જીવનમાં ખુશી લાવતી નાનકડી છોકરી
જીવનમાં ખુશી લાવતી નાનકડી છોકરી
ઈસુ ખ્રિસ્તે બધા માટે પોતાનું જીવન આપી દીધું, જેથી જે લોકો તેમનામાં વિશ્વાસ કરે તેઓને અમર જીવન મળે. એની કદર કરવા યહોવાહના સાક્ષીઓ દર વર્ષે એક ખાસ સભા રાખે છે. આ સભામાં તેઓ બીજા લોકોને પણ આમંત્રણ આપે છે. બ્રાઝિલમાં જ્યારે આ સભા રાખવામાં આવી એના બે અઠવાડિયાં પહેલાં, એક સરસ અનુભવ થયો. ચાલો એ વિષે જોઈએ. બ્રાઝિલમાં યહોવાહના સાક્ષીઓનું એક સેલ્સ ફૅમિલી છે. તેઓએ આ સભામાં કોને બોલાવવા એનું એક લિસ્ટ બનાવ્યું. છ વર્ષની અબીગાઇલને પણ એક આમંત્રણ પત્રિકા આપી. પછી મમ્મીએ તેને પૂછ્યું ‘તું કોને આપીશ?’
તેણે કહ્યું કે ‘એક અંકલને.’
પપ્પાએ તેને પૂછ્યું, ‘તે કોણ છે?’
અબીગાઇલે કહ્યું કે ‘જે અંકલ વ્હિલચૅરમાં હોય છે. અને મને સ્માઇલ આપે છે.’
ચાર દિવસ પછી અબીગાઇલ મમ્મી-પપ્પાને એ અંકલ સાથે મળાવે છે. તેમનું નામ વોલ્ટર. તે ૨૮ વર્ષના હતા ત્યારે એક ઍક્સિડન્ટ થયો હતો. તે છેલ્લા પંદર વર્ષથી અપંગ છે. વોલ્ટર, યહોવાહના સાક્ષીઓના હૉલની પાસે રહે છે. તે માલદાર હોવાથી બે બૉડીગાર્ડ હંમેશાં તેમની સાથે હોય છે. કોઈને પણ વોલ્ટર સાથે વાત કરવી હોય તો બૉડીગાર્ડની પરમિશન લેવી પડે. વોલ્ટરને આમંત્રણ આપવા અબીગાઇલના મમ્મી-પપ્પાએ બૉડીગાર્ડની પરમિશન લીધી.
વાત-વાતમાં અબીગાઇલે વોલ્ટરને આમંત્રણ આપ્યું. પછી કહ્યું, ‘અમારી સભામાં આવતા ભાઈ-બહેનો પાસે ઘણી બધી આમંત્રણ પત્રિકાઓ છે, પણ મારી પાસે તો ફક્ત એક જ છે. આ આમંત્રણ હું તમને જ આપું છું. જો તમે નહિ આવો તો મારા તરફથી કોઈ નહિ હોય. પ્લીઝ અંકલ આવજોને. તમે આવશો તો મને બહુ જ ગમશે. યહોવાહને પણ બહુ ગમશે.’
જે દિવસે ખાસ સભા હતી એ દિવસે સાક્ષીઓ હૉલને સાફ કરતા હતા. વોલ્ટર ત્યાંથી પસાર થતા હતા ત્યારે અબીગાઇલને જોઈ. તેમણે ડ્રાઇવરને ગાડી રોકવા કહ્યું. પછી અબીગાઇલને પૂછ્યું કે ‘તું શું કરે છે?’ તેણે કહ્યું કે ‘તમારા સ્વાગત માટે હૉલની સાફ-સફાઈ કરું છું.’
એ સાંજે સભા શરૂ થતા પહેલાં અબીગાઇલ બહુ જ ખુશ હતી. તેને ખાતરી હતી કે અંકલ જરૂર આવશે. સભા શરૂ થઈ ગઈ પણ અંકલ દેખાયા નહિ. તે થોડી નિરાશ થવા લાગી. પણ એકદમ અંકલ તેમના બૉડીગાર્ડ સાથે દેખાયા. તેમને જોઈને અબીગાઇલ ખુશ-ખુશ થઈ ગઈ. સભા પત્યા પછી વોલ્ટરે કબૂલ્યું કે ‘મેં બીજા શહેરમાં જવાનું નક્કી કર્યું હતું પણ, આ નાની છોકરીનું દિલ રાખવા જ હું અહીં આવ્યો છું.’ તે આગળ જણાવે છે કે ‘ઈસુ વિષે જે સાંભળ્યું એ મને બહુ જ ગમ્યું.’ પછી તેમણે બાઇબલ માંગ્યું. બાઇબલમાંથી વધારે જાણવા તેમણે યહોવાહના સાક્ષી સાથે બાઇબલમાંથી સ્ટડી શરૂ કરી. હવે વોલ્ટર યહોવાહના સાક્ષીઓની દરેક સભામાં જાય છે.
વોલ્ટર, પોતાની બહેનને અબીગાઇલ વિષે ઘણું બધું કહેતા હતા. એટલે વોલ્ટરની બહેનને અબીગાઇલને મળવાનું ખૂબ મન હતું. તે અબીગાઇલને મળી ત્યારે બહુ ખુશ થઈ ગઈ. તેણે કહ્યું, આ તો બધાને ગમી જાય એવી છોકરી છે. અબીગાઇલને મળવાથી તેને ખબર પડી કે તેનો ભાઈ કેમ આટલો ખુશ રહે છે!
આજે પણ વોલ્ટર બાઇબલમાંથી શીખી રહ્યા છે. તે દરેક સભામાં જાય છે. અરે, સભામાં થતી સવાલ-જવાબની ચર્ચામાં પણ ભાગ લે છે. તે જે શીખે છે એના વિષે બીજાઓને પણ જણાવે છે. આ નાનકડી અબીગાઇલ, બાઇબલ સમયની નાની ઈસ્રાએલી છોકરી જેવી છે. તે છોકરીએ સીરિયાના સેનાપતિને પરમેશ્વર યહોવાહ વિષે જણાવ્યું હતું. અબીગાઇલે પણ વોલ્ટરને યહોવાહ વિષે જ જણાવ્યું.—૨ રાજાઓ ૫:૨-૧૪. (w08 6/1)