તેણે હવાને પણ પારકી વસ્તુની લાલચમાં ફસાવી. આદમે પણ પોતાનો સ્વાર્થ જોયો. તે હવાના મોહમાં એવો પડ્યો કે પોતાના બનાવનારને પણ ભૂલી ગયો. આપણે તેઓના જેવા લોભી ન બનીએ. આપણે યહોવાહની જ ભક્તિ કરીએ અને તેમના કોપથી બચીએ.

“વ્યભિચારથી નાસો”

૧૪-૧૬. (ક) યુસફે કઈ રીતે સરસ દાખલો બેસાડ્યો? (ખ) આપણે વાસનામાં ન ફસાવા શું કરવું જોઈએ? (ગ) વ્યભિચારથી નાસવા શું કરવું જોઈએ?

૧૪ ૧ કોરીંથી ૬:૧૮ વાંચો. પોટીફારની પત્ની યુસફ સાથે વ્યભિચાર કરવા માંગતી હતી. પણ યુસફ ભાગી નીકળ્યો. કુંવારા અને પરણેલા માટે કેવો સરસ દાખલો! યહોવાહના વિચારોથી યુસફનું મન બચપનથી ઘડાયું હતું. આપણે પણ ‘વ્યભિચારથી નાસી’ છૂટીએ. પોતાના લગ્‍નસાથી સિવાય બીજા કોઈ માટે સેક્સની લાગણી ઉશ્કેરતી કોઈ પણ બાબતથી દૂર રહીએ. બાઇબલ કહે છે કે ‘તમારા અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વાસના, ભૂંડી ઇચ્છા તથા લોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો. એ કામોને લીધે આજ્ઞા ભંગ કરનારા પર ઈશ્વરનો કોપ આવે છે.’—કોલો. ૩:૫, ૬.

૧૫ આજે ઘણા સેક્સની વાસનામાં ડૂબી જાય છે, એટલે તેઓ પર “દેવનો કોપ આવે છે.” આપણે એવી વાસનામાં ન ફસાઈએ માટે યહોવાહને પ્રાર્થના કરીએ. આપણે પોતે બીજું શું કરી શકીએ? બાઇબલ સ્ટડી કરીએ. મિટિંગોમાં જઈએ. પ્રચાર કામમાં મંડ્યા રહીએ. આમ આપણે “આત્માથી” એટલે કે ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલીશું. આપણે ‘દેહની વાસનામાં’ ફસાઈશું નહિ.—ગલા. ૫:૧૬.

૧૬ ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલવા આપણે શું કરવું જોઈએ? પોર્નોગ્રાફી કે ગંદી ફિલ્મો નહિ જોઈએ. કોઈ એવા પ્રોગ્રામો નહિ સાંભળીએ કે પુસ્તકો નહિ વાંચીએ, જે સેક્સની લાગણી ઉશ્કેરતા હોય. એવા કોઈ ગંદા જોક્સ કે ચર્ચા પણ નહિ કરીએ. (એફે. ૫:૩, ૪) આમ પુરાવો આપીશું કે યહોવાહના કોપમાંથી બચીને નવી દુનિયામાં આપણે જીવવું છે.

પૈસાનો “લોભ” ન રાખીએ

૧૭, ૧૮. આપણે કેમ પૈસાનો “લોભ” ન રાખવો જોઈએ?

૧૭ પહેલી સદીમાં અમુક નોકરો પોતાના માલિકનો ફાયદો ઉઠાવવા ચાહતા, કેમ કે તેઓ બંને ખ્રિસ્તી હતા. અમુક એવા પણ હતા કે જેઓ ‘ભક્તિભાવને કમાઈનું સાધન’ માનતા હતા. એનું કારણ પૈસાનો “લોભ” હોઈ શકે. એની મોહમાયામાં અમીર કે ગરીબ કોઈ પણ ફસાઈ શકે છે. પાઊલે એના વિષે ચેતવણી આપી.—૧ તીમો. ૬:૧, ૨, ૫, ૯, ૧૦.

૧૮ કોણે પૈસાનો “લોભ” કે ચીજ-વસ્તુઓને કારણે ઈશ્વર સાથેનો નાતો તોડ્યો હતો? (યહો. ૭:૧૧, ૨૧; ૨ રાજા. ૫:૨૦, ૨૫-૨૭) આપણે એવા ન બનીએ માટે, તીમોથીને આપેલી પાઊલની આ સલાહ પાળીએ: “હે ઈશ્વરભક્ત, તું તેઓથી નાસી જા; અને ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા” કેળવ. આમ, આપણે ઈશ્વરના કોપથી બચી શકીશું.—૧ તીમો. ૬:૧૧.

‘જુવાનીની’ બૂરી ઇચ્છાઓથી ‘નાસી જઈએ’

૧૯. બધા યુવાનોને શાની જરૂર છે?

૧૯ નીતિવચનો ૨૨:૧૫ વાંચો. જવાની દીવાની હોવાથી, કોઈ પણ યુવાનિયા ખોટે માર્ગે ચડી જઈ શકે છે. એમાંથી બચવા બાઇબલનું શિક્ષણ મદદ કરે છે. જેઓનાં માબાપ યહોવાહના ભક્તો નથી, એવા ઘણા યુવાનો બાઇબલની સલાહ દિલમાં ઉતારે છે. મંડળના અનુભવી ભાઈ-બહેનો પાસેથી સલાહ લે છે. જે યુવાનો બાઇબલની સલાહ દિલમાં ઉતારે છે, તેઓ હમણાં અને ભાવિમાં સુખી થશે.—હેબ્રી ૧૨:૮-૧૧.

૨૦. યુવાનોને ખોટા માર્ગથી દૂર રહેવા શું મદદ કરી શકે?

૨૦ ૨ તીમોથી ૨:૨૦-૨૨ વાંચો. ઘણા યુવાનો બાઇબલ પ્રમાણે જીવતા નથી, એટલે ખોટા રવાડે ચડી જાય છે. જેમ કે લોભ, વ્યભિચાર, પૈસાનો પ્રેમ, મોજશોખ ને કોઈ પણ ભોગે ચડિયાતા બનવું. ‘જુવાનીની’ આવી ઇચ્છાઓથી ‘નાસી જવાનું’ બાઇબલ કહે છે. યુવાનોએ બધી રીતે ચેતીને ચાલવું જોઈએ, કોઈ પણ પ્રકારની ખરાબ સંગતથી દૂર રહેવું જોઈએ. યહોવાહ જેવા ગુણો કેળવીને, ‘તેમનું નામ લેનારાઓની સાથે’ સંગત રાખવી જોઈએ.

૨૧. ઈશ્વર જેવા ગુણો કેળવનારને ઈસુ કયું વચન આપે છે?

૨૧ આજકાલ આપણને ખોટા રસ્તે ચડાવી દેનારા ઘણા છે. પણ ઈસુના શિષ્યોની જેમ આપણે “અજાણ્યાઓનો સાદ” સાંભળવો જ નથી. (યોહા. ૧૦:૫) આ રીતે આપણે ખોટાં કામોથી નાસી છૂટીએ. એટલું જ નહિ, આપણે ઈશ્વર જેવા ગુણો પણ કેળવવા જોઈએ. હવે પછીના લેખમાં એમાંના સાતની ચર્ચા કરીશું. એવા ગુણો કેળવનારને ઈસુ આ આશીર્વાદનું વચન આપે છે: “હું તેઓને અનંતજીવન આપું છું; અને કદી તેઓનો નાશ થશે નહિ, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ.”—યોહા. ૧૦:૨૮. (w08 6/15)

[Footnote]

^ ગુજરાતી બાઇબલોમાં ‘ગેહેન્‍ના’ માટે ખોટી રીતે ‘નર્ક’ અનુવાદ થયો છે.

કેવો જવાબ આપશો?

• ઈસુએ ધર્મગુરુઓને શું કહ્યું હતું?

• દુનિયાના લોકો પર શું આવી પડશે?

• કેવા પ્રકારની મૂર્તિપૂજાથી નાસી છૂટવું જોઈએ?

[Study Questions]

[Picture on page 12, 13]

‘નાસી છૂટવાના’ કયા બનાવો યાદ આવે છે?