સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે બીજાને માન આપો છો?

શું તમે બીજાને માન આપો છો?

શું તમે બીજાને માન આપો છો?

“માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.”—રૂમી ૧૨:૧૦.

૧. આજના સમાજમાં શું નથી જોવા મળતું?

 બધા સમાજમાં લોકો જુદી જુદી રીતે એકબીજાને માન આપે છે. અમુક દેશોમાં બાળકો પોતાના વડીલોથી ચડિયાતા ન દેખાવા, નીચે બેસે છે. તેમ જ, પોતાના વડીલો આગળ પીઠ ફેરવતા નથી. લોકો ગમે એ રીતે માન આપતા હોય, પણ માન બતાવવું મહત્ત્વનું છે. બાઇબલ કહે છે કે “તું પળિયાંવાળા માથાની [મોટી ઉંમરનાની] સમક્ષ ઊભો થા, ને વૃદ્ધ માણસના મોંને માન આપ.” (લેવી. ૧૯:૩૨) અફસોસની વાત છે કે આજે માન આપવાની વાત તો બાજુએ રહી, મોટા ભાગના સમાજમાં વડીલોનું અપમાન થાય છે.

૨. બાઇબલ કોને માન આપવાનું કહે છે?

બાઇબલ કહે છે કે આપણે યહોવાહ અને ઈસુને માન આપવું જોઈએ. (યોહા. ૫:૨૩) તેમ જ કુટુંબમાં, મંડળમાં અને મંડળ બહારના લોકોને પણ માન આપવું જોઈએ. (રૂમી ૧૨:૧૦; એફે. ૬:૧, ૨; ૧ પીત. ૨:૧૭) કઈ રીતે યહોવાહને માન આપી શકાય? ભાઈ-બહેનોને કઈ રીતે માન આપવું જોઈએ? ચાલો એની ચર્ચા કરીએ.

યહોવાહનું નામ રોશન કરીએ

૩. યહોવાહને માન આપવાની સૌથી મહત્ત્વની રીત કઈ છે?

યહોવાહને માન આપવાની સૌથી મહત્ત્વની રીત છે, તેમનું નામ રોશન કરીએ. યહોવાહના સાક્ષીઓ તરીકે આપણે ‘તેમના નામની પ્રજા’ છીએ. (પ્રે.કૃ. ૧૫:૧૪) ઈશ્વરભક્ત મીખાહે કહ્યું, “સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે, અને અમે સદાસર્વકાળ અમારા દેવ યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.” (મીખા. ૪:૫) કઈ રીતે આપણે ‘યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલી’ શકીએ? તેમના કહેવા પ્રમાણે જ કરીને અને એના વિષે બીજાને શીખવીને. આપણે જે શીખવીએ, એમ જીવીએ, નહિ તો યહોવાહની ‘નિંદા થશે.’—રૂમી ૨:૨૧-૨૪.

૪. પ્રચાર કરવા વિષે તમને કેવું લાગે છે?

પહેલાંના જમાનામાં યહોવાહે ઈસ્રાએલીઓને પોતાના સાક્ષીઓ તરીકે પસંદ કર્યા. (યશા. ૪૩:૧-૧૨) પણ અનેક વાર તેઓએ યહોવાહથી મોં ફેરવી લીધું. ‘તેમને દુઃખી કર્યા! ઈસ્રાએલના પવિત્ર ઈશ્વરને માઠું લગાડ્યું.’ (ગીત. ૭૮:૪૦, ૪૧) આખરે તેઓએ યહોવાહની કૃપા ગુમાવી. આજે આપણે તેમના નામથી ઓળખાઈએ છીએ. આપણે યહોવાહને દિલોજાનથી ચાહીએ છીએ. એટલે તેમનું નામ પવિત્ર મનાય એવી આપણી તમન્‍ના છે. આપણે યહોવાહનું સત્ય અને તેમના હેતુ વિષે જે જાણીએ છીએ, એ મોટો આશીર્વાદ છે! એટલે આપણે પ્રચાર કરીને, યહોવાહને માન આપીએ છીએ. પાઊલની જેમ આપણે માનીએ છીએ કે ‘એમ કરવું આપણી ફરજ છે; અને જો આપણે સુવાર્તા પ્રગટ ન કરીએ, તો અફસોસ છે.’—૧ કોરીં. ૯:૧૬.

૫. આપણે કેમ યહોવાહમાં ભરોસો રાખવો જોઈએ?

દાઊદે યહોવાહને કહ્યું, “તારૂં નામ જાણનારા તારા પર ભરોસો રાખશે; કેમકે, હે યહોવાહ, તેં તારા શોધનારને તજ્યા નથી.” (ગીત. ૯:૧૦) આપણે યહોવાહને સારી રીતે ઓળખવા તેમનું નામ, એનો અર્થ જાણીએ. આમ તેમને માન આપીએ. યહોવાહને માન આપવાની બીજી એક રીત છે, તેમનામાં ભરોસો રાખવો. એમ કરીશું તો, તે કોઈ પણ કસોટીઓમાં આપણું રક્ષણ કરશે, ટકાવી રાખશે. પહેલાંના જમાનામાં ઈશ્વરભક્તોએ પણ યહોવાહમાં ભરોસો રાખ્યો. પણ ઈસ્રાએલીઓએ એમ ન કર્યું ત્યારે, યહોવાહે મુસાને પૂછ્યું: “આ લોક મને ક્યાં સુધી તુચ્છકારશે [અપમાન કરશે]? અને તેઓ મધ્યે જે સર્વ ચિહ્‍નો મેં કર્યાં છે તે છતાં, તેઓ ક્યાં સુધી મારા પર વિશ્વાસ રાખશે નહિ?”—ગણ. ૧૪:૧૧.

૬. આપણે યહોવાહને કેમ માન આપીએ છીએ?

ઈસુના સમયમાં ઘણા યહુદીઓ સાચા દિલથી યહોવાહને ભજતા ન હતા. યહોવાહને કેવું લાગ્યું એના વિષે બાઇબલ કહે છે: ‘આ લોક પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં મન મારાથી દૂર જ રહે છે.’ (માથ. ૧૫:૮) આપણે જો યહોવાહને ચાહતા હોઈએ, તો તેમને દિલથી માન આપીશું. (૧ યોહા. ૫:૩) એમ કરનારાને યહોવાહ આ વચન આપે છે: “જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ.”—૧ શમૂ. ૨:૩૦.

વડીલો બીજાને માન આપે છે

૭. (ક) વડીલોએ શું કરવું જોઈએ? (ખ) પાઊલે મંડળને કઈ રીતે માન આપ્યું?

પાઊલે કહ્યું, “માન આપવામાં પોતાના કરતાં બીજાને અધિક ગણો.” (રૂમી ૧૨:૧૦) વડીલો, મંડળમાં પાઊલના પગલે ચાલો. બીજાને માન આપવામાં દાખલો બેસાડો. (૧ થેસ્સાલોનીકી ૨:૭, ૮ વાંચો.) પાઊલે મંડળને ખૂબ માન આપ્યું. તે પોતે જે ન કરતા, એ કદીયે ભાઈ-બહેનોને કરવાનું કહેતા નહિ. ભાઈઓ એ જાણતા હતા. એટલે તેઓએ પાઊલને માન આપ્યું. પાઊલે કહ્યું, ‘હું તમને વિનંતી કરૂં છું, કે મારા પગલે ચાલો.’ પાઊલે બેસાડેલા દાખલાને લીધે મંડળે તેમની સલાહ જરૂર દિલમાં ઉતારી હશે.—૧ કરિંથ ૪:૧૬, સંપૂર્ણ.

૮. (ક) ઈસુએ કઈ રીતે શિષ્યોને માન આપ્યું? (ખ) જવાબદાર ભાઈઓ એમાંથી શું શીખી શકે?

વડીલોએ બીજી કઈ રીતે મંડળને માન આપવું જોઈએ? તેઓ ભાઈ-બહેનોને સલાહસૂચન આપે ત્યારે, એનું કારણ પણ સમજાવે. આમ તેઓ ઈસુના પગલે ચાલે છે. ઈસુએ શિષ્યોને કહ્યું કે પ્રાર્થના કરો કે વધારે લોકો શિષ્યો બને. પછી તેમણે એનું કારણ સમજાવતા કહ્યું, “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો, કે તે પોતાની ફસલને સારૂ મજૂરો મોકલે.” (માથ. ૯:૩૭, ૩૮) બીજી એક વાર ઈસુએ શિષ્યોને સાવધ રહેવા ઉત્તેજન આપ્યું. પછી કહ્યું કે “જાગતા રહો, કેમકે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.” (માથ. ૨૪:૪૨) આ રીતે ઈસુએ શિષ્યોને માન આપ્યું. જવાબદાર ભાઈઓ માટે કેટલો સરસ દાખલો બેસાડ્યો!

યહોવાહના સંગઠનને માન આપીએ

૯. યહોવાહને માન આપવા બીજું શું કરવું જોઈએ?

યહોવાહને માન આપવા આપણે તેમના સંગઠનને પણ માન આપીએ. એના તરફથી આવતા માર્ગદર્શન પ્રમાણે જ ચાલીએ. એ યહોવાહની ગોઠવણ છે. પહેલી સદીમાં અમુક જણ વડીલોને માન આપતા ન હતા. એટલે તેઓને ઈશ્વરભક્ત યોહાને ઠપકો આપ્યો. (૩ યોહાન ૯-૧૧ વાંચો.) યોહાનના શબ્દો બતાવે છે કે એવા લોકો ફક્ત ભાઈઓને જ નહિ, પણ તેઓનાં શિક્ષણ અને માર્ગદર્શનને પણ માનતા ન હતા. બધા જ ભાઈ-બહેનો એવા ન હતા. પ્રેષિતોના સમયમાં તો મોટા ભાગના ભાઈ-બહેનો વડીલોને માન આપતા હતા.—ફિલિ. ૨:૧૨.

૧૦, ૧૧. યહોવાહે પોતાના લોકોમાં આગેવાની લેવા કેવી ગોઠવણ કરી? બાઇબલમાંથી બતાવો.

૧૦ અમુક માનતા કે મંડળમાં કોઈ આગેવાન ન હોવો જોઈએ, કેમ કે ઈસુએ કહ્યું હતું: “તમે સઘળા ભાઈઓ છો.” (માથ. ૨૩:૮) પણ બાઇબલમાં અનેક એવા દાખલા છે, જેમાં યહોવાહે ભાઈઓને આગેવાન બનાવ્યા. જેમ કે કુટુંબના વડા, ન્યાયાધીશો અને રાજાઓ. તેઓ દ્વારા યહોવાહે માર્ગદર્શન આપ્યું. જ્યારે લોકોએ તેઓનું માન્યું નહિ, ત્યારે યહોવાહે તેઓને સજા કરી.—૨ રાજા. ૧:૨-૧૭; ૨:૧૯, ૨૩, ૨૪.

૧૧ પહેલી સદીમાં આગેવાની લેવા, યહોવાહે પ્રેષિતોને પસંદ કર્યા. ભાઈ-બહેનોએ એ રાજી-ખુશીથી સ્વીકાર્યું. (પ્રે.કૃ. ૨:૪૨) દાખલા તરીકે, પાઊલે મંડળને માર્ગદર્શન આપ્યું. (૧ કોરીં. ૧૬:૧; ૧ થેસ્સા. ૪:૨) તેમણે પોતે પણ બીજા પ્રેષિતોના કહેવા પ્રમાણે કર્યું. (પ્રે.કૃ. ૧૫:૨૨; ગલા. ૨:૯, ૧૦) આગેવાની લેતા ભાઈઓને માન આપીને, પાઊલે આપણા માટે સરસ દાખલો બેસાડ્યો.

૧૨. બાઇબલના દાખલા આપણને આગેવાની લેતા ભાઈઓ વિષે શું શીખવે છે?

૧૨ આ દાખલાઓ શું શીખવે છે? એક એ કે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” ગવર્નિંગ બોડી દ્વારા ભાઈઓને પસંદ કરે છે, જેઓ સંગઠનમાં આગેવાની લે છે. તેમ જ તેઓ મંડળમાં પણ વડીલો અને સેવકાઈ ચાકરો નીમે છે. (માથ. ૨૪:૪૫-૪૭; ૧ પીત. ૫:૧-૩) બીજું કે જે ભાઈઓ આગેવાની લે છે, તેઓને આપણે બધાએ માન આપવું જોઈએ. આપણે એમ કઈ રીતે કરી શકીએ?

સરકીટ અને ડિસ્ટ્રીક્ટ ઓવરસિયરને માન આપીએ

૧૩. સરકીટ અને ડિસ્ટ્રીક્ટ ઓવરસિયરને માન આપવા શું કરવું જોઈએ?

૧૩ પાઊલે કહ્યું, “ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ, કે જેઓ તમારામાં મહેનત કરે છે અને પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને બોધ કરે છે તેઓની કદર કરો; અને તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતિ ઘણું માન આપો. તમે માંહોમાંહે શાંતિમાં રહો.” (૧ થેસ્સા. ૫:૧૨, ૧૩) સરકીટ અને ડિસ્ટ્રીક્ટ ઓવરસિયર સાચે જ ઘણી “મહેનત કરે છે.” તેઓને “અતિ ઘણું માન” આપીએ. કઈ રીતે? તેઓ આપણને જે સલાહસૂચન આપે, એ દિલથી સ્વીકારીએ. તેઓ વિશ્વાસુ ચાકર પાસેથી માર્ગદર્શન આપે છે. એ પાળવા આપણને ઈશ્વર પાસેથી ‘ઉપરથી આવતું જ્ઞાન’ મદદ કરે છે.—યાકૂ. ૩:૧૭.

૧૪. સરકીટ અને ડિસ્ટ્રીક્ટ ઓવરસિયરને માન આપવા શું કરવું જોઈએ? એનાથી કયો આશીર્વાદ મળશે?

૧૪ જે રીતે ટેવાયેલા હોઈએ, એમાં ફેરફાર કરવાનું થાય તો શું કરીશું? શું એમ કહીશું કે ‘અમે એવી રીતે કરતા નથી’ અથવા ‘એ કદાચ બીજે ક્યાંક ચાલે, અમારા મંડળમાં નહિ?’ આપણે ભૂલવું ન જોઈએ કે યહોવાહ મંડળના માલિક છે. ઈસુ મંડળના આગેવાન છે. આપણને જે કંઈ માર્ગદર્શન મળે, એમ કરવાથી તેઓને માન આપીએ છીએ. પહેલી સદીમાં તીતસે કોરીંથ મંડળની મુલાકાત લીધી ત્યારે, તેઓએ તેમનું સાંભળ્યું. એ માટે પાઊલે શાબાશી આપી. (૨ કોરીં. ૭:૧૩-૧૬) આપણે પણ સરકીટ અને ડિસ્ટ્રીક્ટ ઓવરસિયરનું સાંભળીએ. એમ કરીશું તો પ્રચારમાં આપણો આનંદ વધતો જશે.—૨ કોરીંથી ૧૩:૧૧ વાંચો.

“સર્વેને માન આપો”

૧૫. ભાઈ-બહેનોને માન આપવાની અમુક રીતો જણાવો.

૧૫ પાઊલે લખ્યું: ‘વૃદ્ધને ઠપકો ન આપ, પણ જેમ પિતાને તેમ તેને સમજાવ; જેમ ભાઈઓને તેમ જુવાનોને; જેમ માતાઓને તેમ વૃદ્ધ સ્ત્રીઓને; જેમ બહેનોને તેમ જુવાન સ્ત્રીઓને સમજાવ. જે વિધવાઓ નિરાધાર છે તેઓને મદદ કર.’ (૧ તીમો. ૫:૧-૩) બાઇબલ ઉત્તેજન આપે છે કે મંડળના દરેક ભાઈ-બહેનોને માન આપીએ. પણ જો કોઈની સાથે બનતું ન હોય, તો શું આપણે તેમને માન આપતા અચકાઈશું? કે પછી તેમના સારા ગુણો પર ધ્યાન આપીને માન આપીશું? વડીલોએ ભાઈ-બહેનોના “ટોળા પર ધણી તરીકે નહિ,” પણ પ્રેમથી વર્તવું જોઈએ. દરેકને માન આપવું જોઈએ. (૧ પીત. ૫:૩) યહોવાહના ભક્તો તરીકે આપણામાં પ્રેમ હોવો જોઈએ. ચાલો આપણે એકબીજાને માન આપવામાં પાછા ન પડીએ.—યોહાન ૧૩:૩૪, ૩૫ વાંચો.

૧૬, ૧૭. (ક) પ્રચારમાં લોકોને અને વિરોધીઓને પણ કેમ માન આપવું જોઈએ? (ખ) કઈ રીતે ‘સર્વેને માન આપી’ શકીએ?

૧૬ શું ફક્ત ભાઈ-બહેનોને જ માન બતાવવું જોઈએ? ના, પાઊલે લખ્યું કે ‘જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાનું સારૂં કરીએ.’ (ગલા. ૬:૧૦) એ હંમેશાં સહેલું નથી હોતું. નોકરીધંધા પર કે સ્કૂલમાં બધા આપણી સાથે સારી રીતે વર્તતા નથી. તોપણ, આ યાદ રાખીએ: “ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ.” (ગીત. ૩૭:૧) આ રીતે વિરોધીઓને પણ માન બતાવીશું. પ્રચારમાં પણ એમ જ કરીએ, જેથી “નમ્રતાથી અને આદરભાવથી” વાતચીત કરી શકીએ. (૧ પિતર ૩:૧૫, કોમન લેંગ્વેજ) પ્રચારમાં આપણો દેખાવ અને વર્તન બતાવશે કે લોકોને માન આપીએ છીએ કે નહિ.

૧૭ મંડળમાં કે મંડળની બહાર, આપણે આ સલાહ પાળીએ: ‘સર્વેને માન આપો. મંડળ પર પ્રીતિ રાખો. ઈશ્વરનો ભય રાખો. રાજાનું સન્માન કરો.’—૧ પીત. ૨:૧૭. (w08 10/15)

[Picture on page 23]

આપણે શું કહીશું?

• યહોવાહને માન આપવા શું કરવું જોઈએ?

• વડીલો, સરકીટ અને ડિસ્ટ્રીક્ટ ઓવરસિયરને કઈ રીતે માન આપવું જોઈએ?

• મંડળમાં દરેકને કઈ રીતે માન આપીએ?

• પ્રચારમાં દરેક સાથે કઈ રીતે વર્તવું જોઈએ?

[Study Questions]

[Picture on page 21]

પહેલી સદીના મંડળે પ્રેષિતો અને વડીલોને માન આપ્યું

[Picture on page 24]

ગવર્નિંગ બોડી સરકીટ અને ડિસ્ટ્રીક્ટ ઓવરસિયરને પસંદ કરે છે. તેઓને વડીલો માન આપે છે