સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મને જીવનની કિંમત સમજાઈ!

મને જીવનની કિંમત સમજાઈ!

મને જીવનની કિંમત સમજાઈ!

એપ્રિલ ૧૬, ૨૦૦૭ની સવાર હતી. હું નોરીસ હૉલની બિલ્ડિંગના ત્રીજે માળે હતો. એ વર્જિનિયા ટૅકના (વર્જિનિયા પૉલિટેક્નિક ઇન્સ્ટટિયૂટ ઍન્ડ સ્ટેટ યુનિવર્સિટી) કૅમ્પસમાં આવેલો હતો. એ સવારે મને જીવનની કિંમત ફરીથી સમજાઈ.

હું મારી ઑફિસમાંથી બીજે માળે પત્રો લેવા જતો હતો. ત્યાં જ એક પ્રોફેસરે મદદ માગી. તેમના કૉમ્પ્યુટરમાં પ્રૉબ્લમ હતો. અમે તેમની ઑફિસમાં ગયા ત્યાં તો, બીજે માળે ગોળીબારના ધડાધડ અવાજ સંભળાયા. શું થઈ રહ્યું છે એની ખબર જ ન હતી. અમે ફટાફટ ઑફિસનો દરવાજો લૉક કરી દીધો. હું એક ખૂણામાં સંતાઈ ગયો. યહોવાહની મદદ માટે પ્રાર્થના કરવા લાગ્યો.

એવામાં મને પંદર વર્ષ પહેલાંનો બનાવ યાદ આવ્યો. હું ગૅરેજમાં મિકૅનિક હતો. એક દિવસે મારા સાથીદારના હાથમાં પેટ્રોલ ભરેલી ટ્રે હતી. એમાં ઓચિંતી આગ લાગી. ગભરાઈને તેણે સીધી એ મારા ફેંકી. ધુમાડો મારા શ્વાસમાં ગયો. શરીરનો ઉપરનો ભાગ ખરાબ રીતે દાઝી ગયો. હેલિકૉપ્ટરથી મને સ્પેશિયલ હૉસ્પિટલમાં લઈ જવાયો. જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતો, સાડા ત્રણ મહિના હું આઈસીયુમાં રહ્યો. હું બચી ગયો અને દોઢેક મહિનો સારવાર મળ્યા પછી, હું ઘરે ગયો. હું શીખ્યો કે જીવનની હરેક પલ અનમોલ છે. આ બનાવે મને જીવન આપનાર, યહોવાહની ભક્તિ કરવાનું જોશ આપ્યું.—ગીતશાસ્ત્ર ૯૦:૧૨; યશાયાહ ૪૩:૧૦.

એ ઍક્સિડન્ટ પછી, મિકૅનિકનું કામ થતું નહિ. એટલે કૉમ્પ્યુટર શીખ્યો. વર્જિનિયા ટૅકમાં જોબ મળી, એટલે ગોળીબાર થયો એ સવારે હું નોરીસ હૉલમાં હતો.

ગોળીબાર શરૂ થયો એની વીસેક મિનિટ પછી, કૉરિડોરમાં પોલીસનો અવાજ સાંભળ્યો. અમે બૂમો પાડી. તેઓએ અમને ત્યાંથી નીકળવા મદદ કરી. પછીથી અમને ખબર પડી કે અમેરિકામાં પહેલાં આવો ખરાબ ગોળીબાર થયો ન હતો. ગોળીબાર કરનારે ૩૨ લોકોના જીવ લીધા પછી, પોતાને પણ શૉટ કરી નાખ્યો.

આ બનાવથી એક વાત શીખ્યો કે જીવન પલ-દો-પલનું છે, કાલની કોને ખબર! (યાકૂબ ૪:૧૪) જીવન આપનાર યહોવાહ પર અતૂટ શ્રદ્ધા રાખીએ. જીવન તેમની પાસેથી અનમોલ ભેટ છે.—ગીતશાસ્ત્ર ૨૩:૪; ૯૧:૨. (w08 9/1)

[Picture on page 29]

AP Photo/The Roanoke Times, Alan Kim