સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ આપણા ભલા માટે નજર રાખે છે

યહોવાહ આપણા ભલા માટે નજર રાખે છે

યહોવાહ આપણા ભલા માટે નજર રાખે છે

‘યહોવાહની નજર આખી પૃથ્વી પર ફરે છે. જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને તે સહાય કરે છે.’—૨ કાળ. ૧૬:૯.

૧. યહોવાહ આપણા પર કેમ નજર રાખે છે?

 યહોવાહ જેવું કોઈ જ નથી. આપણા “વિચારોની સર્વ કલ્પનાઓ તે” જાણી શકે છે. (૧ કાળ. ૨૮:૯) તોપણ તે આપણી ભૂલો શોધતા નથી. (ગીત. ૧૧:૪; ૧૩૦:૩) પણ તેમની સાથેનો આપણો નાતો કપાઈ ન જાય, એ માટે તે આપણી ચોકી કરે છે. તે ચાહે છે કે આપણે અમર જીવીએ.—ગીત. ૨૫:૮-૧૦, ૧૨, ૧૩.

૨. યહોવાહ કોને સહાય કરે છે?

યહોવાહમાં અપાર શક્તિ છે. ખાસ કરીને તેમના ભક્તો કસોટીમાં હોય ત્યારે, તે તેઓની પ્રાર્થના સાંભળે છે. બીજો કાળવૃત્તાંત ૧૬:૯ કહે છે: “યહોવાહની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.” જેઓ સાફ દિલથી યહોવાહને ભજે છે, તેઓને તે સહાય કરે છે. પણ જેઓ કપટી કે ઢોંગી છે, તેઓને તે મદદ કરતા નથી!—યહો. ૭:૧, ૨૦, ૨૧, ૨૫; નીતિ. ૧:૨૩-૩૩.

ઈશ્વર સાથે ચાલીએ

૩, ૪. કોણ કોણ ‘ઈશ્વરની સાથે ચાલ્યા?’ ઈશ્વરની સાથે ચાલવાનો શું અર્થ થાય?

ઘણાનું માનવું છે કે વિશ્વના માલિક સાથે કોઈ ઇન્સાન ચાલી જ ન શકે. પણ યહોવાહ કહે છે કે ચાલી શકે. ઈશ્વરભક્ત હનોખ અને નુહ ‘ઈશ્વરની સાથે ચાલ્યા.’ (ઉત. ૫:૨૪; ૬:૯) મુસા “અદૃશ્યને [ઈશ્વરને] જોતો હોય એમ તે અડગ રહ્યો.” (હેબ્રી ૧૧:૨૭) દાઊદ રાજાએ કહ્યું: ‘યહોવાહ મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી.’—ગીત. ૧૬:૮.

પણ કોઈએ ઈશ્વરને જોયા નથી. તો પછી આપણે કઈ રીતે તેમની સાથે ચાલી શકીએ? ઈશ્વરભક્ત આસાફે લખ્યું: “હું નિત્ય તારી પાસે રહું છું; તેં મારો જમણો હાથ ઝાલ્યો છે. તું તારા બોધથી મને માર્ગ બતાવશે.” (ગીત. ૭૩:૨૩, ૨૪) યહોવાહ આપણને બાઇબલ અને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા માર્ગદર્શન આપે છે. એ પ્રમાણે જીવવાથી, આપણે જાણે કે યહોવાહ સાથે ચાલીએ છીએ.—માથ. ૨૪:૪૫; ૨ તીમો. ૩:૧૬.

૫. યહોવાહ આપણા પર કઈ રીતે નજર રાખે છે? એ વિષે આપણને કેવું લાગે છે?

યહોવાહ એક પિતાની જેમ આપણી સંભાળ રાખે છે. રક્ષણ કરે છે. શિખામણ આપે છે. તે કહે છે: “કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.” (ગીત. ૩૨:૮) આપણે વિચારીએ કે ‘શું હું યહોવાહ સાથે ચાલુ છું? તેમની સલાહ દિલમાં ઉતારું છું? તે મને જુએ છે, એની મારા પર કેવી અસર થાય છે? શું મને ડર છે કે મારી ભૂલ થશે તો આવી બનશે? કે પછી હું જાણું છું કે તે પસ્તાવો જોઈને માફ કરશે?’—ગીત. ૫૧:૧૭.

૬. યહોવાહ શું કરી શકે છે, જે માબાપ નથી કરી શકતાં?

આપણા દિલમાં ખોટા વિચારો દોડતા હોય, એ યહોવાહ જોઈ શકે છે. (યિર્મે. ૧૭:૯) એમ કોઈ માબાપ કરી શકતાં નથી. યહોવાહ આપણી ભાવનાઓ “પારખે છે.” (ગીત. ૧૧:૪; ૧૩૯:૪; યિર્મે. ૧૭:૧૦) એટલે આપણે ભૂલ કરીએ, એ પહેલાં કોઈ વાર તે મદદ કરે છે. યિર્મેયાહના મંત્રી અને જિગરી દોસ્ત બારૂખનો વિચાર કરો.

યહોવાહે બારૂખની સંભાળ રાખી

૭, ૮. (ક) બારૂખ કોણ હતા? તેમને કેવા વિચારો આવ્યા? (ખ) યહોવાહે બારૂખની કઈ રીતે સંભાળ રાખી?

બારૂખ આગળ પડતા કુટુંબમાંથી આવતા હોય શકે. તેમણે યિર્મેયાહ સાથે યહુદાહમાં યહોવાહનો ન્યાયચુકાદો જણાવ્યો. એ સહેલું ન હતું. (યિર્મે. ૧:૧૮, ૧૯) સમય જતાં તે ‘પોતાને સારૂ મહત્તા શોધવા’ લાગ્યા. એ સુખ-ચેનનું જીવન કે પછી કોઈ માન-મોભો હોય શકે. યહોવાહે જોયું કે તેમના દિલમાં શું હતું. તેમણે તરત જ યિર્મેયાહ દ્વારા બારૂખને કહ્યું: ‘તેં કહ્યું, કે “મને હાય હાય! યહોવાહે મારા દુઃખમાં દુઃખ ઉમેર્યું છે; હું નિસાસા નાખીને થાકી ગયો છું, ને મને કંઈ ચેન પડતું નથી.” તું શું તારે પોતાને સારૂ મહત્તા શોધે છે? શોધીશ મા.’—યિર્મે. ૪૫:૧-૫.

યરૂશાલેમ અને યહુદાહની ઘડીઓ ગણાઈ રહી હતી. એમાં બારૂખનો નાશ થાય એવું યહોવાહ ચાહતા ન હતા. એક પિતાની જેમ, તે બારૂખ સાથે કડક રીતે વર્ત્યા, પણ ગુસ્સે ન થયા. યહોવાહે જોયું કે બારૂખનું દિલ દુષ્ટ ન હતું. એટલે તેમને યાદ કરાવ્યું કે “હું માણસ માત્ર પર વિપત્તિ લાવીશ.” એ પણ જણાવ્યું કે બારૂખે એમાંથી બચવા શું કરવું જોઈએ. (યિર્મે. ૪૫:૫) ઈશ્વરે જાણે કહ્યું કે ‘બારૂખ, બારૂખ! યરૂશાલેમ અને યહુદાહનો જલદી જ નાશ થશે. પણ તું વફાદાર રહે ને જીવતો રહે!’ બારૂખે એ માન્યું. એટલે સત્તર વર્ષ પછી યરૂશાલેમનો નાશ થયો ત્યારે, તે બચી ગયા.

૯. કયા પ્રશ્નોનો વિચાર કરવો જોઈએ? તમે એ પ્રશ્નોના શું જવાબ આપશો?

બારૂખના દાખલા પરથી આ પ્રશ્નો અને કલમોનો વિચાર કરો: યહોવાહ પોતાના ભક્ત બારૂખ સાથે જે રીતે વર્ત્યા, એમાંથી આપણે શું શીખી શકીએ? (હેબ્રી ૧૨:૯ વાંચો.) બારૂખે યહોવાહની સલાહ સાંભળીને શું કર્યું? નજીકમાં જ દુષ્ટ જગતનો અંત આવશે, એટલે આપણે શું કરવું જોઈએ? (લુક ૨૧:૩૪-૩૬ વાંચો.) યહોવાહે યિર્મેયાહ દ્વારા બારૂખને કઈ રીતે પ્રેમ બતાવ્યો? વડીલો કઈ રીતે તેઓના પગલે ચાલી શકે?—ગલાતી ૬:૧ વાંચો.

યહોવાહ જેવો જ ઈસુનો પ્રેમ

૧૦. ઈસુ શું કરી શકે છે? કઈ રીતે?

૧૦ પહેલાં યહોવાહ પ્રબોધકો અને બીજા ભક્તો દ્વારા પોતાના લોકોની સંભાળ રાખતા. આજે તે મંડળના આગેવાન, ઈસુ ખ્રિસ્ત દ્વારા સંભાળ રાખે છે. (એફે. ૧:૨૨, ૨૩) બાઇબલ ઈસુને હલવાન કહે છે, જેને ‘સાત આંખ છે. એ આંખો ઈશ્વરના સાત આત્મા છે, જે આખી પૃથ્વી પર મોકલવામાં આવે છે.’ (પ્રકટી. ૫:૬) એનો શું અર્થ થાય? ઈસુ યહોવાહની શક્તિથી ભરપૂર છે. યહોવાહની જેમ તે બધું જોઈ શકે છે. આપણા દિલના વિચારો પારખી શકે છે.

૧૧. ઈસુ કઈ રીતે યહોવાહ જેવો પ્રેમ બતાવે છે? તેમને કઈ જવાબદારી સોંપાઈ છે?

૧૧ ઈસુ યહોવાહ જેવા જ છે. તે આપણી ભૂલો જોઈને ન્યાય કરવા બેસી જતા નથી. પણ પિતાની જેમ આપણા પર પ્રેમથી નજર રાખે છે. એટલે ઈસુને “સનાતન પિતા” કહેવામાં આવે છે. (યશા. ૯:૬) જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરશે, તેઓને તે અમર જીવન આપશે. ઈસુ મંડળના આગેવાન પણ છે. તે મંડળના કોઈ પણ અનુભવી ભાઈ-બહેન દ્વારા આપણને મદદ કરે છે. ખાસ તો વડીલો દ્વારા ખરા સમયે તે સલાહ કે દિલાસો આપે છે.—૧ થેસ્સા. ૫:૧૪; ૨ તીમો. ૪:૧, ૨.

૧૨. (ક) એશિયા માઈનોરનાં મંડળોને લખેલા પત્રો ઈસુ વિષે શું જણાવે છે? (ખ) વડીલો દ્વારા ઈસુ કઈ રીતે પ્રેમ બતાવે છે?

૧૨ ઈસુ જાણતા હતા કે એશિયા માઈનોરનાં સાત મંડળોમાં શું ચાલતું હતું. તેમને ભાઈ-બહેનોની ઘણી ચિંતા હતી. એટલે તેઓને પત્રો લખ્યા. (પ્રકટી. ૨:૧–૩:૨૨) એના પરથી તેમનો પ્રેમ દેખાઈ આવ્યો. પ્રકટીકરણનાં સંદર્શનો આજે ‘પ્રભુના દહાડામાં’ પૂરાં થઈ રહ્યાં છે. * (પ્રકટી. ૧:૧૦) આજે પણ ઈસુને દરેક મંડળ પર એટલો જ પ્રેમ છે. ઘણી વાર ઈસુ વડીલો દ્વારા આપણને મદદ કરે છે. તેઓના દ્વારા દિલાસો, ઉત્તેજન કે સલાહ આપે છે. (પ્રે.કૃ. ૨૦:૨૮; યશાયાહ ૩૨:૧, ૨ વાંચો.) વડીલોની મદદમાં શું તમને ઈસુનો પ્રેમ દેખાય છે?

ખરા સમયે મદદ મળશે

૧૩-૧૫. યહોવાહ કઈ કઈ રીતે પ્રાર્થનાનો જવાબ આપે છે? અનુભવો જણાવો.

૧૩ શું એવું બન્યું છે કે તમે યહોવાહને મદદ માટે પ્રાર્થના કરો ને કોઈ ભાઈ-બહેન આવીને તમને મદદ કરે? (યાકૂ. ૫:૧૪-૧૬) ઘણી વાર યહોવાહ ટૉક કે મૅગેઝિન દ્વારા પણ પ્રાર્થનાનો જવાબ આપે છે. એક દાખલો લઈએ. એક વડીલે ટૉક આપ્યા પછી એક બહેને તેમને થેંક્યું કહ્યું. અમુક અઠવાડિયાથી તે ઘણો અન્યાય સહેતી હતી. એના વિષે કોઈ ફરિયાદ ન કરી, પણ વડીલે વાપરેલી કલમોની કદર કરી. એ મિટિંગમાંથી તે બહેનને ખૂબ જ ઉત્તેજન મળ્યું.

૧૪ બીજો એક દાખલો લઈએ. ત્રણ કેદીઓ યહોવાહ વિષે શીખ્યા. તેઓ પબ્લિશર બન્યા. એ જેલમાં કેદીઓએ અંદરોઅંદર મારામારી કરી હોવાથી, બધાને સજા થઈ. એનો વિરોધ કરવા બધા કેદીઓએ કાવતરું રચ્યું. તેઓએ નક્કી કર્યું કે સવારે નાસ્તો ખાઈને પ્લેટ પાછી નહિ આપે. જે ત્રણ કેદીઓ પબ્લિશર હતા, તેઓ મુશ્કેલીમાં આવી પડ્યા. તેઓ બીજા કેદીઓ સાથે જોડાય તો રૂમી ૧૩:૧ની આજ્ઞા તોડે. જો ન જોડાય તો કેદીઓનો માર ખાય.

૧૫ આ ત્રણેવ કેદીઓ એકબીજા સાથે વાત કરી શકતા ન હતા. એટલે દરેકે પોતે-પોતે પ્રાર્થના કરી. તેમ છતાં, તેઓ એક જ નિર્ણય પર આવ્યા કે સવારે નાસ્તો કરવો જ નહિ. એટલે નાસ્તાની પ્લેટ લેવી ન પડે કે પાછી આપવી ન પડે. સવારે તેઓએ એમ જ કર્યું. ન તો તેઓએ યહોવાહની આજ્ઞા તોડી કે ન તો માર ખાધો. તેઓ બહુ જ ખુશ હતા કે યહોવાહે તેઓની ‘પ્રાર્થના સાંભળી.’—ગીત. ૬૫:૨.

કશાની ચિંતા ન કરીએ

૧૬. યહોવાહનો પ્રેમ પ્રચાર કામમાં કઈ રીતે દેખાઈ આવે છે?

૧૬ યહોવાહનો પ્રેમ પ્રચાર કામમાં પણ દેખાઈ આવે છે. એનાથી નમ્ર લોકો પણ યહોવાહ વિષે જાણી શકે. (ઉત. ૧૮:૨૫) પ્રચાર ન થયો હોય ત્યાં પણ, યહોવાહ દૂતો દ્વારા આપણને એવા લોકો પાસે દોરી જઈ શકે. (પ્રકટી. ૧૪:૬, ૭) પહેલી સદીના ઇથિયોપિયાના અધિકારીનો વિચાર કરો. યહોવાહે પોતાના ભક્ત ફિલિપને દૂતો દ્વારા તેમની પાસે મોકલ્યા, જેથી શાસ્ત્રની સમજણ આપી શકે. પછી એ અધિકારી બાપ્તિસ્મા પામ્યા. *યોહા. ૧૦:૧૪; પ્રે.કૃ. ૮:૨૬-૩૯.

૧૭. આપણે કેમ વધારે પડતી ચિંતા ન કરવી જોઈએ?

૧૭ આ દુનિયાનો અંત ઝડપથી આવી રહ્યો છે. એટલે ‘દુઃખો’ તો વધવાનાં જ. (માથ. ૨૪:૮) જેમ કે, મોંઘવારી વધે. મોસમ જેમતેમ બગડી જાય. પૈસાની તંગી આવે. બેકારી વધે. જૉબ પર ઓવરટાઇમનું દબાણ થાય. તોપણ આપણે વધારે પડતી ચિંતા ન કરીએ. યહોવાહની ભક્તિમાં મન પરોવીને સાદી રીતે જીવીએ. યહોવાહ જરૂર આપણી સંભાળ રાખશે, કેમ કે તે આપણને ચાહે છે. (માથ. ૬:૨૨-૩૪) ચાલો જોઈએ કે યહોવાહે યિર્મેયાહની કઈ રીતે સંભાળ રાખી. ખાસ કરીને ઈસવી સન પૂર્વે ૬૦૭માં, જ્યારે યરૂશાલેમ પર ઘણી તકલીફો આવી પડી હતી.

૧૮. યહોવાહે કઈ રીતે યિર્મેયાહને પ્રેમ બતાવ્યો?

૧૮ યિર્મેયાહ કેદમાં હતા. ત્યાં તેમને કોણે ખાવા-પીવાનું આપ્યું? તેમનો ભરોસો યહોવાહ પર હતો. શું યહોવાહે તેમની સંભાળ રાખી? હા, જરૂર રાખી. આજુબાજુના લોકો મોટે ભાગે યિર્મેયાહને નફરત કરતા હતા. તોપણ યહોવાહે ગોઠવણ કરી કે ‘નગરમાંની સર્વ રોટલી થઈ રહે, ત્યાં સુધી તેમને રોટલી આપવામાં આવે.’ (યિર્મે. ૩૭:૨૧) આમ યિર્મેયાહ, બારૂખ, એબેદ-મેલેખ અને બીજા ઈશ્વરભક્તો આ મુશ્કેલ સંજોગોમાંથી બચી ગયા. જ્યારે કે બીજાઓ દુકાળ, બીમારી કે બીજી કોઈ રીતે મરણ પામ્યા.—યિર્મે. ૩૮:૨; ૩૯:૧૫-૧૮.

૧૯. આપણે શું કરતા રહેવું જોઈએ?

૧૯ “ન્યાયીઓ પર પ્રભુની નજર છે; અને તેઓની પ્રાર્થનાઓ તેને કાને પડે છે.” (૧ પીત. ૩:૧૨) કશાની ચિંતા ન કરીએ, કેમ કે યહોવાહ આપણી સંભાળ રાખે છે. ભલે ગમે એ થાય તોપણ યહોવાહ સાથે ચાલતા રહીએ. તેમની પ્રેમભરી નજર હંમેશાં આપણા પર રહેશે.—ગીત. ૩૨:૮; યશાયાહ ૪૧:૧૩ વાંચો. (w08 10/15)

[Footnotes]

^ એ સલાહ સ્વર્ગમાં જનારા માટે છે. પણ એ સલાહ ને સિદ્ધાંતો યહોવાહના બધા જ ભક્તોને લાગુ પડે છે.

^ પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૬-૧૦માં હજુ એક દાખલો જોવા મળે છે. એમાં “પવિત્ર આત્માએ” પાઊલ અને તેમના સાથીઓને આસિયા અને બીથુનીઆ જવાની મના કરી. તેઓને મકદોનિયા મોકલ્યા, જ્યાં નમ્ર લોકોએ સંદેશો સાંભળ્યો.

આપણે શું શીખ્યા?

• કઈ રીતે ‘ઈશ્વરની સાથે ચાલી’ શકાય?

• યહોવાહે બારૂખને કઈ રીતે પ્રેમ બતાવ્યો?

• મંડળ પર ઈસુ કઈ રીતે યહોવાહ જેવો પ્રેમ રાખે છે?

• આપણે શા માટે સંકટના સમયે પણ યહોવાહ પર શ્રદ્ધા રાખવી જોઈએ?

[Study Questions]

[Picture on page 14]

યહોવાહ કઈ રીતે ખરા સમયે મદદ આપે છે?