સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહનો શબ્દ જીવંત છે રૂમીઓને પત્રના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે રૂમીઓને પત્રના મુખ્ય વિચારો

યહોવાહનો શબ્દ જીવંત છે રૂમીઓને પત્રના મુખ્ય વિચારો

આશરે ૫૬ની સાલમાં પાઊલે ત્રીજી મિશનરી મુસાફરી કરી હતી. એ મુસાફરીમાં તેમણે કોરીંથ શહેરની મુલાકાત લીધી. તેમને ખબર પડી કે રોમમાં યહુદીઓ અને બિનયહુદીઓ અલગ અલગ રીતે યહોવાહની ભક્તિ કરે છે. તે ચાહતા હતા કે બન્‍ને જાતિઓ એકસરખી રીતે યહોવાહની ભક્તિ કરે. એટલે પાઊલે તેઓને પત્ર લખ્યો.

એ પત્રમાં પાઊલ સમજાવે છે કે લોકો કેવી રીતે યહોવાહની નજરમાં ન્યાયી બની શકે, અને કેવી રીતે જીવવું જોઈએ. આજે એ પત્ર વાંચવાથી આપણું પણ બાઇબલનું જ્ઞાન વધે છે. એમાંથી જાણી શકીએ છીએ કે યહોવાહ કેવી રીતે કૃપા બતાવે છે. આપણને એ પણ શીખવા મળે છે કે ઈસુના બલિદાનથી કેવી રીતે તારણ મળે છે.—હેબ્રી ૪:૧૨.

કેવી રીતે ન્યાયી બનીએ?

(રૂમી ૧:૧–૧૧:૩૬)

પાઊલે લખ્યું કે “સઘળાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે; પણ ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે, તેની મારફતે દેવની કૃપાથી તેઓ વિનામૂલ્ય ન્યાયી ગણાય છે.” એટલે કે “માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓ વગર વિશ્વાસથી જ ન્યાયી ઠરે છે.” (રૂમી ૩:૨૩, ૨૪, ૨૮) એક “ન્યાયી કૃત્યથી” એટલે કે ઈસુના બલિદાનમાં વિશ્વાસ રાખવાથી સ્વર્ગમાં જનારા અને “બીજાં ઘેટાંને” “ન્યાયી ઠરાવવામાં” આવે છે. સ્વર્ગ જનારા ઈસુની સાથે સ્વર્ગમાં રાજ કરશે. બીજા ઘેટાંમાંના જેઓ “મોટી વિપત્તિમાંથી” બચી જશે તેઓને “મોટી સભા” કહેવામાં આવે છે.—રૂમી ૫:૧૮; પ્રકટી. ૭:૯, ૧૪; યોહા. ૧૦:૧૬; યાકૂ. ૨:૨૧-૨૪; માથ. ૨૫:૪૬.

પાઊલે લોકોને પૂછ્યું કે “નિયમને આધીન નથી, પણ કૃપાને આધીન છીએ, તે માટે શું આપણે પાપ કરીએ?” પાઊલે એનો જવાબ આપતા કહ્યું કે “ના, એવું ન થાઓ.” તે આગળ સમજાવતા કહે છે કે ‘તમે દાસ છો, મોતને અર્થે પાપના અથવા ન્યાયીપણાને અર્થે આજ્ઞાપાલનના.’ (રૂમી ૬:૧૫, ૧૬) તેથી “તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ; પણ જો તમે આત્મા [યહોવાહની શક્તિ] વડે શરીરનાં કામોને મારી નાખો તો તમે જીવશો.”—રૂમી ૮:૧૩.

સવાલ-જવાબ:

૧:૨૪-૩૨—આ કલમમાં બતાવેલા ખોટાં કામો કોને લાગુ પડતા હતા, યહુદીઓને કે બિનયહુદીઓને? ખરું કે આ કલમો બંનેને લાગુ પડે છે. પણ પાઊલ અહીં ખાસ કરીને જે ઈસ્રાએલીઓ સદીઓથી જાણીજોઈને ખોટા કામ કરતા હતા તેઓને લાગુ પાડે છે. તેઓ જાણીજોઈને નિયમો તોડતા હતા. “દેવનું જ્ઞાન મનમાં રાખવાનું તેઓને ગમ્યું નહિ.” આવાં કામ કરનારાઓ ‘મરણને યોગ્ય’ હતા.

૩:૨૪,૨૫—ઈસુના બલિદાનની ‘અગાઉ થએલાં લોકોના પાપ’ યહોવાહે કેવી રીતે માફ કર્યા? ૩૩ની સાલમાં જ્યારે ઈસુએ બલિદાન આપ્યું ત્યારે ઉત્પત્તિ ૩:૧૫ની ભવિષ્યવાણી પૂરી થઈ. (ગલા. ૩:૧૩, ૧૬) યહોવાહને પૂરી ખાતરી હતી કે એ ભવિષ્યવાણી પૂરી થશે. એટલે જ્યારે યહોવાહે ભવિષ્યવાણી કરી ત્યારે જાણે કે ઈસુએ બલિદાન આપી દીધું છે એ રીતે તે વિચારતા હતા. જેઓએ ભવિષ્યવાણીમાં વિશ્વાસ રાખ્યો તેઓને યહોવાહે માફી આપી. અને તેઓને પુનરુત્થાનની આશા મળી.—પ્રે.કૃ. ૨૪:૧૫.

૬:૩-૫—‘ઈસુમાં બાપ્તિસ્મા પામવા’ અને ‘તેમના મરણમાં બાપ્તિસ્મા પામવાનો’ અર્થ શું થાય? આ કલમો સ્વર્ગમાં જનારાને લાગુ પડે છે. યહોવાહ તેઓને પસંદ કરે છે ત્યારે તેઓને પવિત્ર આત્મા કે શક્તિથી ભરપૂર કરે છે. એમ બાઇબલ પ્રમાણે તેઓ “આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા.” જાણે કે તેઓ “ખ્રિસ્તનું શરીર” છે. (૧ કોરીં. ૧૨:૧૨, ૧૩, ૨૭; કોલો. ૧:૧૮) આ રીતે તેઓ ઈસુમાં બાપ્તિસ્મા લે છે. હવે તેઓ કેવી રીતે ઈસુના મરણમાં બાપ્તિસ્મા લે છે? તેઓ ભોગ આપીને જીવે છે. ઈસુની જેમ તેઓનું મરણ એક બલિદાન છે, કેમ કે તેઓ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા નથી રાખતા. તેઓ આખું જીવન વફાદાર રહી મરણ પામે છે ત્યારે, યહોવાહ તેઓને સ્વર્ગમાં ફરીથી ઉઠાડે છે. આમ સ્વર્ગમાં જનારા ખ્રિસ્તના મરણમાં બાપ્તિસ્મા લે છે.

૭:૮-૧૧—કેવી રીતે “આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું”? આજ્ઞા એટલે કે યહોવાહે જે નિયમો મુસાને આપ્યા એ. એ નિયમો કે આજ્ઞા જાણવાથી લોકોને ખબર પડી કે પાપ શું છે. ઘણાને તો ખબર પડી કે તેઓ બહુ જ પાપ કરતાં હતાં. એટલે પાઊલે તેઓને જણાવ્યું કે “આજ્ઞા આવી એટલે પાપ સજીવન થયું.”

આપણે શું શીખી શકીએ?

૧:૧૪,૧૫. ઈશ્વરનો સંદેશો ફેલાવવા માટે આપણી પાસે અનેક કારણો છે. એમાંથી એક છે કે ઈસુએ બધા માટે બલિદાન આપ્યું. એટલે આપણી જવાબદારી છે યહોવાહનો સંદેશ બધાને જણાવીએ.

૧:૧૮-૨૦. જેઓ અધર્મી ને દુષ્ટ છે “તેઓ બહાનું કાઢી શકે એમ નથી,” કેમ કે તેઓ યહોવાહના ગુણો અને શક્તિ ઉત્પન્‍ન કરેલી વસ્તુઓમાં જોઈ શકે છે.

૨:૨૮; ૩:૧, ૨; ૭:૬, ૭. પાઊલે રૂમી ૨:૨૮માં યહુદીઓ સાથે કડક શબ્દોમાં વાત કરી. પણ પછીની કલમોમાં પાઊલે તેઓને પ્રેમથી સલાહ આપી. આપણે પણ પાઊલની જેમ સમજી-વિચારીને પ્રેમથી સલાહ આપીએ.

૩:૪. જ્યારે પરમેશ્વરના નિયમોની સામે માણસોના નિયમો માનવાની વાત હોય ત્યારે કોનું માનવું જોઈએ? આપણે ‘દેવનું’ માનવું જોઈએ, કેમ કે, “દેવ સાચા” છે. આપણે બાઇબલમાં પૂરો ભરોસો રાખીએ. યહોવાહના જ માર્ગમાં ચાલીએ. હોંશથી પ્રચાર કરીએ જેથી બીજાઓ પણ યહોવાહ વિષે શીખી શકે.

૪:૯-૧૨. ઈબ્રાહીમ ૯૯ વર્ષના હતા ત્યારે તેમણે સુન્‍નત કરી હતી. પણ યહોવાહે તેમને ઘણા વર્ષો અગાઉ ન્યાયી ગણ્યા હતા. (ઉત. ૧૨:૪; ૧૫:૬; ૧૬:૩; ૧૭:૧, ૯, ૧૦) પાઊલે આ કલમોમાં ઈબ્રાહીમનો દાખલો વાપરીને યહુદીઓને સમજાવ્યું, કે તેઓ કેવી રીતે યહોવાહની નજરમાં ન્યાયી બની શકે.

૪:૧૮. વિશ્વાસ રાખવા આશા ખૂબ જરૂરી છે.—હેબ્રી ૧૧:૧.

૫:૧૮, ૧૯. પાઊલે સાદી રીતે સમજાવ્યું કે આદમે પાપ કર્યું એટલે “ઘણાં પાપી થયાં.” જ્યારે ઈસુએ ‘ઘણા લોકોની ખંડણીને સારુ પોતાનો જીવ આપી’ દીધો. (માથ. ૨૦:૨૮) પાઊલની જેમ આપણે પણ સાદી રીતે બીજાને શીખવીએ.—૧ કોરીં. ૪:૧૭.

૭:૨૩. આપણા ‘અવયવોથી’ એટલે કે હાથ, પગ ને જીભથી ‘પાપ’ થઈ શકે. એટલે એને સારી રીતે વાપરવા જોઈએ.

૮:૨૬,૨૭. તકલીફોમાં પ્રાર્થનામાં શું કહેવું એ આપણે જાણતા ન હોઈએ તો યહોવાહ શું કરે છે? યહોવાહ “પ્રાર્થનાના સાંભળનાર” હોવાથી આપણે જે કહેવા માગીએ છીએ એવી પ્રાર્થના તે બાઇબલમાંથી પસંદ કરી લે છે. આ રીતે યહોવાહનો “પવિત્ર આત્મા [શક્તિ]” આપણને મદદ કરે છે.—ગીત. ૬૫:૨.

૮:૩૮, ૩૯. આફતો, ખરાબ દૂતો કે સરકારો યહોવાહનો આપણા માટેનો પ્રેમ રોકી શકસે નહિ. ગમે તે થાય યહોવાહ માટેનો આપણો પ્રેમ ઓછો ના થવો જોઈએ.

૯:૨૨-૨૮; ૧૧:૧, ૫, ૧૭-૨૬. ઈસ્રાએલીઓ વિષે અમુક ભવિષ્યવાણી કરવામાં આવી હતી એ સ્વર્ગમાં જનારાએ પૂરી કરી છે. સ્વર્ગમાં જનારામાં “કેવળ યહુદીઓમાંથી નહિ, પણ વિદેશીઓમાંથી પણ તેડ્યા છે.”

૧૦:૧૦,૧૩, ૧૪. આપણે યહોવાહ અને ભાઈ-બહેનોને પ્રેમ કરીએ. સાથે સાથે યહોવાહમાં અને તેમના વચનોમાં પૂરો ભરોસો રાખીએ. એમ કરીશું તો આપણે હોંશથી પ્રચાર કામમાં ભાગ લઈશું.

૧૧:૧૬-૨૪, ૩૩. “તેનું [યહોવાહનું] કામ સંપૂર્ણ છે. કેમ કે તેના સર્વ માર્ગ ન્યાયરૂપ છે.” (પુન. ૩૨:૪) એટલે તે યોગ્ય સમયે “મહેરબાની” ને “સખતાઈ” બતાવે છે.

ન્યાયી જીવન જીવો

(રૂમી ૧૨:૧–૧૬:૨૭)

પાઊલે કહ્યું કે “ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું, કે દેવની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું, અર્પણ કરો.” (રૂમી ૧૨:૧) એ સમયના ભાઈ-બહેનો યહોવાહમાં પૂરો ભરોસો રાખતા, તો તેઓને ન્યાયી ગણવામાં આવતા. એટલે પાઊલે પછી જે કહ્યું એની તેઓના જીવનમાં અસર પડવાની હતી. તેઓ સરકાર અને બીજા સાથે કેવું વર્તન રાખશે એની પણ અસર પડવાની હતી.

પાઊલે લખ્યું કે “હું તમારામાંના દરેક જણને કહું છું, કે પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો.” પછી કહ્યું કે “તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય.” (રૂમી ૧૨:૩,) “દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું.” (રૂમી ૧૩:૧) પછી પાઊલ જણાવે છે કે જ્યારે વ્યક્તિ પોતાના અંતઃકરણ પ્રમાણે નિર્ણય લે ત્યારે ‘એકબીજાને દોષિત ઠરાવવા’ જોઈએ નહિ.—રૂમી ૧૪:૧૩.

સવાલ-જવાબ:

૧૨:૨૦—‘વેરીના માથા ઉપર ધગધગતા અંગારાના ઢગલા કરવાનો’ શું અર્થ થાય? બાઇબલ લખાયું એ જમાનામાં અશુદ્ધ અથવા કાચી ધાતુ ગાળવા ફક્ત નીચે જ નહિ, ઉપર પણ અંગારા મૂકવામાં આવતા. એનાથી ગરમી વધે અને ધાતુ પીગળે. એમાંની અશુદ્ધ ચીજો છૂટી પડીને નીકળી જાય. એવી રીતે જ્યારે આપણે વેરી પર પ્રેમ રાખીએ ત્યારે જાણે કે વેરીના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીએ છીએ. આમ કરવાથી કદાચ વેરીમાં રહેલા ખરાબ ગુણો નીકળી જઈ શકે.

૧૨:૨૧.—‘કેવી રીતે સારાથી ભૂંડાનો પરાજય કરી’ શકીએ? ઘણી રીતે એમ કરી શકીએ. એમાંની એક રીત એ છે કે જ્યાં સુધી યહોવાહ એ કામ બંધ કરવાની ના ન પાડે ત્યાં સુધી સંદેશો જણાવતા રહીએ.—માર્ક ૧૩:૧૦.

૧૩:૧—કેવી રીતે ‘અધિકારીઓ દેવથી નીમાએલા છે’? યહોવાહ, અધિકારીઓને તેના સ્થાને બેસાડે છે. દુન્યવી શાસકો માત્ર પરમેશ્વરની પરવાનગીથી જ અસ્તિત્વ ધરાવે છે. ઘણાં કિસ્સાઓમાં, યહોવાહે માનવી શાસકો વિષે અગાઉથી ભવિષ્યવાણી કરી હતી. એ ભવિષ્યવાણી બાઇબલમાં જોવા મળે છે.

આપણે શું શીખી શકીએ?

૧૨:૧૭, ૧૯. ‘ભૂંડાઈને બદલે ભૂંડું કરીએ’ તો આપણે ઘમંડી છીએ. એટલે આપણે કદીયે સામે વેર ન વાળીએ. વેર વાળવું એ યહોવાહનું કામ છે.

૧૪:૧૪, ૧૫. કોઈ ભાઈ કે બહેનને ખાવા-પીવાનું આપીએ એનાથી તેઓને “ખેદ” એટલે કે ઠોકર ના લાગવી જોઈએ.

૧૪:૧૭. આપણા ખાવા-પીવાથી યહોવાહ સાથે સારો નાતો નથી બાંધી શકાતો. પણ આપણે ન્યાયી, શાંત ને આનંદી હોઈશું તો તેમની સાથે સારો નાતો બાંધી શકીશું.

૧૫:૭. આપણે દરેક નાત-જાતના લોકોને પ્રચાર કરવો જોઈએ. એવા લોકો મિટિંગમાં આવે તો દિલથી તેઓ સાથે વાત કરવી જોઈએ. (w08 6/15)

[Pictures on page 31]

ઈસુના બલિદાન ‘અગાઉ થયેલા લોકોના પાપ’ યહોવાહ માફ કરે છે