સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે ઈશ્વરને ઓળખો છો?

તમે ઈશ્વરને ઓળખો છો?

તમે ઈશ્વરને ઓળખો છો?

મોટા ભાગે આપણે દરેક જાણીએ છીએ કે પોતાના પપ્પાને શું ગમે છે, શું નથી ગમતું. અમુક સંજોગોમાં તે શું કહેશે, કેવી રીતે વર્તશે. એ પણ જાણીએ છીએ કે તે કુટુંબની સારી રીતે દેખભાળ રાખે છે.

તોપણ અમુક સંજોગમાં તે કંઈ કરે, એનાથી તમને નવાઈ લાગશે. માનો કે તે શાંત સ્વભાવના છે. પણ જરૂર પડે ત્યારે, તે હિંમતથી પગલાં લે છે.

ઈશ્વર પણ આપણા પિતા જેવા છે. (યશાયાહ ૬૪:૮) તેમનાથી જ આપણે ‘જીવીએ છીએ.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૮) તો સવાલ થાય કે આપણે ઈશ્વરને કેટલી સારી રીતે ઓળખીએ છીએ? ઈશ્વર વિષે તો જેટલું જાણીએ એટલું ઓછું.

ઈશ્વર વિષે શીખતા રહેવાથી આપણો નાતો પાકો બનશે. તેમના માર્ગે ચાલીશું તો, તે આપણાં સુખ-દુઃખમાં સાથ આપશે.

ઈશ્વર કેવા છે? તેમને ઓળખવાથી આપણા પર કઈ જવાબદારી આવે છે? એનાથી કેવા આશીર્વાદો મળશે? હવે પછીનો લેખ એની ચર્ચા કરશે. (w08 9/1)

[Blurb on page 3]

જેટલી સારી રીતે કોઈને ઓળખો, એટલો સારો સંબંધ બંધાશે