સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આ સફળ થશે કે પેલું, આપણે જાણતા નથી

આ સફળ થશે કે પેલું, આપણે જાણતા નથી

આ સફળ થશે કે પેલું, આપણે જાણતા નથી

‘સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ; કેમ કે આ સફળ થશે, કે તે સફળ થશે, તે તું જાણતો નથી.’—સભા. ૧૧:૬.

૧. બી ઊગીને અનાજ પાકે, એ કઈ રીતે ચમત્કાર છે?

 ખેડૂત બી વાવે છે. ધીરે ધીરે એ ઊગીને છોડ બને છે. પછી એના પર અનાજ પાકે છે. ખેડૂત જાણતો નથી કે એ કઈ રીતે થાય છે. એ એક ચમત્કાર કહેવાય! તે તો ફક્ત પાક તૈયાર થાય એની ધીરજથી રાહ જુએ છે. (યાકૂ. ૫:૭) આપણે પણ ખેડૂતની જેમ સત્યનાં બી વાવીએ છીએ, એને જાણે કે પાણી પાઈએ છીએ. પછી આપણે ધીરજ રાખવાની હોય છે, કેમ કે છેવટે ઈશ્વર જ એને ઉગાડે છે.—વધુ માહિતી: ૧ કોરીંથી ૩:૬.

૨. શિષ્યો બનાવવા વિષે આગળના લેખમાં ઈસુએ શું કહ્યું?

આગળના લેખમાં જોયું તેમ, ઈસુએ પ્રચાર કાર્યને બી વાવવા સાથે સરખાવ્યું. તેમણે જુદી જુદી પ્રકારની જમીન વિષે વાત કરી. વ્યક્તિનું દિલ સારી જમીન જેવું હશે તો, સત્યનાં બી એમાં ઊગી નીકળશે. (માર્ક ૪:૩-૯) તેમણે એમ પણ કહ્યું કે બી વાવનાર ઊંઘી જાય છે. તે જાણતો નથી કે બી કઈ રીતે ઊગે છે, કેમ કે એ તો ઈશ્વરની શક્તિથી ઊગે છે. એ જ રીતે વ્યક્તિના દિલમાં સત્યનાં બી ઊગે છે. (માર્ક ૪:૨૬-૨૯) આ લેખમાં ઈસુએ આપેલાં બીજાં ત્રણ ઉદાહરણો વિષે શીખીશું. રાઈના દાણાનું, ખમીરનું અને માછીમારની જાળનું. *

રાઈના દાણાનું ઉદાહરણ

૩, ૪. ઈસુએ રાઈના દાણાના ઉદાહરણથી શું સમજાવ્યું?

રાઈના દાણાનું ઉદાહરણ માર્કના ચોથા અધ્યાયમાં છે. એમાં બે બાબતો છે. એક કે સત્ય સ્વીકારતા લોકોની સંખ્યા વધે છે. બીજું, યહોવાહના ભક્તો બનવાથી તેઓને રક્ષણ મળે છે. ઈસુએ કહ્યું, ‘દેવના રાજ્યને શાની સાથે સરખાવીએ? તે તો રાઈના દાણાના જેવું છે; ભોંયમાં તે વવાય છે ત્યારે પૃથ્વી પરનાં સર્વ બી કરતાં તે નાનું છે; પણ વાવ્યા પછી તે ઊગી નીકળે છે, ને સર્વ છોડવા કરતાં મોટું થાય છે, ને તેને એવી મોટી ડાળી પણ થાય છે કે આકાશનાં પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે.’—માર્ક ૪:૩૦-૩૨.

રાઈનો દાણો સાવ નાનો છે. (વધુ માહિતી: લુક ૧૭:૬.) રાઈનો છોડ વધીને લગભગ ત્રણથી પાંચ મીટર ઊંચો થાય છે, જાણે કે ઝાડ જેવો દેખાય છે. (માથ. ૧૩:૩૧, ૩૨) ઈસુએ રાઈના દાણાનો દાખલો આપીને, ‘ઈશ્વરના રાજ્યમાં’ થતા વધારાની સમજણ આપી. ૩૩ની સાલના પેન્તેકોસ્તથી યહોવાહના રાજ્યનો સંદેશો ખૂબ ફેલાયો છે.

૫. પહેલી સદીના મંડળમાં શું થયું?

૩૩ની સાલમાં મંડળ બહુ નાનું હતું. ઈસુના ૧૨૦ શિષ્યો પર યહોવાહની શક્તિ આવી. એના થોડા જ સમય પછી, હજારો લોકો યહોવાહના ભક્તો બન્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧; ૪:૪; ૫:૨૮; ૬:૭; ૧૨:૨૪; ૧૯:૨૦ વાંચો.) એના ત્રીસેક વર્ષ પછી પણ ઘણો વધારો થયો. એટલે પાઊલે કોલોસી મંડળને કહ્યું: “સુવાર્તા આકાશ તળેનાં” સર્વને ફેલાઈ હતી. (કોલો. ૧:૨૩) કેવી ગજબની વાત કહેવાય!

૬, ૭. (ક) ૧૯૧૪થી યહોવાહના લોકોમાં કઈ વૃદ્ધિ થઈ છે? (ખ) હજુ આવતા દિવસોમાં શું બનશે?

યશાયાહે કહ્યું હતું, “છેક નાનામાંથી હજાર થશે, ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે.” (યશા. ૬૦:૨૨) ૧૯૧૪માં યહોવાહનું રાજ્ય સ્વર્ગમાં સ્થપાયું. એ સમયે સ્વર્ગમાં જનારાનું નાનું જ ગ્રૂપ હતું. તેઓ જાણતા ન હતા કે ૨૦૦૮ની સાલમાં સિત્તેર લાખ જેટલા યહોવાહના ભક્તો હશે. ૨૩૦ કરતાં વધારે દેશોમાં પ્રચાર થશે. ઈસુએ જણાવ્યું કે રાઈના ઝાડની ડાળીઓ બેહદ વધે છે. એ જ રીતે, યહોવાહની સંસ્થામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે.

થોડા જ સમયમાં પૃથ્વી પરના સર્વ લોકો યહોવાહને જ ભજશે. તેમના સર્વ દુશ્મનોનો નાશ થશે. કોઈ માણસ નહિ, પણ ખુદ યહોવાહ પૃથ્વી પર સુધારો લાવવા એ પગલાં લેશે. (દાનીયેલ ૨:૩૪, ૩૫ વાંચો.) ત્યારે યશાયાહની આ ભવિષ્યવાણી પૂરી થશે: “જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.”—યશા. ૧૧:૯.

૮. (ક) ઈસુના ઉદાહરણમાં પક્ષીઓ કોણ છે? (ખ) આજે આપણને શાનાથી રક્ષણ મળે છે?

યહોવાહે પોતાના રાજ્યને ઝાડ સાથે સરખાવતા કહ્યું હતું: “ઈસ્રાએલના ઊંચા પર્વત પર હું તેને રોપીશ; તેને ડાળીઓ ફુટશે, તેને ફળ આવશે, ને તે એક મજાનું એરેજવૃક્ષ થશે; તેની તળે સર્વ પ્રકારની પાંખોવાળાં સર્વ પક્ષીઓ વાસો કરશે; તેની ડાળીઓની છાયામાં તેઓ વસશે.” (હઝકી. ૧૭:૨૩) ઈસુએ પણ કહ્યું હતું કે રાઈના ઝાડ પર પક્ષીઓ વસશે. આ એવા પક્ષીઓ નથી જેઓ આવીને બી ખાઈ જાય છે. (માર્ક ૪:૪) આ પક્ષીઓ તો એવા નમ્ર લોકો છે જેઓ યહોવાહ સાથે પાકો નાતો બાંધે છે. તેમના મંડળમાં આવીને દુનિયાની બૂરાઈથી રક્ષણ મેળવે છે.—વધુ માહિતી: યશાયાહ ૩૨:૧, ૨.

ખમીરનું ઉદાહરણ

૯, ૧૦. (ક) ખમીરના ઉદાહરણમાં ઈસુએ શું કહ્યું? (ખ) બાઇબલમાં ખમીરનો દાખલો શાના માટે વાપરવામાં આવતો? કયા પ્રશ્ન ઊભા થાય છે?

ઈસુએ કહ્યું, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે, કે જેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો.” (માથ. ૧૩:૩૩) થોડું ખમીર બધા લોટમાં કઈ રીતે પ્રસરી જાય છે એ દેખાતું નથી. પણ ખમીર છે શું? યહોવાહની સંસ્થામાં થતા વધારા સાથે એને શું લેવાદેવા?

૧૦ બાઇબલમાં મોટે ભાગે પાપને દર્શાવવા ખમીરનો દાખલો અપાય છે. જેમ કે પાઊલે જણાવ્યું કે કોરીંથ મંડળમાં પાપી વ્યક્તિની અસર ખમીરની જેમ બધે ફેલાતી હતી. (૧ કોરીં. ૫:૬-૮) ઈસુ શું કહેવા માગતા હતા? શું તે કોઈ ફેલાતી જતી ખરાબી વિષે વાત કરતા હતા?

૧૧. ઈસ્રાએલીઓના સમયમાં ખમીર કઈ રીતે વપરાતું?

૧૧ ચાલો જોઈએ કે ખમીર વિષે યહોવાહ શું કહે છે. યહોવાહે પાસ્ખાપર્વમાં ખમીરવાળાં અર્પણો ચડાવવાની મના કરી હતી. પણ બીજા પ્રસંગોએ ખમીરવાળાં અર્પણો ચડાવી શકાતાં. દાખલા તરીકે, લોકો યહોવાહની કદર કરવા જે અર્પણ ચડાવતાં, એમાં ખમીર વાપરી શકાતું. આ એવું અર્પણ હતું, જેમાં અર્પણ ચડાવનાર, યાજકો, અને યહોવાહ બધાય આનંદ માણતા.—લેવી. ૭:૧૧-૧૫.

૧૨. બાઇબલમાં કઈ રીતે અમુક ઉદાહરણો વાપરવામાં આવે છે?

૧૨ બાઇબલમાં ખમીરની જેમ જ બીજાં અમુક ઉદાહરણ પણ છે, જે સારું કે ખરાબ બતાવવા માટે વપરાયાં છે. જેમ કે, ૧ પીતર ૫:૮માં કહે છે કે શેતાન સિંહ જેવો ક્રૂર છે. જ્યારે કે પ્રકટીકરણ ૫:૫ ઈસુને ‘યહુદાહના કુળમાંના સિંહ’ કહે છે. એટલે કે ઈસુ હિંમતથી ઇન્સાફ કરે છે.

૧૩. ખમીરનું ઉદાહરણ શું શીખવે છે?

૧૩ ઈસુએ જણાવેલા ખમીરના ઉદાહરણનો ફરીથી વિચાર કરો. સ્ત્રીએ લોટને ફુલાવવા ખમીર ઉમેર્યું. થોડા ખમીરથી કઈ રીતે બધો લોટ ફુલ્યો, એની તે સ્ત્રીને ખબરેય ન પડી. એ જ રીતે ઈસુએ કહ્યું હતું કે ‘બી કઈ રીતે ઊગે ને વધે, એ વાવનાર જાણતો નથી.’ (માર્ક ૪:૨૬, ૨૭) આ બતાવે છે કે કોઈના દિલમાં યહોવાહની શ્રદ્ધા કઈ રીતે વધે છે, એની ખબર પડતી નથી. પણ જ્યારે તે યહોવાહનો ભક્ત બને છે, ત્યારે દેખાઈ આવે છે.

૧૪. ખમીરનો દાખલો પ્રચાર વિષે શું શીખવે છે?

૧૪ ખમીરના ઉદાહરણનું બીજું પાસું શું શીખવે છે? થોડું જ ખમીર ‘ત્રણ માપ લોટને’ ફુલાવે છે. (લુક ૧૩:૨૧) કઈ રીતે એ દેખાતું નથી. તોપણ વધારો થાય છે. ખમીરની જેમ શરૂઆતમાં પ્રચાર કામ થોડા વ્યક્તિઓથી શરૂ થયું. પણ આજે “પૃથ્વીના છેડા સુધી” યહોવાહના ભક્તો ફેલાઈ ગયા છે. (પ્રે.કૃ. ૧:૮; માથ. ૨૪:૧૪) આ કામમાં ભાગ લેવો આપણા માટે કેવો મોટો આશીર્વાદ છે!

માછીમારની જાળ

૧૫, ૧૬. (ક) જાળનો દાખલો ટૂંકમાં જણાવો. (ખ) એ જાળ શું છે? એનાથી શું કરવામાં આવશે?

૧૫ ઈસુએ માછીમારની જાળનો દાખલો પણ આપ્યો. એનાથી શીખવ્યું કે ખ્રિસ્તી હોવાનો દાવો કરનારાની સંખ્યા કરતાં, તેઓની શ્રદ્ધા મહત્ત્વની છે. તેમણે કહ્યું: ‘આકાશનું રાજ્ય જાળના જેવું છે, કે જેને લોક સમુદ્રમાં નાખે છે, ને હરેક જાતની માછલીઓ તેમાં સમેટે’ છે કે ભેગી કરે છે.—માથ. ૧૩:૪૭.

૧૬ આ જાળ ઈશ્વરના રાજ્યના પ્રચારને રજૂ કરે છે. ઈસુએ કહ્યું, “જ્યારે તે [જાળ] ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, ને બેસીને જે સારૂં હતું તે તેઓએ વાસણોમાં એકઠું કર્યું, પણ નઠારૂં ફેંકી દીધું. એમજ જગતને અંતે પણ થશે. દૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદા પાડશે, અને તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.”—માથ. ૧૩:૪૮-૫૦.

૧૭. જાળમાંની માછલીઓને ક્યારે જુદી પાડવામાં આવશે?

૧૭ ઈસુએ એકવાર ઘેટાં-બકરાંને જુદા પાડવાનું ઉદાહરણ પણ આપ્યું હતું. શું માછીમારની જાળનું ઉદાહરણ એ જ બતાવે છે? (માથ. ૨૫:૩૧-૩૩) ના. ઈસુ જલદી જ આવનાર મોટી વિપત્તિમાં આખરી ફેંસલો કરશે ત્યારે, લોકોને ઘેટાં-બકરાંની જેમ જુદા પાડશે. તો પછી જાળમાંની માછલીઓને ક્યારે જુદી પાડવામાં આવશે? એ તો ‘જગતનો અંત’ આવ્યા પહેલાં થશે. * આપણે એ જ સમયમાં જીવી રહ્યા છીએ. તો કઈ રીતે અત્યારે લોકોને જુદા પાડવામાં આવે છે?

૧૮, ૧૯. (ક) આજે લોકોને કઈ રીતે જુદા પાડવામાં આવે છે? (ખ) નમ્ર લોકોએ શું કરવું જ જોઈએ? (ફૂટનોટ પણ જુઓ.)

૧૮ સમુદ્રનાં પાણી મનુષ્યોને રજૂ કરે છે. જાળમાં પકડાયેલી માછલીઓ કોને રજૂ કરે છે? એ એવા લાખો લોકો છે, જેઓ સત્ય સાંભળે છે. કોઈ વાર મેમોરિયલમાં આવે છે. મિટિંગોમાં આવે છે. અમુક તો બાઇબલ સ્ટડી પણ કરે છે. પણ શું તેઓ સાચે જ દિલથી યહોવાહની ભક્તિ કરે છે? ખરું કે ‘તેઓને કિનારે ખેંચી લાવવામાં આવ્યા’ છે. તોપણ ઈસુએ કહ્યું કે ‘સારી’ માછલીઓને જ “વાસણોમાં” ભેગી કરવામાં આવશે. આ ‘વાસણો’ શું છે? યહોવાહનાં મંડળો. નકામી માછલી ફેંકી દેવામાં આવે છે. એ જ રીતે, જેઓ પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરતા નથી, તેઓનો આખરે કાયમ માટે નાશ થશે.

૧૯ આ ‘નઠારી’ કે ખરાબ માછલી શાને રજૂ કરે છે? એ એવા લોકો છે જેઓ યહોવાહ વિષે શીખતા હતા, પણ હવે નથી શીખતા. તેમ જ, એવા લોકો જેઓ માબાપ પાસેથી સત્ય શીખ્યા પણ હજુ પોતે ભક્ત બન્યા નથી કે સત્ય છોડી દીધું છે. * (હઝકી. ૩૩:૩૨, ૩૩) સર્વનો ન્યાય થાય એ પહેલાં આપણે શું કરવું જોઈએ? નમ્ર દિલના દરેકે યહોવાહના મંડળને કદીયે છોડવું નહિ.

૨૦, ૨૧. (ક) આ બધાં ઉદાહરણોમાંથી આપણે શું શીખ્યા? (ખ) આપણે શું કરવું જોઈએ?

૨૦ આ બધાં ઉદાહરણોમાંથી આપણે શું શીખ્યા? રાઈના દાણાના ઉદાહરણમાંથી આપણે શીખ્યા કે યહોવાહની સંસ્થા આખી દુનિયામાં ફેલાઈ છે. તેમના કામને કોઈ જ રોકી ન શકે. (યશા. ૫૪:૧૭) જેઓ એની ‘છાયા નીચે વાસો કરે છે,’ તેઓને શેતાનના જગત સામે રક્ષણ મળે છે. ખમીરનો દાખલો શું શીખવે છે? ખમીર લોટને ફુલાવે છે, પણ કઈ રીતે એ જોઈ શકાતું નથી. યહોવાહ પણ પોતાની સંસ્થામાં વધારો કરે છે. પણ કઈ રીતે એ આપણે જોઈ શકતા નથી. માછીમારની જાળનું ઉદાહરણ શું શીખવે છે? જેઓ યહોવાહનો સંદેશો સાંભળે છે, તેઓ બધા જ યહોવાહના ભક્તો બનતા નથી.

૨૧ તોપણ, ઘણા લોકોને યહોવાહની ભક્તિ કરતા જોઈને આપણને ખુશી થાય છે! (યોહા. ૬:૪૪) આખી દુનિયામાં પુષ્કળ વધારો જોવા મળે છે. એનો યશ યહોવાહને જાય છે. આપણે દરેકે હોંશે હોંશે આમ કરવું જોઈએ: ‘બી વાવ, કેમ કે આ સફળ થશે, કે તે સફળ થશે, અથવા તે બંને સરખી રીતે સફળ થશે તે તું જાણતો નથી.’—સભા. ૧૧:૬. (w08 7/15)

[Footnotes]

^ સપ્ટેમ્બર ૧, ૧૯૯૨ ચોકીબુરજ પાન ૧૭-૨૨, અને ઑક્ટોબર ૧, ૧૯૭૫નું વૉચટાવર, પાન ૫૮૯-૬૦૮ની સમજણમાં સુધારો થયો છે. એ નવી સમજણની હવે પછીના ફકરાઓમાં ચર્ચા થશે.

^ ખરું કે માત્થી ૧૩:૩૯-૪૩ જરા અલગ વિષયની વાત કરે છે. તોપણ એ જાળના ઉદાહરણ સાથે મળતું આવે છે. એ બંને બનાવો ‘જગતનો અંત’ આવ્યા પહેલાં પૂરા થશે. જેમ વાવનાર અને લણનારનું કામ ચાલુ છે, તેમ જાળમાંની માછલી જુદી પાડવાનું કામ પણ ચાલુ જ છે.—ચોકીબુરજ, ઑક્ટોબર ૧૫, ૨૦૦૦, પાન ૨૫-૨૬; વર્શીપ ધી ઓન્લી ટ્રુ ગોડ પુસ્તક, પાન ૧૭૮-૧૮૧, ફકરા ૮-૧૧.

^ જેઓએ સ્ટડી કરવાનું બંધ કર્યું છે કે સત્ય છોડી દીધું છે, તેઓને શું સ્વર્ગદૂતોએ ફેંકી દીધા છે? ના. એવું નથી. જે કોઈ પાછા ફરે, તેઓને યહોવાહ ખુલ્લા હાથે સ્વીકારે છે.—માલા. ૩:૭.

આપણને શું યાદ રહ્યું?

• રાઈના દાણાનું ઉદાહરણ વૃદ્ધિ અને રક્ષણ વિષે શું શીખવે છે?

• ઈસુના ઉદાહરણમાં ખમીરનો શું અર્થ થાય? એ યહોવાહની સંસ્થાને કઈ રીતે લાગુ પડે છે?

• જાળનું ઉદાહરણ શું શીખવે છે?

• ‘વાસણોમાં એકઠા’ થવા આપણે શું કરવું જોઈએ?

[Study Questions]

[Picture on page 26]

રાઈના દાણાનું ઉદાહરણ યહોવાહની સંસ્થા વિષે શું શીખવે છે?

[Picture on page 27]

ખમીરનું ઉદાહરણ શું શીખવે છે?

[Picture on page 28]

માછલી જુદી પાડવાનો શું અર્થ થાય?