આજની કડવી હકીકત
આજની કડવી હકીકત
સદીઓ પહેલાંથી બાઇબલ જણાવે છે કે દુનિયાના “છેલ્લા સમયમાં સંકટના વખતો” આવશે. (૨ તીમોથી ૩:૧-૫; ૨ પીતર ૩:૩-૭) ઈસુના મિત્રોએ પણ ‘જગતના અંત’ વિષે પૂછ્યું. (માત્થી ૨૪:૩) એ ક્યારે આવશે? શું આપણે એ સમયમાં જીવી રહ્યા છીએ? નીચે દુનિયાના અમુક બનાવોની વિગતો છે. એને બાઇબલ સાથે સરખાવો. પછી જુઓ કે બાઇબલ પર ભરોસો રાખી શકાય કે કેમ.
બાઇબલ: યુદ્ધો—લુક ૨૧:૧૦; પ્રકટીકરણ ૬:૪.
આજના બનાવો: “૧-૧૯મી સદીમાં જેટલા લોકો યુદ્ધોમાં માર્યા ગયા, એના કરતાં ત્રણ ગણા વધારે લોકો ફક્ત વીસમી સદીમાં માર્યા ગયા છે.”—વર્લ્ડવૉચ ઇન્સ્ટટિયૂટ.
બાઇબલ: દુકાળો અને બીમારીઓ—લુક ૨૧:૧૧; પ્રકટીકરણ ૬:૫-૮.
આજના બનાવો: અંદાજ પ્રમાણે ૨૦૦૪માં ૮૬.૩ કરોડ લોકો પાસે પૂરતું ખાવાનું ન હતું. એના આગલા વર્ષ કરતાં ૭૦ લાખ વધારે લોકો ભૂખે મરતા હતા.—યુએન ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઑર્ગેનાઈઝેશન.
લગભગ એક અબજ લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે; આશરે બે અબજ સાઠ કરોડ લોકો પાસે કચરાનો નિકાલ કરવાની કે ગટરની સગવડ નથી. આશરે એક અબજ દસ કરોડ લોકો પાસે ચોખ્ખું પાણી નથી.—વર્લ્ડવૉચ ઇન્સ્ટટિયૂટ.
આશરે ૫૦ કરોડ લોકોને મલેરિયા થયો છે; ચારેક કરોડને એચઆઈવી-એઈડ્સ છે; ૨૦૦૫માં સોળેક લાખ ટીબીથી માર્યા ગયા.—વિશ્વ આરોગ્ય સંસ્થા.
બાઇબલ: પૃથ્વીનો બગાડ—પ્રકટીકરણ ૧૧:૧૮.
આજના બનાવો: “ઇન્સાનને લીધે અનેક જાતના પ્રાણીઓ અને વૃક્ષોની જાતિનો નાશ થયો છે.” “જીવન ટકાવતી ઇકોસિસ્ટમનો લગભગ ૬૫ ટકા ભાગ બગડવા માંડ્યો છે.”—મિલેનિઅમ ઇકોસિસ્ટમ અસેસ્મન્ટ.
‘પૃથ્વી પર પ્રદૂષણને લીધે તાપમાન વધતું જાય છે
(ગ્રીનહાઉસ ઇફેક્ટ). એનાથી પૃથ્વીના વાતાવરણમાં મોટા ફેરફાર આવે છે. ભારે જોખમો આવવાની શક્યતા છે.’—નાસા, ગોડાર્ડ ઇન્સ્ટટિયૂટ ફોર સ્પેસ સ્ટડીઝ.બાઇબલ: આખી દુનિયામાં ઈશ્વરના રાજ્યનો પ્રચાર—માત્થી ૨૪:૧૪; પ્રકટીકરણ ૧૪:૬, ૭.
આજના બનાવો: ૨૦૦૭માં, ૬૯,૫૭,૮૫૪ યહોવાહના સાક્ષીઓએ ઈશ્વરના રાજ્યનો ૨૩૬ દેશમાં પ્રચાર કર્યો. તેઓએ એક અબજ ચાળીસ કરોડથી વધારે કલાક વાપર્યા.—૨૦૦૮ યરબુક ઑફ જેહોવાઝ વિટ્નેસીસ.
બાઇબલે અગાઉથી જણાવ્યું કે દુનિયામાં કેવા કેવા બનાવો બનશે. બાઇબલ ઊજળા ભાવિની આશા પણ આપે છે. ઈશ્વરના રાજ્યની ખુશખબર ઈસુએ ફેલાવી. ઈશ્વરનું રાજ્ય શું છે? એ આપણા માટે કઈ રીતે સુખ લાવશે? તમારે એના વિષે કેમ શીખવું જોઈએ? (w08 8/1)
[Blurb on page 5]
બાઇબલે જે જણાવ્યું એ સાચું પડે છે